લવ યુ યાર - ભાગ 71 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 71

સુરેશભાઈ મિતાંશને સમજાવી રહ્યા હતા કે, "જો બેટા, સાચું કહું હમણાં તો મને પોલોકેબ કંપનીનો ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે અને તેને મારે ખૂબ મોટા જથ્થામાં રૉમટીરીયલ્સ મોકલી આપવાનું છે જે ઓર્ડર મેં લઈ લીધો છે અને તું થોડોક મોડો પડ્યો છે નહીં તો હું પહેલા તારો ઓર્ડર લઈ લેત પણ હવે તે શક્ય નથી."સુરેશભાઈની આ વાત સાંભળીને મિતાંશના મગજનો તો જાણે ફ્યુઝ જ ઉડી ગયો... પરંતુ તેણે ખૂબ હિંમત રાખી અને સુરેશભાઈને પોતાની વાત મનાવવા માટેનો નિરર્થક પ્રયત્ન કરતો હોય તેમ તે બોલ્યો, "અંકલ પણ તમે થોડું મટીરીયલ તેમને મોકલી આપો અને થોડું મને મોકલી આપો."સુરેશભાઈ: તારી વાત સાચી છે બેટા પણ મશીન તો જેટલો માલ તૈયાર કરે તેટલો જ કરે ને..મિતાંશ: તે વાત પણ સાચી તમારી...અને મિતાંશ મૂંઝવણમાં મુકાઇ ગયો હવે શું કરવું તેની કંઈજ સમજમાં આવતું નહોતુ. સારા કામમાં સો વિઘ્નો આવે તેમ મિતાંશના આ કામમાં પણ અનેક વિધ્નો આવે છે.  હવે આગળ....ત્યારબાદ તેણે પોતાની કંપનીના મેનેજર મી.મેકવાનને બોલાવ્યા અને બીજું કોઈ મોટા પ્રમાણમાં રૉમટિરિયલ મોકલી આપે તેવું હોય તેની ઈન્સટન્ટ તપાસ કરવા કહ્યું. લગભગ એકાદ કલાકની મહેનત પછી મી.મેકવાને "ગુડ યુઝ" નામની એક લંડનની જ કંપની શોધી કાઢી જે ઈન્સટન્ટ અને મોટા પ્રમાણમાં રૉમટિરિયલ્સ આપવા માટે તૈયાર હતી. મિતાંશે તે કંપનીના ખાતામાં એડવાન્સ પેમેન્ટ કરી દીધું અને માલ આવવાનો શરૂ પણ થઈ ગયો. મિતાંશની ઈચ્છા મુજબ તેની ફેક્ટરીમાં ધમધોકાર કામ શરૂ થઈ ગયું હતું. મિતાંશ સવાર સાંજ એમ દિવસમાં બે વખત ફેકટરીએ આંટો મારી આવતો હતો કે, કામ તો બરાબર ચાલે છે ને? અને તેને સંતોષ હતો કે, કામ ફૂલ સ્પીડમાં અને જોરદાર ચાલે છે. બસ હવે તો કામ બધું પૂરું થઈ જાય તેની જ રાહ જોવાની હતી અને તેને પેક કરી કરીને જેનો ઓર્ડર હતો તેને મોકલવાનો હતો…આ બાજુ સાંવરરીએ પોતાના દિકરા લવનું મેડિકલ ચેકઅપ કરાવી લીધું હતું અને પોતાના મમ્મી પપ્પા અને સાસુ સસરાની પરમિશન લઈ લીધી હતી અને તેણે પોતાના પતિદેવ પાસે જવાની તૈયારી પણ શરૂ કરી લીધી હતી. નાનકડા લવને લઈને જવાનું હતું એટલે સોનલસોનલબેનને અને અલ્પાબેનનેઅલ્પા સાંવરરીની ખૂબ ચિંતા થતી હતી પરંતુ સાંવરરી ખૂબજ હોંશિયાર અને ડાહી હતી તેણે બંનેને વિશ્વાસ આપ્યો કે, "મોમ, તમે જરાપણ ચિંતા ન કરશો હું પહેલા લવને સાચવીશ પછી જ ઓફિસે જઈશ અને ઓફિસનું કામ કરીશ પરંતુ સાંવરીના પપ્પાએ જીદ કરીને લવને સાચવવા માટે તેની મમ્મી સોનલબેનને સાંવરીની સાથે જવા માટે તૈયાર કર્યા. તેમના આ નિર્ણયથી બધાજ ખુશ થયા અને સાંવરીને પણ રાહત લાગી.હવે બંનેનું પેકિંગ થઈ ગયું હતું અને સાથે સાથે નાનકડા લવનું પણ પેકિંગ થઈ ગયું હતું.