હું માત્ર તારો જ છું Jaypandya Pandyajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું માત્ર તારો જ છું

 

વનશ્રી વિનત નિવાસની બહાર ઉભી હતી. તે પગથિયું ચડતી હતી. ત્યાં ઉભી રે ખબરદાર જો પગથિયું ચડી તો એવો ભયંકર અવાજ પાછળના આઉટ હાઉસ માંથી આવે છે વનશ્રી પાછળ ફરી અને જુએ છે.

વનશ્રી દેખાવમાં ખુબ જ રૂપવાન હતી. તેનો દેહ બાગમા ખીલેલા ઘાટા ગુલાબી રંગના ગુલાબની કોમળ પાંખડી જેવો હતો. તેનું કપાળ તેના તેજ સૌંદર્યને શોભાવી રહ્યું હતું. તેની તેજસ્વી આંખો અને ગુલાબી ઓષ્ઠ જાણે ભલભલાના ગુસ્સાને ઓગાળી દે. અને તેના ગાલોની સુધા ચાખવા માટે જાણે પ્રકૃતિ પણ દોડીને આવે છે.

આ સુડોળ કાયા પર પિંક કલરનું ક્રોપ ગાઉન ઝબકારા મારી રહ્યું હતું.

વનશ્રી વિનતની સામે જુએ છે. વિનત તેની તરફ ચાલતો ચાલતો આવે છે વિનત ખુબ ગુસ્સામા હતો. તેની આંખો લાલ હતી, તે વનશ્રી સામે આંખો ફાડી અને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કે તે વનશ્રી પાસે કોઈ વર્ષો જૂની વાતનું વટક વાળવા માંગે છે.

વિનત વનશ્રીની નજીક આવે છે. બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા. થોડીવાર માટે સમય પોતાના શ્વાસ રોકી લે છે. અને આ દ્રશ્ય સ્થિર બની જાય છે. વનશ્રી અને વિનત બંને એકબીજામા ખોવાઈ જાય છે.

થોડીવાર બાદ...

વિનત - હવે શુ કામ આવી છે તું અહીં હવે શુ બાકી રહી ગયું છે? 

વનશ્રી - હું તો બસ મમ્મીની તબિયત ઠીક નથી એમ સાંભળ્યું એટલે મળવા આવી છું.

વિનત - તું અંદર ન જતી હવે મારી માં ને શાંતિથી જીવવા દે પહેલા જ ઘણું બધું બગડી ગયું છે.

વનશ્રી - પણ તે માટે મેં તને કેટલી વાર સોરી કહ્યું.

વિનત - હા આ સોરી બોલવાથી પ્રોબ્લેમ દુર થતી નથી. તું શુ માને છે કે તે સોરી કહ્યું અને બધું ઠીક થઈ ગયું એમ? 

વનશ્રી - મેં તને કેટલી વાર સમજાવ્યો કે તેમાં ભૂલ મારી નહીં મેનેજર ગોયલની હતી પણ તું મારી વાત સમજવા માટે તૈયાર જ થતો નથી.

વિનત - પણ મારા પપ્પાએ ઓફિસની બધી જ જવાબદારી મને નહીં પણ તને સોંપી શુ કામ કેમ કે તેઓને તેમના દીકરા કરતા વહુ પર વધુ વિશ્વાસ હતો. તેઓ તને પોતાની દીકરી સમજતા હતા. તેમના માટે તો શુ ઓફિસ અને શુ ઘર બધી જ જગ્યાએ વનશ્રી ઈમ્પોર્ટન્ટ હતી, વનશ્રી કહે તે જ સાચું.

ઓફિસ સ્ટાફને હેન્ડલ કોણ કરે વનશ્રી, ઘરમાં કોઈ ફંક્શન રાખવું છે તો તેની થીમ કોણ નક્કી કરશે વનશ્રી, ક્લાઈન્ટની મિટિંગ કોણ હેન્ડલ કરે વનશ્રી,  અરે તેમનું માથું દુખતું હોય તો ટ્યુબ અને ટેબ્લેટ પણ વનશ્રી જ આપે. જે માણસે પોતાના જીવનની તમામ બાબત તારા આધીન કરી નાખી હતી. તે માણસ સાથે આવુ બિહેવિયર કરવામાં તને જરાં પણ શરમ ન આવી?

