હોલિવુડની શ્રેષ્ઠ હોરર ફિલ્મો Anwar Diwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોલિવુડની શ્રેષ્ઠ હોરર ફિલ્મો

 હોરર ફિલ્મો મોટાભાગે તેમાં દર્શાવાતા હિંસક દૃશ્યોને કારણે ટીકાસ્પદ બની રહેતી હોય છે અને આ પ્રકારની ફિલ્મો પર ભારે બજેટ પણ અપાતું નથી તેને મોટાભાગે તો બી ગ્રેડની મુવીઝ જ માનવામાં આવે છે.જો કે હોલિવુડનાં કેટલાક ઉત્તમ ડિરેકટરો અને નામાંકિત બેનરોએ આ જોનરની ફિલ્મો બનાવી છે જે સિનેમાનાં ઇતિહાસમાં શ્રેષ્ટ ફિલ્મો મનાય છે.

આ પ્રકારની ફિલ્મોમાં રિંગુને સ્થાન આપી શકાય.ફિલ્મમાં પત્રકાર રેઇકોની કહાની દર્શાવાઇ છે જે પોતાની પિતરાઇનાં મોત બાદ તેની તપાસ કરે છે અને તેને એક વીડિયોટેપ અંગે જાણવા મળે છે જે તેને જોનારને એક અઠવાડિયા બાદ મોતને ઘાટ ઉતારી દે છે.પહેલા તો તે આ વાતને માનતી નથી પણ ટોમકોની સાથે ફિલ્મ જોનાર તેની મિત્ર પણ ત્યારે જ મોતને ઘાટ ઉતરે છે તે વાત જાણ્યા બાદ તેને આ વાત સાચી જણાય છે.તે એની તપાસ કરે છે તે જ્યારે આ ટેપ જુએ છે ત્યારબાદ વિચિત્ર ઘટનાઓ આકાર લેવા માંડે છે અને તે પોતાના પુર્વ પતિ સાથે મળીને તે મોતની એ ઘડિયાલને બંધ કરવાનો પ્રયાસ કરે છે જે ફરી શરૂ થઇ જાય છે.

સ્ટીવન સ્પીલબર્ગની જોઝ પણ આ યાદીમાં સ્થાન પામે છે જેમાં એક વ્હાઇટ શાર્કની કહાની છે જે એક નાનકડા બીચને પોતાનો આવાસ બનાવે છે.શહેરનાં પોલીસ ચીફ તે બીચને બંધ કરાવે છે અને પોતે તે શાર્કની પાછળ જાય છે.જેને એક વૈજ્ઞાનિક અને એક માછીમારનો સાથ મળે છે.

પોલ્ટરગીસ્ટ પણ આ યાદીમાં સામેલ ડરામણી ફિલ્મ છે જેમાં એક પરિવારની કથા છે જેની સભ્ય કેરોલ એની સુપરનેચરલ શક્તિઓનાં સંપર્કમાં ટેલિવિઝન દ્વારા આવે છે.આ શક્તિ પહેલા તો પરિવારને કોઇ નુકસાન પહોંચાડતી નથી પણ ત્યારબાદ તેમનું જીવન નર્ક બનાવી દે છે.

