આકર્ષક પણ શાપિત Anwar Diwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

આકર્ષક પણ શાપિત

આમ તો વિશ્વમાં કેટલીક એવી વસ્તુઓનું આકર્ષણ હંમેશથી જોવા મળે છે ખાસ તો હીરા અને ઝવેરાતનાં શોખીનો જુની વસ્તુઓ માટે ગમે તે દામ આપવા તૈયાર હોય છે પણ આ જુની વસ્તુઓ કયારેક તેના ખરીદનાર માટે મુશ્કેલીઓ ઉભી કરનાર બની રહે છે તો કેટલાક સ્થળે ગયા બાદ ત્યાંથી યાદગાર રૂપે લવાતી વસ્તુઓ પણ લોકો માટે મુસીબતનું કારણ બનતી હોય છે ત્યારે કેટલાક એવા સ્થળ અને વસ્તુઓ વિશે એવી ચર્ચા થાય છે કે તેની સાથે કેટલાક શાપ જોડાયેલા હોવાને કારણે તે તેને ખરીદનાર કે તેને યાદગીરી રૂપે લાવનારને કનડતા હોય છે.

આ યાદીમાં પ્રખ્યાત નામ હોય તો તે છે કોહીનુર હીરાનું આ હીરા સાથે પણ કેટલીક એવીજ કિવદંતીઓ જોડાયેલી છે.આ ૧૦૯ કેરેટનો લાજવાબ હીરો એટલો આકર્ષક હતો કે જેની તેના પર નજર પડતી તે એને પોતાની સાથે રાખવાનો જ વિચાર કરતો હતો.જો કે આ હીરા સાથે એક વિચિત્ર વાત એ જોડાયેલી હતી કે જ્યારે તે કોઇ પુરૂષ શાસકનાં કબજામાં રહ્યો ત્યારે તે સામ્રાજ્યને હોય તો પણ નુકસાન પહોચતું હોવાનું નોંધાયું છે આથી જ આ પ્રકારનાં મહોરાઓ ઇંગ્લિશ મ્યુઝીયમમાં રખાયા છે ત્યાં પણ તેમણે આ અંગે મહિલાઓને ચેતવણી આપતા બોર્ડ મુકવા પડ્યા છે.

૧૯૭૪માં સાત ચીની ખેડુતોનાં સમુહોએ જમીનમાં દટાયેલા ટેરા કોટા આર્મીની શોધ કરી હતી જે ચીનનાં ઇતિહાસ માટે તો સમૃદ્ધ બાબત હતી પણ જેણે તેની શોધ કરી હતી તે ખેડુતો માટે  તે ત્રાસદાયક બની ગઇ હતી અને તેઓ દેવાનાં બોજમાં ડુબી ગયા હતા.ત્રણ જેટલા ખેડુતો તો આ શોધનાં થોડા જ વર્ષોમાં મોતને ભેટ્યા હતા.તો અન્ય ખેડુતોનો હાલ પણ એવો જ થયો હતો આ ટેરાકોટા આર્મીનાં શાપથી તેઓ ભારે પ્રભાવિત થયા હતા.

૧૯૮૦નાં આરંભના ગાળામાં ઇંગ્લેન્ડનાં ઘરોમાં રડતા છોકરાની ેએક તસ્વીર હંમેશા દિવાનખંડમાં લટકતી જોવા મળતી હતી.પણ આ ગાળા દરમિયાન કેટલીક રહસ્યમય ઘટનાઓનો સામનો તેમને કરવો પડ્યો હતો જેમાં બનતું એવું કે આ તસ્વીર જે પણ ઘરમાં હોય ત્યાં એકદમ જ આગ ફાટી નિકળવાનાં બનાવો બનતા હતાં તેમાંય આ તસ્વીર જ્યાં હોય ત્યા તો મોટાભાગે બધુ બળીને ખાખ થઇ જતું પણ વિચિત્ર વાત એ બનતી કે આ ચિત્રને તેમાં કોઇ જ નુકસાન થતું ન હતું.પરિણામે લોકોમાં ચર્ચાતુ થયું હતું કે આ પેઇન્ટિં જે પણ ઘરમાં હશે ત્યાં આગને નોતરુ આપનાર બાબત બની રહે છે.

જાંબલી રંગનાં દિલ્હી નિલમ સાથે પણ આવી જ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે.લંડન મ્યુઝિયમમાં જ્યારે તેને જાહેર કરાયો ત્યારે તેની સાથે જોડાયેલી આ માન્યતાઓનો પણ ખુલાસો કરાયો હતો.આ નિલમની લુંટ ૧૮૦૦ની આસપાસનાં ગાળામાં ભારતનાં મંદિરમાંથી કરાઇ હતી. ત્યારબાદ આ રત્ન જ્યાં પણ ગયું બરબાદીને નોતરનાર બની રહ્યું હતું.એડવર્ડ હેરોન એલને જ્યારે આ નિલમ ખરીદ્યો ત્યારે તેની સાથોસાથ તેણે અનેક મુસીબતો પણ ખરીદી હતી.આથી કંટાળીને તેેણે આ રત્ન કેનાલમાં નાંખી દીધું હતું.જો કે તેમ છતા આ રત્નએ તેનો પીછો નહી છોડતા તેણે આ નિલમ મ્યુઝીયમને આપ્યો હતો અને ખાસ ચેતવણી આપી હતીકે તેના મૃત્યુબાદ ત્રણ વર્ષ સુધી કોઇએ તેને હાથ લગાડવો નહી.

