પ્રેમ સમાધિ - પ્રકરણ-124 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-124

પ્રેમ સમાધિ 
પ્રકરણ-124

 વિજય એનાં વિશાળ બેડરૂમમાં એનાં બેડ પર સૂતેલો... એણે કાવ્યાને કહ્યું "દિકરા તું પણ સૂઇજા... અત્યાર સુધી બધાએ ખૂબ ચિંતાઓ કરી છે ડર અને ભયનાં વિચારોમાં જીવ્યા છે ખાસ તું અને કલરવ..." કાવ્યાએ કહ્યું "પાપા તમને ટંડેલ દેવ વિષ્ણુ ભગવાનેજ સ્ફુરાવ્યું... તમે મને અને કલરવને એક બંધનમમાં બાંધ્યાં..” વિજયે કહ્યું “મને 2-3 દિવસથી થયાં કરતું હતું ભૂદેવને મુંબઇ મળ્યાં પછી વિચાર માટે દ્રઢ થઇ ગયેલો કલરવ જેવો છોકરો અને ભૂદેવનાં ઘર જેવું રૃડું ખોરડું...... બ્રાહ્મણ ખાનદાન ક્યાં મળવાનું હતું ? તું ખુશ છે ને ? દિકરા ?”
 કાવ્યાએ કહ્યું "પાપા તમે મારાં દીલની વાત સમજીને મારો સંબંધ કલરવ સાથે કર્યો છે હું અને કલરવ મંજુમાસી લોકો અહીં આવેલાં એમનાં ગયાં પછી દરિયે લટાર મારવાં ગયેલા.... એલોકો મારી સાથેનો સંબંધ કરવા આવેલાં પણ મારાં મનમાં દીલમાં કલરવનુંજ નામ હતું... આઇ એમ સોરી પાપા હું તમને આમ મારાં પ્રેમની વાત સીધે સીધી તમારાં મોઢે કરું છું પણ વાતજ એવી છે કે કહેવી પડશે.”
 વિજયે કહ્યું "દીકરા નિઃસંકોચ કહી દે હવે તો બધુ નક્કી થઇ ગયુ છે" કાવ્યાએ કહ્યું "પાપા અમે બંન્ને જણાં એકબીજાને પસંદ કરી લીધાં હતાં અને મંજુમાસી જાણે જબરજસ્તીથી સતિષ માટે મારા મોઢે હા કરાવવા આવેલાં પણ હું ટસની મસ ના થઇ અડગજ રહી. અને માયાની નજર કલરવ પર.... પાપા... આ હકીક્ત તમે જાણો છો કે નહીં નથી ખબર પણ... હું અને કલરવ દરિયે ગયાં. ત્યાં ફરતાં ફરતાં કિનારાંથી નજીક આપણાં કુળદેવતા ટેંડલ ભગવાનનું વિષ્ણુનારાયણનું મંદિર જોયું કેવું સરસ સાત પગથિયા વાળુ... પાપા અમે બંન્ને ત્યાં ગયાં દર્શન કર્યા. તમે અમારો સંબંધ માન્ય કરો એવી પ્રાર્થના મેં કરેલી... સૌથી અદભૂત વાત એ છે... પાપા કલરવ કેટલો જ્ઞાની છે એને ત્યાં અંતઃસ્ફુરણા થઇ એણે મંદિરનું બાધકામ, સાંસ્કૃતિક મહત્વ, સાત પગથિયાનું ગર્ભિત અર્થ એ જાણે મંદિરની મોજણી કરીને બધુ મને સમજાવી રહેલો બધુ ધાર્મિક આધ્યાત્મિક મહત્વ સાત પગથિયાને લગ્નનાં સાત ફેરાજન્મ સાથે સરખાવી કેવી અદભૂત વાતો કરી રહેલો જાણે કોઇ મહાન ઉપાસક મહાદેવનો એમ બોલી રહેલો.. પાપા એનું ખોળીયું ખૂબ પવિત્ર છે.” 
