દેવ અને નિત્યા વચ્ચે થયેલ આરગ્યુમેન્ટ પછી નિત્યા બધું જ કામ પડતું મૂકીને આશરે કલાક સુધી એના કેબિનમાં આંખો બંધ કરીને કશું જ વિચાર્યા વગર મગજ બ્લેન્ક કરીને બેસી રહી.થોડા સમય પછી એના કેબિનમાં એની ઈંટર્ન હાથમાં બે-ત્રણ ફાઇલ્સ લઈને આવી.જે નિત્યાની અન્ડર ઈન્ટરશીપ કરતી હતી.
(સપના:-સી.બી.સી ન્યુઝચેનલની ઓફિસમાં નિત્યાની અન્ડર ઈન્ટરશીપ કરતી હતી.મુંબઈ એનું જન્મસ્થળ હતું.એની ઉંમર નિત્યાથી આશરે અઢી કે બે વર્ષ નાની હશે.સપના ઇન્ડિયાથી ઇન્ડિપેન્ડન્ટ બનવાનું સપનું લઈને આવી હતી.સપનાનો ડીવોર્સ થઈ ગયો હતો.ત્યાર પછી જ એણે કેનેડા આવવાનું નક્કી કર્યું હતું.કેનેડા આવીને પહેલા એને નાની-મોટી જે મળી એ જોબ કરી લીધી અને હવે છેલ્લા છ મહિનાથી નિત્યાની સાથે જ આ કંપનીમાં ઈન્ટરશીપ કરી રહી હતી.સપનાનો આગળનો પરિચય નવલકથામાં આગળ વધતા વધતા જણાવતી રહીશ.)
સપના નિત્યાના કેબિનમાં એન્ટર થઈ તો પણ નિત્યાને એ વાતની જાણ ન હતી.હજી પણ નિત્યાનો આંખો બંધ જ હતી.સપનાને લાગ્યું કે નિત્યા સુઈ ગઈ હશે એટલે એને બધી ફાઇલ્સ ધીમે રહીને અવાજ ન થાય એ રીતે ટેબલ પર મૂકી અને ધીમા ડગલે કેબિનની બહાર નીકળવા જતી હતી એટલામાં કેબિનના દરવાજા પર કોફી લઈને આવતો વેઈટર બોલ્યો,"મેં આઈ કમ ઇન મેમ?"
નિત્યા જાગી ના જાય એના લીધે સપનાએ વેઇટરને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને કહ્યું,"શશશશશ........"
પણ નિત્યા વેઇટરનો અવાજ સાંભળીને જાગી ગઈ અને બોલી,"યસ યસ કમ ઇન"
સપનાએ પાછળ ફરીને જોયું તો નિત્યા એના વાળ સરખા કરીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહી હતી.કલાક સુધી આંખો બંધ હોવાને કારણે નિત્યા જાણે ઊંઘમાંથી ઉઠી હોય એવી લાગતી હતી.એની આંખો લાલચોળ થઈ ગઈ હતી.
વેઈટરે ટેબલ પર કોફી મૂકી અને નિત્યાને પૂછ્યું,"એનિથિંગ એલ્સ મેમ?"
"નો નો,થેન્ક યૂ વેરી મચ"
"વેલકમ મેમ"કહીને વેઈટર કેબિનમાંથી જતો રહ્યો.
નિત્યાએ સપનાને કહ્યું,"શીટ ડાઉન સપના"
"મેમ,આર યૂ ઓકે?"
"યસ,આઈ એમ ફાઇન.કોફી?"નિત્યાએ સપનાને કોફી ઓફર કરતા પૂછ્યું.
"નો,આઈ એમ ઓકે.આપકી આંખે ઇતની રેડ રેડ ક્યૂ હૈ?"
"અરે મેં કાફી સમય સે આંખે બંધ કરકે બેઠી થી તો શાયદ ઉસકી વઝહ સે........"
"ડુ યૂ હેવ અ હેડેક?"
"નો નો,આઈ એમ એબસોલ્યુટલી ફાઈન.ડોન્ટ વરી"
"આપકો દેખ કે ઐસા લગતા નહિ કી આપ ઠીક હો"
"ચલો છોડો એ સબ ઔર બતાઓ ક્યાં કામ થા?.મૈને જીસ ફાઇલ્સ કો ખોજને કે લિયે ભેજા થા વો મિલી?"
"યસ મેમ,પર ખોજતે ખોજતે મેરી હાલત ખરાબ હો ગઇ"
"ક્યૂન,ઐસા ક્યાં હુઆ?"
"સ્ટોરરૂમ મેં મૈને એક કોક્રોઝ કો દેખ લિયા તો મુજે બહોત ડર લગ રહા થા"
"ઓહહ,કેનેડા મેં ભી કોક્રોઝ હોતે હૈ!"
"હા મેમ.આપકો ડર લગતા હૈ,કોક્રોઝ સે?"
"બહોત"
આ વાત પર બંને ખડખડાટ હસ્યાં.
"હેવ યૂ હેડ લન્ચ મેમ?"
