માનવીને રહસ્યનું સદા કુતુહલ રહેતું હોય છે તેને રહસ્યમય બાબતોને જાણવાની હંમેશા તાલાવેલી રહેતી હોય છે અને આ વિશ્વ પણ એટલું જ રહસ્યમય છે અહી એવી ઘણી ઘટનાઓ બની ચુકી છે જે લોકોને હજીય સમજાતી નથી.આપણે આમ તો કાં તો શહેરમાં વસીએ છીએ કાં તો ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ આપણી મોટાભાગની વસ્તી હજી ગામડાઓમાં વસે છે એટલે ગામડુ શબ્દ આપણાં માટે અજાણ્યો નથી.ચીન પણ વિશ્વનો સૌથી વિશાળ ખંડ છે અને તેની પણ મોટાભાગની આબાદી ગામડાઓમાં રહે છે.અહી ઘણાં વિસ્તારો તો આજે પણ પહોંચી ન શકાય તેવા અંતરિયાળ વિસ્તારોમાં અસ્તિત્વ ધરાવે છે.એક ગામડુ જો કે તેમાં સૌથી અલગ છે.સિચુઆન પ્રોવિન્સમાં આવેલ યાન્ગસીનાં રહેવાસીઓમાં નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોને પણ રસ પડ્યો છે.આ ગામડામાં આમ તો માત્ર એંસી લોકો જ રહે છે પણ તેમાંના મોટાભાગનાં લોકો બટકા છે.આ અંગે એવી વાતો ફેલાયેલી છે કે આજથી સાંઇઠ વર્ષ પહેલા આ ગામમાં એક રહસ્યમય બિમારી ફેલાઇ હતી જેમાં પાંચથી સાત વર્ષનાં બાળકોને તેની અસર થઇ હતી અને તેમનો વિકાસ અટકી ગયો હતો.અહી વીસ હજારમાં એક વ્યક્તિનો વિકાસ સામાન્ય રીતે થતો હોય છે.આમ આ ગામમાં શું થયું હશે તે આજે પણ નિષ્ણાંતોને સમજાતું નથી.અહીનાં લોકોની સામાન્ય ઉચાઇ ત્રણ ફુટ જેટલી છે.સરકાર આ ગામડાઓની મુલાકાત બાહ્ય વ્યક્તિઓને લેવા દેતી નથી.
ડોરોથી એડી પણ સામાન્ય બાળકો જેવી જ હતી તે આખો દિવસ રમતી હતી અને હસ્યા કરતી હતી અને તે પોતાના માતાપિતાની લાડકી હતી.એક દિવસ સવારે ડોરોથી પોતાના ઘરનો દાદરો ઉતરતી હતી ત્યારે નીચે સરકી ગઇ અને જોરથી પછડાઇ હતી લોકો ત્યાં દોડી ગયા અને તપાસ કરતા જણાયું કે તે મોતને ભેટી છે.જો કે આ આઘાતમાંથી લોકો બહાર આવે તે પહેલા તેમને એ વાતે આંચકો લાગ્યો હતો કે ડોરોથી ઉંઘમાંથી જાગી હોય તેમ ઉઠી ગઇ હતી.૧૯૦૮માં જો કે પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી.એક વાર તે પોતાના માતાપિતા સાથે બ્રિટીશ મ્યુઝીયમની મુલાકાતે ગઇ હતી જ્યાં તેના માતાપિતાને લાગ્યું કે તેનું વર્તન વિચિત્ર છે.ખાસ કરીને તેઓ જ્યારે ઇજિપ્તને લગતા વિભાગમાં પહોંચ્યા ત્યારે તેમને તેનું વર્તન વિચિત્ર લાગ્યું હતું.