પ્રેમતૃષ્ણા - ભાગ 12 Rupal Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમતૃષ્ણા - ભાગ 12

“ એમ “ આરવી બોલી .

“ હાં તો વળી ને , આ એન્યુલ ડે તો બધા યાદ રાખશે “ અવની ડેકોરેશન કરતા કરતા બોલી .

“ છેલ્લા ૯ વર્ષ થી તું જ દર વર્ષે ડેકોરેશન કરે છે અને અફલાતૂન ડેકોરેશન કરે છે એમાં શું આ વર્ષે પણ એવું જ ડેકોરેશન હશે ને “ આરવી બોલી .

“ ના આ વર્ષે બધું તદન અલગ હશે તું ખાલી જો જે ને “ અવની ઉત્સાહ સાથે બોલી .

“ ઓકે , હવે તો મારે પણ જોવું છે કે અમારા ડો. અવની કેવુંક ડેકોરેશન કરે છે " આરવી હસતા હસતા બોલી .

અહી કોલેજ રોજ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ 

અવની રોજ પોતાનો અભ્યાસ અને હોસ્પિટલ ના કામ માંથી પરવારી ને ડેકોરેશન ના કામ માં લાગી જતી .

“  ચાલો ચાલો જલ્દી કરો પિયુન અંકલ આપણે મંગળવારે તો ફંકશન છે બધું કામ જલ્દી પતાવવાનું છે “ અવની બોલી .

“ હા અવની બેટા “ પિયુન હસતા હસતા બોલ્યો .

અહી સોમવાર ની સાંજ થઈ .

“ હાશ ચાલો ડેકોરેશન અને બધું જ કામ પતી ગયું “ અવની હોલ માં જ બેઠી ગઈ 

“ એકદમ સરસ આયોજન કર્યું છે અવની બેટા " પિયુન ડેકોરેશન જોતા બોલ્યો .

" થૅન્ક યુ અંકલ " અવની બોલી .

સોમવાર ની સાંજ ઢળી ને મંગળવાર નો દિવસ અને અંતે 

મંગળ વાર ની સાંજ આવી .

બધા લોકો સેલિબ્રેશન હોલ માં જવાના થયા ત્યાં પિયુને તેમને કહ્યું 

" ડૉ. અવની એ કહ્યું છે કે હાલ બધા કોમન હોલ માં બેઠો એ બોલાવે પછી જ આવજો " 

ભૂમિ અને ત્રણેય પણ આવ્યા અને બધા કોમન હોલ માં બેઠા

બધા જ વિદ્યાર્થીઓ ની સાથે સાથે શિક્ષકો પણ ઉત્સાહિત હતા .

“ અવની બેટા હવે તો પેલા સેલિબ્રેશન હોલ માં ક્યારે લઈ જઈશ અમને " 

“ અરે લઈ જાઉં છું થોડા ધીરજ તો ધરો “ અવની બોલી 

“ એન્યુલ ડે છે આમાં બધા આટલા ઉત્સાહિત કેમ છે " ભૂમિ એ પૂછ્યું .

“ એન્યુલ ડે છે એટલે નઈ પણ ડો.અવની એ ડેકોરેશન અને બધું આયોજન કર્યું છે એટલે બધા ઉત્સાહિત છે તું નવી છે ને તમારી કોલેજ માં નઈ થતું હશે અહી તો ડો .અવની દર વર્ષે બહુ જ સરસ આયોજન કરે છે " ખુશી બોલી .

“ એ પણ અલગ અલગ થીમ પર " આનંદી આનંદીત થતાં બોલી .

ભૂમિ બેઠી ને વિચારી રહી કે એવું તે કેવું આયોજન હશે કે આ લોકો આટલા ઉત્સાહિત હશે .

“ ચાલો બધા સેલિબ્રેશન હોલ માં પણ ... " અવની બોલી .

“ પણ હવે શું બેટા “ બધા ટીચર્સ બોલ્યા .

" પણ પ્રિન્સિપાલ સર બધા ની આગળ ચાલશે " અવની એ પ્રિન્સિપાલ સર ને આગળ જવા કહ્યું 

“ ઓહ્હો , વાંધો નઈ અવની બેટા હું આગળ થાવ " પ્રિન્સિપાલ સર બોલ્યા .

પ્રિન્સિપાલ સર સેલિબ્રેશન હોલ માં પહોંચ્યા અને જેવો દરવાજો ખોલ્યો એવું ડેકોરેશન જોતા જ રહી ગયા .

પાછળ બધા શિક્ષકો આવ્યા તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા .

સામે શ્રી જે જે શાહ મેડિકલ કોલેજ ના જૂના ફોટો નું બધા માં ડેકોરેશન હતું . દરેક વર્ષ ના ફોટાઓ ની હારમાળાઓ હતી 

અને વિંટેજ થીમ નું ડેકોરેશન હતું જ્યાં બધા જે જે શાહ મેડિકલ કોલેજ ના ફોટોસ નું એક્સીબ્યુશન હતું .

અને સામે ની દીવાલે જ્યારે પ્રિન્સિપાલ સરે પેહલી વાર કોલેજ પ્રિન્સિપાલ તરીકે નહિ પણ એક શિક્ષક તરીકે જોઈન કરી ત્યાર નો મોટો ફોટો બેનર ના રૂપ માં હતો .

“ આ તો ..... “ પ્રિન્સિપાલ સર બોલ્યા .

“ હાં , આ તો તમારી અને તમારી પેલી બેચ નો સાથે ગ્રેજ્યુશન નો ફોટો છે તમારી જૂની યાદો “ અવની બોલી .

