માનવજાત હજીયે અજ્ઞાની Anwar Diwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવજાત હજીયે અજ્ઞાની

જ્ઞાની અને વિજ્ઞાનીમાં એક જ તફાવત છે જ્ઞાની હંમેશા તેને બધું જ ખબર હોવાનો દમ ભરતો હોય છે ત્યારે વૈજ્ઞાનિક તે કશું જ નહી જાણતો હોવાનાં સ્વીકાર સાથે જ નવી શોધમાં આગળ વધતો હોય છે તે નિખાલસતાથી તે જે ક્ષેત્રમાં માસ્ટર હોય તેના વિશે પણ કહેતો હોય છે કે તેને હજી ઘણું જાણવાનું બાકી છે અને તેની આ જિજ્ઞાસાને કારણે જ આપણે વિજ્ઞાનમાં પ્રગતિ કરી શક્યા છે.વિજ્ઞાનની પ્રગતિની પાછળ વૈજ્ઞાનિકોની અજ્ઞાનતા જવાબદાર છે.કારણકે જ્યારે તમે બધુ જ જાણતા હોવ ત્યારે તમારે કશું શોધવાની કે ખોળવાની જરૂરિયાત રહેતી નથી પણ જ્યારે તમને કશું જ ખબર ન હોય ત્યારે તમે એ દિશામાં સંશોધન કરી શકો છો.અને એ વાસ્તવિકતા છે કે બ્રહ્માંડમાં આપણી આસપાસ અને આપણા રોજબરોજના જીવન સાથે સંકળાયેલી ઘણી એવી બાબતો છે જેના વિશે આપણી સમજ હજુયે પ્રાથમિક કક્ષાની છે.
દા.ત. કોઇપણ વ્યક્તિ વિશ્વમાં એવો નથી જે રોજ રાત્રે ઉંઘતો નહી હોય અને તેને સપના આવતા નહી હોય તે રોજિંદી બાબત છે.તેના વિશે અનેક સંશોધનો થયા છે અને દરેક સંશોધનમાં કોઇક નવી જ વાત બહાર આવતી હોય છે પણ સ્વપ્ન જગત અંગે કોઇપણ વૈજ્ઞાનિક થિયરીકલ કશું જ સુસ્પષ્ટપણે સમજાવી શકતો નથી કારણકે તે વિશ્વ આપણાં વિશ્વ કરતાયે વધારે સંકુલ અને અટપટું છે.કોઇક સપના માત્ર સામાન્ય રોજબરોજના વ્યવહાર પર આધારિત હોય છે તો ક્યારેક સપના વિશિષ્ટ પણ બની રહેતા હોય છે અને ક્યારેક તે વ્યક્તિને થનારી બાબતોનો સંકેત પણ આપતા હોય છે તેની પાછળનું કારણ વૈજ્ઞાનિકો હજીયે શોધી શક્યા નથી અને સપનાઓની બાબતમાં હજીયે તે પ્રાથમિક કક્ષાની જ સમજ ધરાવતા હોય છે.
સપનાની જેમ એક અન્ય બાબત છે તે અટલ છે અને દરેકને તેનો સામનો કરવો પડે છે અને તે છે મોત.મોતનું કારણ લોકો કહી શકે છે કે આ કારણે કે ફલાણા કારણે કોઇ વ્યકિત મોતને ભેટ્યો પણ એ એક આશ્ચર્યજનક વાત છે કે એક વ્યક્તિ એક જ ક્ષણમાં કામ કરતો અટકી જાય છે. પણ જ્યારે વૈજ્ઞાનિકો આ દિશામાં તપાસ કરે છે ત્યારે તેમને જવાબ મળવાને સ્થાને નવાને નવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે.ખાસ કરીને જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે માનવી કેવું અનુભવતો હશે તે વિજ્ઞાન માટે રહસ્ય છે.અનેક વ્યક્તિઓએ એક ધવલ આભામય મંડળ અને શરીરમાંથી બહાર નિકળવાનો અનુભવ વ્યક્ત કર્યો છે.એવું પણ કહેવાય છે કે માણસના મોત બાદ પણ તેનું મગજ ઘણી વાર સુધી જીવતું રહે છે.ત્યારે આત્મા શું છે તે પણ એક રહસ્ય છે.