વનશ્રી - બસ બસ હવે કંઈ જ બોલતો મારી વાત સાંભળ.

વિનત -  વનશ્રીની વાત કાપી વચ્ચે બોલી પડે છે હવે તારે શુ કહેવું છે?  અને હવે સાંભળવાનું પણ શુ બાકી રહી ગયું છે? 

ગેટ આઉટ નીકળી જા અહીંથી અને હવે તારામાં જો જરાં પણ  માણસાઈ રહી હોય તો અમને શાંતિથી જીવવા દે.

વનશ્રી - હું તો મમ્મીને મળવા જાઉં છું અને વનશ્રી ઉપર ચડતી હોય છે.

વિનત -  વનશ્રીનો હાથ પકડી અને નીચે ઉતરે છે...

વનશ્રી - વિનત હાથ છોડી દે મારો મને દુઃખે છે..

પણ વિનત તો કંઈ પણ સાંભળ્યા વગર વનશ્રીનો હાથ પકડી અને ગેટ સુધી જાય છે. અને ત્યાં જઈને વનશ્રીને બહાર ધક્કો મારી દે છે અને કહે છે પ્લીઝ અમને શાંતિથી જીવવા દે અને ફરી અહીં ન આવતી. એમ બોલી તેની સામે હાથ જોડે છે..

અને પછી વિનત પાછો અંદર જાય છે.

વનશ્રી - ખુબ જ રડે છે. અને રાડ પાડીને કહે છે આઈ હેટ યુ વિનત.

વિનત - આઈ હેટ યુ ટુ. એવો જવાબ આપી અને ચાલ્યો જાય છે.

વનશ્રી દુઃખનો વસવસો સાથે લઈ અને આગળ ચાલતી થાય છે. થોડીવારમા વનશ્રી સામે વ્હાઇટ કલરની સ્વીફ્ટ ગાડી આવી અને ઉભી રહે છે. તેમાંથી એક યુવાન બહાર આવે છે. અને તેને જોઈ વનશ્રી પોતાના આંસુ લૂછી લે છે.

વનશ્રી  - તેને જોઈ ચાલવા લાગે છે.

તે વિનતનો ચાઈલ્ડહુડ ફ્રેન્ડ વિમલ હતો. તે વિનતના ઘરે તેના મમ્મીની તબિયતના સમાચાર પૂછવા આવ્યો હતો.

તે વનશ્રીને જતી જુએ છે. અને તે વનશ્રીને સાદ પાડે છે.

વનશ્રી ભાભી...

વનશ્રી પાછળ ફરી અને જુએ છે.

વિમલ - અહીં આવો તો ભાભી મને મળવા નહીં આવો? 

વનશ્રી - વિમલ પાસે આવે છે.

વિમલ - વનશ્રીને પાય વંદન કરે છે. અને કહે છે કેમ છો ભાભી મજામાં? 

વનશ્રી - હા બસ મજામાં તમે કેમ છો? 

વિમલ -  ભાભી તમે મજામાં એમ બોલ્યા પણ તમારો અવાજ અને લાલ આંખો તો કહી રહ્યા છે કે તમે ખુબ દુઃખી છો શુ થયું ભાભી? 

વનશ્રી - રૂમાલથી આંખો લૂછી લે છે અને આંસુ પી જાય છે. થયું  શું હોય બીજું તમને તો બધી ખબર જ છે કે ઓફિસના પ્રોબ્લેમના કારણે  અમારી  બંને ફેમિલી વચ્ચે ઘણી ખટપટ થઈ છે.

અને તેના કારણે મારા અને વિનતના રિલેશનમા પણ થોડી પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ છે. હું મમ્મીની તબિયતના સમાચાર પૂછવા આવી હતી..

વિમલ - તો પૂછ્યા તબિયતના સમાચાર મળ્યા તમે આંટીને? 