સ્મીથસોનિય સંગ્રહાલયમાં જગારા મારતા હોપ ડાયમંડ દેખાવમાં જેટલો આકર્ષક છે તેનો ઇતિહાસ એટલો જ લોહિયાળ છે.આ હીરો આમ તો એક પાદરી પાસે હતો જેને બંધક બનાવીને તેના પર પારાવાર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા અને તેની પાસે રહેલો આ હીરો લુંટી લેવાયો હતો આ હીરો જ્યારે જેન બેબટીસ્ટ નામના એક વેપારીએ ખરીદ્યો ત્યારે તેના પર કુતરાઓનાં ટોળાએ હુમલો કરીને તેને ફાડી ખાધો હતો.

ત્યારબાદ પણ તે જ્યાં જ્યાં ગયો માલિકો માટે મુસીબતનું કારણ બન્યો હતો.આખરે તેને સ્મિથસોનિયનનાં સંગ્રહાલયમાં સ્થાન મળ્યું ત્યારે તેનો શાપ શાંત થયો હતો.

ઓસ્ટ્રેલિયા જનાર પ્રવાસીઓ ત્યાંના જાણીતા ઉલુરૂ ખડકની જરૂર મુલાકાત લેતા હોય છે.જો કે તેના કોઇપણ ટુકડાને દેશની બહાર લઇ જવો ગેરકાયદેસર છે પણ મુલાકાતીઓ તેની મુલાકાત બાદ તેના ટુકડાને યાદગિરી રૂપે ઘેર લઇ જવાની પોતાની મહેચ્છાને દાબી શકતા નથી પણ આ ખડકને ત્યાંના આદિવાસીઓ અત્યંત પવિત્ર જગા માને છે તેઓની માન્યતા હતી કે આ પવિત્ર ખડકનાં દર્શન અને તેનો સ્પર્શ લાભદાયી છે પણ તેમાંથી કોઇ ટુકડો ઘેર લઇ જવો આફત નોંતરવા સમાન છે અને તેવુ બને છે પણ ખરૂ ઓસ્ટ્રેલિયાનાં ટપાલ ખાતાને દરવર્ષે એવા કેટલાય પાર્સલ મળે છે જેમાં લોકોએ દિલગીરી વ્યક્ત કરીને એ ખડકનાં ટુકડાઓ પાછા મોકલાવ્યા હોય છે કારણકે તેને ઘેર લઇ ગયા બાદ અનેકને વિચિત્ર વસ્તુઓનો અનુભવ થયાનું જોવા મળ્યું હતું.

એક અન્ય હીરો જેને બ્લેક ઓર્લોવ કે બ્રહ્માની આંખ તરીકે ઓળખવામાં આવે છે તેની સાથે પણ એવી જ માન્યતા જોડાયેલી છે. આ હીરો પણ એક સાધુએ મંદિરમાંથી ચોર્યો હતો અને તે અનેક હાથોમાં ફર્યો હતો.ખાસ કરીને મહિલાઓ માટે આ બ્લેક ઓર્લોવ ઘાતક સાબિત થયો છે. જો કે આ શાપ ત્યારે શાંત પડ્યો જ્યારે તે ન્યુયોર્કનાં એક જવેલર્સને વેચાયો હતો. 

આયર્લેન્ડમાં બ્લેર્નરી ખડકને ચુંબન કરવું શુભ મનાય છે પણ ઉલુરુની માફક તેના અંશને પણ ઘેર લઇ જવું તે આફતને નોતરવા સમાન છે.તેને લઇ જનારાઓએ એ સ્વીકાર કર્યો હતો કે આ અંશને તેઓ ઘેર લઇ ગયા બાદ તેમના જીવનમાં વિચિત્ર ઘટનાઓ ઘટવી શરૂ થઇ ગઇ હતી જ્યાં સુધી તેને પોતાનાથી દુર ન કરે ત્યાં સુધી મુસીબતો તેમની સાથે જોડાયેલી રહી છે.મોટાભાગે આથી જ મુલાકાતીઓ આ સામગ્રીને પણ પાછી જ મોકલતા હોય છે.

૧૯૯૧માં આલ્પ્સની પર્વતમાળમાંથી પાંચ હજાર વર્ષ જુના એક મૃતદેહનાં અવશેષો મળી આવ્યા હતા.પણ માત્ર તેર જ વર્ષમાં આ શોધ સાથે સંકળાયેલા સાત લોકો કમોતે મર્યા હતા.