આમ માનવ નહી જીવ જગતની ઉત્પત્તિ થઇ ત્યારથી જ મોતનો સામનો કરવામાં આવે છે પણ આ વિષય આપણા વિશે હજી પણ રહસ્યમય છે.જો મોત રહસ્યમય છે તો જીવન પણ એટલું જ રહસ્યમય છે.બિગબેંગની થિયરી અને કેટલીક સંકુલ રાસાયણિક પ્રક્રિયાઓના પરિણામ સ્વરૂપ પૃથ્વી પર લગભગ ૩.૮ બિલિયન વર્ષ પહેલા જીવનનો આરંભ થયો હતો.પણ આ જીવનનો આરંભ જ હજી આપણા માટે તો રહસ્યમય છે.૩.૮ બિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર જીવન વિકસ્યુ હોવાનું કહેવાય છે પણ આ પૃથ્વી સહિતનું સમગ્ર સુર્યમંડળ અને વિશાળ બ્રહ્માંડની રચના કેવી રીતે થઇ તેના વિશે નિષ્ણાંતો હજીયે અલગ અલગ થિયરીઓ રજુ કરી રહ્યાં છે અને તેનો અંત આવે તેવી શક્યતા નથી.વૈજ્ઞાનિકો માને છે કે હજીય બ્રહ્માંડનાં વિસ્તરણની પ્રક્રિયા અટકી નથી.ત્યારે આ બ્રહ્માંડનું સર્જન એક કોયડારૂપ બાબત છે.વૈજ્ઞાનિકો જ્યારે પણ આ અંગે ખુલાસા કરે છે ત્યારે તેમાંથી પ્રશ્નો અને પેટા પ્રશ્નો ઉપસે જ છે.વિજ્ઞાન કહે છે કે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી વડે સમગ્ર બ્રહ્માંડની રચના થઇ છે અને મજાની વાત એ છે કે બ્રહ્માંડનું સર્જન કરનારા આ તત્વો હજી પણ વિજ્ઞાનને હાથ લાગ્યા નથી.તેના વિશે આપણી પાસે માત્ર થિયરી જ છે પુરાવારૂપે શુન્ય છે.
આ પૃથ્વી પર જીવોની ઉત્પત્તિ થઇ, વિશાળકાય ડાયનાસોરનાં પગ તળે ધરતી કચડાઇ અને ત્યારબાદ બે પગાળા માનવીનો ઉદ્‌ભવ થયો જે પહેલા તો તેના અન્ય સહોદરોની જેમ ચાર પગેજ ચાલતો હતો પણ કોઇ એક ક્ષણે તે બે પગે ઉભો થયો અને ત્યારબાદ ગુફાઓમાં જીવન વિતાવવાનું શરૂ કર્યુ જ્યાં તેણે પોતાની રક્ષા માટે પહેલા તો આગ પેટાવવી શરૂ કરી અને ત્યારબાદ પૈડુ બનાવ્યું અને એમ તે પ્રગતિ કરતો ગયો , ગુફાઓમાંથી ઉતરીને તે જંગલમાં આવ્યો અને જંગલમાંથી મેદાનમાં આવ્યો જ્યાં તેણે સમાજની રચના કરી અને સંસ્કૃત્તિનું પણ સર્જન કર્યુ.પરિણામે તેણે ઇતિહાસની પણ રચના કરી છતા એ હકીકત છે કે ઇતિહાસનાં નામે આપણી પાસે માત્ર કલ્પનાઓ જ છે.આપણે રામાયણ કે મહાભારત કાલિન કે વૈદિક કાળની વાત કરીએ છીએ પણ તે પહેલાના કાળનું શું અને આટલા જાણીતા સમયગાળાની પણ આપણી પાસે કોઇ પુરતી માહિતી નથી માત્ર આપણે કલ્પનાઓ પર જ ચલાવ્યે રાખીએ છીએ. ઇતિહાસનું જો આવું હોય તો કલા પણ આમ તો ઇતિહાસનો જ એક ભાગ છે જ્યારે માનવી ગુફામાં રહેતો હતો ત્યારે તેણે તારાઓ જોયા, જાનવરો જોયા, નદીઓ જોઇ, પહાડ જોયા અને તેને આ આકારોને ચિતરવાનું મન થયું અને તેણે ગુફાઓની દિવાલો પર એ ચિત્રો કર્યા.પણ હજી એ સમજાતું નથીકે તેને આમ કરવાની જરૂરિયાત કેમ ઉભી થઇ.