પ્રેમસમાધિ
પ્રકરણ-118
નારણનાં ઘરમાં ઐયાશી કરી રહેલો મધુ અત્યારે સતિષનાં બેડરૂમમાં રેખાને એલફેલ બોલી રહેલો એટલો નીચતાની એટલી નીચી પાયરીએ ઉતરી ગયો કે એણે રેખાની નાની છોકરીનો ઉલ્લેખ કર્યો કે થોડાં વર્ષમાં એ પણ જુવાન થવાની.. અરે એ કિશોર અવસ્થામાંજ અપ્સરા જેવી લાગશે એ મારાં શીપ પર રાણી થઇને રહેશે.
રેખાએ એની દીકરીનું નામ સાંભળ્યું.. પોતાને વેશ્યા કીધી બધુ સહી લીધુ એનો ધંધો હતો પણ દીકરીનું નામ એ પિશાચનાં મોઢે આવ્યું એણે પિત્તો ગુમાવ્યો... પછી એણે મનમાં કંઇક વિચારી કાબૂ કર્યો અને હસતી હસતી બોલી “શું શેઠ તમે મારી સાથે છો અહીં માયાને ભોગવવાનાં મૂડમાં છો મારી તો છોકરી હજી ઘણી નાની છે તમને આવું બોલવું ના શોભે...” પછી વાતને બદલતાં પૂછ્યું “શેઠ તમે માયાનાં ચક્કરમાં અહીં આવ્યા છો ? દોલતે તમને અહીં માયા માટે આવવાં કહ્યું છે ? માયાને જોઇ છે ? એતો તમારાં મિત્રની છોકરી છે...”.
મધુટંડેલ બે નીટ ઘૂંટ પીને કહ્યું “એય કુલ્ટા બહુ મને ઉપદેશ સલાહ ના આપ તારી ઔકાત શું છે ? રાંડી રાંડ છું તું કેટલાયની પથારી ગરમ કરી.. કોના કોના.”. પછી આગળ હાથથી ચાળા કર્યા અને બોલ્યો “દોલતની નજર માયા પર છે એ મને એનું નામ લઇ નથી લાવ્યો પણ નારણની છોકરીનાં વખાણ ખૂબ કર્યા છે એને પૈણવું છે પણ આગળ મને કર્યો છે એનું ચાલે તો મને અડવા ના દે પણ હું કોણ ? હું મધુ શેઠ એ મારો નોકર મારો આશ્રિત છે એટલે પહેલાં ભોગ મને ચઢાવશે પછી એ ભોગવશે.. હા... હા... હા.. “ એ પિશાચી હાસ્ય હસતાં બોલ્યો “રેખા એક કામ કર તું બાજુનાં રૂમમાં માયા છે પેલી મંજુ પણ હશે કોઇ રીતે માયાને અહીં લઇ આવ. પછી...”
રેખાએ કહ્યું “એમ કોઇ છોકરી થોડી આવે ?” ત્યાં બાજુનો રૂમ ખૂલવાનો અવાજ આવ્યો. મધુ ઉભો થયો બે વાર ડોલી ગયો એણે ધીમે રહીને દરવાજો ખોલ્યો જોયું તો મંજુબેન નીચે જઇ રહેલાં.. મધુએ તરતજ માયાનાં રૂમમાં એન્ટ્રી મારી રૂમ અંદરથી બંધ કર્યો....
ત્યાં માયા પીધેલાં ધૂત થયેલાં મધુને જોઇને ચીસ પાડી ઉઠી “માં... માં.. અરે અંકલ તમે કેમ રૂમમાં આવ્યા ? તમારે શું કામ છે ? તમે બહાર જાવ પાપા પણ ઘરે નથી જતાં જતાં.”. એ દરવાજો ખોલવા માટે આવી.. મધુએ કહ્યું “અરે અરે આમ બૂમો શું પાડે છે ? તારાં જેવી રાજકુંવરી મને મળે પછી પેલી બુઢ્ઢીને કોણ પૂછે છે ? જો જો હું તારા માટે શું લાવ્યો છું” એમ કહી એનાં પેન્ટનાં ખીસામાંથી ડબ્બી કાઢી અને ખોલીને અંદરથી હીરાનાં નેકસેસ કાઢ્યો બોલ્યો “જો આ હું ખાસ તારાં માટેજ લાવ્યો છું દોલતે મને તારી સુંદરતા માટે કીધેલું પણ તું તો વર્ણન કરતાં વધારે સુંદર છે વાહ શું તારો ચહેરો સુરાહી જેવી ગરદન.... વાહ મોટાં કડક માંસલ પયોધર પાતળુ પેટ.. સરસ.. જાંધ.. જોવી પડે.. પણ મસ્તજ હશે તું છેજ જોરદાર માલ.... આવી જા તું...”