માસાકરે ટેકસાસ ચેઇન શો પણ અત્યંત ડરામણી ફિલ્મોની યાદીમાં સ્થાન પામે છે જેમાં એક નરભક્ષી પરિવારની કથા કહેવાઇ છે.કેરી પણ આ જ પ્રકારની ફિલ્મોમાં સ્થાન પામે છે જેમાં એક વિશિષ્ટ કન્યાની વાત કહેવાઇ છે જે ગુસ્સો આવતા અલગ જ રૂપ ધારણ કરી લે છે.લે ડાયાબોલિકવેસ્ટ એક ખતરનાક સસ્પેન્સ હોરર ફિલ્મ છે જેમાં એક હેડમાસ્ટરની હત્યા કરાયા બાદની  ઘટનાઓને દર્શાવાઇ છે.રોઝમેરી બેબી અને સાયકોને પણ શ્રેષ્ઠ હોરર ફિલ્મોની યાદીમાં સ્થાન મળે છે જેમાં સાયકો તો હિચકોકની માસ્ટરપીસ ગણાય છે જેનો બાથ સીન તો આજે પણ ઉત્તમોત્તમ માનવામાં આવે છે.એકઝોર્સિસ્ટ રિયલ ઘટનાને આધારે બનેલી ફિલ્મ હતી જે તે સમયની સૌથી ઉત્તમ હોરર ફિલ્મ કહેવાઇ હતી તો શાઇનિંગને જેક નિકોલ્સનનાં અભિનયને કારણે યાદ રાખવામાં આવી છે.ફિલ્મનું દિગ્દર્શન સ્ટેનલી કુબ્રીકે કર્યુ હતું જેની પટકથા તેમણે ડિયાન જહોનસન સાથે મળીને તૈયાર કરી હતી આમ તો આ ફિલ્મ સ્ટીફન કિંગની ૧૯૭૭ની તે જ નામે જાણીતી નવલકથાને આધારે બનાવવામાં આવી હતી.આ યાદીમાં કવાર્ટરમાસ એન્ડ ધ પીટને પણ સ્થાન અપાય છે.આમ તો બર્નાર્ડ ક્વાટરમાસની રચના નિગેલ નીલે ૧૯૫૦માં બીબીસી માટે  કરી હતી અને ૧૯૫૫માં ધ કવાર્ટરમાસ એકસપીરીમેન્ટ રજુ થઇ હતી પણ તેને જોઇએ એટલી સફળતા હાંસલ થઇ ન હતી પરિણામે હેમરે ત્યારબાદ છેક ૧૯૬૭માં ત્રીજી ફિલ્મ કવાર્ટરમાસ એન્ડ ધ પીટ બનાવી હતી.ફિલ્મમાં મંગળવાસીઓને દર્શાવાયા હતા આ ફિલ્મ સિત્તેરનાં ગાળામાં ખાસ્સી લોકપ્રિય બની રહી હતી.હેમરે શેરલોક હોમ્સની ધ હાઉન્ડ ઓફ બાસ્કરવિલેની સ્ટોરી હાથમાં લીધી અને તે વિશ્વની ઉત્તમ હોરર ફિલ્મોમાં સામેલ થઇ હતી.પીટર કુસિંગ, આન્દ્રે મોરાલ અને ક્રિસ્ટોફર લી અભિનિત આ ફિલ્મ આ પ્રકારની ફિલ્મોમાં શ્રેષ્ઠ ગણાય છે.હેમરે સાંઇઠનાં વચગાળામાં મિનિ હિચકોકનાં નામે સાયકોલોજીકલ થ્રિલરની એક શ્રેણીનું નિર્માણ કર્યુ હતું.જેના કેટલાક દૃશ્યો તો આજે પણ યાદગાર મનાય છે.સ્ક્રીમ ઓફ ફિયર તે શ્રેણીની ઉત્તમ ફિલ્મ ગણાવી શકાય તેમ છે.

