પ્રેમ સમાધિ - પ્રકરણ-125 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-125

પ્રેમ સમાધિ 
પ્રકરણ-125

 વિજયનાં દમણ સ્થિત બંગલે આજે રૂંડો અવસર આવ્યો એનો બંગલો આસોપાલવ આંબાનાં પાનનાં તોરણો.. ગુલાબ-હજારીગલ બધાની સેરો હારથી શોભાયમાન હતો. વહેલી સવારથી વિજયનો આખો સ્ટાફ રાજુ-ભાઉ, તથા અન્ય સેવકો બધાં સુશોભિત કરી રહેલાં બધાં આજે આનંદમાં હતાં ઘણાં સમયે શુભ અવસર હતો કોઇ સારાં કામની ઉજવણી હતી. ભાઉએ વિજયને કહ્યું "મેં ગીરજાશંકર શાસ્ત્રીને કહી દીધુ છે હમણાં સવારે 9.00 વાગ્યાનું મૂહુર્ત કીધુ છે હું એમને આપણી કારમાં લઇ આવું છું માણસો સાફસફાઇ ત્થા સુશોભન કરી રહ્યાં છે. સીક્યુરીટીને એકદમ એલર્ટ કરી છે બધુજ વ્યવસ્થિત ગોઠવાઇ ગયું છે દિનેશ મહારાજને રસોઇ થાળ અંગે કહી દીધું છે બધાંજ ખૂબ ઉત્સાહમાં છે."
 વિજયે કહ્યું "ભાઉ તમારો આભાર માનું એટલો ઓછો છે તમે લોકો સવારે 6.00 વાગે મળસ્કે બધાં આવી ગયેલાં.. બધુ એવુ સરસ રીતે કામ વહેંચી કરી લીધુ મને તો ખબર પણ નથી પડી." ભાઉએ કહ્યું "વિજય ઘણાં સમયે ખુશી આવી છે.. આપણી દીકરીનો શુંભ પ્રસંગ છે મને એની માં નો શબ્દો હજી યાદ છે.. ભાઉ બોલતાં બોલતાં ભાવુક થયાં પછી બોલ્યાં હમણાં એ બધુ યાદ નથી કરવું... બસ દીકરી ખૂબ ખુશ અને આનંદમાં રહે.. તારાં જેવો ગુણીયલ બાપ છે એને શું ચિંતા છે સોનામાં સુગંધ એવી ભળી કે જમાઇ છોકરો ખૂબ સારો પાછો બ્રાહ્મણ બસ બાપ્પાનાં આશિષ મળી ગયાં હું શાસ્ત્રીજીને લઇને આવું"... 
 વિજયની રજા લઇને ભાઉ નીકળી ગયાં... ઘરમાં બધે આનંદ છવાયેલો હતો... કલરવ કાવ્યા એમનાં રૂમમાં ન્હાઇ ધોઇ પરવારી સરસ રીતે તૈયાર થઇ રહેલાં.. ભૂદેવ શંકરનાથ વહેલાં ઉઠી ન્હાઇ નીચે દિવાનખંડમાં આવી ગયેલાં. એમણે પોતાનું પિતાંબર અને રેશ્મી ઝભ્ભો જે થેલામાં રાખેલો એ પહેરેલો.. ભાલે તીલક કરેલું બધુ છે એ પોતાનાં થેલામાં સાથે રાખતાં એનો આજે ઉપયોગ કરેલો મનમાં ને મનમાં બોલ્યાં આટલી પીડા.. ભાગમભાગ.. છતાં મારો થેલો મારી સાથે રહ્યો.. કેટલાયે ફેંદયો હશે તપાસ્યો હશે એમનાં કામનું કશુ હતું નહીં.. પેલા પિશાચે પણ સાથે રાખવા દીધેલો.. પોતાનાંજ વિચારો પર પોતાને હસુ આવ્યું... બધાં સાથ છોડી ગયાં થેલો સાથમાં રહ્યો... 
