છાંયો - 14 - અંતિમ શિકાર Kuraso દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છાંયો - 14 - અંતિમ શિકાર

અર્જુન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. કરણ અને આદિત્ય તેની આંખો સામે ભાગી ગયા હતા. તેના મનમાં હજારો પ્રશ્નો દોડી રહ્યા હતા.

એટલામાં ફોનની રિંગ વાગી.

અર્જુને તરત ફોન ઉપાડ્યો.

“ઓફિસર અર્જુન રાઠોડ?”

“હા, હું જ બોલું છું.”

“તમારે તરત જ મેન ઓફિસે આવવું પડશે. આ કેસ ‘છાંયો’ સાથે સંબંધિત છે.”

વાત પૂરી થતાં જ અર્જુન સીધો મેન ઓફિસ તરફ નીકળી પડ્યો.


મોટા કોન્ફરન્સ રૂમનો દરવાજો ખૂલ્યો.

અંદર આધુનિક સ્ક્રીન, કમ્પ્યુટર અને શહેરના મોટા નકશા લગાવેલા હતા.

એક મહિલા આગળ આવી.

“નમસ્તે અર્જુન સર, હું સારા. અમે છેલ્લા પાંચ વર્ષથી ‘છાંયો’ પર કામ કરી રહ્યા છીએ.”

તેણે અર્જુનને અંદર લઈ જઈને બાકીના સભ્યો સાથે પરિચય કરાવ્યો.

સાહીન.

રાકેશ.

કાર્લિન.

અને બીજા ઘણા સ્પેશિયલ એજન્ટ્સ.

રૂમની લાઇટ ધીમી થઈ અને મોટી સ્ક્રીન ચાલુ થઈ.

સ્ક્રીન પર એક પછી એક મૃતદેહોના ફોટા દેખાવા લાગ્યા.

સાહીન ઊભો થયો.

“ગજબની વાત એ છે કે, અમારી માહિતી પ્રમાણે ‘છાંયો’ અત્યાર સુધીમાં લગભગ અઠ્ઠાવન ખૂન કરી ચૂક્યો છે.”

રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

“દરેક કેસમાં એક જ પેટર્ન હતો. ભ્રષ્ટ અધિકારીઓ, ગેરકાયદેસર વેપારીઓ, ગુનેગારો અને એવા લોકો કે જેઓ કાયદાની પકડથી બચી ગયા હતા.”

અર્જુન ચોંકી ગયો.

સાહીન આગળ બોલ્યો:

“અમે ઘણી વખત તેને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તે અમારી આંખો સામે ગાયબ થઈ ગયો.”

સ્ક્રીન પર એક ફોટો દેખાયો.

કરણના ભાઈનો.

“અમારી તપાસ મુજબ… આ જ માણસ ‘છાંયો’ છે.”

અર્જુન થોડા પળો માટે નિઃશબ્દ રહી ગયો.

પછી રાકેશ ઊભો થયો.

તેણે સ્ક્રીન પર નકશો બતાવ્યો.

“આ સિક્કિમ વિસ્તાર છે. અમારી છેલ્લી લોકેશન અહીં મળી છે.”

તે લેસર પોઇન્ટરથી નકશા પર એક બિંદુ બતાવે છે.

“ગયા મહિને એજન્ટ વિનોદની માહિતી મુજબ અહીં એક ગુફા મળી હતી.”

સ્ક્રીન પર ગુફાની તસ્વીરો દેખાઈ.

અંદર હથિયારોનો મોટો જથ્થો હતો.

આધુનિક ગન્સ.

બુલેટપ્રૂફ સૂટ.

અને અનેક મોડિફાઇડ વાહનો.

“અમારા અંદાજ મુજબ આ બધું ‘છાંયો’નું છે.”

અર્જુન વચ્ચે બોલી પડ્યો.

“માફ કરજો, પરંતુ મારા પિતા અને રિપોર્ટરની જિંદગી જોખમમાં છે. આપણે જલદી નિર્ણય લેવો પડશે.”

સારા ધીમે બોલી:

“સર, અમને તેનો ખ્યાલ છે.”

“તમારા પિતા અને રિપોર્ટર સાથે પહેલેથી જ બે કમાન્ડો તૈનાત કરી દેવામાં આવ્યા છે.”

“આદિત્ય અને કરણને પણ જલ્દી ગિરફ્તાર કરી લેવામાં આવશે.”

કાર્લિન ટેબલ પર નકશો ફેલાવે છે.

“અમારી પાસે એક પ્લાન છે.”

“અમે ન્યૂઝમાં ફેલાવીશું કે આદિત્ય અને કરણને અમદાવાદ જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.”

“જો છાંયો ખરેખર તેમની ચિંતા કરતો હશે તો તે તેમને બચાવવા જરૂર આવશે.”

રાકેશ બોલ્યો:

“અને ત્યાં આપણે તેના માટે જાળ બિછાવીશું.”

સારા ટેબલ પર રસ્તાનો નકશો ગોઠવે છે.

“આ બધા એન્ટ્રી પોઇન્ટ છે.”

“અને આ બધા એક્ઝિટ પોઇન્ટ.”

“એક હેલિકોપ્ટર ઉપરથી નજર રાખશે.”

“પાંચ લોકો પહેલેથી જ વિસ્તારમાં માઇન્સ ગોઠવશે.”

“મેઈન બસમાં સાહીન અને રાકેશ રહેશે.”

“પાછળની પોલીસ કારમાં હું અને અર્જુન.”

“અને છેલ્લી ગાડીમાં આર્મીના જવાનો.”

રૂમમાં બેઠેલા બધા લોકો ગંભીર થઈ ગયા.

સારા ધીમે બોલી:

“આ છેલ્લો મોકો છે.”

“ગમે તે ભોગે ‘છાંયો’ને પકડવાનો જ છે.”

અર્જુન થોડું વિચારીને બોલ્યો:

“પ્લાન સારો છે.”

“પણ જેલમાં સાચા આદિત્ય અને કરણ નહીં હોય.”

બધા તેની તરફ જોવા લાગ્યા.

“તેમની જગ્યાએ આપણા માણસો હશે.”

“કારણ કે છાંયો કદાચ આપણાથી બચી જાય…”

“પણ પોતાના લોકોને છોડીને નહીં જાય.”

સાહીન હળવું સ્મિત કરે છે.

“શાનદાર પ્લાન.”

એટલામાં સારાનો ફોન વાગ્યો.

તેણે ફોન ઉપાડ્યો.

થોડી ક્ષણ પછી તેના ચહેરા પર સ્મિત આવી ગયું.

“કોંગ્રેચ્યુલેશન્સ.”

“આદિત્ય અને કરણ બંને પકડાઈ ગયા છે.”

રૂમમાં બેઠેલા બધા લોકોમાં ઉત્સાહ ફેલાઈ ગયો.

રાકેશ તરત બોલ્યો:

“ન્યૂઝ ફેલાવી દીધી છે.”

“બે કલાકમાં જેલ ટ્રાન્સફર શરૂ થશે.”

બધા લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા.

હથિયારો તૈયાર થવા લાગ્યા.

સ્ક્રીન પર ઓપરેશનનું નામ ચમકી રહ્યું હતું—

ઓપરેશન: છાંયો

અને કોઈને ખબર નહોતી…

કે શિકાર કોણ હતું…

અને શિકારી કોણ.