બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 33 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 33




  આર્યનની હરકતથી હવે અથર્વનો ગુસ્સાનો આપો ન રહ્યો. તેણે પોતાના હાથની ગુસ્સામાં મુઠ્ઠી વાળી. અબીરએ અથર્વના મુઠ્ઠી વળેલા હાથ પર પોતાનો હાથ મૂકી તેને શાંત રેહવાનો ઇશારો કર્યો.

   અથર્વએ અબીર સામે જોયું, તેને અબીરની થોડીવાર પેહલા કહેલી વાત યાદ આવી, કે આમ કરવાથી મીરા વધુ દૂરથી જશે. તેણે પોતાની ગુસ્સામાં આંખો મીચી અને હાથ માં જે ગ્લાસ હતો તે જોરથી ટેબલ પર રાખ્યો. મીરા અને  ઝોયા જસકી ઊઠી અથર્વના આમ ગ્લાસ મૂકવાથી.

   અથર્વ ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો. મીરા તેને જોઈ રહી હતી. આર્યન બોલ્યો, મિ.અથર્વને શું થયું કેમ આમ જમીઆ વગર ચાલ્યા ગયા!

   મીરાએ ઝોયા સામે જોયું.

   અબીર પણ અથર્વની પાછળ ગયો. પણ ત્યાં સુધીમાં અથર્વ કાર ફૂલ સ્પીડમાં લઈને ચાલ્યો ગયો.

   ઝોયા મીરાને સગાઈ પતી ગયા બાદ તેની ઘરે લઈને ગઈ.
મીરા તેની જ્વેલરી કાઢી રહી હતી પણ તે ખૂબ ગહન વિચારમાં જ્વેલરી નીકાળી રહી હતી. ઝોયા તેને ક્યારની જોઈ રહી હતી.

   થોડીવાર પછી ઝોયાએ કહ્યું, એમ વિચારે છે ને કે મિ. અથર્વ આવો બિહેવ કેમ કરી રહ્યા છે!

  મીરાની ધારણા સાચી પડી હોય તેમ એ ઝોયાને જોવા લાગી....અને કહ્યું, ઝોયા મને ખબર નથી પડી રહી કે આમ કેમ કરી રહ્યા છે તે.

  મીરા તને ખબર છે તારો જગડો થયો હતો મિસ્ટર અથર્વ સાથે...હું ત્યારે જ સમજી ગઈ હતી કે કેમ તેમનો આવો બિહેવ છે.

  શું ઝોયા...શું સમજી ગઈ તું...કેમ તેમનો આવી બિહેવ છે? મીરાને ઝોયાની વાત કંઇ સમજ જ નોહતી આવી રહી.

  મીરા એજ કે મિ. અથર્વ તને પ્રેમ કરે છે. તેમનો અચાનકથી બદલાયેલો આવો સ્વભાવ. 
  
  શું...અથર્વ...પ્રેમ... નહિ ઝોયા. કોઈ પણ વ્યક્તિ પ્રેમ કરે તો આવો બિહેવ થોડી કરે મારી સાથે. મીરા હજુ પણ કંઈ સમજી નોહતી રહી.

   મીરા તેમનો આવો બિહેવ એટલે છે કારણ કે તે જેલેસ છે...તારી અને આર્યન વિશે મિસ્ટર અથર્વ જે બોલ્યા હતા તે જેલેસીમાં બોલ્યા હતા. મને તે રાતે જ પ્રશ્ન થયો હતો પણ તું ખૂબ ગુસ્સામાં હતી જેથી મે તને આ નોહ્તું કહ્યું....આજે મારું પૂરું ધ્યાન મિ. અથર્વ પર જ હતું....આર્યનએ જ્યારે તને ખાવાનું પીરસ્યું, ત્યારે તે આર્યનને ખૂબ જ ગુસ્સાથી જોઈ રહ્યા હતા... આર્યનનું તને ખવરાવવું, આર્યનએ જ્યારે તારા હોઠ પાસેથી અનાજ સાફ કર્યું તેના હાથથી ત્યારે મિ.અથર્વનો ગુસ્સો કાબૂ બહાર થઈ ગયો હતો, તેમણે ગુસ્સામાં પોતાની હાથની મુઠ્ઠી વાળી લીધી હતી બસ આર્યન પર હાથ ઉઠાવવાની તૈયારી જ હતી પણ અબીરએ તેમના હાથ પર હાથ મૂકી કઈક નકારમાં પોતાનો ચેહરો ફેરવ્યો...અને પછી તો તને પણ ખબર છે કેવો ગુસ્સામાં ગ્લાસ મૂક્યો અને ચાલ્યા ગયા જમીયા વગર.

   ઝોયાની વાત સાંભળી મીરા વિચારવા પર મજબૂર થઈ ગઈ. તેને ધીરે ધીરે બધું સમજાઈ ગયું હતું. 

    અબીર ક્યાં છો બેટા તું....આ અથર્વને શું થઈ ગયું છે તે ગુસ્સામાં તેના રૂમમાં બધી ચીજો ક્યારનો ફેંકી રહ્યો છે. ભાવના કાકીનો અબીર પર કૉલ આવ્યો તે ખૂબ ચિંતિત થઈ બોલ્યા.

   અબીર સાંભળીને મનમાં ચિંતાથી બોલ્યો, આ તો થવાનું જ હતું. પછી તેણે ભાવના કાકીને કહ્યું, હું આવું છું કાકી.... તમે ચિંતા નો કરો કાકી, ભાઈ થોડા ગુસ્સામાં છે.
  
   થોડીવારમાં અબીર ઘરે પોહચી ગયો. તેણે અથર્વને રોક્યો, ભાઈ શું કરો છો તમે... પ્લીઝ આ બધું અત્યારે બંધ કરો...ભાઈ પ્લીઝ નીચે ભાવના કાકી ફિકર કરી રહ્યા છે.
   
