પ્રેમ સમાધિ - પ્રકરણ-119 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-119

પ્રેમ સમાધિ 
પ્રકરણ-119

 વિજયની ગાડી બંગલાની સાવ નજીક આવી ગઇ વિજયે શંકરનાથને કહ્યું “ભૂદેવ આપણું ઘર આવી ગયું... છોકરાઓ કાગડોળે રાહ જોતાં હશે. આપણે સરપ્રાઇઝ આપવાની છે કલરવ તો તમને જોઇને....” ત્યાં શંકરનાથે વિજયનો હાથપકડી લીધો બોલ્યાં" વિજય હવે કશું ના બોલીશ... કેટલાય પીડાદાયક વિરહ પછી બાપ દિકરાનું મિલન થવાનું છે... અરે કુદરતને પણ ઇર્ષ્યા આવી જાય એવી ઘડી સર્જાઇ છે કંઇ ના બોલીશ કુદરતી જે થવાનું હશે તે થશે. બસ એજ થવા દે... “
 વિજયની કાર ગેટ પાસે ઉભી રહી હોર્ન માર્યો થોડો અંધકાર છવાયેલો.... દરવાને મોટાં લોખંડનાં દરવાજામાંથી નાનકડી બારી ખોલી બૂમ પાડી પૂછ્યું “કોણ છો ?” અને વિજયે સત્તાવાહક અવાજે કહ્યું “દરવાજો ખોલો હું વિજય છું.”. અને સીક્યુરીટીનાં માણસોએ દરવાજો ખોલ્યો ગાડીની આસપાસ બંદૂક ઘરી ઉભા રહ્યાં ગાડીમાં નજર કરી... ડ્રાઇવરને કારની અંદરની લાઇટ કરી... સીક્યુરીટી ઓફીસરે વિજયને જોઇને સેલ્યુટ મારી અને કહ્યું “યસ સર વેલકમ એવરીથીંગ ઇઝ ઓકે એન્ડ સેઇફ.”. એમ કહી ગાડી અંદર જવા દીધી... 
 ગાડી જેવી કમ્પાઉન્ડમાં પ્રવેશી બંગલામાંથી કલરવ કાવ્યા, દિનેશ મહારાજ અન્ય સેવકો દોડી આવ્યા. કાર પાસે બીજા ઊભા રહી ગયાં અને કલરવ કાવ્યા આગળ વધ્યાં કલરવે દરવાજો ખોલ્યો અને.... શંકરનાથ પોતાનાં પિતાનાં સાક્ષાત દર્શન કર્યો.. બંન્નેની આંખમાં જળ ઉભરાયાં કલરવ હર્ષાશ્રુ સાથે ડુસ્કે ચઢયો.... શંકરનાથ ઉતરે પહેલાં ચરણ સ્પર્શ કર્યા પગે લાગીને ગળે વળગ્યો.. બંન્ને બાપ દીકરો હર્ષથી હીબકે ચઢેલાં... વિજય બીજા દરવાજેથી નીચે ઉતર્યો કાવ્યા દોડી આવી વિજયને વળગી... વિજયે માથે હાથ ફેરવીને કહ્યું “મારી દીકરી તું ખૂબ નસીબદાર છે..” કાવ્યા સમજી નહીં પણ ખુશ થઇ ગઇ. બંન્ને બાપ દીકરી... સાથે રહેલાં બાપ દીકરી... સાથે રહેલાં બાપ દીકરાને હર્ષનાં આંસુ નિતારતાં વળગેલાં વ્હાલ કરતાં જોઇ રહેલાં... આ દ્રશ્ય જોઇ સીક્યુરીટી દિનેશ મહારાજ સેવકો જે હાજર હતાં બધાંની આંખો ભીંજાઇ ગઇ. 
 ક્યાંય સુધી બાથ ભરી વ્હાલ કર્યા પછી કલરવે સજળ નયને કહ્યું "પાપા ઇશ્વરનાં ઘેર દેર છે અંધેર નથી ન્યાય થાય છે તમને સકુશળ જોઇ ખૂબ આનંદ થાય છે”. વિજયે કહ્યું "કલરવ દીકરા તારાં પાપા સ્વસ્થ છે પણ હજી ઘણાં ઘા રૂઝાવા બાકી છે એમને સાચવીને કારમાંથી ઉતારી ઘરમાં અંદર લઇ જવાનાં છે.” કલરવે સંમતિસૂચક માથું હલાવી એનાં પાપાનો હળવેથી હાથ પકડ્યો વિજયે આગળ આવી ટેકો આપ્યો. શંકરનાથ સાચવીને ઉતર્યા... કાવ્યા પણ સાથે થઇ.. એલોકો બંગલાની અંદર આવી દિવાનખાનામાં બેઠાં... 
 કલરવ અને કાવ્યા બંન્ને શંકરનાથની બાજુમાં આવીને બેઠાં. શંકરનાથ સોફાને અંઢેલીને આરામથી બેઠાં એમની નજર સતત કલરવ તરફ હતી મીઠી અને સંતોષની નજરે કલરવની સામે જોઇ રહેલાં.. વિજય આ લોકોને અંદર લાવી તરત બહાર નીકળીને સીક્યુરીટીને સૂચનાઓ આપવા અને બંદોબસ્ત જોવા અંગે બહાર નીકળ્યો. 