હોરર ઓફ ડ્રેકયુલામાં પીટર કુસિંગે ડો.વાન હેલસિંગ અને ક્રીસ્ટોફર લીએ ડ્રેકયુલાની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મનું દિગ્દર્શન  ટેરેન્સ ફિશરે કર્યુ હતું.આ ફિલ્મ આમ તો બામ સ્ટોકરની કથા પરથી તૈયાર કરાઇ હતી અને તેને હોરર ફિલ્મોની યાદીમાં ટોચની ફિલ્મોમાં સ્થાન અપાય છે.ક્રીસ્ટોફરલીની ડ્રેક્યુલાની ભૂમિકા આજે પણ તેના અભિનયને કારણે એટલી જ તાજી લાગે છે.હેમરની જ ધ રેપ્ટાઇલ તેની સ્ટાઇલની ફિલ્મ કરતા અલગ હતી જેમાં તેણે અલગ જ દૈત્યને સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.આ ફિલ્મને ભારતીય પરિવેશમાં રજુ કરાઇ હતી જેમાં પંજાબનાં પુર્વ મિશનરીની પુત્રીની કથા છે જે શાપને કારણે એક ભયંકર સર્પમાં પરિવર્તિત થઇ જાય છે.જર્યોજ રોમેરોએ નાઇટ ઓફ લિવિંગ ડેડની રચના કરીને ઝોમ્બી જોનરની ફિલ્મોને એક દિશા આપી હતી જેને હેમરે પોતાની રીતે જ આગળ ધપાવી હતી અને ધ પ્લેગ ઓફ ધ ઝોમ્બી બનાવી હતી.ક્રીસ્ટોફર લીને તેમની ડ્રેક્યુલા ફિલ્મોને કારણે યાદ રાખવામાં આવે છે જેમાં ડ્રેક્યુલા પ્રિન્સ ઓફ ડાર્કનેસને ઉત્તમ ગણાવાય છે.નાઇટમેર હેમરની અન્ય એક કલાસિક રચના છે જેમાં  એક બાળકી પોતાની માતાને તેના પિતાની હત્યા કરતા જોઇ જાય છે અને તે દૃશ્ય તેના માટે એક દુઃસ્વપન બની જાય છે જે તેના જીવનને નર્ક સમાન બનાવી દે છે.આ છોકરીની ગાર્ડિયન અને મિસ્ટ્રેસ તેનો પુરેપુરો ગેરફાયદો ઉઠાવે છે અને ત્યાંથી જ ફિલ્મમાં ચોંકાવનારો વળાંક આવે છે હોરર ફિલ્મોની યાદીમાં આ ફિલ્મને સૌથી યાદગાર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે જેના દૃશ્યો આજે પણ હચમચાવી નાંખે તેમ છે.ધ મમી પણ આ જ જોનરની ફિલ્મોમાંની શ્રેષ્ઠ ફિલ્મ મનાય છે જેમાં ફરીથી ક્રિસ્ટોફર લી અને પીટર કુસિંગ તેના યાદગાર અભિનયને કારણે લોકો પર પ્રભાવ પાડે છે.લીએ વિશાળ ખારીસની ભૂમિકા ભજવી હતી.આખી વાર્તા ઇજિપ્તમાં બનતી ઘટનાઓને આધારે લખાઇ હતી.અકસ્માતે ખારિસ જાગી જાય છે અને તે પોતાને જગાડનારાઓની પાછળ પડી જાય છે.આમ તો ક્રીસ્ટોફર લીને આખા શરીર પર પટ્ટાઓ બાંધેલી અવસ્થામાં દર્શાવાયા હતા અને તેમણે મોટાભાગનો અભિનય માત્ર તેમની આંખો વડે કર્યો હતો જે આજે પણ ઉત્તમ અભિનયની મિસાલ છે.તેમણે ગુસ્સો, પીડા જેવી લાગણીઓને માત્ર આંખો વડે જ સાકાર કરી હતી.આ ફિલ્મ બાદ મમીઝ પર અન્ય પણ ફિલ્મો બની હતી જે ઘણી ડરામણી બની રહી છે જેમાં કર્સ ઓફ ધ મમીઝ ટોમ્બ અને ધ મમીઝ શ્રાઉડનો સમાવેશ કરી શકાય તેમ છે.જો કે ધ મમી ક્રીસ્ટોફર લી અને કુસિંગને કારણે યાદગાર હોરર ફિલ્મોમાંની એક ફિલ્મ બની રહે છે.

ફિલ્મોનાં સેટ પર હંમેશા ગતિવિધિઓ ચાલતી જ રહેતી હોય છે જ્યાં ફિલ્મનું યુનિટ રૂપેરી પરદા પરની સૃષ્ટિને જીવંત બનાવવા કાર્યરત રહેતું હોય છે પણ ક્યારેક આ ફિલ્મોનાં સેટ પર અન્ય પણ કેટલીક શક્તિઓ પોતાની હાજરી પુરાવતી હોય છે જે ભલભલાને ધ્રુજાવી દેતી હોય છે.અહી હોલિવુડની એવી કેટલીક ફિલ્મોની વાત કરાઇ છે જેનાં શુટિંગ દરમિયાન લોકોને વિચિત્ર અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું.

