“ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .
“ ઓકે , શાયદ ડો.મલ્હોત્રા ની કોઇ સબંધી હશે “ ભૂમિ બોલી
“ એ બધું છોડ તું અને આનંદી તે રાત્રે આપણા રૂમ માં સર વિશે બધું કહેતા હતા કે સર હેન્ડસમ છે ને બધું એવું કાઈ તો તે કોલેજ માં પણ મજાક મજાક માં તો કહી ને નથી આવી ને કોઈને “ ખુશી બોલી .
“ આવો કાઈ બફાટ નથી કર્યો ને આ અવની ની સામે કે બીજા કોઈની સામે પણ “ આનંદી બોલી .
“ અરે ના હવે, પેલા તો હુ આ કોલેજ માં કોઈને ઓળખતી નથી અને હુ કાઈ એટલી ડફોળ નથી તે બધા ની સામે આવી મસ્તી કરું “ ભૂમિ બોલી .
“ તો વાંધો નઈ ભાઈ “ આનંદી એ હાશકારો લીધો .
“ કેમ શું થયું “ ભૂમિ બોલી .
“ અરે ડફોળ આ છોકરી જે ડો .મલ્હોત્રા ના કેબિન માં બેઠી હતી ને એ કોઈ એમની સબંધી નહિ પણ એમની પોતાની દીકરી છે “ ખુશી બોલી
“ હે ..... “ ભૂમિ એ આશ્ચર્ય થી અવની તરફ જોયું
“ હા હવે ડો.અવની પ્રેશ્વમ મલ્હોત્રા " ખુશી બોલી .
" સર નું નામ પ્રેશ્વમ છે !!! “ ભૂમિ એ પૂછ્યું .
“ અરે ડફોળ તો તે સર ની નેમપ્લેટ નથી વાંચી “ આનંદી બોલી .
“ સર નું નામ અગત્ય નું નથી અત્યારે પણ ભૂમિ આવી કોઈ બી મજાક બહાર ના લોકો સામે ના કરતી “ ખુશી બોલી .
“ હા ભૂમિ કોઈએ પણ જો અવની ને કઇ દીધું ને તો વધી જશે બધો મામલો “ આનંદી બોલી .
તો આગલા મંગળવારે એન્યુલ ડે સેલિબ્રેશન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો તમામ સ્ટુડન્ટ્સ તેમ જ હોસ્પિટલ અને શિક્ષકો એ હાજરી આપવી “ અહી પ્રિન્સિપાલ એ બધું એનાઉન્સ કર્યું .
કોલેજ નો બેલ વાગ્યો .
“ ચાલો બધા જાઓ . ડિસ્મિસ “ પ્રિન્સિપાલ સર બોલ્યા .
“ ચાલો ચાલો " ખુશી એ કીધું
બધા લોકો બહાર આવ્યા ને જેને કલાસ બાકી હતા એ પોત પોતાના લેક્ચર રૂમ માં ગયા અને જેને બધું થઈ ગયું હતું તે બધા કેમ્પસ માં બેઠા હતા .
ત્યાં ખુશી અને ત્રણેય પણ બેઠા તેમના તો લેકચર્સ પૂરા થઈ ગયા હતા એટલે .
ત્યાં ભૂમિ અને ત્રણેય એ સામે જોયું
અવની પ્રિન્સીપાલ સર સાથે વાતો કરી રહી હતી
“ અવની બેટા બધો જ ડેકોરેશન અને બધું જ એકદમ પરફેક્ટ જોઈએ મને એક દમ .... “ પ્રિન્સિપાલ સર બોલ્યા ત્યાં
“ એક દમ મારી જેમ “ અવની હસતા હસતા બોલી .
“ હા એક દમ તારી જેમ જ પરફેક્ટ બટ સિમ્પલ " પ્રિન્સિપાલ સર મસ્તી કરતા કરતા બોલ્યા .
“ તમે ચિંતા ના કરો ને તમે ખાલી જો જો એક દમ સરસ એવું ડેકોરેશન કરીશ કે બધા જોતા જ રહી જશે “ અવની બોલી .
“ પ્રોમિસ બેટા ! " પ્રિન્સિપાલ સરે હાથ આગળ વધાર્યો
“ પ્રોમિસ બસ “ અવની એ હાથ મેળવ્યો .
“ એ .... ખુશી આ અવની નું તો પ્રિન્સીપાલ સર સાથે પણ સારું જામતું લાગે નઈ " ભૂમિ બંને ને બોલી .
“ હા તો પ્રિન્સિપાલ સર સાથે તેને બહુ જ સારું જામે છે " આનંદી બોલી .
“ ફક્ત પ્રિન્સિપાલ સર સાથે નઈ તેને બધી જ ફેકલ્ટી સાથે સારું જામે છે અને હોસ્પિટલ ના સ્ટાફ સાથે પણ “ ખુશી અવની ને જોતાં જોતાં બોલી .
“ આવું કેમ “ ભૂમિ એ પૂછ્યું .
ત્યાં અવની ત્યાં થી કોમન હોલ તરફ જવા નીકળી .
“ ગુડ ઈવનિંગ ડો.અવની " પિયુન બોલ્યો .
