બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 35 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 35




    ભાઈ તમે શાંત થાવ પ્લીઝ. ફક્ત પ્રેઝન્ટેશનની જ વાત છે. અબીરએ કહ્યું. 
   
    અબીર મને પ્રેઝન્ટેશન સાથે કોઈ લેવા દેવા નથી. આવા હું દસ બનાવી લઈશ, પણ મને એ વાત ગુસ્સો આપે છે કે મીરાએ મારા દુશ્મનને પ્રેઝન્ટેશન આપ્યું.

   અબીરએ પૂછ્યું, મીરા તમે વિક્રમને કેવી રીતે ઓળખો છો?

      મીરાએ વિક્રમ કેવી રીતે તેને એકસીડેન્ટલી મળ્યો હતો. તેની સાથે ભટકાયો હતો.... બધું જ મીરાએ જણાવ્યું.

   મીરા શું પ્રેઝન્ટેશન બન્યા બાદ વિક્રમ એકપણ વાર તમને મળ્યો હતો? અબીરએ પૂછ્યું.

    મીરા હવે સમજી રહી હતી. તેને પરમદિવસનું યાદ આવ્યું કઈ, તે વિચારવા લાગી... તે બધું યાદ કરીને આશ્ચર્ય પામી અને તેના કારણે પ્રેઝન્ટેશન બીજી કંપનીમાં શરૂ થઈ રહ્યું હતું. તેણે આઘાતથી પોતાના મોઢે હાથ રાખી દીધો.

   મીરા જે વિચારી રહી હતી તે બધું અબીર અને અથર્વને જણાવવા લાગી, પ્રેઝન્ટેશન બન્યાના બીજા દિવસે બધા પેપર્સને લઈને હું કંપનીના ઝેરોક્ષ મશીનમાં ઝેરોક્ષ કરવા માટે ગઈ, પણ મશીનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હતો જેથી તે બંધ હતું, માટે હું બહાર ગઈ તે કરાવવા માટે. મે ઝેરોક્ષ કરાવીને ઝેરોક્ષ, ઓરિજનલ પેપર્સ અને પેનડ્રાઈવ ત્રણેય સરખું ફાઈલમાં મૂકીને ત્યાંથી ઓફિસ માટે નીકળી અને ત્યારે વિક્રમ મને ત્યાં મળ્યો. વિક્રમએ મને કહ્યું કે મારી લીધે તમારો ફોન તૂટી ગયો હતો. તમે ફોનનો ખર્ચો પણ મારી પાસેથી નોહતો લીધો. મને આ સારું નથી લાગતું. થોડીવાર તેણે વાતો કરી અને મારી ના પાડવા છતાં તેણે પરાણે કોફી ઓર્ડર કરી. પછી તેણે મારા હાથમાં ફાઈલ જોઈને પૂછ્યું કે આ શેની ફાઈલ છે. મે તેને સારો માણસ સમજીને ફાઈલ બતાવી. પ્રેઝન્ટેશન વિશે કહ્યું તેને. ત્યાજ મને રાહીલનો કૉલ આવ્યો હતો તે મને કંઈક પ્રેઝન્ટેશન વિશે કહી રહ્યો હતો. પણ અવાજ કપાવાને કારણે હું કેફેની બહાર ગઈ. પાંચેક મિનિટ મે રાહીલ સાથે વાત કરી અને કોફી પિયને ફાઈલ લઈને આફિસ આવી ગઈ.

   અથર્વ અને અબીર ધ્યાનથી તેની વાતો સાંભળી રહ્યા હતા.
  
   અબીરએ કહ્યું, આ વિક્રમની પેહલેથી જ ચાલ હતી. મીરાની સાથે આવી રીતે એકસીડેન્ટલી બે થી ત્રણ વાર મુલાકાત કરવી અને જ્યારે તેને મોકો મળ્યો મીરાના માસૂમ સ્વભાવનો ફાયદો ઉઠાવીને તેણે બહુ ચાલાકીથી મીરાના કેફે ની બહાર જવા પર તેણે મોકો જોઈને પ્રેઝન્ટેશનના ઓરીજનલ પેપર્સ અને પેનડ્રાઈવ લઈ લીધી.

