રાહીલએ ઊંડો શ્વાસ લીધો અને બોલી ગયો, ઈશા આઇ લવ યુ!
ઈશા વિચારમાં પડી ગઈ. તેનાથી ફરીથી પૂછાઈ ગયું, શું?
ઈશાના બીજી વાર પૂછવા પર, રાહીલ હવે બોલવામાં થોથરાયો, આ...આઇ..લ..વ..યુ!
ઈશાનું મોઢું સહેજ પડી ગયું. રાહીલને ડર લાગ્યો તે બોલ્યો, ઈશા હું તને વચન આપું કે હું તને હંમેશા ખુશ રાખીશ. ઈશા હું તને ખૂબ પ્રેમ કરું છું. તું મીરા અને ઝોયાને પણ પૂછી જોજે મને તારી સાથે કેટલો પ્રેમ છે. તે બંને જાણે છે આ વિશે.
રાહીલ આ શક્ય નથી. ઈશાએ કહ્યું.
રાહીલને આંચકો લાગ્યો તે બોલ્યો, પણ કેમ ઈશા...શું હું તને નથી ગમતો?......થોડીવાર બાદ તે શાંત થઈને બોલ્યો, ઇટ્સ ઓકે ઈશા, જરૂરી નથી કે તું મને ગમે તો તને પણ હું ગમતો હોવ.
ઈશા બોલી એવું કંઈ નથી રાહીલ કે તું મને નથી ગમતો, પણ તને ખબર છે ને કે હું ડીવોર્સી છું.
રાહીલએ કહ્યું, ઈશા હું જાણુ છું,...હું તને બેઇન્તેહા પ્રેમ કરું છું અને તારા પાસ્ટથી મને કોઈ પણ પ્રોબ્લેમ નથી.
નહિ રાહીલ, તું મારા કરતાં વધુ સારી છોકરી ડીઝર્વ કરે છે. ઈશાએ તેને સમજાવતા કહ્યું.
ઈશા તારીથી સારી છોકરી ડીઝર્વ કરું એનો મતલબ શું? તારામાં શું ખરાબી છે, ડીવોર્સી છો એનો મતલબ એમ કે તું હવે તારી જિંદગી નઈ જીવી શકે? મે તને આગળ પણ કહ્યું, કે મને તારા પાસ્ટથી કોઈ પ્રોબ્લેમ નથી. તું ડીવોર્સના ફાલતુ રીઝનથી મને ના કહેશે તો હું આ વાતથી સંમત નથી ઈશા અને હા તને અગર હું ન ગમતો હોય તો હું તારા ડિસિઝનને માન્ય રાખીશ. રાહીલએ કહ્યું.
ઈશાએ કહ્યું, જે છોકરો જાણે છે કે હું ડીવોર્સી છું, છતાં તે મને અનહદ પ્રેમ કરે છે. તો રાહીલ એટલો સમજદાર છોકરો કઈ છોકરીને ના ગમે.
મતલબ હા? રાહીલએ સવાલ ભરી નજરે પૂછ્યું.
ઈશાએ સુંદર સ્મિત સાથે પોતાનું માથું હકારમાં હલાવ્યું.
રાહીલને જાણે દુનિયાની બધી ખુશી મળી ગઇ હોય તેમ તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. એક વેટર તેના ટેબલ પર કોફી આપવા આવ્યો. રાહીલ ઉત્સાહિત થઈને તેને ગળે મળી ગયો અને જોરથી બોલ્યો, આઇ લવ યુ ઈશા!
ઈશા તેને જોઈને હસી રહી હતી તેણે કહ્યું, ઓય પાગલ બધા જોવે છે ચાલ અહી થી.
તે બંને મીરા અને ઝોયા પાસે જઈ રહ્યા હતા. રાહીલ બોલ્યો, ઈશા તે બંને ખૂબ જ ખુશ થવાની છે.
હા એ ખુશ તો થશે પણ તે બંનેની મારે ક્લાસ લેવાની છે, મારીથી તે બંનેએ છુપાવ્યું કે તું મને પ્રેમ કરે છે. ઈશાએ કહ્યું.
