સુખી જીવન નો શોર્ટકટ (માસ્ટર કી) Shailesh Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખી જીવન નો શોર્ટકટ (માસ્ટર કી)

હાલ ના સમયમાં આપણે આપણી આજુબાજુ ખાસ જોઇ રહ્યા છીએ કે, કદાચ આપણી સાથે-સાથે આપણી ચારેય બાજુ, લગભગ દરેકે-દરેક વર્ગના ને દરેકે-દરેક ઉંમર નાં કોઈ પણ વ્યક્તિના ચહેરા પર, માત્ર ઊંઘવાનાં સમય જેટલા સમયને બાદ કરતા,આંખ ઉઘડે ત્યાંથી લઇને ફરી સુવે નહીં ત્યાં સુધી, લગભગ સાચી કે ખોટી કોઈ પણ વાતને લઇને, કે પછી કોઈ સામાન્ય કારણ ને લઇને દરેક વ્યક્તિનાં ચહેરા ઉપર ચિંતા,ઉચાટ,અસંતોષ,ઈર્ષા.કે પછી આર્થિક સધ્ધરતાં ને લઇને અંદર ને અંદર ઉદાસી કે પછી તેણે મનમાં જે ધાર્યું છે તે મુકામ સુધી પહોંચવા માટેની નાહક ની મથામણ સિવાય બીજુ કંઇજ દેખાતું નથી. કોઈ પણ વ્યક્તિ આવી પરિસ્થિતિ ના સચોટ કે યોગ્ય રસ્તા વિશે કે એનાં નિરાકરણ વિશે જાણ્યા સિવાય ઊંધું ઘાલીને જાતે ઊભી કરેલી/સર્જેલી ખયાલિભય કે ચિંતા ને એનાં માનવા પ્રમાણે પહાડ જેવી.આવી સમસ્યા નીચે આપણે સામેથી પોતાનુ માથું નાખી દઈએ છીએ. ભલેને પછી એ સમસ્યા નું કોઈ નિરાકરણ હોયાજ નહીં કે પછી આપણે જેને સમસ્યા સમજી બેઠા છીએ એવી કોઈ સમસ્યા પુરી લાઇફમાં આવવાનીજ નાં હોય છતા એ બાબતે વગર વિચારે,જાતેજ પોતપોતાના મનમાં ભરી રાખેલા ખાલી ને ખાલી માત્ર નેગેટિવ અને સ્વાર્થી વીચારો થકી, પ્લાનિંગ વગર નાં મરણીયા પ્રયાસો ચાલુ કરી દઈએ છીએ.પછી છેલ્લે,છેલ્લે પાછી એજ નિશ્ચિત નિરાશા. કારણ ? કારણ એજ મગજમા ભરી રાખેલી મતલબ વગરની જૂની વાતો, અણબનાવો ને એનાં રીલેટેડ જેતે વ્યક્તીઓ માટે ભરી રાખેલી હદ બહાર ની કડવાહટ અને 24 કલાક જેને સામેથી વાગોળે જવાની પોતાના પર હાવી થવા દીધી હોય તેવી આપણી એક ખુબજ ખરાબ આદત. હા, લગભગ આપણાં સૌના દુઃખ નું સાચું કારણ આપણી અંદર જબરજસ્તીથી અને એનાં મનની મરજીથી તૈયાર થયેલો તેમજ ફૂલ્યો ફાલેલો આપડો સ્વભાવ છે. કેમકે,આપણ ને આપણા સ્વભાવ પર અંકુશ રાખવા ભગવાને જે એક યંત્ર આપ્યું છે, જેને આપણે મગજ કહીયે છીએ. તેને તો આપણે અત્ર, તત્ર, સર્વત્ર ચારેબાજુ ,ખોટારસ્તે અને તે પણ એની કેપેસીટી બહારનું દોડતું કરી દીધું છે.એ ક્યાં-ક્યાં દોડી રહ્યુ છે ? એની પણ જે તે વ્યક્તિ ને પોતાને ખબર હોતી નથી.એટલે તો આપણે અવાર-નવાર લોકો ના મોઢે સાંભળીએ છીયે કે જવાદેને યાર "અત્યારે મગજ ઠેકાંણે નથી"
