"પાયમાલ" 0 કિલોમીટર
અત્યારે હાલના સમયમાં આપણા સૌની આસપાસ ચારે બાજુ,
સમયે, કે ક'સમયે, કંઈકને કંઈક અલગ-અલગ વિષયો પર, જુદી જુદી બાબતોમાં, અને જરૂરી, કે બિનજરૂરી ચર્ચાઓ, વાતો, કે સંવાદ થતાં હોય છે, કે પછી થતાં જ રહે છે.
અને આમ ચર્ચાઓ થાય, કે થતાં રહે એવા, સારા કે ખરાબ, સાચા, કે ખોટા અઢળક વિષયો પણ છે.
હવે આવી અલગ-અલગ વિષયોની ચર્ચાઓમાં,
લોકો પોતપોતાની સમજ, કે રસ અનુસાર પોતપોતાનું મંતવ્ય પણ આપતા હોય છે.
આપણે પોતે પણ કોઈકવાર આવી ચર્ચા, કે પછી કોઈ નાના મોટા વાદવિવાદમાં ભાગ લઈને, આપણે આપણું મંતવ્ય પણ આપ્યું જ હશે.
હવે આ બધાજ મુદ્દાઓ, બાબતો, અને વાતોમાંથી...
મારે જે વાત કરવી છે, એ વિષય પણ અતિ થી પણ અતિ મહત્વનો વિષય છે.
બહુ લાંબુ લખ્યા વગર હું સીધો મુદ્દા પર આવું તો...
વાત જાણે એમ છે કે,
હમણાં હમણાંથી આપણે ન્યૂઝ પેપરમાં, મીડિયામાં, લોકોના મુખે, કે પછી સોશિયલ મીડિયા, કે પછી ટીવીના કોઈ વિશેષ કાર્યક્રમના માધ્યમથી જોઈએ, સાંભળીએ છીએ કે,
હાલના યુવક, અને યુવતીઓ,
જ્યાં સુધી ભણીગણીને પગભર ના થઈ જાય,
ત્યાં સુધી તેઓ લગ્ન કરવા નથી માંગતા.
પછી ભલે એમના લગ્નની ઉંમર નીકળી જાય,
મતલબ કે મોટી ઉંમરે લગ્ન કરે.
પરંતુ તેઓ સૌથી પહેલું પ્રાધાન્ય, એમનો સમય અને એમની શક્તિ,
પોતાની કેરિયરને મજબૂત કરવામાં જ આપે છે, કે પછી આપતા હોય છે.
તો ખરેખર આ બહુ સારી, અને સાચી વાત છે,
કારણ કે જીવનમાં સુખ, અને શાંતિ મેળવવા માટે આ ખુબજ જરૂરી, અને અતિ આવશ્યક પણ છે.
ટૂંકમાં આવા કોઈપણ યુવક હોય, કે યુવતી,
પોતે ભણી ગણીને જ્યાં સુધી પગભર ના થઈ જાય,
ત્યાં સુધી તેઓ લગ્ન નથી કરવા માંગતા.
પરંતુ મારી દ્રષ્ટિએ આ વાત ભલે સાચી છે,
સારી પણ છે, તેમ છતાં મને પર્સનલી આ વાત અધૂરી હોય એવું લાગે છે.
અધુરી એટલા માટે કે,
ભણવું, અને પગભર થવું, એ ભલે સારી બાબત છે,
પરંતુ ભણી-ગણીને,
પગભર થઈને પછી તે જે લગ્ન કરવા માંગે છે ?
તો....
તેઓ કેવું લગ્ન જીવન ઈચ્છે છે ?
એમનો અંદરને અંદર, મનમાં જ
નક્કી કરેલો લગ્ન કરવા પાછળનો આશય શું છે ?
એ આશય વ્યાજબી છે, કે ગેર વ્યાજબી ?
તેઓ ખરેખર કેવી જિંદગી જીવવા માંગે છે ?