બંને મીરા અને ઝોયા પાસે ગયા. ઈશાએ તે બંનેના કાન પકડ્યા.
ઓય કાન છોડ પાગલ કાઢી નાખશે કે શું? ઝોયાએ ચીસ પાડી.
મીરા પણ બોલી, ઈશા શું થયું યાર કાન તો છોડ અમારા.
ઈશાએ કાન છોડ્યા બંનેના અને બોલી, મને કેમ ન કહ્યું કે રાહીલ મને પ્રેમ કરે છે?
ઝોયા અને મીરા બંનેએ એકબીજા સામે જોયું,...પછી રાહીલ સામે સવાલ ભરી નજર કરી . રાહીલના સ્મિતએ બધું કહી દીધું.
તે બંને ખુશ થઈને રાહીલ અને ઈશાને ભેટી પડી.
ઈશા અને રાહીલ બંને હસવા લાગ્યા. ઈશાએ ફરી પૂછ્યું ઓય શું કામ મને નોહ્તું કહ્યું?
હવે છોડને યાર શું સવાલ જવાબ આદરી છે એટલા ખુશીના મોકા પર. ઝોયાએ કહ્યું.
તે બધાએ ખૂબ હસી મજાક કર્યા એક બીજા સાથે.
**********
અથર્વને કંપનીમાં આવ્યા તેને ૩ મહિના થઈ ગયા. ત્રણ મહિનામાં તેણે સ્ટાર હોટેલનું નેવું ટકા જેટલું કામ પૂરું પાડી દીધું હતું. એટલા દિવસોમાં તેના અને મીરાના સંબંધ પણ સારા થઈ ગયા હતા. અથર્વ મીરાને હવે ડરાવતો નહિ. જ્યારે મીરા કોઈ ભૂલ કરે તો પણ અથર્વ તેને કઈ કેહતો નહિ, હા પણ તે મીરાને કોઈ પણ બહાને થોડી પરેશાન કરી લેતો. તેને મોકો મળતો એટલે તે મીરાની મશ્કરી કરી લેતો. ત્યારે મીરા પૂરી ચિડાઈ જતી, અથર્વને મીરાને હેરાન કરવામાં મજા આવતી હતી.
ઝોયા એટલા દિવસો અબીરની શકલ પણ નોહતી જોતી, તેનું કામ ચૂપચાપ કર્યા કરતી, અબીરને ખૂબ દુઃખ થતું ઝોયાને આમ જોઈ ને, તે ક્યારેક માફી માંગવાની કોશિશ કરતો પણ ઝોયા તેને અવગણી દેતી.
ધીરે ધીરે સમય વીતતો ગયો તેમ તેમ અથર્વને માટે મીરા આદત બની ગઈ હતી, સવારે કંપની આવે ત્યારે મીરાને શોધવી...... હર એક દિવસ મીરાની સાદગી અથર્વના દિલમાં ઘર કરી જતી.
મીરા અને અથર્વ બંને કન્ટ્રકશન પર જઈ રહ્યા હતા.
મીરાને શાંત જોઈને અથર્વએ કહ્યું, આજ કેમ શાંતિ છે નહિતર તારી રોજ બોલતી બંધ કરવી પડે, અથર્વએ તેની શકલ જોઈને કાર ઉભી રાખી. મીરાએ માસૂમ ફેસ કરી કહ્યું ભૂખ લાગી છે.
અથર્વએ પૂછ્યું શું ખાવું છે? મીરાએ તરત જ કહ્યુ, આઇસક્રીમ,... પણ મારે અહીના સ્ટોલની ખાવી છે.
અથર્વએ કાર આઇસક્રીમની સ્ટોલ પાસે ઉભી રાખી અને આઇસક્રીમ લેવા માટે નીચે ઉતર્યો, મીરા પણ સાથે ઉતરી ગઈ.
અથર્વએ કહ્યું, હું કારમાં લઇને આવું છું.
