લવ યુ યાર - ભાગ 70 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 70

બીજે દિવસે સવારે તે થોડો વહેલો જ ઉઠી ગયો અને પરમેશના હાથની ચા પીને પરમેશને જમવાનું બનાવીને ટિફિન લઈને સીધા ઓફિસે પહોંચવાનું કહીને પોતે પોતાના ગોડાઉને જવા માટે નીકળી ગયો. અને ગોડાઉને પહોંચીને તેણે આખાયે ગોડાઉનનું ચેકીંગ કરી લીધું કે પોતાનો જૂનો બનેલો માલ કેટલો પડ્યો છે, કાચો માલ કેટલો પડ્યો છે અને નવા ઓર્ડર માટે શું વ્યવસ્થા કરવાની જરૂર છે. લગભગ આ બધું કરતાં તેને દોઢેક કલાક લાગી ગયો અને આ બધું કામ પૂરું કર્યા પછી તે ઓફિસે પહોંચી ગયો જ્યાં પોતાની કેબિનમાં બેસીને તેણે નવા ઓર્ડરનો આખો પ્રોજેક્ટ પેપર ઉપર તૈયાર કરી દીધો અને ત્યારબાદ સ્ટાફ મીટીંગ બોલાવી લીધી. નવા ઓર્ડર માટે તે ખૂબ ઝડપથી કામ શરૂ કરવા ઈચ્છતો હતો...હવે આગળ....સ્ટાફના દરેકે દરેક વ્યક્તિને તેણે કોણે કયું કામ કરવું તે પણ સોંપી દીધું હવે તેને થોડી શાંતિ થઈ હતી અને પછી શાંતિથી તેણે પોતાની સાંવરી સાથે વાત કરી અને પોતે શું શું અને કઈરીતે બધું ગોઠવી દીધું છે તેની પણ ચર્ચા કરી લીધી. મિતાંશની કામ કરવાની ઢબ જોઈને સાંવરીને લાગ્યું કે હવે મિતાંશ થોડો મેચ્યોર્ડ અને કામ બાબતે બિલકુલ સીન્સીયર થઈ ગયો હોય છે. તેણે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો કે આટલો મોટો ઓર્ડર મળ્યો અને મિતાંશ સીન્સીયર થઈને તે ઓર્ડર પૂરો કરવા માટે જઈ રહ્યો છે અને સાંવરી તેને ઓલ ધ બેસ્ટ પણ કહી રહી હતી. સાંવરી મિતાંશને જમવા વિશે પૂછી રહી હતી અને મિતાંશે તેને કહ્યું કે પરમેશ રસોઈ ખૂબજ સરસ બનાવે છે અને મને સાચવે પણ છે પરંતુ મને તારી ખૂબ યાદ આવે છે તારા વગર રહેવું મુશ્કેલ જ નહીં પણ નામુમકીન છે તેવું મને લાગી રહ્યું છે અને વધુમાં તેણે કહ્યું કે, "ડિયર, તું મને સાચવે તેવું કોણ સાચવે? પોતાના તે પોતાના..અને સાંભળને સાવુ, આપણું ટેણિયું શું કરે છે? મને તો તે પણ ખૂબજ યાદ આવે છે. આઈ મીસ યુ માય ડિયર યુ એન્ડ અવર સન ઓલ્સો.."સાંવરી: આઈ ઓલ્સો મીસ યુ માય ડિયર એન્ડ આઈ લવ યુ..મિતાંશ: આઈ લવ યુ સો સો મચ... તને અને મારા ટેણિયાને બંનેને એક મસ્ત કીસ...સાંવરી: હા તને પણ એક મસ્ત કીસ અને ચાલ, હવે હું મૂકું આ તારું ટેણિયું ઉઠી ગયું છે અને રડી રહ્યું છે હું તેને લઉં..અને બંનેએ એકબીજાની સાથે પ્રેમથી વાત કરીને ફોન મૂક્યો.મિતાંશ આજે ખૂબ ખુશ હતો કારણ કે ઓફિસમાં પણ ખૂબ સરસ રીતે બધું જ કામ ગોઠવાઈ ગયું હતું અને સાંવરી સાથે તેને શાંતિથી વાત પણ થઈ ગઈ હતી અને તેણે રાહતનો શ્વાસ લીધો અને પરમેશને જમવાનું લઈને પોતાની કેબિનમાં આવવાનું કહ્યું.. પરમેશે ટિફિન ખોલીને તેને જમવાનું પીરસ્યું અને તેણે જમવાનું ચાલુ કર્યું અને તેના સેલફોનમાં રીંગ વાગી.. તેણે ફોન ઉપાડ્યો તો સામે સુરેશભાઈ હતા જૂના અને જાણીતા બિઝનેસમેન જેમની સાથે મિતાંશે જ્યારથી લંડનમાં ઓફિસ કરી હતી ત્યારથી બિઝનેસ ડીલ ચાલતી હતી તેમણે મિતાંશને કહ્યું કે, "તારે જે પેકેજીંગ મટીરીયલ્સ બનાવવા માટે કાચો માલ જોઈએ છે તે હમણાં મારી પાસે અવેલેબલ નથી તો હું નહીં મોકલી શકું."મિતાંશ: પણ અંકલ, મારે તો બહુ ટૂંકા ગાળામાં આ ઓર્ડર તૈયાર કરીને આપી દેવાનો છે અને જો તમે આ રીતે છેલ્લા સમયે મને ના પાડો તો હું તો ફસાઈ જાવું...સુરેશભાઈ: હું પણ સમજી શકું છું મિતાંશ પરંતુ શું થાય મારી ફેક્ટરીમાં હમણાં બે ત્રણ માણસો રજા ઉપર છે અને એક મશીન પણ બગડ્યું છે એટલે હમણાં તો તને આટલો બધો માલ મોકલી આપવો મારે માટે પોસીબલ જ નથી.મિતાંશ: તો અંકલ તમે મને કેટલો કાચો માલ મોકલી શકો તેમ છો?સુરેશભાઈ: જો બેટા, સાચું કહું હમણાં તો મને પોલોકેબ કંપનીનો ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે અને તેને મારે ખૂબ મોટા જથ્થામાં રૉમટીરીયલ્સ મોકલી આપવાનું છે જે ઓર્ડર મેં લઈ લીધો છે અને તું થોડોક મોડો પડ્યો છે નહીં તો હું પહેલા તારો ઓર્ડર લઈ લેત પણ હવે તે શક્ય નથી.મિતાંશ: પણ અંકલ તમે થોડું મટીરીયલ તેમને મોકલી આપો અને થોડું મને મોકલી આપો.સુરેશભાઈ: તારી વાત સાચી બેટા પણ મશીન તો જેટલો માલ તૈયાર કરે તેટલો જ કરે ને..મિતાંશ: તે વાત પણ સાચી તમારી...અને મિતાંશ મૂંઝવણમાં મુકાઇ ગયો હવે શું કરવું તેની કંઈજ સમજમાં આવતું નહોતુ. સારા કામમાં સો વિઘ્નો આવે તેમ મિતાંશના આ કામમાં પણ વિધ્નો આવે છે. તો આગળ હવે તે શું કરશે? બીજું કોઈ તેને મળશે કે જે તેને ટૂંકા ગાળામાં રૉમટીરીયલ્સ પૂરું પાડી શકે? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....~ જસ્મીના શાહ 'સુમન'   દહેગામ   29/11/24