વોટરવર્લ્ડ એ નેવુંના દાયકાની અવતાર હતી.આ ફિલ્મનું જ્યારે શુટિંગ શરૂ થયું ત્યારે તેનું બજેટ પાંચ મિલિયન કરતા પણ ઓછુ હતું પણ જ્યારે ફિલ્મ પુરી થઇ ત્યારે તેનો આંકડો ૨૦૦ મિલિયનની પાસે અટક્યો હતો.જો કે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે બોકસઓફિસ પર તેની કમાણી માત્ર ૮૮ મિલિયનની રહી હતી.આમ આ ફિલ્મે હોલિવુડનાં વિતરકોને રાતા પાણીએ રોવડાવ્યા હતા જો કે આ ફિલ્મ શરૂ થઇ ત્યારથી જ મુશ્કેલીઓનો પણ આરંભ થયો હતો.તેના પ્રથમ નિર્માતા રોઝર કાર્મેને ઓછા બજેટમાં જ ફિલ્મ બનાવવાનો આગ્રહ રાખ્યો હતો અને તેણે ફિલ્મનાં બજેટમાં વધારાનાં નાણાં આપવાનો ઇન્કાર કર્યો હતો.આ ફિલ્મનાં સેટ પર કામ કરનારા ક્રુ મેમ્બર્સને હંમેશા આરોગ્યની સમસ્યાઓ રહી હતી.આ ઉપરાંત પણ મુશ્કેલીઓ નડતી જ રહી હતી  એક સમયે આખો સેટ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.જ્યારે ડાઇવિંગના સીનનું શુટિંગ ચાલતું હતું ત્યારે કેવિન કોસ્નરનો સ્ટંટમેન મરતા મરતા બચ્યો હતો.જેલીફિશનાં ડંખનો શિકાર અનેક ક્રુ મેમ્બર બન્યા હતા.આ ઓછુ હોય તેમ ક્રુ મેમ્બર્સનાં એસોસિએશને લેબર વાયોલેશન માટે કોમ્પોન્સેસનની માંગણી કરી હતી જો કે આટલી મુશ્કેલીઓ છતાં તે ફિલ્મ પુરી થઇ હતી પણ તેને નિષ્ફળતાનો સામનો જ કરવો પડ્યો હતો.

કહેવાય છે કે વીજળી કયારેય એકનાં એક સ્થળે ત્રાટકતી નથી પણ પેશન ઓફ ધ ક્રાઇસ્ટનાં શુટિંગ દરમિયાન આસિસ્ટંટ ડિરેકટર જેન મિચેલીન પર બે વાર વીજળી પડી હતી.મુખ્ય અભિનેતા જિમ કેવિઝેલની પોતાની જ સમસ્યાઓ હતી.શુટિંગ દરમિયાન તેનાં માંસનો ટુકડો શરીરથી અલગ થઇ ગયો હતો એટલું જ નહી તેનો ખભો પણ ઉતરી ગયો હતો.તેના પર પણ વીજળી પડી હતી અને તેના કાનમાંથી ધુમાડો નિકળી ગયો હતો.તે હાઇપોથર્મિયાનો શિકાર બન્યો હતો.આ ઉપરાંત ગળામાં ચેપ લાગવાની, ન્યુમોનિયાની અસર, માથાનો દુઃખાવો અને ચામડીનાં ઇન્ફેકશનની સમસ્યાઓ શુટિંગ દરમિયાન તેને હેરાન પરેશાન કરતી રહી હતી.પેશન ઓફ ક્રાઇસ્ટ તેના માટે એક દુઃસ્વપ્ન સમાન બની રહી હતી.