*****************
 મધુટંડેલ એની પલટન સાથે ગુંડાઓ સાથે દમણ આવી ગયો એ દરિયા કિનારાંનાં રસ્તે કોસ્ટલ હાઇવે થઇને વિજયનાં બંગલાથી લભગ 3-4 કિ.મી. દૂર પોતાને વિસામો કરાવ્યો. એણે યુનુસને કહ્યું “બધાં હથિયાર તૈયાર રાખો. અહીં માંડ પાંચ મીનીટનાં રસ્તે વિજયનો બંગલો છે ત્યાં સીક્યુરીટી એકદમ ટાઇટ હશે.. મારો કે મરો રીતે ત્રાટકવાનું છે ખાસ પેલાં બામણાને અને એનાં છોકરાને પતાવવાનો છે.. પછી વિજય અને એની દિકરી બધાને સ્મશાન નસીબ ના થાય એવાં હાલ કરવાનાં છે."
 યુનુસે કહ્યું "તમે ચિંતા ના કરો તમારું નમક ખાધું છે હજી પણ ખાવાનું છે પૈસા વસૂલવાનાં છે ભાગ લેવાનો છે” પછી હસ્યો બોલ્યો... “આ છેલ્લો સીન છે પછી પડદો પડવાનો તમને તમારી ઐયાસી અમને અમારાં પૈસા મુબારક.”
 મધુએ કહ્યું "હાં બસ હું શીપ કબ્જે કરીને પોરબંદર જતો રહીશ પછીનું વિચાર્યું નથી પણ બધાં ખલાસ તો હું બિન્દાસ્ત…” કહી હસ્યો.. યુનુસે કહ્યું "શેઠ પેલાં સતિષનો ફોન આવે છે શું કરું?" મધુએ કહ્યું "અરે લાવ મને આપ હું વાત કરું છું એ એની બોનને..... "ગાળ બોલવા ગયો. ફોન લીધો "બોલ સતિષ... તારાં દોસ્તે મારી સાથે સારું નથી કર્યુ હું એને છોડીશ નહીં પણ... " ત્યાં સતિષે કહ્યું "ગઇ ગૂજરી ભૂલી જાવ તમે શું સારું કર્યુ" મારી બેન પર....." મધુએ કહ્યું "અરે એ છોકરી મારી છોકરી બરાબર છે એને ગેરસમજ થઇ હતી અને પેલી રાંડે મારાં પર કારણ કરેલું હું તો એની સાથે મજા લેતો હતો પણ દોલતે મને ગોળી મારી દીધી એતો સારુ હતું હું બચી ગયો.. કેમ ફોન કરેલો ?"
 સતિષે કહ્યું "તમે દમણ પહોંચી ગયાં હશો... તમારો ટાર્ગેટ નક્કીજ છે શંકરનાથ અને એનો છોકરો... મેં ફોન એટલે કર્યો કે તમારાં ટાર્ગેટનાં મારો સાથ છે પણ કાવ્યા સાથે મારું સગપણ વિજય અંકલ કરાવશે એવું પાપા કહે છે કારણકે આપણે બધાં ટંડેલ છીએ પેલો બામણ ટંડેલમાં એનાં છોકરાનું સગપણ ના કરે ખૂબ ચૂસ્ત અને જક્કી છે."
 મધુએ કહ્યું "તારી વાત સાચી છે એ બામણ ચૂસ્ત જક્કી અને ધમંડી છે ટંડેલમાં છોકરાને ના નાખે... પણ હું જીવતોજ નથી રાખવાનો પછી એનાં લગ્નની વાતજ ક્યાં આવે છે. હું પણ ટંડેલ છું ચાલ તને મદદ કરીશ હું મારું વેર લઇ લઊં પછી કાવ્યા સાથે તારું કરાવી આપીશ.. વિજય નહીં માને તો એને ઉડાવી દઇશ. બસ મને એ બામટો મળી જાય અને એની મત્સ્ય કન્યા.... બાકી બધુજ તારુ... સમજ્યો ? તું ક્યારે અહીં આવવાનો ? "સતિષે કહ્યું " થેન્ક યુ અંકલ જે થઇ ગયું એ થઇ ગયું દોલતને માફ કરી દો અમે દમણ આવવા નીકળી ગયાં છીએ પહોંચવાની તૈયારીમાં છીએ તમે ક્યાં છો ? અમે ત્યાંજ આવી જઇએ... સતિષ સમજીને એવું બોલ્યો.."
