પ્રિય સખી નો મિલાપ SENTA NISHA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય સખી નો મિલાપ

આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની સ્ત્રીઓ સવારે વહેલા જાગી ને ઘર ના કામ કરતી હોય પણ આજે તો દરરોજ સવારે આઠ વાગ્યા સુધી ગહન નિંદ્રા માં રહેતી સ્વાતિ પણ સવાર ના છ વાગ્યે જાગી છે નાહી ને તૈયાર થય ને બહાર જાય છે.બહાર પૂજા કરતી દાદી ને રાધે ક્રિષ્ન કહીને ભગમ ભાગ કરતી એક્ટિવા લઈને ઉપડી ગય.બધા લોકો એકબીજાની સામે અચંબાથી જોઈને પોતપોતાના કામે લાગી ગયા.

હજી સવારના સાડા છ થયા છે સવાર નો ધુમ્મસ પણ હજુ જાણે જાકળ અને પર્ણ ના મિલન ને ઢાંકી રહ્યો છે.સવારનો રસ્તો હજી શાંત છે વાહનો ની અવરજવર ઓછી છે અને સ્વાતિ સવારના સુંદર શુધ્ધ વાતાવરણ નો અનુભવ સાથે સાથે પંખીઓ ના કલરવ સાંભળતા બસ સ્ટેન્ડ બાજુ પોતાની ગાડી દોડાવી રહી છે.મનમાં અનેક વિચારો આવે છે અનેક સવાલો ઉભા થાય છે પણ જેમ જાકળ નું બિંદુ પર્ણ માંથી છૂટું પડે તેમ તેના અનેક વિચારો મનમાંથી છૂટા પડી રહ્યા છે .બસ સ્ટેન્ડ આવતા ની સાથે જ જાણે હદય ના ધડકનો તેજ થતી હોય એવા અનુભવો કરે છે.

સ્વાતિ તેની ગાડી પાર્ક કરીને પ્લેટફોર્મ નંબર 4 પર જાય છે જ્યાં સાત ને પંદર મિનિટે એક ગાડી આવવાની હતી જઈને ત્યાં  આતુરતા થી કોઈની રાહ જોતી હોય એમ ઊભી છે બસ આવવાની માત્ર થોડીક જ ક્ષણો બાકી છે ત્યાં અનેક લોકો અવરજવર કરી રહ્યા છે પણ જાણે તે સ્વાતિ ની નજર બાર જ છે.

બરાબર સાત વાગી ને પંદર મિનિટ થય અને ત્યાં બસ આવી ગય બસ માંથી અનેક મુસાફરો બહાર નીકળ્યા પણ સ્વાતિ જેની આતુરતાથી રાહ જોતી હતી તે દેખાય નહિ અનેક વિચારો અને ગડમથલ મનમાં થવા લાગી પર્સ માંથી ફોન કાઢીને ફોન કરવા જાય છે ત્યારે જ ખબર પડે છે ઉતાવળ માં ફોન ઘરે જ રહી ગયો. એટલીજ વાર ત્યાં બસ માંથી કોઈની જોર થી અત્યંત હર્ષમય અવાજ થી બુમ સંભળાઈ સ્વાતિ.....સ્વાતિ જુવે છે તો વાદળી સલવાર કમીઝ અને નીચે ઢસડાતા દુપટ્ટા માં આખી રાત ની મુસાફરી માં અસ્તવ્યસ્ત થયેલા વાળ અને હાથ માં એક મોટી બેગ લઈને ઊભેલી એની પરમ પ્રિય સખી પ્રિયા જેની ઘણા સમય થી રાહ જોઈને ઊભેલી સ્વાતિ તેને કોઈ અનેક વર્ષો પછી મળીને અત્યંત હર્ષભેર પ્રિયા ને આલિંગન આપે છે. આ ભાવુક ક્ષણો થી બંને સખીઓ અત્યંત ભાવુક બની જાય છે .

સ્વાતિ પ્રિયા ની બેગ લઈ ને ગાડી પાસે આવે છે અને બંને સખીઓ વર્ષો થી સાંભળી ને રાખેલી યાદો ને વાગોળતા વાગોળતા ઘર તરફ જાય છે

આ બાજુ ઘરમાં પૂજા પાઠ પૂર્ણ કરીને બેઠેલા દાદી અને ઘરના તમામ સભ્યો સવાર ના નાસ્તા માટે બેઠેલી પ્રત્યેક વ્યક્તિઓ સ્વાતિ વિશે પૂછે છે કોઈને કીધા વગર ગયેલી સ્વાતિ ની ઘરના સભ્યો ચિંતા કરી રહ્યા છે.અચાનક જ ડોર બેલ વાગે છે સ્વાતિ ના મમ્મી દરવાજો ખોલે છે જુવે છે તો સ્વાતિ અને તેની સખી બંને આવ્યા છે અચાનક જ ચિંતાતુર થયેલું વાતાવરણ અત્યંત હર્ષમય બની જાય છે. 

સ્વાતિ અંદર આવીને પ્રિયા ને તેના પરિવારના સભ્યો નો પરિચય કરાવે છે.અને સ્વાતિ પ્રિયા નો પરિચય કરાવે છે એક પાટલી પર બેસીને સાથે અભ્યાસ કરતી મારી પરમ પ્રિય સખી પ્રિયા છે.અને આને જ બસ સ્ટેન્ડ લેવા ગય હતી.સ્વાતિ નો પરિવાર અને પ્રિયા બંને એક બીજા ને મળી ને ખુશ થાય છે.

  ફ્રેશ થય બંને સખીઓ નાસ્તો કરવા બેસે છે.નાસ્તો કરતા કરતા બંને સખીઓ શાળા જીવન ના પોતાના સંસ્મરણો વાગોળે છે અને ત્યંત ભાવુક બની જાય છે

સમય કેટલો જલ્દી બદલાય જાય છે હંમેશા સાથે રહેતા લોકો આપડાથી એટલા દૂર થયજાય છે કે પછી માત્ર એની યદોજ આપણને ખુશ બનાવે છે માટે દરેક પળ યાદગાર બનાવી જોઈએ. क्युकी वक्त कभी लौटकर वापस नहीं आता सिर्फ यादें रह जाती है।