હવે આવી પરિસ્થિતિ માંથી આપણે બહાર આવી તન-મન ને સુખ અને શાંતી આપતું,આરામદાયક અને હુંફાળૂ જીવન. નિરંતર ધબકતું,પળેપળ અને ક્ષણેક્ષણ ને માણતુ જીવન. સોએ સો ટકા આપણાં અને આપણાં પરિવાર માટે જીવાતું,આનંદદાયી, સુખમયી અને મસ્તિભર્યું જીવન.બીજાને મજા કરાવતું અને સ્વયમ મજા માણતું જીવન. દુશ્મન ને પણ ઈર્ષા થાય તેવું ખરાં અર્થવાળું,હાડમારી વગર નું અને સુખદુઃખ થી પર જીવન. દોડાદોડી વગરનું,એકધારું ને નિરંતર વહેતું,મધથીયે મીઠુમધુર,ફૂલો થીએ કોમળ, કિંમતી અને અમુલ્ય જીવન.મોરની જેમ નાચતુ,ધબકતું અને પોતાનામાંજ ખોવાયેલા રાખતું અણમોલ જીવન.ઉમંગથી ભરેલું,સાગર થીએ ઊંડું,પર્વત થીએ ઊંચું,પૃથ્વી નાં પટ જેટલું ખુલ્લું અને સ્વચ્છ જીવન.એક મીઠાં મધુરા રણકાર જેવું,મુકત મને ખુલ્લા આકાશ મા ઉડતા પક્ષી જેવું ને હાસ્યથી ભરપૂર જીવન.જાહોજલાલી વાળું,ભગવાન પણ ખુશ થાય તેવું ને માણસ ને માણસ ની નજીક ને સાથે લાવતુ જીવન.બધાને ભેગા કરતું અને ઍક બીજા પ્રત્યે પ્રેમ વધારતુ જીવન જીવવું હોય તો આપણે એક કામ કરવું પડશે.
ઉપર જણાવ્યું એવું જીવન જો આપણે જીવવું હોય તો આવુ જીવન જીવવાનું એકજ સ્થળ છે અને ત્યાં પહોંચવાનો રસ્તો પણ એકજ છે. જે ખરેખર ખુબજ સરળ,આસાન અને બહુજ ટૂંકો રસ્તો છે. પરંતું હાલ નાં સમયમાં આ રસ્તો અપનાવવો અસકય તો નહીં પણ કઠીન જરૂર છે, કેમકે અત્યારે આપણે સમગ્ર મનુષ્ય જીવન ની વ્યાખ્યા જ બદલી નાખી છે.
મનુષ્ય જીવન શુ છે ? અને એ જીવનનો ઉદ્દેશ શુ ?
જો ઉપરોક્ત પ્રશ્ન નો સાચો અને સચોટ ઉત્તર આપણે મેળવવો હોય તો આપણે સૌએ એનો ઉત્તર જયાં મળી શકે તેમ છે ત્યાં ખોળવો પડેશે. પરંતું અત્યારે થયુ છે એવું કે આનો ઉત્તર જયાં મળે છે ત્યાં આપણે એને શોધતાજ નથી. કેમકે આપણે એ જગ્યા પર પુરી જીંદગી માં હોતાંજ નથી અને આ જગ્યા સિવાય ની બધીજ જગ્યાએ આપણે એનો ઉત્તર ખોળવા આપણુ લોહી-પાણી એક કરી, પ્રભુ તરફથી, ઇશ્વર તરફથી આપણને મળેલ મનુષ્ય જીવનનો અમુલ્ય સમય બરબાદ કરી નાખીએ છીએ.
જો આજથી જ આપણે શરૂઆત મા જણાવેલ વિવિધ રંગો અને ખુશીયો થી ભરપૂર જીવન જીવવું હોય તો,આપણી પાસે માત્ર ને માત્ર એકજ રસ્તો અને સ્થળ છે અને આ સ્થળ પર પહોંચવું આપણા દરેક માટે શક્ય અને સરળ પણ છે.એનાં માટે આપણે ખાલી એકજ કામ કરવાનું છે. પહેલા તો આપણે એ જગ્યાએ પહોઁચવુ અને પહોંચ્યા પછી એ જગ્યાએ કાયમ માટે આપણી જાત ને ત્યાં ટકાવી રાખવી અત્યંત જરૂરી અને મહત્વની છે.
અને એ જગ્યા નું નામ છે
"વર્તમાન"