વનશ્રી - ના ના તેઓ આરામ કરે છે. ડોકટરે તેમને આરામ કરવાનું કહ્યું છે એટલે હું તેમને ન મળી

વિમલ - તમે ન મળ્યા કે મળવા ન દીધા.

વનશ્રી - ના ના હું જ મળવા ગઈ ન હતી.

વિમલ - ભાભી મારી સામે શુ કામ તમે ખોટું બોલો છો?  મને ખબર છે તમે વિનત સાથે વાત કરી અને નીકળી ગયા છો ને?  તેણે તમને અંદર નથી જવા દીધા ને?  ભાભી એક વાત કહું છું તમને કે શુ કામ તમે આ બધું ફેસ કરો છો?  જે ભૂલ તમે કરી જ નથી તેની સજા પોતાને આપી અને શુ કામ તમે દુઃખી થઈ રહ્યા છો? 

મને સમજાતું નથી કે તમે કંઈ રીતે સર્જાયા છો?  એક સ્ત્રી વિના વાંકે પુરુષનું જોર અને જો હુકમી સહન કરે છે. તમે ચાલો મારી સાથે હું તમને અંદર લઈ જઈશ ચાલો.

વનશ્રી - ના હું મારા કારણે કોઈને દુઃખી કરવા નથી ઇચ્છતી. તમે જ મળી આવો હું ઘરે જાઉં છું.

વિમલ - તમે ચાલો તો ખરા !

પછી વનશ્રી વિમલ સાથે અંદર જાય છે. વનશ્રી એક એક પગથિયાં પર ચડતા ચડતા બધું જ યાદ કરે છે.

વિમલ અને વનશ્રી દીર્ઘાના રૂમ પાસે આવે છે ત્યાં વિનત ઉભો હોય છે. તે બહાર આવે છે. વિમલને મળે છે. અને કહે છે વનશ્રી તને મેં બહાર ના પાડી હતી તેમાં સમજાતું નથી? 

વિમલ - હું લઈને આવ્યો છું ભાભીને.

વિનત - તું શુ કામ લઈને આવ્યો?  કે તેણે તને કહ્યું? 

વિમલ - ના ભાભીએ મને નથી કહ્યું હું તેમને મારી રીતે લાવ્યો છું.

પછી વનશ્રી દીર્ઘાને મળવા જાય છે. દીર્ઘાના સમાચાર પૂછે છે પછી વિનત કહે છે કે હવે મળી લીધા હોય તો ભીડ ઓછી કરજો.

પછી વનશ્રી ઘરે જવા માટે નીકળે છે.

વિમલ - ભાભી ઉભા રહો હું તમને ઘરે ડ્રોપ કરી દઈશ.

વનશ્રી - ઠીક છે.

પછી વનશ્રી વિમલ સાથે તેની ગાડીમા બેસી જાય છે.

વિમલ - ભાભી હું જાણું છું તમારી કંઈ જ  ભૂલ નથી ઓફિસમા જે 40 લાખનો ગોટાળો થયો હતો તે ગોયલે કર્યો હતો. અને હું તમને મદદ કરીશ અને તમારી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ.

વનશ્રી - થૅન્ક્સ.

પછી વનશ્રીનું ઘર આવે છે. અને તે ઘરે ચાલી જાય છે.

આ તરફ ગોયલનો એડ્રેસ શોધી વિમલ પોતાના એક  પોલીસ મિત્રને લઈ તેના ઘરે જાય છે.

વિમલ - ડોરબેલ વગાડે છે.

ગોયલ - કોણ? 

વિમલ - હું વિમલ.

ગોયલ - ડોર ખોલે છે. કોણ છો તમે અને મારું શુ કામ છે?  અને આ કોણ છે? 

વિમલ -  આ મારા મિત્ર છે મારી સાથે કામ કરે છે. મારે ફાઇનાન્સનું કામ છે તો તમેં હેલ્પ કરશો મને? 

લાલચ માણસ પાસે શુ ન કરાવે? 

ગોયલ - હા કહે છે.

એક દિવસ વિમલ ગોયલના ઘરે બેસી અને ફોનમા વાત કરવાનું નાટક કરે છે.

