છાંયો - 6 - ચોથી હત્યા Kuraso દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છાંયો - 6 - ચોથી હત્યા

અમદાવાદ શહેરની એક સમૃદ્ધ કોલોની.

મોટા બંગલાઓ, સુંદર બગીચા અને ચોવીસ કલાક સિક્યુરિટી.

આ વિસ્તારમાં રહેતા લોકો માટે જીવન ખૂબ આરામદાયક હતું.

પરંતુ તે રાત્રે એક બંગલાની અંદર કંઈક ભયંકર બનવાનું હતું.

બંગલાની અંદર એક મોટું હોલ હતું.

મોંઘી લાઇટિંગ, કાચના ટેબલ અને દિવાલ પર મોંઘી પેઇન્ટિંગ.

હોલના મધ્યમાં બેઠેલો હતો રાકેશ મહેતા 

તેના હાથમાં એક ગ્લાસ હતો.

ગ્લાસમાં વિસ્કી હતી.

તે ટીવી જોઈ રહ્યો હતો.

પરંતુ તેની આંખોમાં થોડી બેચેની હતી.

છેલ્લા થોડા દિવસોથી શહેરમાં જે હત્યાઓ થઈ રહી હતી…

તે વિશે તે સમાચાર જોઈ રહ્યો હતો.

ટીવી પર ન્યૂઝ એન્કર બોલી રહી હતી:

“શહેરમાં થયેલી ત્રણ રહસ્યમય હત્યાઓને લઈને પોલીસ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.”

રાકેશ ટીવી બંધ કરી દે છે.

તે ગુસ્સાથી બોલે છે:

“બકવાસ…”

પરંતુ અંદરથી તે થોડો ડર્યો હતો.

કારણ કે…

તેના પિતા ની સાથે બીજા બને પણ તેના ભૂતકાળ સાથે જોડાયેલા હતા. 

તે ઊભો થાય છે અને બારી પાસે જઈને બહાર જુએ છે.

બહાર અંધારું હતું.

બંગલાની બહાર સિક્યુરિટી ગાર્ડ ફરતો હતો.

બધું સામાન્ય લાગતું હતું.

પરંતુ અચાનક…

તેને પાછળથી કોઈ અવાજ સંભળાયો.

“પંદર વર્ષ લાંબો સમય હોય છે.”

રાકેશ ચોંકીને પાછળ વળ્યો.

રૂમના ખૂણે એક માણસ ઉભો હતો.

તે અંધારામાં હતો.

તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો.

રાકેશ ગુસ્સે બોલ્યો:

“તું કોણ છે? અહીં કેવી રીતે આવ્યો?”

માણસ શાંતિથી આગળ વધ્યો.

“તને યાદ નથી?”

રાકેશ હવે થોડો ગભરાઈ ગયો.

“સિક્યુરિટી!”

તે ચીસ પાડે છે.

પરંતુ કોઈ જવાબ નથી.

માણસ ધીમે બોલ્યો:

“આજે કોઈ તને બચાવવા નહીં આવે.”

રાકેશ હવે ગભરાઈ ગયો.

“તને શું જોઈએ છે?”

માણસ થોડું નજીક આવ્યો.

હવે તેની આંખો દેખાઈ રહી હતી.

તે આંખોમાં એક અજીબ શાંતિ હતી.

માણસ બોલ્યો:

“મને કંઈ જોઈતું નથી.”

“મને માત્ર હિસાબ પૂરો કરવો છે.”

રાકેશ હવે સમજી રહ્યો હતો.

તે ધીમે બોલ્યો:

“પૈસા જોઈએ છે?”

“હું તને ઘણાં પૈસા આપી શકું.”

માણસ હળવું હસ્યો.

“પૈસા?”

“તમે લોકો હંમેશા પૈસાથી બધું ખરીદી શકો એવું માનો છો.”

તે થોડું આગળ આવ્યો.

“પણ આજે નહીં.”

રાકેશ હવે લગભગ કંપી રહ્યો હતો.

“તું કોણ છે?”

માણસ થોડા પળો સુધી તેને જોઈ રહ્યો.

પછી ધીમે બોલ્યો:

“પંદર વર્ષ પહેલા એક કાર હતી.”

“એક પરિવાર રસ્તા પર ચાલતો હતો.”

રાકેશની આંખો ફાટી ગઈ.

તેના મનમાં તે રાત્રાનું દ્રશ્ય ફરી જીવંત થઈ ગયું.

રસ્તો.

ટક્કર.

ચીસો.

મૃતદેહ.

રાકેશ ધીમે બોલ્યો:

“તું… તું…”

માણસ બોલ્યો:

“હા.”

“તે છોકરો.જેના માથા માં પર ઘા મારી તું ભાગ્યો હતો ”

રૂમમાં શાંતિ છવાઈ ગઈ.

રાકેશ પાછળ હટતો ગયો.

“આ શક્ય નથી…”

“તું તો…”

માણસ ધીમે બોલ્યો:

“મરી ગયો હતો?”

તેના ચહેરા પર ઠંડું સ્મિત આવ્યું.

“છાંયો ક્યારેય મરતો નથી.”

થોડા મિનિટ પછી…

બંગલાની બહાર સિક્યુરિટી ગાર્ડને અંદરથી કોઈ અવાજ આવ્યો.

તે દોડી અંદર ગયો.

અને પછી…

તે જે દ્રશ્ય જુએ છે…

તે જોઈને તે સ્તબ્ધ થઈ જાય છે.

હોલના મધ્યમાં રાકેશ મહેતા જમીન પર પડેલો હતો.

તે હવે જીવતો નહોતો.

તેની બાજુમાં એક નાનું કાગળ પડેલું હતું.

કાગળ પર લખેલું હતું:

“પાપ સમય સાથે જૂનું થાય છે…
પરંતુ ન્યાય ક્યારેય મરતો નથી.”

અને નીચે એક શબ્દ લખેલો હતો.

છાંયો

થોડા સમય પછી પોલીસ ત્યાં પહોંચી.

અર્જુન અને કરણ ફરી એકવાર મૃતદેહ સામે ઉભા હતા.

અર્જુન કાગળ વાંચે છે.

તે ધીમે બોલે છે:

“આ માણસ માત્ર હત્યાઓ નથી કરી રહ્યો…”

“આ માણસ સંદેશ મોકલી રહ્યો છે.”

કરણ પૂછે છે:

“સર… હવે આગળ શું ?”

અર્જુન ધીમે બોલે છે:

“જો આ ખરેખર બદલો છે…”

“તો કદાચ આ હિસાબ હજુ પૂરો થયો નથી.”

અને ક્યાંક શહેરના અંધકારમાં…

એક માણસ છત પર ઊભો હતો.

તે શહેર તરફ જોઈ રહ્યો હતો.

તેના હાથમાં ફરી એક ફોટો હતો.

ફોટો પર હજુ લાલ માર્ક નહોતું.

તે ધીમે બોલ્યો:

“હજુ એક બાકી છે.”