બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 13 Firdous kaSak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 13







      ત્યાંજ અબીરે તેનો હાથ પકડી લીધો અને તેને કહ્યું,  શું લેવા ઇગ્નોર કરે છે ઝોયા તું મને, મારા કર્યાની સજા દેવાને બદલે?

     હાથ છોડો મારો. ઝોયાએ ગુસ્સામાં કહ્યું.
  
    ઝોયા શું લેવા ન ઓળખવાનો બિહેવ કરે છે તું,..મને મારા કર્યાની સજા દે, પણ પ્લીઝ મને માફ કરી દે.
  
    હાથ છોડો મિસ્ટર અબીર અલી મારો. ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં કહ્યું.
 
   હાથ પાછો છોડવા માટે નથી પકડ્યો મેં....તને ખબર છે કાલનો હું કોલેજમાં તારી વિશે પૂછી રહ્યો હતો, શોધી રહ્યો હતો તને.

    આપણા બધા મિત્રોને પણ પૂછ્યું પણ ક્યાંય તારો પતો ન લાગ્યો... હું નિરાશ થઈ ગયો...પણ અહી કંપની આવ્યો તને જોઈને બહુ ખુશી થઈ. અબીરએ કહ્યું સાથે તેની આંખમાં આંસુ પણ આવી ગયા.

    પણ મને તને જોઈને જરા પણ ખુશી નથી થઈ. ઝોયાએ જોરથી તેનો હાથ છોડાવતા કહ્યું અને ત્યાંથી ચાલવા લાગી.
 
   ત્યાજ અબીર તેની આગળ આવી ગયો અને કહ્યું,....
 

  **********

  
     થોડીવાર પછી મીરા અથર્વની કેબિનમાં ગઈ અને અથર્વને પૂછ્યું, મિ. અથર્વ... મને તમારું બજેટનું ગણિત નથી સમજ પડતું?

     શું? 

    કંપની પાસે બજેટ નોહ્તું તો તમે અત્યારે સ્ટાર હોટેલનું બજેટ આપ્યું બરાબર, હવે એ સ્ટાર હોટેલના પ્રોફિટ પર જે.બી.મોલનું કામ થશે. જે.બી.મોલના પ્રોફિટ પર તમારી હોટેલનું કામ થશે. કુલ મેળવીને તમે જે બજેટ અત્યારે આપ્યો એ તો તમારી જ હોટેલમાં જશે, તો કંપની પાસે શું વધે? તે તો ફરી બજેટ વગરની થઈ જાય. મિ.અથર્વ મને સમજાવશો આ તમારું ગણિત.

    અકાઉન્ટ કોણ સંભાળે છે? અથર્વએ પૂછ્યું.

    શું?

   અરે આ કંપનીના અકાઉન્ટ પર ધ્યાન કોણ આપે છે? અથર્વએ ફરીવાર કહ્યું.

   હું આપું છું. મીરાએ કહ્યું.

   લાગ્યું જ મને....હવે ખબર પડી કંપની બંધ થવાના આરે કેમ આવી હતી. અથર્વએ કહ્યું.

    તમે કેહવા શું માંગો છો મિ. અથર્વ? મીરાએ પૂછ્યું.

   તમારી બેદરકારીને કારણે તમારી કંપની બેનક્રપ્ટ થવાની હતી.

   મીરાને અથર્વની વાત સાંભળીને ગુસ્સો આવ્યો તે કઈ બોલે એ પેહલા જ અથર્વએ કહ્યું, કંપનીનું અકાઉન્ટ ચેક કરો અત્યારે. 

  મીરાએ ગુસ્સામાં અથર્વનું લેપટોપ લઈને અકાઉન્ટ ચેક કર્યું... અંદર અમાઉન્ટ જોઈને મીરા ચોંકી ગઈ અને તેણે પૂછ્યું, આ અમાઉન્ટ ક્યાંથી આવ્યુ?

     આ અમાઉન્ટ હું કંપનીમાં આવ્યો તેના બીજા દિવસનું છે.... જે તમે ચેક જ નથી કર્યું, આ બેદરકારીનું કહું છું હું તમારી. અથર્વએ કહ્યું.