તે અહી રહેલ કલાકૃત્તિઓને રસથી જોતી હતી અને તેણે તો અહીંથી જવાનો ઇન્કાર કરી દીધો હતો.તે અહી રહેલી મુર્તિઓની આસપાસ ફરતી અને તેમના પગને ચુમતી હતી.આ ઘટના બાદ ડોરોથી બદલાઇ ગઇ હતી તે ઇજિપ્તના ફોટાઓને જ જોતી રહેતી હતી તે કહેતી હતી કે તે તેનું ઘર છે અને તે ત્યાં પાછી ફરવા માંગે છે.એક દિવસ તેણે ટેમ્પલ ઓફ સેટી ધ ફર્સ્ટ એટ એબીડોઝની તસ્વીર જોઇ અને તે જોઇને તે ઘણી ઉત્તેજિત થઇ ગઇ હતી અને તેના માતાપિતાને જણાવ્યું કે તે એનું ઘર છે.આ તસ્વીર જોઇ તે પહેલા તે એ સ્થળ અંગેની વાત કરતી હતી.તેને ઇજિપ્તમાં ઘણો રસ પડ્યો હતો અને તેણે પોતાની જિજ્ઞાસાને સંતોષવા માટે પુનર્જન્મ અને આધ્યાત્મિકતાને લગતા વર્ગો જોઇન કર્યા હતા.તેણે આ માટે એક ઇજિપ્શિયન વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તે આખરે કૈરો પહોંચી હતી.જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો જેનું નામ સેટી રાખ્યું હતું.જો કે તેના વિચિત્ર વર્તનને કારણે તેના લગ્ન વધારે ટક્યા ન હતા તે રાત્રિ દરમિયાન હંમેશા ટ્રાંસમાં જતી રહેતી હતી અને વિચિત્ર ભાષા બોલતી હતી.તેણે જે લખાણ લખ્યું હતું તે ઓમ્મનાં જીવન વિષેની વિગતો હતી જે પ્રાચીન ઇજિપ્તનો રહેવાસી હતો.તેના જણાવ્યાનુસાર તે કોમ અલ સુલ્તાન ટેમ્પલમાં પુજારણ હતી અને માત્ર ચૌદ વર્ષની વયે તેનો સંપર્ક ફેરો સેટી સાથે થયો હતો જેના વડે તેને એક સંતાન થયું હતું.તેણે પોતાની વર્જિનિટી ગુમાવી દીધાનું પાપ કર્યુ હોવાને કારણે જાતે જ આત્મહત્યા કરી લીધી હતી.તે જે ભાષાનો ઉપયોગ કરતી હતી તેમાં પણ જે વિગતો હતી તેમાં સેટીની આત્મા સાથે મુલાકાત અને તે જગતમાં જવાની રીતની વિગતો હતી.આ વિગતો લોકોને કાલ્પનિક લાગતી હતી પણ પુરાતાત્વવિદોને ઓમ્મનાં મંદિરના અવશેષો ટેમ્પલ ગાર્ડનમાં મળી આવ્યા હતા.તેણે આ મંદિરની ઉત્તરે આવેલ એક છુપી સુરંગ પણ લોકોને બતાવી હતી.ઓમ્મ શેટી ૧૯૮૧માં અવસાન પામી હતી અને તેણે બાકીના દિવસો એબિડોઝ ટેમ્પલમાં વિતાવ્યા હતા.તેને ઇજિપ્ત અંગે આટલી વિગતવાર માહિતી કેવી રીતે મળી , તેના સ્વપ્નાઓની હકીકત શું હતી કે તેની સ્મૃતિઓ ખરેખર શું હતી તે અંગે કોઇપણ તાર્કિક ખુલાસો મળી શકે તેમ નથી.માત્ર એટલું જ કહી શકાય કે ડોરોથી એડી એ ઇજિપ્તની પુજારણ ઓમ્મ શેટીનો પુનર્જન્મ હતો.