મીરાએ ખૂબ ઉત્સાહમાં કહ્યું, જનાબ આઇસક્રીમ ખાવાની મજા બહાર આવે.
સારું આવી જા.
કઈ આઇસક્રીમ ઓર્ડર કરું? અથર્વએ મીરાને પૂછ્યું.
તમને જે ગમે તે લઈ આવો, હું ખાઈ લઈશ કોઈ પણ...બસ જાંબુની નઇ લાવતા. મીરાએ કહ્યું.
કેમ જાંબુ નઇ? અથર્વએ પૂછ્યું.
મને એલર્જી છે જાંબુની બસ એટલે.
સારું, અથર્વ કહીને આઇસક્રીમ ઓર્ડર કરવા માટે ગયો.
થોડીવાર બાદ અથર્વ આઇસક્રીમ લઈને આવ્યો.
મીરાએ પૂછ્યું, આ કઈ આઈસક્રીમ છે?
અથર્વએ કહ્યું,જાંબુ.
જાણી જોઈને જાંબુ લઈને આવ્યા, મીરાએ થોડા ખોટા ગુસ્સા સાથે કહ્યું.
અથર્વએ કહ્યું, હા જાણી જોઈને લાવ્યો.
હું ભૂલી ગઈ હતી કે તમને ના પાડીએ એ કામ તો તમે પેલા કરો અને મને વંચાઈ છે કઈ આઇસક્રીમ છે, ચોકો ફજ બ્રાઉની આઇસક્રીમ. મીરાએ મશ્કરી કરતા કહ્યું.
ખબર હતી તો શું લેવા પૂછ્યું, કઈ છે,....તને શું બીક હતી કે હું તને જાણી જોઈને જાંબુ ખવરાવીસ.
હા તમારો કંઈ ભરોસો નઇ, મીરાએ મશ્કરી કરતા કહ્યું. લાવો હવે બોવ ભૂખ લાગી છે, મીરાએ હાથ લાંબો કરી આઈસક્રીમ માંગી.
ત્યાં અથર્વએ મસ્તી કરી અને પોતાનો હાથ ઊંચો કર્યો, નઇ રેવા દે વિશ્વાસ ન હોય તેનું ખવાઈ નહિ.
અથર્વના કેહવાથી મીરા આમ થી તેમ ઊંચી થતી હતી આઇસક્રીમ આંબવા માટે, થોડીવાર આમ અથર્વએ લલચાવી, પછી આપી દીધી.
અથર્વ મીરાને એક જ ધારો જોઈ રહ્યો હતો. મીરા સાવ નાના બાળકની જેમ ખાઈ રહી હતી. મીરાએ બે ત્રણ વાર અથર્વના ના પાડવા છતાં તેને પરાણે આઇસક્રીમ ખવરાવી. અથર્વને તેની આજ માસૂમિયત ગમતી હતી.
પણ ત્યાં કોઈ ત્રીજું શક્સ પણ હાજર હતું, જે કારમાંથી આ બંનેને કુતૂહલ પૂર્વક જોઈ રહ્યું હતું.
મીરા એકદમ મોજથી આઈસ્ક્રીમ ખાઈ રહી હતી...તેના હોઠ નીચે થોડી આઈસ્ક્રીમ લાગી હતી. અથર્વને ખ્યાલ ના રહ્યો, તેણે મીરાના હોઠ પાસેથી આઈસ્ક્રીમ હટાવી, ત્યાં જ અથર્વ અને મીરાના બંનેના શરીરમાંથી જાણે વીજળીનો જટકો પસાર થઈ ગયો હોય તેમ એ બંને સ્તંબ થઈ ગયા .અથર્વ મીરાની આંખોમાં જોઈ રહ્યો હતો... મીરાના શ્વાસ વધી રહ્યા હતા.
આ બધું પેલો કારમાં બેઠેલ શખ્સ જોઈ રહ્યો હતો... તેના ચહેરા પર શેતાની ભરી મુસ્કાન છવાઈ ગઈ ..........વધુ આવતા અંકે