પૃથા - 1 Purvi Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથા - 1

*



પ્રકરણ -

એક બિન્દાસ્ત છોકરી ➖➖➖➖➖➖➖

અમીરપૂર નામનું નામનું સૌરાષ્ટ્રનું નાનકડું ગામ,  ગામમાં ખાસ વસ્તી નહિ એટલે ઉદ્યોગ ધંધાના નામે કશો વિકાસ નહિ. બસ હજારો દર્દીઓને સાજા કરનાર એક હોસ્પિટલ તેમાં કામ કરનાર લોકોનો પરિવાર જ ત્યાંના ગામની વસ્તી. ગામમાં માણસો કરતા લીમડાના ઝાડની વસ્તી વધુ હતી.  તેમાં એક  શર્મા સંયુક્ત બ્રાહ્મણ પરિવાર રહે   તેમાં સંયુક્ત પરિવારની દીકરી નામે પૃથા થોડી સ્વતંત્ર અને ક્રાંતિકારી  વિચારો  ધરાવનાર આ દીકરી નાનકડા ગામમાં બહેનપણીઓ જોડે આમ તેમ ડુંગરે ફરવાની શોખીન હતી.... પણ કુદરતની વચ્ચે રહ્યે રહ્યે તે પોતાના વિચારોમાં મસ્ત રહેતી, પરંતુ  ઘરનું ચુસ્ત અને શિસ્તબદ્ધ વાતાવરણ  ક્યારેક તેને અકળાવી મૂકતું.  આજે પણ બહાર ધોમ વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે પૃથા કાયમની જેમ બહાર લીમડાના ઝાડ નીચે બપોર ટાણે એને માણી રહી હતી ત્યારે જ તેના ઘરમાંથી કાકીએ જોરથી બૂમ મારતાં કહ્યું *કાકી*- *અલી એય પૃથા ક્યાં મરી?**પૃથા*- *ઐ છું બહાર લીમડા નીચે વરસાદમાં પલળું છું.* એણે લીમડાની લીંબોળી તોડતા તોડતા બેફિકરાઈથી જવાબ આપ્યો.*કાકી**- *ત્યાં શુ કરે "આ બપોર ટાણે ભેંકાર ગામમાં છોકરીએ એકલા ઉભા નો રેવાય,અંદર મર"*.*પૃથા*- *"માર નથ આવવું હું તો ઓલી રેખલી ને બોલાવીશ તો પછ એકલી નહિ ને?"*(એમ કરતાં કરતાં 7,8 બહેનપણીઓ ભેગી કરી લીધી. ) *પૃથા*- *"લ્યો કાકી હવે એકલી નથ ને".**કાકી*- *"બવ જબરી ઘરમાં કામ નો કરવુ પડે તે રખડપટ્ટી ગોતી જ લે છે. થોડું ઘરમાં રહી કચરા પોતા જેવા કામો પણ શીખો છોકરીઓને આવડવું જોઈએ.કાલ સવારે હાહરે જઈશ તો શું કરીશ"**પૃથા*- "હું નૈ જાઉં જો પરાણે મોકલશો તો પાછી આવીશ..."*કાકી*- તારા આવા લખણ છે તો પાછી જ આવીશ એનીજ અમને બીક છે.હારુ હાલ લે તારે જે કરવું હોય ઇ કર મને મારુ કામ કરવા દે." એમ કહી કાકી એના ઘરના કામે વળગ્યા,કાકી ઘરકામ સાથે શિક્ષકની નોકરી પણ કરે. એમની જ શાળામાં પૃથા ભણવા જાય.પૃથા  તોય એની બહેનપણીઓ જોડે વરસાદમાં લીમડા નીચે બેનપણીઓ  પાચીકડે રમવા લાગી, આજુબાજુમાં છોકરીઓની ખા ખા ખીખીખી સંભળાતી હતી.