જુઓ ચેટિંગ, સુખ અને દુઃખનું Shailesh Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુઓ ચેટિંગ, સુખ અને દુઃખનું

એકવાર સુખને થયું, કે લાવ

દુ:ખને પૂછી જોઈ કે આજકાલ એ શું કરે છે. 

એટલે સુખે પોતાનો મોબાઈલ કાઢી પહેલાં દુ:ખને વીડિયો કૉલ કરવાનું વિચાર્યું,  પણ પછી સુખને થયું કે ના,

વીડિયો કૉલ હમણાં રહેવા દઉં, કેમકે એને કદાચ મારી સાથે વાત કરતા થોડો સંકોચ થશે, કે પછી એવું પણ બને કે, એ કદાચ મારી સાથે નજર મિલાવ્યા વગર વાત કરશે, તો એમાં પણ મને કે એને, અમને બન્નેને વાત કરવાની મજા નહીં આવે.

આટલું વિચારીને સુખે દુ:ખને ફોન કરવાનું વિચાર્યું પણ પછી એને થયું કે, રહેવા દે 

એમાં પણ ફટાફટ સામ સામે એને જવાબ આપવો પડશે, એના કરતાં તો હું એને મેસેજ જ કરી લઉં, જેથી એ મેસેજ વાંચી એના સમયે નિરાંતે જવાબ આપશે, ને એમાં એને સરળતા પણ રહેશે, અને દિલ ખોલીને મારી સાથે વાત પણ કરશે. 

એટલે છેલ્લે સુખે, દુ:ખ સાથે મેસેજમાં જ વાત કરવાનું નક્કી કર્યું, ને પછી

સુખે દુ:ખને કર્યો મેસેજ....

સુખ :- કેવું ચાલે છે તારે ?

ત્યાં તો તુરંત દુ:ખનો રીપ્લાય આવ્યો કે, 

 દુ:ખ :- હું બહુ દુ:ખી છું.

દુ:ખને આમ ઓનલાઇન એક્ટીવ જોતા સુખ તો દુ:ખ સાથે લાગી ગયું બધી વાત કરવા, કેમકે સુખ પણ આમ તો સંપૂર્ણ સુખી ન હતું, એને પણ એની પોતાની ઘણી બધી ફરિયાદો હતી, એટલે એ પણ પોતાની બધી તકલીફો જણાવવા એક્ટીવ થઈ ગયું, ને મેસેજમાં સુખદુઃખની વાત આગળ ચાલી.

એટલે દુ:ખનો જેવો જવાબ આવ્યો કે, હું બહુ દુ:ખી છું, એટલે સુખે વળતો જવાબ આપ્યો કે.....

સુખ :- કેમ તું દુ:ખી છે, હકીકતમાં તો તું જેની પાસે જાય, એને દુ:ખ થવું જોઈએ ?

દુ:ખ :- તારી વાત બિલકુલ સાચી છે, પરંતુ કોઈ એક વ્યક્તિ એવો નથી, જે મને એની પાસે આવવા દે, બધાં જ લોકો મારાથી દૂર ભાગે છે, 

થોડો સમય માટે પણ 

કોઈ મારી સાથે રહેવા તૈયાર નથી, મારી ભાષામાં તને કહું તો, 

તું એમ સમજ ને કે, 

બધાજ લોકો મને નફરત કરે છે. જવા દે એ વાત મારે તો આમ જ જીવવું પડશે, 

 તું બોલ તારે કેવું ચાલે છે  ? 

સુખ :- સાચું કહું......

આમ જોવા જઈએ તો, મારી હાલત પણ 

તારા જેવી જ છે, પણ હા, 

તારા અને મારા દુ:ખ વચ્ચે ફર્ક માત્ર એટલો જ છે કે, 

હું જેની પાસે છું, 

એ લોકો મને નફરત નથી કરતા.

દુ:ખ :- નફરત નથી કરતા 

તો એનો સીધો  મતલબ તો એ થયો કે, 

તું જેની પાસે છે, 

એ બધા તને પ્રેમ કરે છે.

સુખ :- અરે ના ના

તું જેવું સમજે છે, એવું જરાય નથી, 

જો આજે તારી સામે હું ખોટું નહીં બોલું, પણ હું અત્યારે જેટલા લોકો પાસે છું, એમાંથી અમુક લોકો જ એવા છે,

જે મને પ્રેમ કરે છે, 

બાકી તો મોટા ભાગના લોકો 

મને પ્રેમ ઓછો કરે છે, ને 

મારો ઉપયોગ કરીને, 

દેખાડો, ને મારું પ્રદર્શન વધારે કરે છે, 

જે મને બિલકુલ પસંદ નથી. 

અને પાછું મારી સાથે આવું એક બે જગ્યાએ નહીં, 

મોટા ભાગની જગ્યાએ 

મારો ઉપયોગ 

દેખાડો કરવા માટે જ થાય છે. 

ખબર નથી કે મારું દુ:ખ કોણ, 

અને ક્યારે સમજશે ?

દુ:ખ :- અરે તું નિરાશ ન થઈશ, ને નિશાસો તો

બિલકુલ ન નાંખ.

જો હું તને એક સત્ય હકીકત કહું, કે જેમાં

મારું, તારું અને આપણે જેની જેની સાથે હોઈએ એ બધા લોકોનું ભલું છે. 

સુખ :- હા બોલ 

દુ:ખ :- તો સાંભળ...

( આટલું કહીને દુ:ખ જણાવે છે કે )

જ્યાં સુધી તમામ લોકો 

હસતાં મોઢે

મારો સ્વીકાર નહીં કરે, ( મતલબ દુ:ખનો )

હકીકતમાં હું શું છું ? ( દુ:ખ શું છે ? )

એ સાચી રીતે મને નહીં સમજે,

ત્યાં સુધી એ લોકો, 

તારી કિંમત પણ નહીં કરે.

જે વ્યક્તિને દુ:ખનો સાચો, અને સ્વ અનુભવ નહીં થાય, ત્યાં સુધી એને સુખનો સાચો પરિચય નહીં થાય,

મતલબ કે, સાચું સુખ શામાં છે ? એ ક્યારેય નહીં સમજી શકે, ને પાસે હોવા છતાં પણ એ પૂર્ણ સુખ, માણી પણ નહીં શકે. 

અને આમને આમજ આપણે બંને, 

દુ:ખી રહ્યા, કે થયા કરશું.

સુખ  :- સાચી વાત છે તારી,

એટલે આજથી આપણે તારા કહ્યાં પ્રમાણે આગળ વધીએ,  કે,

સુખ  :- મને જ્યાં માન ન મળે,

જ્યાં મારો દુરુપયોગ થાય,

ત્યાંથી મારે "હટી" જવાનું,

ને

તને જ્યાં સુધી કોઈ સારી રીતે ન સમજે,

તારો હસતાં મોઢે સ્વીકાર ન કરે, ત્યાં સુધી

તારે એમની આસપાસ "ડટી" જવાનું.