"નો"
"તો ચલિયે ના,સાથ મેં લન્ચ કરતે હૈ ઓર ફાઇલ્સ કે બારે મેં ડિસ્કસ કર લેંગે"
"ઓકે,આઈ હેવ નો ઇસ્યુ"
"ઓકે,સો.....લેટ્સ ગો ટૂ ધ કેન્ટિંગ.આઈ એમ વેરી હનગ્રી"
"ઇવન,આઈ ઓલ્સો"
નિત્યા ચેરમાંથી ઉભી થવા જ જતી હતી ત્યાં સપનાએ નિત્યાને પૂછ્યું,"આજ તો દેવ સર આયે થે ના ઓફીસ મેં?"
દેવનું નામ લેતા જ નિત્યાના ચહેરાના ભાવ બદલાઈ ગયા.નિત્યા ક્યાંક ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ.સપનાએ એને ફરીથી પૂછ્યું,"મેમ,કહા ખો ગઈ આપ?"
"યસ,દેવ આયે થે"
"મેમ,મુજે ઉનસે મિલના થા.મેં છે મહિને સે આપકે સાથ કામ કર રહી હૂ,આપ મેરી બોસ કે સાથ સાથ મેરી ગારડીયન ઓર સહેલી ભી હૈ.મે આપકે ઘર કે સારે મેમ્બર્સ સે મિલ ચુકી હૂ પર દેવ સર સે કભી નહિ મિલી.આજ ભી વો પહેલી બાર હમારી ઓફીસ મેં આયે થે ઓર મેં કોક્રોઝ કે સાથ ખેલને મેં ઉન્હેં નહિ મિલ પાયી"
"કોઈ બાત નહિ સપના,તુમ મેરે ઘર પર આ જાના"
"નો મેમ,મેં નહિ આ શકતી"
"લેકિન ક્યૂ?"
"ક્યુકી આપ મેરે ઘર નહિ આતી"
"અબ કી બાર પક્કા આઉંગી"
"હા ઓર સાથ મેં આન્ટીજી,કાવ્યા ઓર દેવ સર કો ભી લેકર આના"
"ઓહહ,ફૂલ ફેમિલી ઇન્વીટેશન?"
"યસ"
"ઓકે,લેટ્સ ગો ટૂ ધ કેન્ટિંગ"
"અરે હા,વો તો મેં ભૂલ હી ગઈ કિ મુજે ભૂખ લગી થી"
"મૈને યાદ કરવાયા ના,અબ ચલો"
બંને જણા લન્ચ કરવા માટે કેન્ટીનમાં ગયા.
*
લન્ચ બ્રેકમાં કાવ્યા,હેલી,યશ અને ક્રિશ કેન્ટીનમાં બેસ્યા હતા.ક્રિશ,હેલી અને યશ ત્રણેય લન્ચ કરી રહ્યા હતા પણ કાવ્યા ચૂપચાપ બેસી રહી હતી.હેલીએ કાવ્યાને લન્ચ ઓફર કર્યું પણ કાવ્યાએ,"આઈ એમ નોટ હનગ્રી રાઈટ નાવ"કહીને ફરી પાછી ચૂપ થઈ ગઈ.
"હેય,આર યૂ ઓકે?"ક્રિશે કાવ્યાને પૂછ્યું.
પણ કાવ્યા વિચારોમાં ખોવાયેલી હોવાથી એનું ધ્યાન ક્રિશ તરફ ન ગયું એટલે યશે કાવ્યાની આંખ સામે ચપટી વગાડી અને કાવ્યાનું ધ્યાન એમની તરફ દોરતા પૂછ્યું,"આર યૂ ઓકે કાવ્યા?"
કાવ્યા ઊંઘમાંથી જાગી હોય એમ એ લોકોની તરફ જોઈને કહ્યું,"સોરી ગાયસ,તમે કંઈ કહ્યું?"
"તું આટલું ક્યાં ખોવાયેલી છે?.ક્રિશે તને પૂછ્યું આર યૂ ઓકે તો તે એની વાત પણ ના સાંભળી"
"સોરી સોરી....યા.....આઈ મીન,આઈ એમ ઓકે"
"તું સવારની હતી ક્યાં?,કોલેજ કેમ લેટ આવી?"યશે કાવ્યાને પૂછ્યું.
"એક કામ હતું તો ત્યાં........"કાવ્યા આગળ કઈ બોલે એ પહેલાં આગળના લેક્ચર માટેનું એનાઉન્સમેન્ટ થઈ ગયું એટલે બધા ઉભા થઈને ક્લાસમાં જવા માટે નીકળ્યા.એ ચારેય ક્લાસ તરફ જતા હતા ત્યાં યશે હલકા હાથે કાવ્યાના વાળ પકળ્યા અને કાવ્યાને પાછળની તરફ ખેંચી કાવ્યાની ગરદનની પાછળ હાથ વીંટાળી કાવ્યાને ધીમેથી પૂછ્યું,"વોટ હેપ્પન?"