ધ પઝેશન હોલિવુડની હોરર ફિલ્મ છે જેમાં જેફ્રી ડીન મોર્ગને મુખ્ય ભૂમિકા ભજવી હતી જે આ પ્રકારની ભૂમિકાઓ અગાઉ પણ કરી ચુકી હતી અને તેને આ અગાઉ ક્યારેય શુટિંગ દરમિયાન કોઇ વિચિત્ર અનુભવ થયો ન હતો.જો કે પઝેશનમાં તેનો અનુભવ અલગ જ રહ્યો હતો.આ ફિલ્મનું શુટિંગ ચાલતું હતું ત્યારે સેટ પર આગ લાગી હતી અને બધો સામાન બળીને રાખ થઇ ગયો હતો.જ્યારે તપાસ કરાઇ ત્યારે આ આગ કયા કારણોસર લાગી હતી તેનું કોઇ કારણ જ હાથ લાગ્યું ન હતું.આ ફિલ્મમાં જે ડીબ્બુક બોકસનો ઉપયોગ કરાયો હતો તે બોકસ પણ આગમાં નાશ પામ્યું હતું જે નકલી નહી પણ અસલી હતું અને તે બોક્સનાં માલિકે તેનો ઉપયોગ ફિલ્મમાં કરવા માટે તે આપ્યું હતું પણ એ બોકસ એટલું વિચિત્ર હતું કે જ્યારે શુટિંગ ચાલતું ત્યારે કાસ્ટ અને ક્રુએ તેને પોતાની નજીક પણ તેને રાખવાનો ઇન્કાર કર્યો હતો.

ધ મેટ્રીકસ ફિલ્મ સાથે પણ એક શાપ જોડાયેલો હોવાની ચર્ચા હોલિવુડમાં મશહુર છે.ફિલ્મનાં સ્ટાર કેનુ રિવ્સની ગર્લફ્રેન્ડ જેનિફર સીમે એક બાળકને જન્મ આપ્યો જે પેદા થતા જ મોતને ભેટ્યું હતું અને આ કારણોસર જ તેમનાં સંબંધોનો અંત આવ્યો હતો અને આ ઘટનાનાં ટુંક સમયમા જ સીમનું કાર અકસ્માતમાં મોત થયું હતું.આ દુર્ઘટનાનાં થોડા સમય બાદ જ બાવીસ વર્ષની આલિયાનું પણ વિમાન અકસ્માતમાં મોત થયું હતું ફિલ્મમાં તેણે ઝીની ભૂમિકા ભજવી હતી આ અકસ્માતને કારણે ફિલ્મનું શુટિંગ કેટલોક સમય બંધ રાખવું પડ્યું હતું.જો કે શુટિંગ શરૂ થયા બાદ ગ્લોરિયા ફોસ્ટર જેણે ફિલ્મમાં ઓરેકલની ભૂમિકા કરી હતી તે પણ મોતને ભેટી હતી.કેનુ રિવ્સને પણ બાઇક અકસ્માત નડ્યો હતો અને તેને હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું.ત્યારબાદ પણ તેને પગમાં ઇજા થઇ હતી અને ફરીવાર હોસ્પિટલમાં જવું પડ્યું હતું.તેની બહેનને લકવાનો હુમલો થયો હતો અને રીવ્સને તેની સાથે જવું પડ્યું હતું.જો કે આ ફિલ્મ બોકસ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

ધ ઘોસ્ટ ઓફ ગુડનાઇટ લેન એ હોન્ટેડ મુવી સેટ પર આધારિત ફિલ્મ છે જે મીડિયા વર્લ્ડ કંપનીએ ટેકસાસમાં ખરીધ્યો હતો.આ ફિલ્મનાં શુટિંગ દરમિયાન સ્ટાફ મેમ્બરને સેટ પર એક અજાણી મહિલા હંમેશા નજરે ચડતી હતી.સેટ પર લોકોને વસ્તુઓ આપમેળે આમથી તેમ સરકતી નજરે પડતી હતી કેટલાકને કોઇ અદૃશ્ય શક્તિ દ્વારા તમાચો મારવાની ઘટનાનો પણ અનુભવ થયો હતો.ફિલ્મનાં નિર્માતા એલિન બીઝાને સેટ પર ઘટનારી આ તમામ ઘટનાઓનો રેકોર્ડ રાખ્યો હતો.૨૦૧૦માં પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટર્સે કેટલાક પરિક્ષણો કર્યા બાદ એ સ્વીકાર કર્યો હતો કે આ ફિલ્મનો સેટ હોન્ટેડ હતો.આ ફિલ્મનાં શુટિંગ દરમિયાન તમામને આવા ભૂતિયા અનુભવો થયાં હતા.