ફ્રાંસિસ લેવી એ ૧૯૨૦માં થઇ ગયેલ અગ્નિશામક દળનો કર્મચારી હતો અને તેને તેનું કામ ખુબ જ ગમતું હતું.તે હંમેશા હસતો રહેતો હતો અને કોઇની પણ મદદ માટે હંમેશા તત્પર રહેતો હતો.૧૮ એપ્રિલ ૧૯૨૪ના રોજ તેના સાથીઓને તેમાં અજબ પરિવર્તન આવ્યાની આશંકા થઇ હતી.તેના ચહેરા પરથી હાસ્ય ગુમ થઇ ગયું હતું અને તે હંમેશા ગુસ્સાવાળો રહેતો હતો તેણે એક દિવસ તેના સાથીઓને કહ્યું કે તેને કઇખ વિચિત્ર લાગણી અનુભવાઇ રહી છે તેને લાગે છે કે તેનું મોત ખુબ જ ટુંક સમયમાં થશે.આ જ સમયે ફોનની રિંગ વાગે છે અને એ દરમિયાન જે વાતાવરણ ભારે થઇ ગયું હતું તેનો ભંગ થાય છે.તે સમયે જ અગ્નિશામક દળની ઇમારતમાં જ આગ લાગે છે જેની જવાળાઓ બહું ઉંચે સુધી ફેલાઇ ગઇ હતી.ફ્રાન્સીસ લેવી અને તેના સાથીદારો તરત જ ઉપરના માળે ફસાયેલા લોકોને બચાવવાની કામગિરીમાં પરોવાઇ જાય છે.જો કે તેઓ કશું કરે તે પહેલા જ આગને કારણે ઉપલો માળ તુટી જાય છે અને નીચે તેના કાટમાળની સાથે જ ઘણાં લોકો દબાઇ જાય છે જેમાં લેવી પણ સામેલ હતો.તેની ભવિષ્યવાણી સાચી ઠરી હતી.તેણે તેનો જીવ અન્યોનું જીવન બચાવવામાં ગુમાવી દીધુ હતુ બીજા દિવસે બધા લોકો જમા થયા હતા અને તેઓ આગલા દિવસે જે થયું તે અંગે જ વિચાર કરતા હતા.તે જ્યારે આ વિચાર કરતા હતા ત્યારે તેમને એક બારી પર કંઇક વિચિત્ર જણાયું હતું.કાચ પર કોઇની હાથની છાપ ઉપસી આવી હતી આ એ જ બારી હતી જેના પર આગલા દિવસે લેવી કામ કરતો હતો.કર્મચારીએ તે બારીનો કાચ સાફ કર્યો પણ તે છાપ ત્યાંથી જવાનું નામ લેતી ન હતી.આ છાપ ત્યાં કેટલાક વર્ષો સુધી રહી હતી જેને મિટાવવા માટે કેમિકલનો પણ ઉપયોગ કરાયો હતો પણ તે છાપ ત્યાંથી ગઇ ન હતી.જો કે ૧૯૪૪માં પેપર નાંખનારા એક છોકરાએ એ બારીમાંથી પેપર અંદર નાખ્યું ત્યારે કાચ તુટી ગયો હતો અને તે સાથે તે છાપ પણ નાશ પામી હતી જો કે કયા કારણોસર એ છાપ વર્ષો સુધી એ કાચ પર રહી હતી તેનો ખુલાસો કોઇની પાસે પણ નથી.