 કાવ્યાએ કલરવ સામે જોયું પછી શંકરનાથનાં પગનાં સ્પર્શ કરીને આશીર્વાદ લીધાં બોલી... "અંકલ હું તો તમને પહેલી વાર મળી છું પણ પાપાનાં મોઢે તથા કલરવનાં મોઢે તમારી ઘણી વાતો સાંભળી છે તમે તો ખૂબ....." આગળ બોલે પહેલાં શંકરનાથે હાથ હળવેથી લંબાવી કાવ્યાને પાસે બોલાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં બોલ્યાં... "મારાં તને ખૂબ આશીર્વાદ છે તારાં વિશે તારાં પાપા મોઢે સાંભળેલી વાત તારી માતાનાં સંસ્કાર અને તારું વિવેકી વર્તન દીકરી ખૂબ સુખી થાવ... તારાં પાપાજ તને..”. 
 શંકરનાથ આગળ બોલે પહેલાં વિજય અંદર આવી ગયો અને બોલ્યો "મારી કાવ્યા.. મેં અને મારાં ભૂદેવ મિત્રએ નક્કી કર્યું છે કે.. પછી કલરવની સામે જોઇ બોલ્યો તમારાં વિવાહ કરવા અને અમારી મિત્રતાને અતૂટ સંબંધમાં ફેરવવી.... ભગવાન ટંડેલ વિષ્ણુદેવનાં આશીર્વાદ રહે... “
 કલરવે શંકરનાથ સામે જોયું અને આનંદનાં અતિરેકમાં ફરીથી શંકરનાથને વળગ્યો અને બોલ્યો" સાચે પાપા ? તમે અને અંકલે મારાં અને કાવ્યાની દીલની વાત સ્વીકારી લીધી અમે બંન્ને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ બલ્કે એકબીજાનાં થઇનેજ રહીશું, જીવીશું. મરીશું એવાં બોલ પણ દીધાં છે.”
 વિજય જોરથી હસી પડ્યો બોલ્યો "ભૂદેવ જુઓ આપણાં છોકરાં આપણાંથી આગળ નીકળી ગયાં....” 
 થોડીવાર માટે વિજયનાં બંગલામાં આનંદ અને હાસ્યનું મોજુ ફરી વળ્યું... વિજયે કહ્યું “હવે સાંજ પડવા આવી છે મેં દિનેશને કહ્યું છે સરસ મજાની રસોઇ બનાવ સાથે મીઠાઇ કંઇક ગળ્યું બનાવ આજે ઘણાં સમયે આનંદનાં સમાચાર અને નવો સંબંધનું નામ પડ્યું છે મારાં ખાસ મિત્ર ભૂદેવ મારાં ઘરે પધાર્યા છે ને સંબંધમાં વેવાઇનું મીઠું મ્હોણ ઉમેરાયું છે બસ આનંદ.. આનંદજ છે.”
 કલરવ, કાવ્યા, વિજય, શંકરનાથ થોડાં સમય માટે બધી પીડા, ડર, ભય, મધુ ટંડેલ, બધુ ભૂલી ગયાં બસ નવાં સંબંધ અને મિલનનાં આનંદમાં પરોવાઇ ગયાં.. 
****************
 સતિષ અને નારણ હજી હોટલમાં પ્રવેશે - રીલેક્ષ થાય ત્યાં નારણનો મોબાઇલ રણક્યો સામે છેડે દોલત હતો એણે કહ્યું "સર તમે ક્યાં છો ? કેટલે પહોંચ્યા ? અહીં ના થવાનું થઇ ગયું છે તમે લોકો તાત્કાલિક પાછા વળો.. અહીં માયા માયા.. ને ગોળી વાગી છે.. અહીં તમારાં ઘરમાં જે નાં થવું.. જોઇએ એ.. બીજી રૂબરૂમાં વાત અને અરજન્ટલી અહીં દવાખાનામાં છીએ સીવીલ હોસ્પીટલનાં ઇમરજન્સી વિભાગમાં જલ્દી આવો”. એમ કહીને ફોન કાપ્યો.
 નારણ તો બે ઘડી બઘવાઇ ગયો.. એસીની ઠંડકમાં પરસેવો વળી ગયો જીભ થીજી ગઇ.. સતિષે નારણની સામે જોઇ પૂછ્યું "પાપા શુ થયું ? કેમ આમ ચિંતામાં ચૂપ થઇ ગયાં ? બોલોને પ્લીઝ શું થયું ?”
 નારણે કહ્યું "દોલતનો ફોન હતો.. ચોક્કસ પેલા નીચ પિશાચે કંઇક ખેલ કર્યો... માયા -મંજુને કંઇક.. એ નુકશાન પહોંચાડશે.. એને જીવતો નહીં છોડું માયાને ગોળી વાગી છે દીકરા ચાલ ઝડપથી પાછા સુરત સીધી સીવીલ હોસ્પીટલ ગાડી લઇ લે ઇમરજન્સીમાં....." સતિષ પણ હબક ખાઇ ગયો એનાં ડોળા ગુસ્સાથી લાલ થઇ ગયાં.. "ચાલો પાપા ઝડપથી ગાડીમાં બેસો આપણે નીકળીએ.... એજે હશે એને હું જીવતો નહીં છોડું... " પછી મનમાં વિચારવા લાગ્યો દોલત સાથે ગોઠવેલી બાજી ઊંધી પડી ગાળીયો મારાં ગળામાં ભરાયો ? હવે આગળ શું કરવું ?.... એણે નારણ સામે જોયું.... 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-120