   પ્રશ્ન એ છે મિ.અથર્વ કે આ અમાઉન્ટ આવ્યું ક્યાંથી? મીરાએ વાત ફેરવતા પ્રશ્ન પૂછી લીધો.

    આ મારા બીજા ૩૦ ટકા શેયર્સનું અમાઉન્ટ છે....મિસ્ટર ચોપડા પાસે મે ૨૦ ટકા કંપનીનો ભાગ માંગ્યો હતો. તેમણે મને ૫૦ ટકા ભાગ આપ્યો, પણ અમાઉન્ટ તેમણે ૨૦ ટકાનું જ લીધું હતું. બાકી ૩૦ ટકાના બદલામાં તેમણે મને આ કંપનીને ગ્રો તરફ લઈ જવાનું કહ્યું.

     પણ મે કંપની આવ્યાના બીજા દિવસે બાકી ૩૦ ટકાનું અમાઉન્ટ ટ્રાન્સફર કરી દીધું. તે વિશે મે મિ.ચોપડાને કહી દીધું હતું....મને વધારાની કોઈ પણ ચીજ ફ્રીમાં લેવી ન ગમે.

    આ અમાઉન્ટમાં આરામથી બે મોટા પ્રોજેક્ટ થઈ જશે.....આઇ હોપ મિસ શાહ તમને મારું ગણિત સમજાય ગયું હસે. અથર્વએ ગણિત શબ્દ પર વજન દઈને કહ્યું.

    જી. મીરાએ ફક્ત એટલું જ કહ્યું અને તે બહાર જવા માટે નીકળી, ત્યાં જ અથર્વએ તેને રોકી, મિસ શાહ.

    મીરા ફરી આવીને ઊભી રહી.

    મારું ગણિત તો શીખ્યું હવે મારી એક એડવાઇસ પણ શીખી લ્યો, કામ લાગશે.

   સ્યોર મિ. અથર્વ!

    આપણા કામ ઉપર હંમેશા બાજ જેવી નજર હોવી જોઈએ... એક બેદરકારી આપણને નુકસાનીના રસ્તા પર ચઢાવી દે છે....આ એડવાઇસ મારી શીખી લેજો.

     જી... થેંક્યું સો મચ સર, ફોર યોર એડવાઇસ! મીરા એટલું કહીને બહાર આવી અને પોતાની સાથે વાત કરવા લાગી, તે ડેવિલ બે કદમ આગળ હોય છે, મીરા તું જાણવા છતાં સાવજના મોંઢામાં હાથ નાખવા જાઈ છે. શીખી લીધું ગણિત અને સાથે ફ્રી એડવાઇસ પણ.

    થોડીવાર બાદ અથર્વ અને મીરા કન્સ્ટ્રકશન પર જવા માટે કંપનીના પાર્કિગમાં આવ્યા અને કારમાં બેઠા, બેસતા જ બંનેને ૫ દિવસ પેહલાનો કારવાળો સીન યાદ આવી ગયો, બંનેએ એકબીજા સામે જોયું.
 
     મીરા તો અથર્વની આંખો સામે જોઈને આમ તેમ નજર ફેરવવા માંડી. અથર્વએ મોઢું બગાડ્યું અને પોતાનું માથું હલાવીને ડ્રાઇવ કરવા માંડ્યો.
 
     બંને સ્ટાર હોટેલના કન્સ્ટ્રકશન પર પહોંચી ગયા.
   
     કન્સ્ટ્રક્શન પર હિતેશ દેસાઈના મેનેજર હતા. અથર્વએ તેમની પાસે જઈ પ્રોજેક્ટ શેડ્યૂલ, મટિરિયલ્સના ઓર્ડર, પેટા કોન્ટ્રાક્ટરો વગેરેની બધી માહિતી જાણ કરી અને મેનેજરને કહ્યું, તમને બજેટની બધી જાણ મારા પ્રોજેક્ટ મેનેજર અબીર અલી સમજાવી દેશે. 