 મધુ એને ચઢે એવો હતો એણે કહ્યું "દમણ છેક આવી જાય એટલે ફોન કરજે તને લોકેશન સમજાવીશ... પણ તારે પહેલાં વિજયને મળવું પડશે વિજયને મળ વાત કર પછી મને ત્યાંની સીચ્યુએશન કહે પછી આપણે મળીને આગળ....." આટલુ બોલી સીધો ફોન કાપી નાંખ્યો..... 
******************
 સવારનાં શુભમૂહૂર્તનાં 9.30 વાગ્યાં હતાં શાસ્ત્રીજીને ભાઉ લઇ આવેલાં. શાસ્ત્રીજીએ એમનાં સહાયકની મદદથી બધી તૈયારી કરી દીધી. વિજયે કહ્યું "શાસ્ત્રીજી ઉતાવળે નિર્ણય લીધો છે તો કોઇ ત્રૂટી ઉભી થાય તો માફ કરજો બસ વિધિ વિધાન ખૂબ સરસ રીતે કરજો” શાસ્ત્રીજીએ કહ્યું "નિશ્ચિંત રહો... બધુ ગોઠવાઇ ગયું છે કશુ ખૂટતું નથી બીજું ખાસ કે બંન્ને છોકરાઓને તૈયાર થઇને અહીં બોલાવી લો મૂહૂર્તનો સમય થઇ ગયો છે બંન્નેની જન્મતારીખ જણાવો.”
 શંકરનાથે હાથ જોડીને કહ્યું "શાસ્ત્રીજી કલરવની તારીખ આ છે કહી જન્મતારીખ જન્મ સમય, જન્મ સ્થળ બધુજ કીધું વિજયે તારીખ કીધી અને આગળ બોલ્યો સમય ખબર નથી ચોક્કસ પણ જન્મ પોરબંદરમાં થયો હશે દીકરીનો... તમે વિધી કરાવો હું બન્ને છોકરાએ બોલાવી લઊં છું."
 કલરવે ખૂબ સુંદર સુરવાલ અને રેશ્મી ઝભ્ભો પહરેલો કાવ્યાએ નવુ સુંદર ડ્રેસ પહેરેલો અચાનક ઉતાવળો નક્કી થયેલો પ્રસંગ એ લોકો પાસે કોઇ ચોઇસ નહોતી પણ બંન્ને ખૂબ સુંદર લાગી રહેલાં બંન્ને એકબીજાને જોઇને મલકી રહેલાં.. બંન્નેને નજીક નજીક મૂકેલી બે ખુરશી પર બેસાડ્યાં અને શાસ્ત્રીજીએ મંત્ર બોલવા શરૂ કર્યા એમનાં સહાયકે હવનકૂંડમાં અગ્નિ પ્રજવલીત કર્યો.. કાવ્યા અને કલરવ ખૂબ સુંદર લાગી રહેલાં ઘરમાં ગણત્રીનાં માણસો હતાં વિજય, ભાઉ, રાજુ, શંકરનાથ મહારાજ, સેવકો, શાસ્ત્રીજી અને સહાયક બધાં આનંદપૂર્વક અવસર અને પૂજા માણી રહેલાં... શાસ્ત્રીજીએ બંન્નેની તારીખ વગેરે જોઇ વેઢાથી ગણત્રી કરી રહેલાં અને.... 


વધુ આવતા અંકે ---- પ્રકરણ-126