 વિજયે કહ્યું "બસ દિકરા તને જેવો છોકરો મળવો જોઇતો હતો એવોજ મળ્યો મારે ના શોધખોળ કરવી પડી ના કોઇ પાસે મારી પાઘડી ઉતારવી પડી ઇશ્વરનાં આશીર્વાદ જ છે." પછી વિજય થોડાં વિચારમાં પડી ગયો. કાવ્યાએ પૂછ્યું "પાપા શું થયું ? શેનાં વિચારમાં પડી ગયાં ?"
 વિજયે કહ્યું "મને અત્યારે વાત કરતાં કરતાંજ એવી અંતઃ સ્ફુરણા થાય છે કે હું તમારાં કાલેજ આપણાં ઘરમાં ઘડીયા વિવાહ લગ્ન કરી લઊં પછી બધી વિટંબણાઓમાંથી મુકત થઉ બધાં દુશ્મનો નાબૂદ થાય આખાં દમણને બોલાવી ધામધૂમથી લગ્ન કરીશ. જો કાલ સવારે અહીં સુમન હશે ભાઉ હશે બધાંજ હશે.. હમણાં તે હમણાં ને હું ભાઉને ફોન કરીને કહી દઊં છું કે તાત્કાલિક કાલે બધી તૈયારી કરે એકવાર સાદાઇથી ઘરમેળે તારાં વિવાહ ચાંદલા કરી લઊં... " કાવ્યા કઈ બોલે પહેલાં વિજયે મોબાઇલ લીધો અને સીધો ભાઉને ફોન કર્યો અને આવતીકાલે શુભમૂહૂર્ત ઘડીમાં કાવ્યાનાં ઘરમેળે ઘડીયા વિવાહ ચાંદલા કરવાનાં છે કલરવ સાથે.. ભૂદેવ પણ હાજર છે પછી શાંતિતી લગ્ન કરીશું.. “ ભાઉને બધી સૂચના આપી દીધી પછી ઉત્સાહથી વિજય ઉભો થયો સીધો કલરવનાં રૂમનો દરવાજો ખટખટાવ્યો.... 
 કલરવે દરવાજો ખોલ્યો સામે વિજયને ઉભેલો જોઇ આર્શ્ચયથી પૂછ્યું "હાં આવો અંકલ અત્યારે ? પાપા કદાચ સૂઇ... " કલરવ આગળ બોલે પહેલાં શંકરનાથ બેડપરથી સૂતા સૂતા બોલ્યાં" આવ વિજય આંખો મીંચેલી છે પણ જાગુ છું.. આવ.. મને ખબર છે મારાં મનમાં ચાલે છે એજ કહેવા આવ્યો છું ને ?.... "
 વિજય ઉત્સાહથી શંકરનાથની ભાવુક થઇ એનાં બેડ પર બેસી ગયો બોલ્યો "ભૂદેવ આ શું બોલ્યા ? મને જે વિચાર આવ્યો એજ વિચાર તમે કરી રહ્યાં છો ?" શંકરનાથે કહ્યું "હાં વિજય આપણાં જીવ મળી ગયાં છે હવે.... વિચાર એકજ આવે કાલેજ આ છોકરાઓની સગાઇ ચાંદલા કરી લઇએ બરાબરને ? આજ કહેવા આવેલો ને ?"
