પ્રેમતૃષ્ણા - ભાગ 13 Rupal Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમતૃષ્ણા - ભાગ 13

“ હા ડો. ટી. એસ . સિંહ સૂર્યવંશી ..... “ અવનીએ કાગળ માંથી જોઈને કહ્યું .

“ આ કોણ છે આમનો કોંટેક્ટ નથી થયો “ અવની બોલી .

" હમમ .... “ પ્રિન્સિપાલ સર બોલ્યા .

“ આ કોણ છે સૂર્યવંશી અને તમે બધા કેમ આ નામ સાંભળી ને આટલા સિરિયસ થઈ ગયા “ અવની એ પૂછ્યું .

" કાઈ નઈ " ડો. સંકેત બોલ્યા .

“ એમનું નામ આ એમડી ની આ લિસ્ટ માં છે પણ આ ફોટો માં ક્યાંય પણ એમનો ફોટો નથી શાયદ એ ગ્રેજ્યુએશન વખતે નઈ હોઇ ત્યાં હાજર મારા અંદાજે “ અવની બોલી .

“ હા બેટા એ એક જ ગેરહાજર સ્ટુડન્ટ છે આ ફોટો માં " પ્રિન્સિપાલ સર ફોટો જોતા જોતા બોલ્યા .

" પણ આ ફોટા માં સૌથી સારા મારા પપ્પા લાગે છે  એક દમ પરફેક્ટ ડૉક્ટર નઈ પપ્પા " અવની ગર્વ થી ફોટો જોઇ રહી .

" હા બેટા " પ્રેશ્વમ પોતાની દીકરી ને ખુશ થતા જોઈ પોતે પણ ખુશ થઈ રહ્યો .

“  એ આ જ બેચ ની એક સ્ટુડન્ટ હતી અવની બેટા " પ્રિન્સિપાલ સર બોલ્યા .

" હતી મતલબ “ અવની એ સામે પ્રશ્નાર્થ કર્યો .

“ મતલબ એમ બેટા કે એ હાલ આ દુનિયા માં નથી " ડો. દિવ્યાંગ બોલ્યા .

" અમ ...... " અવની થોડી ચૂપ થઈ ગઈ .

“ હા બેટા અમારી બેચ માં એ એક સ્ટુડેન્ટ જ હાજર નથી બાકી અમારી બેચ કમપ્લિટ થઈ જાત નઈ સર “ ડો મોહન બોલ્યા .

“ હા એ તો છે " પ્રિન્સિપાલ સર બોલ્યા 

“ તને ખબર છે અવની એ સૂર્યવંશી આ બેચ માં જ નઈ મારા એટલા વર્ષો માં સૌથી પ્રિય સ્ટુડેન્ટ . એ તારા કરતા પણ બહુ જ ઉજમી અને ઉત્સાહી . તેના જેવું તો આટલા વર્ષો માં મે કોઈ નથી જોયું “ પ્રિન્સિપાલ સર બોલ્યા .

“ કેમ શું થયું હતું એમને " અવની એ પૂછ્યું .

" કાઈ નહિ એ બધું મૂકો અને આપણે એટલા તો છે ને અહી હાજર માં તો બસ પછી “ ડો. સંકેત થોડા અસ્વસ્થ થતાં બોલ્યા .

“ હા એ વાત ને હાલ છોડી દયો સમય પર “ ડો. વીણા બોલ્યા .

“ હા ... હવે કાઈ થાય નહિ જવા વાળું તો જતું રહ્યું " પ્રિન્સીપાલ સર પોતાના ચશ્મા ઠીક કરતા કરતા બોલ્યા .

“ પણ હા હો એના જેવું વ્યક્તિત્વ આ બેચ તો શું મારા આટલા વર્ષો ની કોઈ બેચ માં નું નહોતું ના તો આવનારી કોઈ બેચ માં થશે . " પ્રિન્સિપાલ સર બોલ્યા 

“ એ તો છે હો સર , સૂર્યવંશી એ સૂર્યવંશી " ડો . દિવ્યાંગ બોલ્યા .

અવની આ બધું સાંભળી રહી .

“ મારા કરતા પણ ઊંચું વ્યક્તિત્વ હતું એમનું " અવની એ સામે પ્રશ્નાર્થ કર્યો .

બધા એ અવની સામે જોયું 

" અમ..... શું થયું તમે બધા મને કેમ આમ જુવો છો " અવની બોલી .

“ એ એટલા માટે તારી સામે જુવે છે કે તે સૂર્યવંશી સાથે પોતાની તુલના કરી " પ્રિન્સિપાલ સર પોતાના ચશ્મા પહેરતા પહેરતા બોલ્યા .

" તારી ...અને સૂર્યવંશી ની તુલના ..... " વીણા થોડી હસી .

“ વીણા અવની એ ખાલી કીધું એમાં આટલું શું કરે છે “ ડો .મલ્હોત્રા પોતાની દીકરી નો પક્ષ લેતા બોલ્યા 

" હા . વીણા એમાં એટલું શું " ડો સંકેત પણ બોલ્યા .