૧૯૭૨માં ન્યુજર્સીમાં ક્લીફટોપ વિસ્તારમાં એક ઘરમાં રહેલ એક કુતરો તેના ઘરના પાછળનાં વિસ્તારમાંથી કશુંક વિચિત્ર લઇ આવ્યો હતો.તે જે વસ્તુ લાવ્યો હતો તે કોઇને પુરી રીતે સડી ગયેલો કોઇનો હાથ હાથ હતો.જો કે તે ઘરનો માલિક તો આ વસ્તુ જોઇને જ છળી ઉઠ્યો હતો તેણે તરત જ પોલીસને આ અંગે જાણ કરી હતી.જે ત્યાં પહોંચી અને તે હાથ સાથે જોડાયેલ અન્ય માનવ શરીર શોધી કાઢ્યું હતું.શરીર જેનું હતું તેનું નામ જેનેટ ડી પાલ્મા હતું જે એક સગીર છોકરી હતી જે છ અઠવાડિયાથી ગુમ હતી.પોલીસને આ છોકરીનાં મૃતદેહની આસપાસથી ઘણી વિચિત્ર વસ્તુઓ મળી હતી જેને લઇને લોકોમાં એવી અફવા ફેલાઇ ગઇ હતી કે કોઇએ તે છોકરીની બલિ ચઢાવી દીધી હતી.કેટલાકનો મત હતો કે કોઇએ શેતાનને ખુશ કરવા માટે તે છોકરીને મોતને ઘાટ ઉતારી હતી.ત્યારે જો કે કોઇ પણ તેના વિશે વાત કરવા તૈયાર ન હતું આજે પણ તે વિસ્તારમાં રહેતા લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપતા અચકાય છે.સામાન્ય તો સામાન્ય પોલિસ વિભાગનો પણ કોઇ અધિકારી પોતાના નામ સાથે આ ઘટના અંગે અભિપ્રાય આપતા અચકાય છે.આ મામલા અંગે જે વાત બહાર આવી હતી તે પણ સીધી રીતે બહાર આવી ન હતી.લોકોએ આ અંગે પોતાનું નામ અને સરનામુ લખ્યા વગરનાં પત્રો મોકલ્યા હતા.એકે લખ્યું હતું કે તે વિસ્તારમાં એક વ્યકિત હતો જે બાળકોની બલિ ચડાવવા માંગતો હતો.પત્ર લખનાર તે સમયે એક બાળક હતો.એક અન્ય પત્ર લેખકે જણાવ્યું હતું કે ૧૯૭૨માં તે અને જેનેટ એક જ વયના હતા.તેમાં કોઇ પ્રાણીનો ઉલ્લેખ હતો જેણે જેનેટને મોતને ઘાટ ઉતારી હતી.આ તમામ પત્રોમાં શેતાનનું આહ્વાન કરનાર ડાકણનો ઉલ્લેખ હતો.જ્યારે જેનેટનો મૃતદેહ મળ્યો ત્યારે લાંબો સમય સુધી તેની ચર્ચાઓ થઇ હતી જો કે સમય જતા તેની ચર્ચાઓ બંધ થઇ ગઇ હતી અને તેનો હત્યારો કોણ હતો તે ક્યારેય બહાર આવ્યુ ન હતું.
હાલના દાયકાઓમાં ગ્લોરિયા રેમિરેઝનું મોત એક અત્યંત રહસ્યમય ઘટના બની રહેવા પામી હતી.૧૯૯૪માં એક દિવસ એક એકત્રીસ વર્ષની મહિલા કેલિફોર્નિયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ હતી જો કે થોડા જ સમયમાં તેની સાથે સંપર્કમાં આવેલ તબીબી સ્ટાફ બિમારીમાં સપડાયો હતો જેમાંથી કેટલાકને તો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.મીડિયામાં આ મહિલાને ટોક્સીક લેડી તરીકે ઓળખવામાં આવી હતી.વૈજ્ઞાનિક સમુદાયમાં આ કેસ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.રેમિરેઝ જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ત્યારે તેને સર્વિકલ કેન્સરનું નિદાન થયું હતું.તે જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે તેનો શ્વાસ ગુંગળાઇ ગયો હતો.જો કે વિચિત્ર ઘટના ત્યારે બની જ્યારે એક નર્સે તેના લોહીનું પરિક્ષણ કરવાની તૈયારી કરી હતી.ત્યારે રૂમમાં એમોનિયાની ગંધ પ્રસરી જવા પામી હતી જે લોહી લીધુ હતું તે પણ વિચિત્ર લાગતું હતું.