એ અવાજ સાંભળી *કાકી ફરી  બહાર આવીને* " અલ્યું  બધ્યું  હજી આયા જ છો?"" કાલથી ગોર્યો ચાલુ થાય છે ગોર મા નથ બનાવવા જાવ ટીમ્બેથી કાળી માટી લઇ આવો અને તૈયારી શરૂ કરો. પૃથા સંયુક્ત  બ્રાહ્મણ કુટુંબમાં રહેતી  હતી. તેના ઘરમાં કુલ 8થી 10 સભ્યો હતા  પૃથા અને તેનો નાનો ભાઈ જગત, તેના મમ્મી પપ્પા,  મોટા કાકા કાકી તેમના બે સંતાનો, તથા અન્ય બે  નાના કાકા, સાથે દાદા દાદી, પૃથાના પપ્પા તથા કાકા અને દાદા  એ પણ આ હોસ્પીટલના જ કર્મચારી આથી દરેક કર્મચારીને રહેવા માટે સ્ટાફમાં ક્વાર્ટર મળે, એટલે પૃથાના પરિવારને બાજુબાજુમાં બે ઘર મળેલ બન્ને ઘરને  એક કરી વિશાલ ઘર મળ્યુ હતુ. આટલા બધાં સભ્યો હોવા છતા ઘરમાં પ્રેમ સંપ સહનશીલતા કર્મઠતા ધાર્મિક વૃત્તિ ગુણો સહુમાં ભરપૂર, ઘરમાં મોટા કાકાએ નિયમો રાખેલ.તેમના નિયમો કંઈક આવા  સાંજે અંધારા પછી બહાર રખડવાનું નહિ અને ઘરમાં દીવાબત્તી કરવા હાજર રહેવુ સવારે સૂરજ ઉગે એ પહેલા ઉઠી જવાનું ઉઠીને તરતજ સૂરજને અર્ઘય આપી ગાયત્રી મંત્ર બોલવાનો. આ નિયમ નાના મોટા દરેકે પાળવાનો. ઘરમાં મોટા કાકા ધાર્મિક વૃત્તિના આથી હિન્દૂ ધર્મના તમામ ધર્મગ્રંથો રામાયણ મહાભારત, ગીતાજી ચાર વેદ વસાવેલ હતા. પૃથા પણ  દિવાળી ટાણે આ પુસ્તકોને સાફ કરી પૂઠા ચડાવવામાં કાકાને મદદ કરતી  અને એકાદ પાનું અલપઝલપ વાંચી પણ લેતી.  પૃથાનો શારીરિક બાંધો નબળો આથી ગામની બીજી છોકરીઓ જેવી રખડપટ્ટી કરવાની તેને છૂટ નહિ, ઘરના નિયમ મુજબ રાત્રે સ્ટ્રીટ લાઈટ થાય એટલે દીવાબત્તી ટાણે ફરજીયાત ઘરમાં હાજરી પુરાવવાની જ જયારે એ સમયે બીજી છોકરીઓ બહાર રોડ પર  લટાર  મારવા નીકળી પડતી હોય, પૃથા રોજ ઘરમાં આ બાબતે અનુમતિ માંગે પણ ક્યારેય  ન મળે.આથી અકળાયા કરે. આજે પણ લીમડાના ઝાડ નીચે શું બેઠી કાકી તેનું ધ્યાન રાખાવા આવીને જોયા કરતા હતા  ગોરમા ને બહાને ફરી તેમણે પૃથાને બીજી છોકરીઓ થી અલગ કરી. કારણ  ઘરના એવુ માનતા હતા ગામમાં છોકરા છોકરીઓના લવ લફરાં વિશે જે રોજ ચાલે છે તેમાં બહેનપણીઓ સાથે રહી પૃથા પણ શીખશે તેનું પણ નામ કોઈ દિવસ જોડાશે.  એટલે કાકીએ ગૌર્યોની તૈયારી કરવા બધી છોકરીઓને ત્યાંથી છૂટી પાડી.

(ક્રમશ........ પ્રકરણ -2