   ભાઈ આપણે મિસ્ટર ભાટિયાને કેહસુ ને કે આ અમારું પ્રેઝન્ટેશન હતું વિક્રમએ બહુ ચાલાકીથી આ પ્રેઝન્ટેશન લઈ લીધું હતું. 

   અબીર ફાયદો નથી, પ્રેઝન્ટેશનના ઓરિજનલ પેપર્સ વિક્રમ પાસે છે અને પેનડ્રાઈવ પણ અને આપણી પાસે ફક્ત ઝેરોક્ષ છે એટલે ફાયદો નથી કંઈ પણ. અથર્વએ કહ્યું.

  મીરા આ બધું સમજીને પોતાને દોષ આપી રહી હતી. તેની આંખોમાં પાણી આવી ગયા... મારા કારણે બધાની મેહનત પર પાણી ફરી ગયું.... અબીર મને સાચ્ચે નોહતી ખબર કે તે અથર્વનો દુશ્મન છે અને તે મારો ફાયદો ઉઠાવશે... પ્લીઝ અથર્વ મારી પર વિશ્વાસ કરો પ્લીઝ મને સાચ્ચે નોહતી ખબર.

    એટલું કહી મીરા રડવા લાગી...અથર્વ દુઃખી થઈને તેના કેબિનની બહાર ચાલ્યો ગયો. મીરા તેને આમ જતા જોઈ વધુ રડવા લાગી. 

  અબીરએ મીરાને કહ્યું, મીરા આમ ન રડો પ્લીઝ... આમાં તમારો કંઈ વાંક નથી તે વિક્રમ છે જ એટલો શાતીર. 

  અબીર પણ અથર્વ ખૂબ જ દુઃખી છે મારા કારણે, તેમણે બહુ મેહનત કરી હતી પ્રેઝન્ટેશન માટે.... હું હંમેશા તેમને તેમના દુશ્મનની સામે નીચું જોવડાવી દઉં છું. હવે અથર્વ મને ક્યારેય માફ નહિ કરે. 

  મીરા ભાઈ જેટલા સખ્ત દેખાઈ છે ને એટલા જ અંદરથી નરમ દીલના છે. તે બસ થોડા નારાજ છે યકીન કરો મારો તે તમને માફ કરી દેશે. હું મારા ભાઈને સારી રીતે ઓળખું છું. અબીરએ મીરાને સાત્વના આપતા કહ્યું.

   થોડીવાર બાદ મીરાએ અબીરને પૂછ્યું, અબીર એવી તો શું દુશ્મની છે વિક્રમ અને અથર્વની, કેમ તે બંને એકબીજાથી એટલી નફરત કરે છે?

   મીરા... વિક્રમ અને ભાઈ બંને મિત્રો હતા એક સમય પર, બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી.

   તો કેમ એટલી બધી નફરત એકબીજાથી? મીરાએ આશ્ચર્યથી પૂછ્યું.

   ભાઈ આર્કિટેક્ચરનું ભણી રહ્યા હતા ત્યારે તેમની મિત્રતા વિક્રમ સાથે થઈ... વિક્રમ પણ આર્કિટેક્ચર કરી રહ્યો હતો. બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ.

   ભાઈને તેમના પિતાએ જે વસિયતની રકમ આપી હતી, તેમાં ભાઈએ એક આર્કિટેક્ચર કંપની ઊભી કરી. નોકરીની તલાશમાં વિક્રમ અથર્વ ભાઈની કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યો. વિક્રમ, ભાઈનો મિત્ર હોવાથી ભાઈએ તેને કંપનીમાં ઊંચી પોસ્ટ આપી દીધી. 

   ધીરે ધીરે ભાઈએ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, ભાઈ બધા પ્રોજેક્ટમાં કામયાબ થયા. ભાઈ ધીરે ધીરે કામયાબીની ઊંચાઈ પર ચઢવા લાગ્યા. 

   વિક્રમને ધીરે ધીરે ભાઈની કામયાબી પર ઈર્ષ્યા થવા લાગી. ભાઈ, વિક્રમ પર આંધળો વિશ્વાસ કરતા હતા. ભાઈએ વિક્રમને બધું જ આપ્યું હતું...તેમના દિલમાં હંમેશા વિક્રમ માટે અનહદ દોસ્તી હતી અને હંમેશા તે વિક્રમનું સારું વિચારતા.

