વરદાન કે અભિશાપ - ભાગ 40 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 40

વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)

                (રાતના અઢી વાગ્યે પોલીસ ઇન્સ્પેકટર નરેશને તેના ભાઇ-ભાભીના અકસ્માતના સમાચાર આપે છે. ફોન મૂકયા પછી નરેશ સતત રડયા જ કરે છે. સુશીલા ગભરાઇ જાય છે. તેને વારંવાર રડવાનું કારણ પૂછે છે. નરેશ તેને બધી જ હકીકત જણાવે છે. એ પછી તો નરેશ અને સુશીલા બંને બહુ જ રડે છે. થોડી વાર બાદ સ્વસ્થ થયા પછી નરેશ કોને પોતાની સાથે લઇ જવું તે વિચારે છે. આખરે તે તેના નાના ભાઇ ભાનુપ્રસાદને યાદ કરે છે અને તેને જ સાથે લઇ જવાનું નકકી કરે છે. કેમ કે તે ગાડી ચલાવવામાં પ્રવિણ હોય છે. નરેશ પછી ભાનુપ્રસાદને ફોન કરીને ફકત ભાઇ-ભાભીના અકસ્માતની જ વાત કરે છે. બીજી કોઇ વાત તેને કરતો નથી. ફોન મૂકતાં જ સુશીલા તો નરેશની સામે જોઇ રહે છે. તેના મનમાં એ જ સવાલ હોય છે અને તે પૂછે એ પહેલા જ નરેશ તેને જણાવી દે છે કે તેણે ભાનુપ્રસાદને શા માટે પૂરી હકીકત ના કહી. કેમ કે, તેને દૂર રાજકોટ જવાનું છે. સુશીલા સમજી જાય છે અને પછી નરેશ જવાની તૈયારી કરે છે. હવે આગળ.............)

            નરેશ અને ભાનુપ્રસાદ રાજકોટ જવા રવાના થાય છે. ત્યાં પહોંચતાં નરેશ પહેલા તે ફોનમાં ઇન્સ્પેકટરે જ એેડ્રેસ આપ્યું હતું ત્યાં પહોંચે છે અને પછી તેની સાથે ધીમા અવાજમાં વાત કરે છે. ભાનુપ્રસાદ તે બંનેને જોઇને સમજી તો જાય છે કે, કંઇક અજુગતું છે. ભાઇ-ભાભી પણ દેખાતા નથી. તે નરેશની વાત પેલા ઇન્સ્પેકટર સાહેબ સાથે પૂરી થાય તેની રાહ જોવે છે. નરેશ પણ વારેવારે ભાનુપ્રસાદને જોવે છે તેને પણ ખ્યાલ આવી જાય છે કે હવે તો ભાનુપ્રસાદને સત્ય હકીકતથી વાકેફ કરવો જ પડશે. એના પછી તો શું થાશે એ તો ભગવાન જ જાણે.

            થોડી વાર બાદ નરેશના આવ્યા બાદ ભાનુપ્રસાદ નરેશને ધારી-ધારીને જોવે છે. નરેશ બધી વાત સમજી જાય છે. હવે તેને ભાનુપ્રસાદને કહેવું જ પડશે એમ તેને લાગે છે.

નરેશ : જો ભાઇ, અહી આવતાં પહેલા મે તારાથી એક વાત છુપાવી છે.

ભાનુપ્રસાદ : શું વાત છુપાવી છે? જલદી બોલો. મને હવે ટેન્શન થાય છે.

નરેશ : ભાઇ-ભાભીનું અકસ્માત થયું છે એ વાત સાચી છે પણ......

ભાનુપ્રસાદ : પણ શું ?

નરેશ : અકસ્માત એટલો ભયંકર હતો કે ભાઇ અને ભાભીનું ત્યાં જ................ (તેના અવાજમાં ડૂમો ભરાઇ જાય છે. તે આગળ બોલી શકતો નથી.) આપણને છોડીને જતા રહ્યા છે. (પછી જોરજોરથી રડવા માંડે છે.)

ભાનુપ્રસાદ : (આંખો ફાડીને તે સ્થિર જ થઇ જાય છે) શું ????????????????  ભાઇ-ભાભી નથી રહ્યા ?  

નરેશ : હા ભાઇ હા..........(બંને એકબીજાને ભેટીને બહુ જ રડે છે.)

            એટલામાં ઇન્સ્પેકટર સાહેબ તે બંને આશ્વાસન આપે છે અને આગળની કાર્યવાહી કરવા ઇશારામાં જણાવે છે. નરેશ અને ભાનુપ્રસાદને પો્સટમોર્ટમ રૂમમાં લઇ જવામાં આવે છે જયાં તેઓ ખાતરી આપે છે કે આ જ તેમના ભાઇ-ભાભી છે. એ બંને તો આ રીતનું દ્રશ્ય જ જોઇ શકતા નથી. માંડ માંડ ઇન્સ્પેકટર સાહેબને જવાબ આપે છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંનેને એમ્બ્યુલન્સમાં ભાઇ-ભાભીની ડેડબોડી સાથે હવે ઘરે જવા રવાના થવાનું હોય છે. ભાનુપ્રસાદ વાન ચલાવે છે અને નરેશ પાછળ ભાઇ-ભાભીની ડેડબોડી વચ્ચે બેઠેલો હોય છે. તે બંને માટે આ પરિસ્થિતિ કાપો તો લોહી ના નીકળે એ રીતની થઇ ગઇ હોય છે. વાનમાં જતાં-જતાં સમય પસાર કરવો ભારે થઇ જાય છે. નરેશને પછી યાદ આવે છે કે, ઘરે તો જઇએ છીએ પણ આ બાબતની જાણ મા-બાપાને હાલ નથી કરવી પણ બાકીના કુટુંબીજનોને તો કરવી પડશે. તે વારાફરતી બધા કુટુંબીજનોને સમાચાર આપતો રહે છે. સમાચાર આપતાં- આપતાં તેની આંખોમાંથી તો આંસું જ રોકાતા નથી. આખરે હવે તેઓ ઘરે પહોંચવા આવ્યા. હવે તેમના માટે બધાની સામે કઇ રીતે નજર મેળવવી તે બહુ જ કપરું કામ હતું.

 

(ઘરે જયારે તેમના માતા-પિતાની બંને દીકરા-વહુના મૃત્યુના સમાચાર મળશે ત્યારે શું થશે? નરેશ કઇ રીતે બધી પરિસ્થિતિને પહોંચી વળશે ?)

 

 (વધુ આવતા પ્રકરણે ભાગ-૪૧ માં)

 

- પાયલ ચાવડા પાલોદરા