કાવ્યા અને યશ વાત કરતા હોવાથી એ બંનેની ચાલ ધીમી પડી ગઈ હતી જ્યારે ક્રિશ અને હેલી એ બંનેની આગળ ચાલી રહ્યા હતા.હેલી અને ક્રિશે પાછળ ફરીને યશ અને કાવ્યાને જલ્દી ચાલવાનું કહ્યું પણ યશે હાથથી જ ઇશારામાં કહ્યું,"પાંચ મિનિટમાં આવીએ"એટલે ક્રિશ અને હેલી બંને ક્લાસમાં ગયા.
કાવ્યાએ યશના હાથનું વજન લાગતું હોવાથી એને હાથને પોતાની ગરદન પાસેથી દૂર કર્યો અને એક બાજુ ઉભી રહીને બોલી,"હમણાં કહ્યું તો ખરા,કઈ જ નથી થયું"
"ઇફ નથિંગ હેસ હેપ્પન,તો મારી બંદરિયા આજે ચૂપ ચૂપ કેમ છે?.મેં તારા વાળ ખેંચ્યા તો પણ તે કંઈ ના કર્યું.એન્ડ સ્માઈલ પણ ગાયબ છે.નિત્યા આન્ટીએ પપ્પાનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું એ વાતથી ટેન્સ છે?"
"હાવ ડુ યૂ નો?"
"ઓફકોર્સ આઈ નો,જ્યારે આ વાત થઈ ત્યારે હું ઘરે જ હતો"
"માનુજ અંકલ તો ટેનશનમાં હશે ને?"
"યસ બટ,એવરીથિંગ ઇસ ફાઇન ટીલ ધ એન્ડ"
"પણ અત્યારે જે તુફાન આવ્યું છે એનું શું?.શું થશે હવે?"કાવ્યા રડમસ અવાજે બોલી.
"ડોન્ટ વરી,બધું જ સારું થશે.નિત્યા આન્ટીએ કંઈક વિચારીને જ પપ્પાનું પરપોઝલ રિજેક્ટ કર્યું હશે અને પપ્પા પણ એ વાત સમજે છે.સો,ઓલ ફાઇન"
"યસ,માય મધર ઇસ ઓલવેઝ રાઈટ બટ......."
"બટ વટ કઈ જ નહીં.હું છું ને,બધું જ સારું કરી દઈશ"
"હુહહહ......તું શું કરવાનો હતો?"કાવ્યા યશ સામે મોઢું મચકોડતા બોલી.
"ડ્યુડ,તું મને હલકામાં નઈ લે.હું ઘણું બધું કરી શકું છું"
"ઓકે ઓકે બંદર,હવે ક્લાસમાં જઈશું?"
"હા ચલ,નઈ તો લેટ થઈ જશે.અને પેલી ખડૂસ મિસ આપણી એટેન્ડેન્સ નઈ લે"
"હા"
કાવ્યા અને યશ બંને ક્લાસમાં પહોંચ્યા.બંને રોજ બેસે એમ ફર્સ્ટ બેન્ચ પર બેસી ગયા.બેન્ચની એક બાજુના છેડે કાવ્યા એની બાજુમાં હેલી પછી યશ અને બીજા છેડે ક્રિશ એમ ચારેય ગોઠવાઈ ગયા.લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો.કાવ્યા હજી પણ ટેનશનમાં દેખાઈ રહી હતી.યશ એને થોડી થોડી વારે ચીયરઅપ કરવાનો ટ્રાય કરી રહ્યો હતો કારણ કે કાવ્યાને એ નાનપણથી ઓળખતો હોવાથી એ જાણતો હતો કે કાવ્યા નાની નાની બાબતોમાં પણ ટેનશન લઈ લે અને જલ્દીથી એ વાત મગજમાંથી કાઢી નહોતી શકતી.ક્રિશે પણ કાવ્યાનું સેડનેસ સમજાઈ ગયું હતું પણ એ કંઈ બોલ્યો નહીં.એને પણ લેક્ચરમાં બે-ત્રણ વખત કાવ્યા તરફ ધ્યાન દોર્યું હતું.એક વાર તો ક્રિશ અને કાવ્યાને આઈ કોન્ટેક્ટ પણ થઈ ગયો હતો.કાવ્યાએ ક્રિશ સામે ખોટી સ્માઈલ આપી.ક્રિશે પણ સામે સ્માઈલ કરી.
*
આ બાજુ નિત્યા અને સપનાએ ફાઇલ્સ ડિસ્કસ કરતા કરતા લન્ચ પૂરું કર્યું.પછી નિત્યાએ જેમ જણાવ્યું એ મુજબ સપના એના વર્ક પ્લેસ પર જઇને આગળનું કામ કરવા લાગી.નિત્યા હજી કેન્ટીનમાં જ બેસી હતી.નિત્યા થાકી ગઈ હોય એવું ફીલ કરી રહી હતી.એને કેન્ટીનના ડાઇનિંગ ટેબલ પર માથું ટેકવી લીધું.અચાનક પાછળથી આવીને કોઈએ નિત્યાને પૂછ્યું,"મેમ,કેન આઈ શીટ હિઅર પ્લીઝ?"
શું લાગે છે તમને,કોણ હશે એ?