'આયનો' એ અશ્વિની ભટ્ટની ની લઘુનવલકથા છે. સસ્પેન્સ, થ્રિલર અને ભાવક ને અંત સુધી ઝકડી રાખે તેવી વાર્તા ના લેખક એટલે અશ્વિની ભટ્ટ.તેમ ની નવલકથા માં વાચક નદી ના પ્રવાહ ની જેમ તણાતો રહે છે, વહેતો રહે છે.એટલે જ કદાચ 'શેખાદમ આબુવાલા' એ આ લેખક વિશે યોગ્ય જ કહ્યું છે કે,"અશ્વિની ભટ્ટ લોખંડી વાચકો નો લેખક છે અને એ પણ એક આકર્ષક અકસ્માત છે કે તેની કલમ માં લોહચુંબક પણ ભારોભાર ભરેલું છે."
૧૭૦ પાનાં માં સમાયેલી 'આયનો' કૃતિ ની પ્રસ્તાવના માં જ લેખક કબૂલે છે કે આ કૃતિ માં કેવળ અદ્ભુતનું જ પ્રયોજન છે. 'આયનો' (અરીસો)માત્ર કોઈ વ્યક્તિ નું પ્રતિબિબ નથી ઝીલતું તે તેના સમગ્ર જીવનની કથા પણ કહી જાય છે તે લેખકે અહીં ઉજાગર કર્યું છે. કથા ની રજૂઆત વાચક ને તેમાં તરબોળ કરી મૂકે તેવી છે. લઘુનવલ હોઈ લેખકે પાત્રો ના પરિચય ને લંબાવ્યા નથી પરંતુ પ્રસંગોપાત પાત્રો નો પરિચય આપતાં રહ્યાં છે. જે લેખક ની અદભૂત લેખન શૈલી નો પરિચય આપી જાય છે.
આ કૃતિ ની શરૂઆત વિજય ની તલાશ કરતા તેના મિત્ર કેતન થી થાય છે,જે ના મુખે થી લેખકે આ સમગ્ર કૃતિ કેહવાનો પ્રયત્ન કર્યો છે.વિજય એ કેતન નો જીગરી દોસ્ત છે. બંને સ્કૂલ તેમજ હોસ્ટેલ માં સાથે ભણેલા,ઉછરેલા પાકા મિત્રો છે. પછી કારકિર્દી માં પણ સાથે જ રહે છે. અને બંને સાથે જ પ્રેમ માં પડે છે, એ પણ એક જ યુવતી ના પ્રેમમાં. સ્થપતિ બનવા તેઓ સ્કૂલ ઓફ આર્કીટેકચર માં દાખલ થાય છે. જેમાં તેમનો પરિચય માધવી પંચાલ સાથે થાય છે જે અનુપમ સોંદર્ય ની ધની છે. તેને જોઈ ને જ મનોમન કેતન તેના પ્રેમ માં પડી જાય છે, તેને પોતાની જીવનસંગીની બનવા માંગે છે, પણ બીજી બાજુ વિજય તેને જોતા જ તેના મોઢા માંથી ઉદ્દગાર સરી પડે છે, "વાઉ... કેતન...ધેર ઈઝ સમ ગર્લ" તેને પણ માધવી આકર્ષક યુવતી લાગે છે. ત્રણે ટૂંક સમયમાં જ પાકા મિત્રો બની જાય છે, આ જ ત્રિપુટી આગળ જતાં પોતાની 'નિર્માણ' કંપની બનાવે છે. માધવી ને કેતન પૂરા દિલ થી ચાહે છે તે તેને પરણવા માંગે છે જેમાં વિજય તેને અડચણ રૂપ બનતો નથી. માધવી અને કેતન બને લગ્ન કરે છે.
