છાંયો - 13 - કરણ Kuraso દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છાંયો - 13 - કરણ

હોસ્પિટલના રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી.

બહાર સવારનો પ્રકાશ ધીમે ધીમે અંદર આવી રહ્યો હતો.

પરંતુ રૂમની અંદર વાતાવરણ ભારે થઈ ગયું હતું.

અર્જુન કરણની સામે ઉભો હતો.

તેના મનમાં અનેક પ્રશ્નો દોડતા હતા.

કરણ બેડ પર બેઠો હતો.

તેના ખભામાં પટ્ટી બંધાયેલી હતી.

પરંતુ તેના ચહેરા પર દુખ કરતાં વધુ શાંતિ દેખાતી હતી.

તે ધીમે બોલ્યો:

“સર… તમે હંમેશા સત્ય શોધતા આવ્યા છો.”

“પરંતુ ક્યારેક સત્ય બહુ ભયંકર હોય છે.”

અર્જુન ગુસ્સે બોલ્યો:

તો પછી તું ને આદિત્ય બને સાથે જ હોય તો આદિત્ય તને શા માટે ગોળી મારે ?

કરણ થોડું હસ્યો.

“બરાબર.”

તે ધીમે બોલ્યો:

“સર મને વિક્રમ શાહે ગોળી મારી ,હા પણ તે ગોળી આદિત્ય ને મારવા માંગતા હતા હું છલાંગ મારી ગોળી ખાય આદિત્ય ને બચાવમાં સફળ રહ્યો પણ બીજી ગોળી સીધી આદિત્ય ને લાગી પણ તે બચી ગયો અંધારા ને લીધે તમને કઈ પણ ના દેખાયું ”

અર્જુન : તો શું આદિત્ય ના પ્લાન માં તું પણ સામેલ છે અને હવે next  કોનું  મર્ડર કરવાના છો મારા ફાધર  નું  કે રિપોર્ટર નું  જવાબ  દે ??

કરણ બોલ્યો સર you are late કેમ કે તમારા પેલા આદિત્ય મને મળવા આવ્યો મેં તે દિવસ નો સઘળો બનાવ  કહી દીધો હવે તમારા ફાધર ને રિપોર્ટર બને ની જાન ખતરામાં છે  આદિત્ય બને ને મારી બદલો પૂરો કરશે.

અર્જુન : મને એક વાત સમજાતી નથી કે તે કોઈ ના મર્ડર નથી કર્યા , કે નથી તું એક પણ સીન માં આદિત્ય ની સાથે છતાં પણ પાપ નો ભાગીદાર થવા શા માટે માંગશ??

 

કરણ : માત્ર ને માત્ર તમારા ફાધર ના લીધે ...કેમ કે તમારા ફાધર સાથે મારે બદલો લેવાનો બદલો , હા એના જ લીધે મારા ભાઈ નું મર્ડર થયું હતું ??

અર્જુન : મારા ફાધરના લીધે,


કરણ : જયારે મારા ભાયે આપઘાત કરી જીવ ટૂંકાવ્યો (આ બનાવના એક વર્ષ બાદ ) ત્યારે હું પોલીસ એકેડેમી મા હતો મને ખબર મળતા હું પહોંચ્યો ત્યારે જોસેફ અને આદિત્ય પણ મળ્યા તેણે કહ્યું કરણ તારા ભાઈ સાથે ખોટું થયું છે ખરેખર આ મર્ડર છે પોલીસ કિરીટભાઈ આ બધું દબાવી કેસ ને સુસાઇડ બનાવી બંધ કરવા માંગે છે કેમ કે તારો ભાઈ ડિપ્રેશન મા હતો કેમ કે જાણ તા અજાણતા તે crime નો ભાગ બન્યો તેણે મહેનત કરી અમને બને ને ( જોસેફ અને આદિત્ય ) ને ગોત્યા અને માફી માંગી બદલો લેવા પેર્યા કેમ કે જો કશું નહિ કરવામાં આવે તો આ બધા સમાજ માટે જોખમી બની જાશે .મેં જોસેફ ને પૂછ્યું શા માટે મારો ભાઈ આપઘાત કે મર્ડર સેના લીધે કરે ?? જોસેફ ને આદિત્ય બને માંડી ને વાત કરે  છે , તારા ભાય માટે એક misSion હતું " છાંયો " 

આ મિશન મા તે આવા લોકો સાથે મળી અંદરની માહિતી મેળવતો અને રાત્રે એકલો નીકળતો જાણે ભૂખ્યો સિંહ તેના શિકાર તરફ જતો હોય તેણે આશરે 28 જેટલા લોકો ને ટાર્ગેટ  કર્યા જે ભ્રસ્ટાચાર કરતા હતા , ધીમે ધીમે તે બધાને મારવા લાગ્યો ..... અંધારા મા રહેલા સમાજ માટે તેણે ઘણા કામો કર્યા કાનૂન જે કરી ના શક્યું તેણે એકલા હાથે કરી બતાવ્યું પણ કોઈ કારણો સર પોલીસ ની ટીમ તેને શક ના દાયરા મા આવી જતા તેણે અમને બને ને બોલાવ્યા અને આદિત્ય ના ફેમિલીનો બદલો લેવા પ્લાન બનાવ્યો અને કહ્યું હવે આ કીચડ મા હું નથી રહેવા માંગતો હું હિમાલય જય એક સાદી જીવન  શૈલી માં જીવવા માંગુ છું , મારી અંદરની ભડાસ 28 લોકો ને સજા આપવા મા સફળ રહી પરંતુ અંતર મનથી શાંતિ નથી તમે બને મારા જેવી લાશ ગોતો અને તે લાશ ને મારા નામ દ્વારા પહેચાન મળશે ને હું આઝાદ થાય 

અર્જુન: તો શું તારો ભાઈ હજી જીવે છે ?? 


કરણ : હા , પણ તેનો પતો મળ્યો નથી , તમારા ફાધર , રિપોર્ટર બને ખતરામાં છે એક ને હું મારીશ ને એક ને આદિત્ય હવે જોવા નું તમારે છે ! તમે કોને બચાવશો ??? 

એમ બોલી તે બારીમાંથી કૂદકો મારે છે અને નીચે આદિત્ય ની ગાડીમા પડે છે બને ભાગી જાય છે અર્જુન ગોળીમારવા પ્રયાશ કરે છે પણ બને બચી જાય છે