આ વિશે આપણે કશું જ ચોક્કસપણે કહી શકતા નથી. જ્યારે માનવીનો જન્મ થયો ન હતો ત્યારે ધરતી પર વિશાળકાય જાનવરો વિચરણ કરતા હતા જેને આપણે ડાયનાસોર કહીએ છીએ અને તેના ઘણાં જીવાશ્મિ મળી આવ્યા હોવાને કારણે તેમનું અસ્તિત્વ હોવાનું પુરવાર પણ થાય છે.પણ એ વાત પણ મહત્વની છે કે ડાયનાસોરના જીવાશ્મિ ક્યારેય પુરા મળ્યા નથી ક્યાંક થાપાનું હાડકું તો ક્યાંક જડબાનું હાડકુ મળ્યું છે.આથી તેમનાં વિશે પણ આપણે ચલાવવાનું તો માત્ર કલ્પનાઓથી જ છે અને આમ તેમના વિશે પણ આપણી માહિતી કે જ્ઞાન માત્ર ઉપલક છે.આવું જ કઇક સાહિત્ય વિશે પણ કહી શકાય માનવીએ લખવાની શરૂઆત કરી તે પહેલા તેણે કાવ્યો કે વાર્તાઓ કે નાટકોનું સર્જન કર્યુ હતુ અને તે કંઠપરંપરાથી ચાલ્યું આવતું હતું.પણ જો આપણી પાસે ઇતિહાસનું જ જ્ઞાન અધકચરું હોય તો સાહિત્ય પણ ઇતિહાસનો જ એક ભાગ છે ત્યારે તેનું જ્ઞાન પણ એવું જ હોવાનું ને.વેદોની રચના થઇ ત્યારે પણ કેટલીક સાહિત્યિક રચનાઓ અસ્તિત્વ ધરાવતી હતી પણ નાતો આપણી પાસે કોઇ નક્કર આધાર છે જેના પર આપણે એવું કહી શકીએ કે વાલ્મિકી કે વ્યાસ જ નહી પણ વૈદિક ઋષિઓએ એ ઋચાનુ સર્જન કર્યુ હતું અને આપણી પાસે જે પહોચ્યું છે તે ઓરિજિનલ છે કે નહી તેની પણ આપણને તો જાણ નથી કારણકે કહેવાય છે કે મહાભારત જે આજે આપણી પાસે દળદાર સ્વરૂપે છે તે માત્ર એક નાનકડુ કાવ્ય હતું અને તેમાં ઉત્તરોત્તર ઉમેરણ થતું ગયું હતું. આપણી પાસે તો મધ્યકાલિન સાહિત્ય અને તેના સર્જકોની પણ પુરતી માહિતી નથી. તુલસીદાસ, કબીર, નરસિંહ, મીરા વગેરે અંગે આપણે કોઇ નક્કર માહિતી જ નથી તો વૈદિક કાળ અને ત્યારબાદના સંસ્કૃતનાં સુવર્ણકાળમાં કેટલી રચનાઓ થઇ હશે તેનો કોઇ રેકોર્ડ આપણી પાસે છે ખરો જવાબ નકારમાં છે આથી આપણે સાહિત્યમાં પણ એક લાંબાગાળામાં થયેલા સર્જનથી અજાણ છીએ.
ગુરૂત્વાકર્ષણને આપણે ચાર મુખ્ય પાયાના સિદ્ધાંતોમાંનુ એેક ગણાવીએ છીએ.પણ એક મહત્વની વાત એ છે કે આ બાબત પણ સમાનરીતે લાગુ પડતું નથી.પૃથ્વી પર જે રીતે ગુરૂત્વાકર્ષણ કામ કરે છે તેવું ચંદ્ર પર કે બ્રહ્માંડમાં અન્ય સ્થળે કામ કરતું નથી.જોકે જેમ જેમ આપણે સંશોધન કરતા રહીએ છીએ તેમ તેમ સમજાતું જાય છેકે આપણે આપણાં વિશે જ ઘણું ઓછું જાણીએ છીએ.વિજ્ઞાન એક પત્તાનાં મહેલની સમાન છે અને જ્યારે પણ કોઇ નવી શોધ થાય કે થિયરી આવે ત્યારે ફરીથી બધુ નવેસરથી રચવું પડતું હોય છે.ઓગણીસમી સદીના અંત સુધીમાં લોકો માનતા હતા કે આપણે જ્ઞાનનાં અંતિમ પડાવ સુધી પહોંચી ગયા છે પણ જ્યારે આઇનસ્ટાઇને પોતાની થિયરી રજુ કરીત્યારે લોકો અવાચક થઇ ગયા અને વિજ્ઞાન જગત માટે તો તે કપરૂ થઇ ગયું હતું કારણકે તેમના માટે તો બધુ નવેસરથી રચવાની વાત આવી હતી.