એક દિવસ અચાનક કોઈ ને કશું જ કહ્યા વિના વિજય ક્યાંક નીકળી પડે છે.દિવસો, અઠવાડિયા, મહિનાઓ સુધી શોધખોળ ચાલે છે. સીઆઇડી, સીબીઆઈ ને તેના ગુમ થયા ના કોઈ સગડ મળતાં નથી. તેને કોઈ એ મારી નાખ્યો હોય,લાશ ને ઠેકાણે પાડી હોય તોય પણ તેના કશાય ખબર મળ્યા નથી. તે જીવે છે કે નઈ તેની પણ કશીયે કોઈ ને ખબર નથી. જમીન માં છેક ઊંડે ઉતરી ગયો કે આસમાન ની ઉંચાઈ એ સ્પર્શી ગયો હોય તેમ વિજય એક વર્ષ પૂરું થવા આવ્યું છતાંય તેનાં કંઈ જ સમાચાર નોહતા.તે અચાનક કોઈ ને કીધા વગર લાપતા થયો હતો.
વિજય ને છેલ્લી વખત કોઈ એ કેશોદ માં જોયો હતો.કેશોદ માં તે કેતન અને માધવી ત્યાં ના 'કેસરબાગ', જે રિટયાર્ડ આર્મી ઓફિસર એમ. કે. ના પેલેસ ને હોટેલ અને રિસોર્ટ માં ફેરવવાની યોજના બનાવી હતી, ત્યાં કામ ની બાબતે અવારનવાર જતાં. જે 'કેસરબાગ' નામ પર થી આ મહેલ નું નામ પડયું તે એટલે 'કેસરબા'. જે એ સમય ની એની આસપાસ ના પ્રદેશો માં સૌથી સુંદર સ્ત્રી હતી, જાણે સ્વર્ગ ની અપ્સરા જ જોઈ લ્યો.તેને જોવા દેશ,પરદેશ થી લોકો આવતા પણ આ સ્ત્રી ઉંમરલાયક થઈ છતાંય પરણી નોહતી.અને નાની ઉંમરે તેનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું.
આ બાગ ના વર્ણનો લેખક એવી રીતે ચીતર્યા છે કે આપણે એ મહેલ માં જ હોઈએ તેવો અહેસાસ થયા વિના ના રહે એ જ આ લેખક ની ખૂબી દર્શાવે છે. મહેલ ની આસપાસ વણાયેલી અને ગુથાયેલી નવલકથા વાંચીએ ત્યારે વધુ ખ્યાલ આવે.
લેખકે પાત્રો ના મુખે થી કેટલીક એવા ચોટદાર સવાંદો આપ્યા છે જે આપણને વિચારતા કરી મૂકે દા.ત.,
વિજય અને માધવી પ્રેમાળ મિત્રો છે, વિજય ગુમ થયો ત્યારે તેની શોધખોળ કરનાર પોલીસ ઇન્સ્પેકટર માધવીને વિજય અને તેના સબંધો વિશે શંકા કરીને પૂછે છે ત્યારે માધવી ઉકળી ઉઠે છે. તે કેતન ને કહે છે " ઓહ કેતન! પણ એક સ્ત્રી ને કોઈ પુરુષ મિત્ર ન હોઈ શકે! એક સ્ત્રી કોઈ ગમતા મજાના પુરુષ સાથે ફોટા ન પડાવી શકે? વોટ્સ રોંગ ઈન ધેર! જેની સાથે શારીરિક સંબંધ હોય તે જ પુરુષ ને ખભે હાથ મૂકીને એક સ્ત્રી ઊભી રહી શકે!" અહીં લેખકે આધુનિક વિચાર ધરાવનારી માધવી ની સાથે સાથે લેખકે પોતાના આધુનિક વિચારો પણ પાત્રમુખે પ્રગટ કર્યાં છે.
વિજય ક્યાં ગયો હતો.? કેસર શા માટે પરણી નોહતી.? એ બધા સવાલો ના ઉત્તર આ નવલકથા વાંચ્યા પછી જ મળે.
કદાચ હું બધું કહી દઉં તો આ કથા રસહિન થઈ પડે.