તે સમયે ફરજ પર હાજર રહેલા ઘણાં કર્મચારીઓને બિમાર હોવાની અનુભૂતિ થઇ હતી કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી કેટલાકને ઉલ્ટી જેવું લાગતું હતું કેટલાક બેહોશ થઇ ગયા હતા.ત્યારે તાત્કાલિકમાં ઇમરજન્સી રૂમને ખાલી કરવાનો આદેશ અપાયો હતો.દર્દીઓને પાર્કિગ લોટમાં લઇ જવાયા હતા અને સારવાર કરનારાઓએ હેઝમેટ શુટ પહેર્યો હતો.એ જ રાત્રે રેમિરેઝ મોતને ભેટી હતી.તબીબોએ તેના મોતનું કારણ આપતા જણાવ્યું હતું કે સર્વિકલ કેન્સરને કારણે તેની કિડની ફેલ થઇ ગઇ હતી. જો કે મેડિકલ સ્ટાફને જે આરોગ્યવિષયક સમસ્યાઓ થઇ હતી તેનો ખુલાસો કોઇની પાસે ન હતો.ત્યારે મીડિયામાં જે રિપોર્ટ રજુ થયા હતા તે અનુસાર મૃત મહિલાના શરીરમાંથી નિકળતી ગંધને કારણે લોકોને ઝેર જેવી અસર થઇ હતી.જો કે રેમિરેઝના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેની સારવારમાં તેમણે કોઇ ભૂલ કરી હતી જેને છુપાવવા માટે આ કહાની ઘડી કાઢવામાં આવી હતી.કેટલાકે જણાવ્યું હતું કે તે સામુહિક હીસ્ટીરિયાની અસર હતી.રેમિરેઝનાં મૃતદેહની ઓટોપ્સી રિપોર્ટ કે તેની તપાસમાં કોઇ ચોક્કસ તારણ બહાર આવ્યું ન હતું.આમ આ કેસ આજે પણ રહસ્યમય છે.
ઓરેગનનાં પોર્ટલેન્ડમાં એક લુંટની ઘટના બની હતી જેનું રહસ્ય આજે પણ લોકો ઉકેલી શક્યા નથી.૧૯૭૧ની ૨૪મી નવેમ્બરની બપોરે સિએટલ જવા માટે એક વ્યક્તિએ ટિકીટ લીધી હતી.તેણે ડેન કુપરનાં નામે ટિકીટ લીધી હતી.જ્યારે વિમાન તેના ગંતવ્યસ્થાન પાસે પહોચ્યું ત્યારે કુપરે બુર્બોન અને સોડા મંગાવી હતી.જ્યારે તે વસ્તુ તેને અપાઇ ત્યારે તેણે પેલા એટેન્ડન્ટનાં હાથમાં એક ચિઠ્ઠી મુકી હતી અને ધીમેથી જણાવ્યું હતું કે તેની પાસે બોમ્બ છે.કુપરે ત્યારબાદ તેને તેની સુટકેસમાં રહેલો બોમ્બ બતાવીને તેની માંગણીઓ રજુ કરી હતી તેણે બે લાખ અમેરિકન ડોલરની નોટ, ચાર પેરાશુટ અને સિએટલના રનવે પર બળતણની ટ્રક હાજર રાખવા જણાવ્યું હતું.ત્યારબાદ તંત્રએ તેની માંગ સ્વીકારી હતી.જ્યારે વિમાન સિએટલ પહોંચ્યુ ત્યારે પાંત્રીસ પેસેન્જરને છોડી મુકાયા હતા જ્યારે વિમાનનાં કર્મચારીઓ અંદર જ હતા.કુપરે બે કલાક જેટલો સમય રાહ જોઇ હતી ત્યારબાદ તેને એ વસ્તુઓ અપાઇ હતી જે તેણે માંગી હતી.જો કે તેને જે નોટ અપાઇ હતી તેનો સિરિયલ નંબર એફબીઆઇની પાસે હતો.ત્યારબાદ વિમાન મેક્સિકો શહેરમાં ઉતર્યુ હતું જ્યાંથી તેને રેનો લઇ જવાયું હતું.જો કે ત્યારે વિમાનમાં કુપર અને તેની સામગ્રી ન હતી તે ઓરેગન વોશિંગ્ટનની સરહદ પાસે વિમાનમાંથી કુદી ગયો હતો.એફબીઆઇએ તરત જ તેને શોધવા માટે અભિયાન હાથ ધર્યુ હતું.જો કે ચાર દાયકા સુધી તેની શોધ ચાલી હતી પણ તેને શોધી શકાયો ન હતો.કેટલાક માને છે કે જ્યારે તે વિમાનમાંથી કુદી ગયો ત્યારે જ મોતને ભેટ્યો હોવો જોઇએ.૧૯૮૦નાં ફેબ્રુઆરી મહિનામાં આઠ વર્ષનાં એક છોકરાને વાનકુવર પાસે કેટલાક પેકેટ મળ્યા હતા જેમાં નોટો હતી.તેનો અભ્યાસ કરતા જણાયું હતું કે કોઇએ આ નોટો ત્યાં દાટી હતી.જો કે કુપરનો કોઇ પત્તો લાગ્યો ન હતો જેના નામે વિશ્વની સૌથી મોટી વિમાની લુંટની ઘટના બોલાય છે.