સાંજની છ વાગ્યાની ફ્લાઈટમાં સાંવરીએ પોતાના દિકરા લવ અને પોતાની વ્હાલી મોમ સાથે લંડનભણી ઉડાન ભરી લીધી.મિતાંશ પણ પોતાની સાંવરી અને પોતાનો લાડકવાયો દિકરો લવ આવી રહ્યો છે તેથી ખૂબજ ખુશ હતો. તે સમયસર પોતાની સાંવરીને લેવા માટે એરપોર્ટ પહોંચી ગયો હતો. ફ્લાઈટ સમયસર હતું જેથી તેણે બહુ રાહ ન જોવી પડી. જેવી સાંવરી આવી કે તરત જ મિતાંશ તેને ભેટી પડ્યો અને પોતાના દિકરાને પણ તેણે ચૂમી લીધો. આજે તેને એવું લાગ્યું કે, પોતાની વ્યક્તિ વગર દુનિયામાં કશું જ નથી.રસ્તામાં સાંવરી મિતાંશને નવા કામ બાબતે પૂછી રહી હતી અને ઓફિસમાં અને ફેક્ટરીમાં બધું બરાબર ચાલે છે કે નહિ તે વિશે ચર્ચા કરી રહી હતી જોતજોતામાં મિતાંશ અને સાંવરીનું પ્રેમથી ભરેલું ઘર આવી ગયું એટલે મિતાંશે વિવેકપૂર્વક પોતાના સાસુમાને ઘરમાં આવકાર્યા અને તેમનો રૂમ તેમને બતાવ્યો અને થાકી ગયા હશો તો આરામ કરી શકો છો તેમ પણ કહ્યું. સોનલબેન પોતાના નાનકડા લવને લઈને પોતાના રૂમમાં આડા પડ્યા અને મિતાંશ અને સાંવરી તો જાણે વર્ષો પછી મળ્યાં હોય તેમ મિતાંશ સાંવરીને છોડવા જ તૈયાર નહોતો તેની ઉપર ચુંબનોનો વરસાદ વરસાવી રહ્યો હતો અને તેને જાણે પોતાની બાહુપાશમાં કેદ કરી રહ્યો હતો... સાંવરી પણ આજે જાણે વર્ષો પછી પોતાના મિતાંશને મળી હતી અને તેનામાં ખોવાઈ ગઈ હતી. બસ એ દિવસ તો એમજ પૂરો થઈ ગયો અને બીજે દિવસે સવારે સાંવરી અને મિહિર થોડા વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા અને ફેક્ટરીએ પહોંચી ગયા. હવે લગભગ બધોજ માલ તૈયાર હતો એટલે મિતાંશે તેને પેક કરવા માટે એક ટીમ તૈયાર કરી દીધી. જેણે બધોજ માલ વ્યવસ્થિતરીતે બોક્સોમાં પેક કરી દીધો‌. બસ હવે જે કંપનીએ ઓર્ડર આપ્યો હતો તે કંપની જે એડ્રેસ આપે તે એડ્રેસ ઉપર માલ મોકલવાનો હતો. મિતાંશે સાંવરીને તે કંપનીનો નંબર આપીને તેને ફોન કરીને ક્યાં માલ મોકલાવવાનો છે તેનું એડ્રેસ લેવા કહ્યું. સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહીં. છેવટે તેણે મિતાંશને તે નંબર ઉપર ફોન કરવા કહ્યું તો સામેથી જે જવાબ આવ્યો તે સાંભળીને મિતાંશને જાણે ચક્કર આવી ગયા તે પોતાની ચેર ઉપરથી ઉભો થઈ ગયો અને જોરજોરથી સામેવાળી વ્યક્તિને પૂછવા લાગ્યો કે, તમે આ રીતે ઓર્ડર કેન્સલ કઈરીતે કરી શકો? અને તો પછી તમારે મને ના પાડી દેવી જોઈતી હતી ને તો હું આટલું બધો માલ તૈયાર જ ન કરાવત ને..!! હવે આટલું બધું પેકેજીંગ મટીરીયલ્સ હું કોને વેચીશ અને શું કરીશ? મારા તો કેટલા બધા પૈસા આમાં લાગેલા છે અને મારી તો કંપની પણ આમાં ડૂબી જશે અને મિતાંશ બોલતો રહ્યો અને સામેથી ફોન કટ થઈ ગયો. ઑહ નો.... હવે શું થશે..?આ કોઈ ફ્રોડ કંપની હતી કે પછી મિતાંશ કે તેના પરિવાર સાથે કોઈ જૂની દુશ્મની..??જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    6/12/24