એ કારણ જાણવું, અને સમજવું.....
એ...
એમના પોતાના સારા ભવિષ્ય માટે,
એ બંને પાત્રોના પરિવારની ખુશી માટે,
અને આપણું સામાજિક માળખું ખોરવાઈ ન જાય,
એના માટે અત્યંત જરૂરી, અને અતિ મહત્વનું છે.
કારણ કે,
એમાં જો એમના અલગ-અલગ વિચાર, કે વિચારો હોય, કે
જેની પાછળ એમની ભ્રામક કલ્પનાઓએ એમના પર અંકુશ કરી લીધો હોય,
કે પછી સ્વચ્છંદીપણામાંજ જીવનની સાચી મજા છે,
એ વાત એમના દિલો-દિમાગ પર ઘર કરી રહી હોય, કે કરી ગઈ હોય.
કે પછી એમની જીવન વિશેની,
દુનિયાદારી વિશેની, કે પછી
ઘર-પરિવાર વિશેની અધૂરી સમજ શક્તિ આમ કરાવી રહી હોય તો એ...
એમના પોતાના ભવિષ્ય માટે,
એ બે પરિવારની સુખાકારી માટે,
બંનેના મા-બાપની ખુશીઓ, અને સપનાઓ માટે, કે
જે મા-બાપે પોતાના પેટે પાટા બાંધીને,
એમને ભણાવી-ગણાવીને આટલા મોટા કર્યા હોય,
એ મા-બાપ માટે,
તેમજ
આપણા સામાજિક માળખા માટે,
ખૂબજ નુકશાન કારક છે,
સૌથી મોટો ચિંતાનો વિષય છે,
અને સમગ્ર માનવ જીવન અને સમગ્ર સૃષ્ટિ માટે,
લાલબત્તી સમાન છે.
માટે ભલે ગમે તે ઉંમરે લગ્ન કરવા, પરંતુ
આપણા માતા-પિતાએ એમના માતા-પિતાને એમનાથી થતા સારામાં સારા પ્રયત્નોની સાથે-સાથે,
એમણે આપણા ઉછેરમાં પણ કોઈ કચાશ નથી આવવા, કે રહેવા દીધી, તો આપણે પણ
એમાંથી શીખ લઈ એજ રસ્તે જવું જોઈએ, અને આ આપણી સૌથી પહેલી અને સૌથી મોટી ફરજમાં પણ આવે છે, અને એમાં જ
આપણા લગ્ન જીવનની,
આપણા માતા-પિતાની સાચી ખુશી, આનંદ, પ્રેમ, લાગણી, વિશ્વાસ અને સૌથી મોટું કે,
એમાં જ આપણા માતાપિતાના, અને
ઈશ્વરના પણ
આશીર્વાદ આપણને મળતા હોય છે, અને....
આ બંનેના આશીર્વાદ સિવાય,
જીવનમાં ભલે અઢળક રૂપિયો-પૈસો, જર-ઝવેરાત, કપડાં-લત્તા, સુખ-સાયબી, બંગલા અને ગાડી,
આ બધું જ ભલે આપણી પાસે હશે, કે આપણે પ્રાપ્ત કરી લઈશું.....પરંતુ....
તેમ છતાં
આપણા જીવનમાં એક વસ્તુ નહીં હોય,
અને એ છે....
શાંતિ.
માટે જો આપણે સુખી જીવન જીવવું હોય તો,
આપણા આદર્શ બીજું કોઈ નહીં, પરંતુ આપણા આદર્શ, આપણા માતા-પિતાને lજ બનાવવા,
જો આપણે આટલું કરી શકીશું, તો આપણા જીવનમાં ક્યારેય અફસોસ કરવાનો વારો નહીં આવે.
મારી વાત સાચી લાગે તો આ આર્ટિકલને શક્ય એટલું વધારે સેર કરશો.
આભાર સહ,
શૈલેષ જોષીના નમસ્કાર.