પશ્ચિમ સ્વીત્ઝર્લેન્ડનાં જંગલ વિસ્તારમાં એક વ્યક્તિ જેના શરીર પર લશ્કરનો યુનિફોર્મ હતો અને ચહેરા પર માસ્ક પહેરેલો હતો તે મળી આવ્યો હતો.જો કે દાયકા બાદ પણ ત્યાં વસતા કેટલાક સ્થાનિકો કહે છે કે તેઓ તે વ્યક્તિને તે જ રસ્તે અનેકવાર જુએ છે.તેમણે તેને લી લ્યોન નામ આપ્યું છે જેનાથી તેઓ ડરે છે.તે કોઇની સાથે એક પણ શબ્દ બોલતો નથી માત્ર તે તેમને તાકી રહે છે અને ત્યારબાદ ચુપચાત ત્યાંથી ચાલી જાય છે.કેટલાક ફોટોગ્રાફરોએ તેની તસ્વીર લેવાનો પ્રયાસ કર્યો હતો જે અનુસાર તે છ ફુટ છ ઇંચની ઉંચાઇ ધરાવતો હતો.આ વિસ્તારમાં આવતા બાળકોને ડર લાગે છે આમ તો તેણે ક્યારેય કોઇ બાળકને ક્યારેય હેરાન કર્યાનો કોઇ અહેવાલ નથી.તંત્રને ક્યારેય તેના વિશે કોઇ ફરિયાદ મળી ન હતી.એકવાર તેના કપડા ત્યાં મળ્યા હતા જેની પાસે એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતુ કે તે બીસ્ટનાં હુમલાની બીકે આ વિસ્તાર છોડીને ચાલ્યો ગયો છે.તેના વિશે કોઇને કશી જ માહિતી ન હતી કે તે કોણ હતો અને ક્યાં રહેતો હતો.તે હંમેશા ગેસ માસ્ક કેમ પહેરી રાખતો હતો તે પણ લોકોને ખબર ન હતી.આ વ્યક્તિ સદાયને માટે એક રહસ્ય જ બની રહ્યો હતો.