અરે શુ વાત કરો છો?   વિનત શાહની ઓફિસમા  લાખો રૂપિયાનો ગોટાળો થયો. સારું થયું મને પણ તેણે ખુબ જ હેરાન કર્યો હતો. ભલું થાય તે માણસનું. પછી વિમલ ફોન મૂકી દે છે.

ગોયલ - આ ઝાળમા ફસાયો તેણે વિમલને કહ્યું તમે કોઈને ન કહો તો હું એક વાત કહું તમને?

વિમલ - અરે કહોને.

તે દિવસે વિનત અને વનશ્રી તથા પોલીસની ટીમ ત્યાં સંતાયને બેઠી હતી. વિમલના ખિસ્સામા કેમેરાવાળી પેન હતી. જેમા બધું રેકોર્ડ થઈ રહ્યું હતું.

ગોયલ - વિનત શાહની ઓફિસમા હું મેનેજર હતો. અને તે ઓફિસમા મેં 40 લાખ રૂપિયા ચોરી લીધા હતા. જે માત્ર વનશ્રી મેડમ જ જાણતા હતા. એટલે મેં બધો જ આરોપ તેમની પર આવી જાય તેવું કાવતરું ઘડી અને ઓફિસમાંથી રીઝાઈન કરી નાખ્યું. અને આજે તેમની ફેમીલીમા ઘણી પ્રોબ્લેમ ચાલે છે.

આ સાંભળી વિમલ કહે છે હવે તારો ખેલ ખતમ થયો   પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના કાફલા સાથે અંદર આવે છે.

અને ગોયલને પકડી લે છે.

આ જોઈ વનશ્રી અને વિનત પણ અંદર આવે છે. વનશ્રી ગોયલના ગાલ પર જોરથી ઝાપટ મારે છે.

વિમલ - આ રહ્યું તારા અવાજનું વિડિઓ રેકોડિઁગ. તે પોલીસને આપી દે છે.

વનશ્રી -  ઇન્સ્પેક્ટર આ ચોરને એટલી કડક સજા આપજો કે તે બીજાનું ખરાબ કરવાનો વિચાર પણ ન કરી શકે.

પછી પોલીસ ગોયલને લઈને જાય છે.

વિમલ - કેમ વિનત મેં તને કહ્યું હતું ને કે ભાભી નિર્દોષ છે તે હું સાબિત કરી દઈશ.

ભાભી મેં કહ્યું હતું ને તમને કે હું તમારું દુઃખ જલ્દી દુર કરી દઈશ.

વિનત હવે ભાભીને ઘરે બોલાવી લે તેઓ ઘરની લક્ષ્મી છે. અને સ્ત્રી  રૂપી લક્ષ્મીને દુઃખી કરીએ તો ધન રૂપી લક્ષ્મી ઘરમાંથી  ચાલી જાય છે.

વનશ્રી - થૅન્ક્યુ વિમલભાઈ.

પછી વિમલ ત્યાંથી ચાલ્યો જાય છે.

વિનત - પોતાની ભૂલનો પશ્ચાતાપ કરે છે. અને વનશ્રીની માફી માંગી તેને ઘરે લઈ આવે છે.

ત્યાં વિનત મજાકમા ફોન પર વાત કરે છે થૅન્ક્યુ તું મારી એટલી કેર કરે છે બાકી કોઈ ઘ્યાન રાખતું નથી. પછી તે ફોન મૂકી દે છે.

વનશ્રી - કોણ છે? 

વિનત - મારી ગર્લફ્રેન્ડ છે.

વનશ્રી - પાછી રડવા જેવી થઈ જાય છે.

વિનત - તેને ભેટી પડે છે. અને કહે છૅ કે હું માત્ર તારો છું અને તારો જ રહીશ.

આમ વનશ્રી અને વિનતનું જીવન દુઃખના પડછાયામાંથી સુખના અજવાસમા આવી જાય છે. બંને ખુબ ખુશ થઈ જીવન જીવવા લાગે છે. અને તેઓ ફોન કરીને વિમલનો આભાર માને છે.

                                                      લેખન - જય પંડ્યા