   અથર્વ શાંત પડ્યો અબીરના કહેવા પર. 

   ભાઈ જમી લ્યો, તમે કઈ જમીયા નથી. અબીરએ કહ્યું.

   ભૂખ નથી મને અબીર....તું સુઈ જા, હું થોડીવારમાં સુઈ જાઈશ. અથર્વએ અબીર સામે જોયું, તે અથર્વની ચિંતા કરી રહ્યો હતો માટે અથર્વએ શાંતિથી કહ્યું જેથી અબીર વધુ ચિંતા ન કરે તેની.

    સારું ભાઈ...સુઈ જાવ...ગુડ નાઈટ! અબીર કહીને ગયો તેના રૂમમાં.

   અથર્વએ કહી તો દીધું પણ તેને દૂરદૂર સુધી ઊંઘ નોહતી આવી રહી તે બસ પથારીમાં પડખા ફરી રહ્યો હતો.

   મીરાનો પણ એજ હાલ હતો. તે પણ પડખા ફેરવી રહી હતી. પણ તેને જ્યારથી ઝોયાએ કહ્યું કે અથર્વ તેને પ્રેમ કરે છે ત્યારથી તેને કઈક અલગ મેહસૂસ થઈ રહ્યું હતું. સારું થઈ રહ્યું હતું કે ખરાબ થઈ રહ્યું તે સમજી નોહતી સકતી. તેને આ વાત પર વિશ્વાસ નોહતો આવી રહ્યો. તેને હજુ પણ આ પ્રેમ નથી એ લાગી રહ્યું હતું. 

  **********

    આર્યનનો એક મિત્ર સોશિયલ મીડિયા પર તેના બધા મિત્રોની સ્ટોરી જોઈ રહ્યો હતો. થોડીવાર બાદ આર્યનની સ્ટોરી જોઈ, તેને લાઈક કરીને આગળ વધ્યો, પણ તેને કઈક જાણીતું લાગતા તેણે ફરી આર્યનની પોસ્ટ લીધી... 
  
     તેણે ફોટો ઝૂમ કર્યો. તે ફોટામાં એક જાણીતી યુવતીને જોઇને તેના મોઢે કઈક અજીબ ખુશી છવાઈ ગઈ. તે બોલ્યો, વાહ આર્યન વાહ, જે કામ રોકી જાણવા છતાં ન કરી શક્યો, તે કામ તુંયે અજાણતા જ કરી દીધું.

   તેણે આર્યનને કૉલ કર્યો, કેમ છે દોસ્ત? તારી સ્ટોરી જોઈ હું વિચારમાં પડી ગયો. જે આર્યનને બિઝનેસ નથી ગમતો તે આર્યન ફોટામાં એટલો બધો ખુશ દેખાતો હતો એ પણ એક કંપનીમાં. શું વાત છે મિત્ર?
  
   કંઈ નહિ યાર રેહાન, આજકાલ ગમવા લાગી છે કંપની. આર્યનએ સ્મિત સાથે દૂરથી મીરા સામે જોઈને કહ્યું.
  
  ઓહ, એવું તો શું છે કંપનીમાં કે ગમવા લાગી? રેહાનએ ફરી પૂછ્યું.

   કંઈ નહિ ભાઈ, તું બોલ ને શું કરે છે? આર્યનએ પૂછ્યું.

   યાર શું કહું તારી વગર ગમતું નથી. તને જોઈને મને પણ મારા પરિવારને મળવાનું મન થઈ ગયું. હું આવું છું, આ સન્ડેના ત્યાં. 

  શું વાત કરે યાર. આવ આવ તારી રાહ જોઇશ મિત્ર. આર્યન ખુશ થઈને બોલ્યો. 

   બસ હવે આવવું જ છે મને પણ રાહ છે. રેહાનએ રહસ્યમય રીતે કહ્યું.

    બંને મિત્રોએ થોડીવાર વાત કરી અને ફોન રાખ્યો.

  **********

    ચાર દિવસમાં આર્ટ એન્ડ આર્કિટેક્ચરએ જે.બી મોલનું પ્રેઝન્ટેશન રેડી કરી નાખ્યું હતું. 

     મિસ્ટર ભાટિયા અથર્વ સાથે વાત કરી રહ્યા હતા. તે બંને એક હોટેલમાં બેસીને વાતો કરી રહ્યા હતા. મિ.ભાટિયાએ કહ્યું, મિ.અથર્વ હું આજે વી. આર આર્કિટેક્ચરનું પ્રેઝન્ટેશન જોવા જવાનો છું, કારણ કે આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં પ્રોજેક્ટ બંધ રેહવાને કારણે મે આ પ્રોજેક્ટનું કામ વી. આર આર્કિટેક્ચરને આપવાનો ઈરાદો કરી લીધો હતો. પરંતુ તમારી કંપનીએથી મિટિંગ માટે કૉલ આવ્યો ત્યારે હું મૂંઝવણમાં મુકાઈ ગયો.  મિ. રજત ચોપડા 
મારા ખાસ મિત્ર છે એટલે હું એને ના ન કહી શકું પણ મે નક્કી કર્યું છે કે પ્રેઝન્ટેશન હું બંને કંપનીના જોઈશ અને મને જે કંપનીનું પ્રેઝન્ટેશન ગમશે હું તે કંપની સાથે ડીલ ફાઇનલ કરી લઈશ. આઈ હોપ તમે મારી સિચવેસન સમજસો.

   ઈટ્સ ઓકે મિ. ભાટિયા, હું તમારા ફેંસલાને માન આપુ છું. અથર્વએ કહ્યું ..........વધુ આવતા અંકે