આમ તો વિશ્વમાં અનેક જંગલ એવા છે જેના વિશે અનેક પ્રકારની ડરામણી કહાનીઓ અસ્તિત્વ ધરાવે છે જેમાં ટ્રાન્સિલ્વેનિયાનું હોઇઆ બેકુ જંગલ એક છે જેના વિશે અનેક ખૌફનાક વાતો પ્રસરેલી છે.આ જંગલનાં વૃક્ષો વિચિત્ર આકારના છે જે સીધા નહી પણ વળેલા છે.આ જંગલમાં જનાર લોકોને કોઇ હોરર ફિલ્મ જોતા હોવાની અનુભૂતિ થાય છે.આ જંગલની મુલાકાત લઇને આવેલા ઘણાં પ્રવાસીઓને તેના અનુભવો બિહામણા લાગે છે તેમના જણાવ્યાનુસાર તેઓ જ્યારે આ જંગલમાં ગયા ત્યારે તેમની ચામડી પર કોઇપણ કારણ વિના જ ચકામા પડી ગયા ગતા.કેટલાક લોકોને તો આ જંગલમાં ગયા બાદ ત્યાં શું થયું હતું તે જ યાદ રહ્યું ન હતું.કેટલાકે આ જંગલ ભૂતિયા હોવાનો દાવો કર્યો હતો.અહીના સ્થાનિકો તો આ જંગલમાં જવાનો જ ઇન્કાર કરે છે.કેટલાક કહે છે કે જંગલનાં અંધારિયા વિસ્તારોમાં વિચિત્ર અવાજો સંભળાય છે અને લોકોનાં માથા તરતા હોવાનો અનુભવ થાય છે.આ પ્રકારની ઘટનાઓનો આરંભ ૧૯૬૮માં થયો હતો જ્યારે એલેક્ઝાંડ્રુ શિફ્ટે આ વિસ્તારમાં જઇને તેની તસ્વીરો લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ત્યાં યુએફઓની અફવાઓ ફેલાઇ હતી.એક કહાની અનુસાર એક ભરવાડ અહી તેના બસ્સો જેટલા બકરા અને ઘેટા લઇને ગયો હતો જે ત્યારબાદ કોઇને પણ જીવતો નજરે ચડ્યો ન હતો.આ જંગલ અંગે ઘણાં અભ્યાસ થયા છે પણ તેના રહસ્ય આજે પણ રહસ્ય જ બની રહ્યાં છે.
૨૦૦૭માં કોસ્મિક રેડિયો તરંગોની શોધ થઇ હતી ત્યારથી વૈજ્ઞાનિક સમુદાયમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે.આ તરંગોના વિસ્ફોટની સાત જેટલી ઘટનાઓ અત્યાર સુધી નોંધાયેલી હોવાનું જણાયું છે.૨૦૧૫ની જાન્યુઆરીમાં તેમને આ ઘટનાની જાણકારી પ્રાપ્ત થઇ છે.જો કે વૈજ્ઞાનિક સમુદાયને આ વિસ્ફોટના કારણો અંગે કોઇ માહિતી નથી.વૈજ્ઞાનિકો માને છે કે ન્યુટ્રોન સ્ટાર કે જ્યોતની ટકરામણને કારણે આ ઘટના જન્મે છે.આ વિસ્ફોટનો સમય એક મિલિસેકન્ડ જેટલો હોય છે.આટલા સમયમાં તે એટલી ઉર્જા પેદા કરે છે જેટલી ઉર્જા સુર્ય એક મિલિયન વર્ષમાં પેદા કરે છે.જો કે આ ઘટના પૃથ્વીથી પાંચ બિલિયન પ્રકાશ વર્ષ છેટે બને છે તેઓ આ ઘટનાની વધારે નોંધ લેવા માટે ઉત્સુક છે જેના દ્વારા તેના રહસ્યનો પર્દાફાશ થઇ શકે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં સૈનિકોને સિંગાપોરમાં કેટલાક વિશાળ પગલાની છાપ મળી હતી.કેટલાકે આ વિશાળ પ્રાણી જોયું પણ હતું જેની ઉંચાઇ બે મીટર જેટલી હોવાનો તેમણે દાવો કર્યો હતો.આ વિચિત્ર પ્રાણી તેમને બુકીટ તિમાહનાં વર્ષા જંગલોમાં જોવા મળ્યું હતું.ત્યારબાદ પણ આ પ્રાણી ઘણાની નજરે પડ્યું હતું.જો કે આ જંગલ વિસ્તાર સદીઓથી તેના પ્રાકૃતિક વાતાવરણથી રક્ષિત છે જો કે સૈનિકોએ ખરેખર શું જોયું હતું તે એક રહસ્ય જ છે.કેટલાકને લાગ્યું હતું કે તેમણે ખરેખર તો મેકાઉને જોયુ હતું જો કે તજજ્ઞો આ વાતનો ઇન્કાર કરે છે.છેલ્લે ૨૦૦૭માં કેટલાક મુસાફરોએ વાનર આકારના વિશાળ જીવને જોયો હતો.