“ અને હજુ એક સરપ્રાઈઝ છે “ અવની બોલી .

“ હવે શું શું સરપ્રાઈઝ છે બેટા " પ્રિન્સિપાલ સર બોલ્યા .

અવની એ ઈશારો કર્યો તો પિયુન એ પેલો બેનર નીચે પાડ્યો અને સામે જે દૃશ્ય પ્રિન્સિપાલ સરે જોયું 

તેમની પેલી બેચ ના બધા જ સ્ટુડન્ટ્સ સેમ એ જ પોઝિશન માં ઊભા હતા જે પોઝિશન માં ફોટો પડાવ્યો હતો.  

“ જાઓ હવે તમારી એ ક્ષ્ણ ફરીથી જીવી લ્યો “ અવની બોલી 

પ્રિન્સિપાલ સર ગયા અને સેમ એજ પોઝિશન માં ઊભા રહ્યા .

અને બધા એ ફોટો પડાવ્યો .

ભૂમિ એ જોયું ડો. પ્રેશ્વમ મલ્હોત્રા પણ ઉભા હતા બધા જૂના સ્ટુડન્ટ સાથે .

પ્રિન્સિપાલ સર ભાવુક થઈ ગયા અને બધા ને ભેટી પડ્યા .

“ ચાલો ચાલો વાતો ના વડા પછી કરજો કાર્યક્રમ શરૂ કરવાનો છે “ અવની બોલી .

અને કાર્યક્રમ ની શરૂઆત થઈ 

ધીરે ધીરે કાર્યક્રમ આગળ વધ્યો અને ડાન્સ અને બધા કાર્યક્રમ પત્યા . 

બધા લોકો ને મોજ પડી ગઈ .

“ ચાલો બધા લોકો જમી લ્યો બુફે લાગી ગયું છે “ અવની બોલી .

બધા જમવા ગયા 

" તમે બધા અહિયાં કંઈ  રીતે " પ્રિન્સિપાલ સરે પૂછ્યું .

" અમને બધા ને અવની એ ફોન કરીને બોલાવ્યા હતા કે તમારા બધા નું રીયુનિયન પણ થઈ જાઈ અને કોલેજ ની જુબલી સેલિબ્રેશન પણ થઈ જાય સાથે સાથે એટલે અમે બધા આવી ગયા " ડો.સંકેત બોલ્યા જે હાલ જે જે શાહ માં જ પ્રોફેસર તરીકે જોબ કરતા હતા .

બધા બેઠા હતા ત્યાં જ અવની આવી 

" સર અને તમે બધા અહી જ બેઠો અને વાતો કરો હુ બધા નું જમવાનું અહી જ મોકલવું છું " અવની પ્રિન્સિપાલ સર અને બધા એમના જૂના સ્ટુડન્ટ્સ બેઠા હતા ત્યાં આવી .

અવની બધા નું જમવાનું લઈ ને આવી અને ટેબલ પર મૂકી રહી .

“ બેટા ડેકોરેશન અને થીમ આ વખતે એક દમ. .... " પ્રિન્સિપાલ સર બોલવા ગયા ત્યાં 

“ એક દમ મારી જેમ પરફેક્ટ નઈ " અવની હસતા હસતા બોલી .

“ હા એ તો છે હો માનવું પડે  “ પ્રિન્સિપાલ સર બોલ્યા .

“ બેટા તું ? " પ્રિન્સિપાલ સર ની જૂની એક સ્ટુડન્ટ ડો . વીણા એ પૂછ્યું 

“ હુ , ડો . અવની પ્રેશ્વમ મલ્હોત્રા ડોટર ઓફ ડો. પ્રેશ્ચમ શંકર મલ્હોત્રા “ અવની હળવાશ થી સ્મિત કરતા કરતા બોલી .

“ ઓહ ... તું પ્રેશ્ચમ ની દીકરી છે " વીણા અવની ને જોઈ રહી .

“ હા આંટી , હુ એમની દીકરી છું " અવની ગર્વ થી બોલી રહી .

" હમ .. “ વીણા એ જમવામાં જ ધ્યાન પરોવી દીધું 

" નઈ બેટા તારો આઈડિયા બહુ જ સારો હતો બધા ને બોલવાનો અને મોમેન્ટ રેક્રિએટ કરવાનો " એક ડો . દિવ્યાંગ બોલ્યા .

" પણ તે આ બધું કર્યું કઇ રીતે ? " પ્રિન્સિપાલ સરે પૂછ્યું .

“  મે બધા ના કોન્ટેક્ટ નંબર જૂના રજિસ્ટર માંથી કાઢ્યા અને બધું તાલમેલ કરી ને નવા નંબર બધા ના કાઢ્યા અને બધા ને ઇન્વાઇટ કર્યા " અવની બોલી 

“ હા પણ શાયદ એક વ્યક્તિ આમાં ઘટે છે “ અવની બોલી .

“ કોણ " પ્રિન્સિપાલ સર બધા સ્ટુડન્ટ ને જોઈ રહ્યા કે કોણ નથી આવ્યું 

“ આમાં નામ હતું કંઈક ડો . ટી . એસ . સિંહ સૂર્યવંશી " અવની કાગળ માની લીસ્ટ જોતા જોતા બોલી .

બધા એ જમવાનું રોક્યું અને થોડું જોયું ...

“ સૂર્યવંશી ....... " પ્રિન્સિપાલ સર બબડ્યા ..