પંખી.... SENTA NISHA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પંખી....

પંખી....

 બીડેલા અવકાશ ની સાંકળે બંધાયેલું, વૃક્ષ ની ડાળી માં ફસાયેલું,થાકેલું એક ભોળું, ભૂખ્યું, ભાંગ્યું અને મૂંગું મનની આંખોથી જોતું પક્ષી બીજું માંગી પણ શું શકે ને.....

મારું અવકાશ,મારી પાંખ વીંધાઈ જઈને નીચે પડવાની ક્ષણ હોઈ ત્યારે કોઈ ડાળખી મને પકડી રાખતી હોય એવું લાગે ત્યારે સ્નેહ થી કિલ્લોલ કરતું હોય, ઘર ના ઘરડા ભજન કરતા હોય,બાળકો રમત માં મશગુલ હોઈ અને અરસપરસ વાતો કરતા કુટુંબી જનો હોઈ એવું મારું ઘર દેખાય છે, અને સાંજ નો સોનેરી, હુંફાળો, મખમલી તડકો  અને સાથે મંદ મંદ વહેતો હુંફાળો પવન મારા સપનાને પંપાળતો ફર...ફર ...કરતો ચાલ્યો જાય અને એ સમયે વિરાન વાતાવરણમાં  પોતાના પરિવાર જનો સાથે  પોતાના બાળકો ને મળવાની અભિલાષા સાથે ઘરે પાછા ફરતા પંખી ઓ નો કિલ્લોલ કરતો કલશોર સંભળાય છે ત્યારે એવું લાગે કે...આ પક્ષીઓ ની મુક્ત ગગન તે કેવડું વળી?કેટલી આઝાદી આખાય ગગન માં વિહરવા ની કેમ મનુષ્ય ને પાંખો નઇ ગગને વિહરવાની? પછી એવું લાગે કે...

જેમ માનવીના શબ્દકોશ વિશાળ હોઈ છે તેમની ભાષા મેઘધનુષ્ય ના રંગો ની જેમ સપ્ત રંગી હોઈ અને માનવી જેમ પોતાની લાગણી ભાષા માં વ્યક્ત કરે  અને પોતાના વાગબાણ થી બીજા ને વીંધે તેમ આ પંખી નેય પણ પોતાની લાગણી વ્યક્ત કરવાની કે વાગબાણ થી વીંધવા ઈચ્છા હશે કે કેમ?

અમારા ગુરુજનો એમને જેમ "વીજળી ના ચમકારે...." ગીત સંભળાવે ત્યારે તેમ થાય કે... ક્યારેય એ પંખીઓ ને વીજળી પડવાની બીક નહીં હોય?કે વરસાદ માં ભીંજાવાની બીક નહિ હોય?,કે આ પંખી ને પોતાનું ઘર પડી જવાની  કે ભીંજાય જવાની બીક નહીં હોઈ? જેમ વરસાદ માં માનવી ને વિવિધ ભય સતાવે તેમ આ પંખીઓ ને નહિ સતાવતા હોઈ?...!!એમ વિચારી મન મુક્ત વિચારે ચડે છે.  પછી જ્યારે.... પાંજરા માં પુરાયેલા પંખી ને જોવ ત્યારે એમ થાય કે શું માનવી ની જેમ એક ઘર પૂરતી જીંદગી સિમિત હોય તેમ પંખી ની જીંદગી પણ સીમિત હોય છે એક પાંજરા પૂરતી?  શું પાંજરા માં પુરાયેલા પંખી ને મુક્ત ગગને  વિહરવાની અભિલાષા નહીં હોય ? પણ પછી એમ લાગે કે  મુક્ત ગગને વિહરતા પંખી ની જેમ આ પંખી ને ક્યારેય વીજળી ના ડર તો નહિ હોય ,ક્યારેય વરસાદ માં ભીંજાવા ન ડર તો નહિ હોય, ક્યારેય પોતાનું ઘર પડી જવાનો કે ભીંજાય જવાનો ડર નહીં હોય.પણ આ એક ડર હોય છે  પોતાના માલિક નો ડર l...એ ગુંચવાયેલા પંખી નેય એ ડર સાથે લડવાનું મન હશે, એનેય એની સખીઓ સાથે વિહરવા નું મન હશે, એનેય પોતાના મનપસંદ માળા માં રહેવાનું પરિવાર સાથે ભોજન લેવા જવાનું, પોતાના બાળકો ને મુક્ત ગગન માં  ઉડવાની પાખો આપવાનું, અને તેના સાથીઓ સાથે લાગણી વ્યક્ત કરવાનું.પણ...એ પંખી  શું કરે બિચારૂ? ગુલામી જીવન માંથી કેમ આઝાદ થાય? કેમ માનવી ની પાંજરાની જાળ માંથી છુંટે?  એક એકલું, અતુટલું,ભૂખ્યું,ભાંગ્યું, ભોળું બિચારું  મનન ની આંખો થી જોતું પંખી કેમ પાંજરા માંથી ચૂટે...??

ખુલ્લા અવકાશ માં સખીઓ સાથે વિહરતા પંખી ને જોઈ ને એવું લાગે કાશ....હું પણ એક પંખી હોત....તો હું ખુલ્લા અવકાશ માં ફરી શકેત, ખળખળાટ નદીના બહાવને, ખૂબસૂરત પર્વતોનો હારમાળા ને, રંગબેરંગી સુગંધીત ફૂલો ને અને.... ઘટાદાર વૃક્ષો ને માણી શકેત કાશ હું એક પંખી હોત તો હું કૂદરત ના દરેક ઘરેણાં ને પહેરી શકેત અને સખીઓ સાથે મુક્ત ગગન માં ફરી શકેત!! પરંતુ હું ખુશ છું "માનવ રૂપી પંખી" મા "નિશા" રૂપી વ્યક્તિત્વ માં  અને...મારા સ્વભાવ રૂપી ભાવ માં.....