     પણ વિક્રમને માથે લાલચ સવાર થઈ ગઈ હતી. તેની ઈર્ષ્યા અને લાલચ એ હદે વધી ગઈ કે તેણે બહુ ચાલાકીથી કંપનીના દસ્તાવેજો પર ભાઈની સહી કરાવી લીધી. 

    ભાઈને જ્યારે આ વિશે ખબર પડી ભાઈ આઘાત પામ્યા, ભાઈને બહુ દુઃખ થયું કે જે મિત્રને તેણે ભાઈ સમાન રાખ્યો હતો, તેણે એટલો મોટો વિશ્વાસઘાત કર્યો...ભાઈને વિક્રમ પર નફરત થવા લાગી. 

    ભાઈએ વિક્રમને કહ્યું કે જા તને આ કંપની ભીખમાં આપી....મારામાં એટલી તાકાત છે કે હું ફરીથી આવી કંપની ઊભી કરી શકું છું પણ તારામાં તાકાત હોય તો આજ કંપનીને આગળ લઈ જજે.

    ભીખ વાળો શબ્દ વિક્રમને એટલો અસર કરી ગયો કે આજ સુધી તે ભાઈને હરાવવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે... અબીરએ બધું જ મીરાને જણાવી દીધું. 

   મીરા આ સાંભળીને વધુ પોતાને દોષ દેવા લાગી. અબીર મે અજાણતા બહુ મોટી ભૂલ કરી નાખી છે. 
  
   મીરા હવે કંઈ ન થઈ શકે, માટે પોતાને દોષ આપવાથી કોઈ ફાયદો નથી. અબીરએ કહ્યું અને તે બહાર ગયો. 

  મીરા બહાર ગઈ તેણે ઝોયાને બધું જણાવ્યું. ઝોયા આઘાત પામી તેણે કહ્યું, મીરા હવે શું કરશું આપણે... કાલે મિ. ભાટિયા આવે છે તેમને શું કહેશું?  

  મીરા ઝોયાને ભેટીને રડવા લાગી. અથર્વએ તેના કેબિનમાંથી મીરાને જોઈ. તે મીરાને જોઈને દુઃખી થઈ ગયો. 

  રાતના ૮ વાગી ગયા હતા. બધા એમ્પ્લોય ઘરે જવા માટે રવાના થઈ રહ્યા હતા. 

  અથર્વ વિચારોમાં હતો... તે બધાને જતા જોઈ રહ્યો હતો. મીરા તેની જગ્યાએ જ બેઠી હતી. થોડીવારમાં અથર્વ પણ કંપનીએથી ચાલ્યો ગયો.

   બધા જ એમ્પ્લોય ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ હિંમત કરીને મીરા ઉભી થઇ. રાહીલ અને ઝોયાનું લેપટોપ લઈને આવી અને પોતાના ડેસ્ક પર મુક્યા. પોતાના લેપટોપ પર તેણે નવો ડેમો બનવાનું શરૂ કર્યું, અને બીજા બે લેપટોપ પર પ્રેઝન્ટેશનનું બીજું કામ કરવા લાગી. 

   મીરાને કામ કરતા કરતા બે કલાક ઉપર થઈ ગયું હતું તેણે ત્રણ કલાકમાં  ૨૦ ટકા જેટલું કામ કર્યું. થોડીવાર બાદ મીરા ઓફિસના કોફી કોર્નરમાં ગઈ અને પોતાના માટે કોફી બનાવવા લાગી. 

    ત્યારે અથર્વ કંપનીમાં આવ્યો. અથર્વ ઘરે ગયો હતો પણ તેને ચેન નોહ્તું પડી રહ્યું તેને વિક્રમથી હારવાના માત્ર વિચારથી જ ગુસ્સો આવી રહ્યો હતો. તે કોઈ પણ સંજોગે ડીલ વિક્રમને નોહતો આપવા માંગતો. તેણે નવું પ્રેઝન્ટેશન બનાવવાનો વિચાર કર્યો અને ઓફિસ જવા માટે નીકળ્યો. ..........વધુ આવતા અંકે