૧૯૭૫માં આવેલી ફિલ્મ ઓમેનમાં ડેમિયનનું પાત્ર નિભાવનાર બાળ કલાકારનો અભિનય જોરદાર રહ્યો હતો અને તે લોકોને ડરાવવામાં સફળ રહ્યો હતો.ફિલ્મમાં એ અમેરિકન એમ્બેસેડરની વાત છે જેને એ ખબર પડે છે કે તેમનો પુત્ર અસામાન્ય છે.જો કે આ વાત માત્ર  ફિલ્મની સ્ટોરી પુરતી ન હતી પણ ફિલ્મનાં શુટિંગ દરમિયાન પણ ઘણી આઘાતજનક ઘટનાઓ ઘટી હતી.આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ગ્રેગરી પેકનાં પુત્રને સાઇન કરાયો હતો પણ ફિલ્મનું શુટિંગ શરૂ થવાનાં બે મહિના પહેલા જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.જ્યારે શુટિંગ શરૂ થયું ત્યારે જ ક્રુ મેમ્બર્સ અકસ્માતનો શિકાર બન્યા હતા જો કે તેમાં તેમનો બચાવ થયો હતો.સ્ક્રીપ્ટરાઇટર જે વિમાનમાં મુસાફરી કરતો હતો તેનાં પર વિજળી ત્રાટકી હતી એટલું જ નહી ગ્રેગરી પેક અને એકઝીક્યુટિવ પ્રોડયુસર જે વિમાનમાં મુસાફરી કરતા હતા તેનાં પર પણ વિજળી ત્રાટકી હતી.આ ફિલ્મનાં શુટિંગ માટે એક વિમાન લવાયું હતું પણ તે વિમાનનું શુટિંગ મોકુફ રાખવું પડ્યું હતું કારણકે તેના માલિકને તેની જરૂર પડી હતી  અને તે પોતાના કામ માટે નિકળ્યો ત્યારે કશુંક બન્યુ હતું અને પ્લેન રોડ પર તુટી પડ્યું હતું જે એક કારને અથડાયું હતું જે અન્ય એક કારને અથડાઇ હતી આ અકસ્માતમાં સંકળાયેલા તમામ લોકો મોતને ભેટયા હતા.

બેટમેન ફિલ્મ સાથે સંકળાયેલા શાપને પણ બેટમેન કર્સ તરીકે ઓળખવામાં આવે છે.કોલારાડો સિનેમાએ આ ફિલ્મનું શુટિંગ કર્યુ હતુ જે દરમિયાન બાર જેટલા લોકો મોતને ભેટ્યા હતા.ધ ડાર્ક નાઇટમાં જોકરની ભૂમિકા કરનાર હીથ લેઝરનું પણ દુઃખદ મોત થયું હતું.તેને આ ભૂમિકા કરતા પહેલા જેક નિકોલ્સને ચેતવણી આપી હતી જો કે હીથ માન્યો ન હતો અને તેના માટે પણ આ રોલ પડકારજનક હતો જેની તૈયારીઓ અંગે તેણે પોતાની એક ડાયરીમાં બધી વાતો નોંધી રાખી હતી જેનાં છેલ્લા પેજ પર તેણે જોકરની પોતાની તસ્વીર સાથે બાય બાય લખ્યું હતું.૨૦૦૮માં મોર્ગન ફ્રીમેનને પણ કાર અકસ્માત નડ્યો હતો અને તેમનાં જીવનમાં પણ વાવાઝોડુ સર્જાયું હતું અને પત્ની સાથે છુટા થવાનો નિર્ણય કર્યો હતો.