માયાને ખૂબ ગુસ્સો આવી ગયો એણે નજીક જઇને જોરથી એક લાફો મારી દીધો... મધુ હલી ગયો બે ઘડી એને ચક્કર આવી ગયાં.. ત્યાં બહારથી દોલત, મંજુબેન જોર જોરથી દરવાજો ખખડાવે ખોલો ખોલો... મંજુબેને કહ્યું “મધુભાઇ તમે શું કરો છો અંદર ? તમારી છોકરીની ઊંમરની છે આવું પાપ ના કરો ખોલો દરવાજો એનો બાપ આવશે તમને નહીં છોડે.. ઓ દોલતીયા તું કેવા રાક્ષસને અહીં મારાં ઘરે લઇ આવ્યો છે ?” દોલત બહારથી દરવાજો ખખડાવતો હતો બોલ્યો “મધુ શેઠ દરવાજો ખોલો આવું કેમ કર્યું ? માયા તમારી દીકરી છે નારણશેઠ જાણશે તમને અને મને બેઉને ભડાકે દેશે દરવાજો ખોલો.”
મધુનાં ગાલે માયાનો જોરદાર તમાચો પડેલો એનાં ગુસ્સાનો પાર નહોતો એ માયા તરફ દોડવા ગયો પણ એ લથડીયું ખાઇ ગયો માયા દોડીને દરવાજો ખોલવા ગઇ એણે જતાં જતાં લથડતાં મધુને જોરથી લાત મારી... મધુ ફલોર પર પડ્યો માયાએ દોડીને દરવાજો ખોલ્યો ત્યાં મધુએ એની નાની રીવોલ્વર કાઢી માયા તરફ ઘડાકો કર્યો માયાનાં મોઢેથી ચીસ નીકળી ગઇ એ સીધી મંજુબેન પર પડી એને ખભામાં ગોલી વાગી હતી મંજુબેન રડી પડ્યાં હાય હાય આ કરમુઆએ મારી દીકરીને ગોળી મારી.. ઓ ભગવાન દોલત મારી દીકરીને... ત્યાં બાજુનાં રૂમમાંથી રેખા દોડી આવી એણે કહ્યું “બેન તમે તમારી દીકરીને લઇને નીચે જાઓ પહેલાંજ ડોક્ટર પાસે ખૂબ લોહી નીકળી રહ્યું છે.. “ રેખાએ જોયું મધુ પીશાચી હાસ્ય કરતો ફલોર પર બેઠો હતો એણે રીવોલ્વર રેખા સામે તાંકી અને બોલ્યો “એય રાંડ તું સીધી રહેજે જો કોઇ હોંશિયારી કરી છે તો તારો ખેલ પાડી દઇશ. “ ત્યાં દોલતનાં હાથમાં રહેલી રીવોલ્વરમાંથી ગોળી ચાલી મધુનાં હાથ પર એનાં હાથમાંથી રીવોલ્વર દૂર થઇને પડી મધુ દર્દથી જોરથી બરાડી પડ્યો ચીસ જેવા અવાજે બોલ્યો “સાલા હરામી તે મારાં પર ગોળી છોડી ? બધુ તો હું તને.”. પણ એ આગળ બોલે પહેલાં બેભાન થઇ ગયા....
દોલતે કહ્યું “ભાભી તમે ડોક્ટરને ફોન કરો.. ક્યાં જવાનું છે મને કહો હું ગાડીમાં માયાને અને તમને લઇ જઊં છું ચાલો જલ્દી. “ એ લોકો ઝડપથી દાદર ઉતરી નીચે આવ્યાં માયાનાં હાથનાં ખભામાંથી લોહી નીકળતું હતું દોલતે કહ્યું “તારો દુપટ્ટો લાવ ત્યાં બાંધી દઇએ લોહી રોકવું પડશે...” મંજુબેન કહે “હું બાંધી દઊં છું તું ગાડી કાઢ પહેલાં...”.
દોલતે રેખાને ઇશારામાં મધુને જોવા કહીને ગાડીમાં માયા અને મંજુબેનને બેસાડી નીકળી ગયો. રેખા ડરતી ડરતી મધુની નજીક ગઇ એનાં હાથમાંથી પણ લોહી નીકળી રહેવું મધુની હાલત જોઇ રેખાને આનંદ આવી રહેલો એણે મધુની રીવોલ્વર ઉઠાવી અને મધુને મારવા જાય છે ત્યાં એક ગોળી આવી અને એનો હાથ ચીરીની નીકળી ગઇ રેખાએ જોરથી ચીસ પાડી “સાલા હરામી કોણ છે તું ?”
નારણનાં ઘરમાં ઠેર ઠેર લોહી હતું આવનારે કહ્યું “હું યુનુસ - મધુશેઠનો માણસ છું અમારી આખી ટોળી અહીં આવી ગઇ છે” એ મધુ પાસે દોડ્યો અને બીજા સાથીઓને બોલાવી કહ્યું “જલદી કોઇ કપડું લાવો શેઠને લોહી વહે છે “ થોડીવારમાં બધાં કામે લાગ્યાં મધુને પાટાપીંડી કરી સાચવીને ઊંચકી નીચે લઇ ગયાં અને જે ગાડી લઇને આવેલાં એમાં મધુને નાંખીને ત્યાંથી નીકળી ગયાં....
*************
વિજયે દૂરથી પોતાનો બંગલો જોયો અને એનાં ચહેરાં પર આનંદ છવાયો બોલ્યો “ભૂદેવ ચાલો આપણું ઘર આવી ગયું પણ અંદર જઇને સરપ્રાઇઝમાં આપીશું ઉતાવળ ના કરશો.......”.
વધુ આવતા અંકે ---- પ્રકરણ-119