ડૉ .સંકેત અને ડો મલ્હોત્રા છેલ્લા ૩૫ વર્ષો થી પરમમિત્રો હતા . બંને એ સાથે જ જે જે શાહ મેડિકલ કોલેજ માં એડમીશન લીધું . સાથે જ બંને ડૉક્ટર બન્યા અને ફરી સાથે જ આ જ કોલેજ માં પ્રોફેસર તરીકે જોબ લીધી અને આજે પણ બંને નો સબંધ ગાઢ હતો . 

વીણા પણ આ જ કોલેજ માં ઓર્ગાનોન ઓફ મેડિસન ડિપાર્ટમેન્ટ ની હેડ હતી . સ્વભાવે કડક પણ સાવ પ્રમાણિક અને નિખાલસ . 

" પ્રેશ્વમ અને સંકેત તમને બંને ને તો ઠીક આ બેચ ના જેટલા પણ અહી બેઠા એ બધા ને ખબર જ છે કે સૂર્યવંશી ની તોલે કોઈ ના આવે તો પણ તારી આ દીકરી એ અજાણતા પોતાની તુલના એની સાથે કરી મને એની બુધ્ધિ ક્ષમતા પર હસવું આવે છે " વીણા બોલી .

સંકેત અને પ્રેશ્વમ ચૂપ થઈ ગયા .

" અવની નામ છે ને તારું " વીણા અવની તરફ ફરી 

" હા ડો .અવની પ્રેશ્વ.... " અવની બોલવા ગઈ ત્યાં જ 

“ હા , હા ખબર તારા બાપ નું નામ ખબર મને  , જેનું તું કહે છે ને કે મારા પપ્પા ફોટો માં સૌથી સારા લાગે છે તો એક વાત કહું ખોટું ના લગાડતી બેટા પણ એના વ્યકિતવ ની સામે તો તારા બાપ નું વ્યક્તિત્વ ક્યાંય દેખાઈ નઈ એવા વ્યક્તિત્વ હતું સૂર્યવંશી નું નઈ સંકેત " વીણા એ આડકતરી રીતે અવની ને અપમાનિત કરી દીધી .

અવની એક દમ શાંત થઈ ગઈ .

સંકેત અને પ્રેશ્વમ પણ કાઈ ના બોલ્યા .

" હા બેટા વીણા ની વાત તો સાચી છે . એ બાબત માં તો તારો બાપ પણ ટુંકો પડે હો " પ્રિન્સિપાલ સર બોલ્યા .

" બેટા ,  માણસ તેના સૌંદર્ય , શોહરત અને સાહેબી થી નહિ પણ તેના વ્યક્તિત્વ થી ઓળખાય છે . તેમનો બીજા લોકો સાથે નો વ્યવહાર , બીજા લોકો નું સન્માન , તેમના ગુણો , પોતાના વ્યક્તિઓ માટેનો સ્નેહ અને પોતાના પ્રેમ પ્રત્યે ની નિષ્ઠા આ જ એક માણસ ની સાચી ઓળખ છે આ બધા ગુણો એક માણસ નું વ્યક્તિત્વ બતાવે છે અને આવા જ લોકો ના વ્યક્તિત્વ હોઇ તે હંમેશા માટે લોકો ના મન માં ઘર કરી જતા હોય છે . “  પ્રિન્સિપાલ સર બધા ની સામે અવની ને સમજાવી રહ્યા .

" હમ ..... " અવની એ ટુંકો જવાબ આપ્યો .

“ બેટા એ હયાત નથી બાકી એક વાર જો તું સૂર્યવંશી ને મળી હોત ને તો તું પોતે એના વ્યક્તિત્વ થી અંજાઈ જાત અને તું પોતે ક્યારેય એની તુલના પોતાના સાથે કરવાનું વિચારત પણ નહિ “ પ્રિન્સિપાલ સર બોલ્યા .

" અમ ........ તેમનો કોઈ ફોટો નથી . મારે તેમને જોવાની ઈચ્છા છે  “ અવની બોલી .

" શાયદ રજિસ્ટર માં હશે “ ડો .દિવ્યાંગ બોલ્યા .

“ ના નથી મે જોયું એમાં તો એમનો ફોટો થોડો બગડી ગયો છે એમનો ચેહરો કે કાઈ દેખાતો નથી " અવની બોલી .

“ તો આટલા સ્ટુડન્ટ માંથી કોઈ ના જૂના આલ્બમ માં હશે " પ્રિન્સિપાલ સર બોલ્યા 

" પપ્પા તમારી પાસે નથી એમનો ફોટો " અવની એ પોતાના પપ્પા ને પૂછ્યું .

“ ના બેટા મારી પાસે એનો ફોટો નથી “ પ્રેશ્વમ બોલ્યો .

“ વાંધો નઇ બેટા , બધા લોકો ઘરે જાઓ ત્યારે જૂના આલ્બમ માં જોંજો સૂર્યવંશી નો ફોટો હોઇ તો “ પ્રિન્સિપાલ સર બોલ્યા .

“ બસ અવની બેટા " પ્રિન્સિપાલ સર બોલ્યા .

" હા ... " અવની એ ટુંકો જવાબ આપ્યો .