ધ ઘોસ્ટ વ્હીસ્પર આમ તો ફિલ્મ ન હતી પણ તેમાં  શુટિંગ માટે એક સેટનો ઉપયોગ થયો હતો જે શાપિત હતો.આ ફિલ્મમાં જેનિફર લવ હેવિટે કામ કર્યુ હતું જ્યારે તે શુટિંગ કરતી હતી ત્યારે  ફિલ્મનાં ક્રુને તેની પાછળ કશુંક વિચિત્ર હોવાનું લાગ્યું હતું.તેમણે ફરીથી જ્યારે એ શુટિંગનાં દૃશ્યો જોયા ત્યારે લોકોને આઘાત લાગ્યો હતો કારણકે જેનિફરની પાછળ કોઇ ભૂત જેવી આકૃત્તિ હલનચલન કરતી નજરે પડી હતી.જ્યારે તે શુટિંગ કરતી હતી ત્યારે તેને લાગતું હતું કે તેને બાંધી દેવામાં આવી છે.તેની આસપાસ પ્રકાશનો શેરડો ફરતો હોવાનું જણાતું હતું.આ જ પ્રકારનો અનુભવ અન્યોને પણ થયો હતો.

ધ કન્ઝયુરિંગ એ ધ્રુજાવી દેનાર હોરર ફિલ્મ હતી જે સત્યઘટનાત્મ હતી.આ ઘટના પેરોન ફેમિલી સાથે ઘટી હતી જેમને ૭૦માં પોતાના રહોડ આઇલેન્ડનાં ઘરમાં  ભૂતિયા અનુભવો થયાં હતા.આ ફિલ્મનાં શુટિંગ દરમિયાન પેરોન ફેમિલી ત્યાં આવતું હતું પણ કેરોલિન પેરોને ક્યારેય એ ફિલ્મનાં સેટ પર પગ મુક્યો ન હતો જેના પર આ ફિલ્મ આધારિત હતી.જ્યારે એક સમયે આ પરિવાર ફિલ્મનાં સેટ પર હાજર હતો ત્યારે અચાનક જ વાવાઝોડુ આવ્યું હતું અને બધુ હચમચી ગયું હતું.જ્યારે આ ફિલ્મનું શુટિંગ ચાલતું હતું ત્યારે પણ કેરોલિનને દુષ્ટ આત્માની અનુભૂતિનો અહેસાસ થતો હતો અને એક વખત તો તેને હોસ્પિટલમાં પણ ભરતી થવું પડ્યું હતું.આ ફિલ્મનાં કલાકારો જે હોટેલમાં રોકાયા હતા તેમાં પણ આગ લાગી હતી અને તમામને હોટલ છોડવી પડી હતી.

ફિલ્મનાં દિગ્દર્શક જેમ્સ વોનને પણ વિચિત્ર અનુભવોનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક વખત તેમના ઘરમાં હતા ત્યારે અચાનક જ તેમનો કુતરો ભસવા માંડ્યો હતો વાને તે તરફ જોયું તો કોઇ ન હતું પણ કુતરાને જાણે કે ત્યાં કોઇનાં હોવાનો અહેસાસ હતો અને તે સતત તે તરફ ભસ્યા જ કરતો હતો.ફિલ્મમાં પેરાનોર્મલ ઇન્વેસ્ટીગેટરનો રોલ કરનાર વેરા ફાર્મિંગા ક્યારેય આ ફિલ્મની સ્ક્રીપ્ટ પોતાની સાથે ઘેર લઇ ગઇ ન હતી તે રાત્રે ક્યારેય આ સ્ક્રીપ્ટને વાંચી શકતી ન હતી જ્યારે તેણે એમ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને લકવો મારી ગયાનો અનુભવ થતો હતો.

એમિટીવિલે હોરર એ ૧૯૭૯માં બનેલી હોરર ફિલ્મ છે જેમાં જેમ્સ બ્રોલિને કામ કર્યુ હતું અને આ ફિલ્મ પણ સત્યઘટના પર આધારિત હતી.આ ફિલ્મને ૨૦૦૫માં ફરી બનાવવામાં આવી હતી જેમાં રયાન રેનોલ્ડે ભૂમિકા કરી હતી જો કે આ ફિલ્મનું શુટિંગ  કરનારા કલાકારો રાત્રે સુઇ જ શકતા ન હતા.ખાસ કરીને જે સમય દરમિયાન અસલમાં હત્યાઓ થઇ હતી કોઇ જ સુઇ શકતું ન હતું.