    પ્રોજેક્ટ મેનેજરનું કામ અથર્વએ અબિરને સોંપ્યું હતું.
   
    કન્સ્ટ્રક્શનનું કામ જોયા બાદ મીરા કન્સ્ટ્રક્શનની સામેના તળાવ પાસે આવી ઉભી રહી અને તેની સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ, મીરાએ પોતાના માટે એક ઘર ડિઝાઇન કર્યું હતું. જેની ડિઝાઇન તેણે ખુબ જ સરસ બનાવી હતી અને એ પણ એક તળાવની પાસે. જે ફક્ત મીરાનું પોતાનું ઘર હોય, પરંતુ તે ખૂબ એક્સપેંસિવ હતું, જેથી તે ફક્ત તેને તેના સપનાનું જ ઘર માનતી.

    થોડીવાર બાદ અથર્વએ તળાવ પાસે ઉભેલી મીરાને જોઈ, પવનમાં ઊડતી વાળની લટો તેના ચેહરા પર જાણે રમત રમી રહી હતી...સફેદ ચિકનકારી કુર્તી અને ડેનિમ જીન્સમાં સાદગીમાં સુંદરતા...સૂર્યના પ્રકાશમાં ચમકતો ચેહરો...ગુલાબની પાંખડી જેવા પાતળા હોઠ...મેકઅપના નામ પર ફકત આંખો કાજળ આંજેલી...બીજો આખો ચેહરો મેકઅપ વગરનો ચમકતો હતો.....થોડીવાર સુધી અથર્વની નજર મીરા પરથી હટી નહિ.
  
    મીરાએ પાછળ જવા માટે પગ ઉઠાવ્યો ત્યાજ તેનો પગ લપટ્યો અને જેવી નીચે પડવા ગઈ, એવી જ અથર્વએ તેને કમરેથી પકડી લીધી.....મીરા જ્યારે પણ અથર્વની કરીબ આવતી ત્યારે તેની નજર અથર્વના ચેહરા પર જ અટકી જતી.
   
    આમજ જોયા કરવું છે કે ઊભું પણ થવું છે. અથર્વએ મીરાને થોડા રૂતબાથી કહ્યું. મીરાનું ધ્યાન ભંગ થયું... તે ફટાફટ ઉભી થઈ અને પોતાનો હાથ અથર્વના હાથમાંથી છોડાવ્યો.
  
     તને શું ભટકાવાની કે પડી જવાની બીમારી છે? અથર્વએ સીરીયસ થવાની એક્ટિંગ કરી પૂછ્યું.
 
    મીરા ચિડાઈ ગઈ પૂરી અને કહ્યું, મને પડી જવાની બીમારી છે ને તમને ઝાલી લેવાની બીમારી છે. હું જ્યારે પણ પડું તમે ઝાલી લ્યો છો. એટલું કહી મીરા ચાલવા માંડી.
 
    અથર્વએ તેને જતા જોઈને કહ્યું, જંગલી બિલાડી છે આ તો.
  
    મીરાએ ચાલતા ચાલતા જ જવાબ દીધો, મને સંભળાય છે બધું.     
   
    સંભળાવા માટે તો બોલ્યો, અથર્વએ મશ્કરી કરતા કહ્યું, મીરાએ અથર્વ સામે મોઢું બગાડ્યું અને અથર્વ મનોમન હસી પડ્યો........થોડીવાર બાદ બંને કંપની માટે નીકળી ગયા.

  **********

    ઝોયા પ્લીઝ મારી વાત સાંભળ, પ્લીઝ મને માફ કરી દે.....જાણું છું કે મે તને કેટલી દુઃખી કરી છે, પણ પ્લીઝ મને એક મોકો આપ.
  
   ઝોયાએ ખૂબ જ ગુસ્સામાં અબીરને કહ્યું, અબીર હું તને ક્યારેય માફ નહિ કરું અને બીજો મોકો તો મે મારી જિંદગીને પણ નથી આપ્યો કારણ કે ..........વધુ આવતા અંકે