સ્લીપ ડાઈવર્સ Pragna Ruparel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્લીપ ડાઈવર્સ

     આજકાલ અનેક પ્રકારના દિવસ છે. એમાંનો એક આ સ્લીપ ડાઈવર્સછે .આનો એક ફાયદો એ છે, કે પતિ પત્ની અલગ નથી રહેતા ,સાથે જ રહે છે .પણ સ્લીપ (ઊંઘવું) ઊંઘવાના ટાઈમે બેઉ અલગ અલગ બેડરૂમમાં સુવે છે .અને આજે આ રેશિયો 30 ટકા ઉપર છે .એવું નિષ્ણાતોનું માનવું છે. 

    અગાઉ ના યુગમાં ,જ્યારે આપણા દાદા દાદી હતા. એ ટાઈમે રૂમની અગવડ અથવા બાળકો થોડા મોટા થાય. એટલે માતા પિતા અલગ રૂમમાં સુતા અથવા એક જ રૂમમાં માતા બાળકો સાથે જમીન પર પથારી કરીને સુવે અને પિતા પલંગ (ખાટલા)પર.

     પણ આજના આધુનિક યુગમાં પોતાની સ્વતંત્રતા ના છીનવાય. એના માટેના આ અલગ જ ગતકડા છે .એવું નિષ્ણાંતો માને છે. આમાં તમારું શું માનવું છે? 

    એક તો આખો દિવસ કામના કારણે બેઉ અલગ અલગ રહે છે. અને સાંજે પૂરતી ઊંઘ કરવાના બહાને તેઓ અલગ અલગ સુવે છે. ઘણાને નસકોરા ના બહાના બતાવે છે. કેટલાકને તો પડખા ફરવાની ટેવ હોય ,કેટલાક મોડા સુવે, કેટલાક વહેલા સૂવે. કોઈને વહેલું ઉઠવું ,કોઈને મોડું .આવા અનેક બહાના હોય છે. કદાચ આ સાચું પણ હોય. અને સૌથી મોટું કારણ આ મોબાઈલ છે. ગૃહિણીઓ બપોરે આરામ કરે રાત્રે મોબાઈલ જોવે. કેટલાક પુરુષોને સવારે વહેલા ઉઠવાનું ના હોય તો તેઓ  મોડી રાત સુધી મોબાઇલમાં મંડ્યા રહે. સ્ત્રીઓને બાળકો માટે ,જોબ હોય તો, સવારમાં કામ માટે કામવાળી આવવાની હોય એટલા માટે. આ બધા માટે તેઓને વહેલા ઉઠવાનું હોય. ટૂંકમાં આવા અનેક કારણો છે. જેના કારણે સ્લીપ ડાયવર્સ છે. અને તેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જાય છે.

     આમ તમો જુઓ તો અત્યારે લોકોમાં લાઈફ ડિસઝ વધ્યા છે. પૂરતી ઊંઘ નથી થતી.કામનો સ્ટ્રેસ વગેરેના કારણ. ડાયાબિટીસ, બ્લેક પ્રેશર, ડિપ્રેશન અને એન્ઝાઈટી વગેરે જેવા રોગનું પ્રમાણ નાની ઉંમરમાં વધ્યું છે.

    આમાં સૌથી અગત્યની અને આશ્ચર્યની વાત એ છે, કે આ સ્લીપ  ડાયવર્સ માં પતિ પત્ની એકબીજાને સંમતિથી અને ખુશીથી આરામથી અલગ અલગ ઊંઘતા હોય છે. એક જ રૂમમાં બે અલગ અલગ બેડ ઉપર પણ હોય અને સારી સગવડ હોય તો બેઉ અલગ અલગ બેડરૂમમાં પણ હોય છે. 

    એવું પણ છે કે હવે લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે. પહેલાની જેમ પતિ કહે, એ જ રીતે પત્ની જીવે એવું હવે નથી. હવે બેઉ સ્વતંત્ર રીતે પોતપોતાની મરજીથી પોત પોતાની લાઈફ જીવે છે. આજની આ નાસ ભાગ અને વ્યસ્તતા વાળી જિંદગીમાં એ લોકો કદાચ એકબીજા સમજીને કામ અને સંબંધો ઉપર અસર ના પહોંચે એટલા માટે આ રીતે જીવતા હોય છે. અને એ એના માટે સ્વાભાવિક હોય.

    પણ આ જૂની પેઢી માટે ૫૦+છે. એ લોકો માટે સ્વાભાવિક નથી. આપણે તો એવું કહેવાતું કે, આખા દિવસનો થાક અને મગજમારી બેડરૂમના દરવાજા પર મૂકી બેડરૂમમાં પ્રવેશો. અને ત્યાં તમારી પોતાની પર્સનલ લાઈફને એન્જોય કરો. એકબીજાને પ્યાર કરો, હગ કરો. હુંફ આપો .એટલે કે એકબીજાની હૂંફને રોમાન્સ, સહવાસ, રોમાંચ અનુભવો અને હળવાશની પળો માળો. જેથી એકબીજાનો થાક ઉતરે અને એક અલગ જ પ્રકારનો સંતોષ ,સુખ અને ખુશી મળે.

     તમને શું લાગે છે? એકબીજાને ગમતા રહેવાની આ સફરમાં એકબીજાથી વિમુખ રહેવાનો આ નવો ટ્રેન કદાચ લગ્નજીવનને દુષ્કર બનાવી દેશે? 

     યાદ રાખો મિત્રો, જીવનમાં બધું જ આપણે વિચારીએ તેવું નથી હોતું. પણ એકબીજાને ગમતા રહેવું પ્યાર અને સમજણથી જીવવું એ જ મહત્વનું છે .કારણ કે ,આ ભાગતી  જિંદગી ક્યારે પૂરી થઈ જશે એ ખબર પણ નહીં પડે .તો ચાલો, આપણે આપણું જીવન બહેતર બનાવવા એક ડગલું આગળ આવીએ. આપ પણ આ સ્લીપ ડાઈવર્સમાં હો, તો કોશિશ કરો સાથે એક બેડ પર સૂવાની .કારણ કે ,કાલે સવારે કોણ ઉઠશે. અને કોણ નહીં? એ નક્કી નથી .તો અફસોસ ન રહે. તો આપણે પણ કોશિશ જરૂર કરીએ.   જય સ્વામીનારાયણ 

   રિલેશનશિપ મેન્ટોર વેડિંગ મેન્ટોર & ઓથર પ્રજ્ઞા રૂપારેલ