 વિજયે કહ્યું "હાં ભૂદેવ હાં... મેં તો ભાઉને હમણાં કાલની તૈયારી કરવા ફોન પણ કરી દીધો... તમે ભૂદેવ છોજ છતાં કાલે બીજા બ્રહ્માણ પણ તેડાવી લીધાં છે ભાઉ સારી રીતે ઓળખે છે દિનેશ મહારાજનાં કાકાજ છે ગિરીજાશંકર શાસ્ત્રી ખૂબ જ્ઞાની છે. “
 શંકરનાથે કહ્યું "વાહ ખૂબ સારું કર્યું. કાલે શુભ મૂહૂર્ત ઘડીમાં આ લોકોનાં ઘડીયા વિવાહ ચાંદલા બધું કરી લઇએ. કલરવ અને કાવ્યા એકબીજા સામે જોઇને આનંદથી હસી રહેલાં એમને સ્વર્ગ હાથવગુ લાગ્યું. બસ હવે કોઇ રોકી નહીં શકે આપણને બંન્નેએ આંખો આંખોમાં પ્રેમની વાત કરી લીધી. વિજયે કહ્યું “ભૂદેવ હવે આ આનંદનાં અતિરેકમાં મને નીંદર પણ નહીં આવે... “
***************
 સતિષ અને દોલત બંન્ને સુરતથી દમણ જવા નીકળી ગયાં.... દોલતે ગાડી ડ્રાઇવ કરતાં કહ્યું "સતિષ બધુ બરાબર વિચાર્યુ છે ને કે ત્યાં જઇને તારે શું રજૂઆત કરાવની ? વિજય શેઠ તારાંથી ઇમ્પ્રેસ થવા જોઇએ હું એમની રજા વિના શીપ પરથી અહીં આવી ગયેલો.. મારે પણ બધા જવાબ તૈયાર રાખવાનાં છે મેં વિચારી લીઘાં છે એ મને માફ કરી દેશે હું કહીશ કલરવ અને એનાં પાપાની રક્ષા કરવી એ મારી સતિષની ફરજ હતી કારણ કે તમારાં મિત્ર છે અમે તમારાં સેવક એટલે તમે મુંબઇથી શીપ પરથી ના આવ્યા હોય તો અમે લોકો મધુ ટંડેલ નો સામનો કરી ખાત્મો બોલાવી દઇએ... નારણ શેઠને ફોન કરીને અમે પરવાની પણ લીધી હતી..... બોલ બરાબર છે ને ?"
 સતિષ બાજુની સીટમાં બેસીને એનો ખાસ વ્હીસ્કીની બ્રાન્ડ નીટ પી રહેલો... એ હસ્યો.. કંઇ બોલવા જાય પહેલાં દોલત કહ્યું" બસ કર વિચારીને પીજે તારે તારાં ભાવિ સસરા સામે ઉભા રહીને તારે... સતિષ પછી મોજ મજાજ કરવાની છે બસ કર મૂક એને."
 સતિષે કહ્યું "યાર તું પણ ...દમણ પહોંચી શું ત્યારે હું એકદમ નોર્મલ હોઇશ... મારાં માટે આ બધું નવું નથી પણ તું કહ્યાં કરે છે તો મૂકી દઊં છું બસ... જંગ જીત્યા પછી બાકીનું સાથે પીશુ."
 દોલતે કહ્યું "હાં હવે બરાબર બોલ્યો." સતિષે બોટલનો બૂચ ઠાંકણ બંધ કરીને ગાડીનાં ખાનામાં સરકાવી દીધી પછી એણે ખાનામાંથી માવાનાં બે પડીકા કાઢ્યાં... દોલતે કહ્યું" આ બનાવ દોસ્ત આ બરાબર છે રાત્રી થઇ ગઇ છે મોઢામાં માવો હશે તો નીંદર પણ નહીં આવે." સતિષે હસીને જવાબ આપ્યાં વિના બેઉ માટે માવા મસળવા ચાલુ કર્યા. માવો મસળી એક પોતાનાં મોઢામાં મૂક્યો અને બીજો પોતાની હથેળીમાં કાઢી દોલતની હથેળીમાં મૂક્યો. 
 દોલતે મોઢામાં મૂક્યો અને બોલ્યો " સતિષ તારી દોસ્તી સાચી દોસ્તી છે તેં મને સંબંધી બનાવ્યો જીજાજી બનાવ્યો આટલો સાથ આવ્યો હું તારાં માટે જીવ આપી દઇશ તારી બધીજ ઇચ્છાઓ પૂરી કરવા પૂરો સાથ આપીશ" સતિષે એની સામે સ્માઇલ આપ્યું."
******************
 મધુએ યુનુસને કહ્યું તને યાદ છે ને વિજયે એનાં રામુ નાયકા એ મારાં સાથી સાધુનું કાસળ કેવી રીતે કાઢેલું ? પેલો એની સાથે... યાર આજે તો બધી વસૂલાત કરવી છે.. યુનુસ પેગ બનાવ સાલી આ ગોળીની પીડા ભૂલવી પડશે અંદરનો જાનવર જગાડવો પડશે......”
*********************
વધુ આવતા અંકે ---- પ્રકરણ-125