“ ગુડ ઈવનિંગ રમેશ અંકલ “ અવની એ સામે સ્મિત કર્યું .
અવની એ આ ત્રણેય ને જોયા ને તેમની પાસે આવી
“ ગુડ ઈવનીંગ ડો .અવની “ ખુશી અને આનંદી એ કહ્યું
“ ગુડ ઈવનિંગ " અવની ને સ્મિત કર્યું
“ તમે લોકો અહિયાં શું કરો છો . ક્લાસ નથી તમારે ? “ અવની એ પૂછ્યું .
“ ના અમારા ક્લાસ તો પૂરો થય ગયા છે અમે તો ખાલી અહી બેઠા હતા " ખુશી બોલી .
“ તો અહી શું બેઠા છો ઘરે જાઓ “ અવની બોલી .
“ પણ તું શું કામ આટલી ચિંતા કરે છો શાંતિ થી બેસ ને તુ પણ અહી ... “ ભૂમિ બોલી .
ભૂમિ ના મન એવું કે આ પણ અમારી જેમ અન્ડર ગ્રેજ્યુએટ સામાન્ય કોઈ સ્ટુડન્ટ હશે .
“ એક્સક્યુઝ મી , તમને તમારા થી સિનિયર સાથે વાત કરવાની કોઈ તમીઝ લાગતી નથી નઈ ! કે કોઇ એ શીખવાડી નથી “ અવની બોલી .
“ ભૂમિ શું કરે છે ... " ખુશી ભૂમિ ને સમજાવી રહી .
“ પણ આ ... " ભૂમિ બોલી રહી ત્યાં આનંદી એ તેનો હાથ જોર થી પકડ્યો .
“ ડૉ . એ નવી છે તે નથી ઓળખતી એટલે આવી રીતે બોલી ગઈ એના વતી અમે માફી માંગીએ છે “ ખુશી બોલી
“ તમે શું કામ માફી માંગો જેણે મિસબિહેવ કર્યો એ માફી માંગશે ને " અવની એ ભૂમિ સામે જોયું .
“ ભૂમિ સોરી કહી દે “ ખુશી એ ભૂમિ સામે જોયું.
આનંદી એ ભૂમિ નો હાથ દબાવ્યો .
“ સોરી મને નહોતી ખબર . બીજી વાર આવુ નહિ થાય “ ભૂમિ બોલી .
“ બીજી વાર ના થાય એ જ સારું છે તારા માટે “ અવની બોલી ને ચાલી ગઈ
“ ભૂમિ મગજ જેવી જાત છે કે નઈ તારા માં “ ખુશી બોલી
“ પણ મે શું કર્યું મે તો ખાલી “ ભૂમિ બોલી
“ અરે એ આપણી જેમ અંડર ગ્રેજયુએટ નથી મારી માં એમનું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગયું છે એ હાલ એમડી માં છે “ આનંદી બોલી
“ અને એ પણ એમડી મટેરિઆ મેડીકા ના છેલ્લા વર્ષ માં અને તે હાલ હોસ્પિટલ સ્ટાફ માં પણ છે પોસ્ટ ગ્રેજયુએટ ઇન્ટર્ન ડોકટર તરીકે . શું તું પણ થોડી તો બોલવામાં તમીઝ રાખ આપણા થી એ પાંચ - છ વર્ષ મોટા છે ડફોળ . અહી આ કોલેજ માં આવુ મિસબિહેવ ના ચાલે “ ખુશી બોલી .
“ સોરી પણ મને ખબર નહોતી “ ભૂમિ બોલી .
“ ચાલો હવે અહી થી અને ભૂમિ તું બીજી વાર ધ્યાન રાખજે “ ખુશી બોલી .
“ હમ ... “ ભૂમિ બોલી .
ભૂમિ જતા જતા અંદર ના હોલ માં અવની ને જ જોઈ રહી.
અવની એક દમ પોતાના પપ્પા ડો .મલ્હોત્રા જેવી જ હતી
“ રમેશ અંકલ પેલું હોલ માંથી બધી વધારા ના ટેબલ પેલી બાજુ મૂકી દયો તો “ અવની બોલી રહી .
" ઓકે બેટા " બધા પિયુન લોકો બધું સરખું કરી રહ્યા .
અહી અવની પોતાના વર્ષ ની બેચ ની સાથે મળી ને બધી જ ડેકોરેશન કરી રહી .
" અરે પેલી લાઇટનિંગ ત્યાં નહિ પણ સામે ની બાજુ એ લગાડી દયો " અવની પોતાના ટેબ્લેટ માં જોતા જોતા બોલી .
“ પણ આ થોડું જૂનું લાગતું નથી “ અવની ની બેચ માં ભણતી આરવી હોલ માં આવી અને બધી તૈયારીઓ જોતા બોલી .
“ ના ના એ તો થીમ ના મુજબ જ છે બધું “ અવની બોલી
“ કઈ થીમ ? અરે હા તે કંઈ થીમ રાખી છે ભાઈ અમને તો કે " આરવી બોલી .
“ એ તો તને એન્યુલ ડે ના દિવસે ખબર પડી જશે “ અવની એ સ્મિત આપ્યું .