શિવ શક્તિ Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

શિવ શક્તિ

શિવ શક્તિ

શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિવ અધૂરો છે.જ્યાં જીવ છે, ત્યાં શિવ છે. જીવ ને જીવન જીવવા શક્તિ ની જરૂર પડે છે. જીવ હોય પણ એ જીવમાં જો શક્તિ ના હોય તો તે જીવ, જીવ નહીં નિર્જીવ છે. એટલે આ સમગ્ર સંસાર ના કણે -કણ માં શિવ અને શક્તિ નો વાસ છે.શિવ આ સૃષ્ટિ ના સર્જનહાર છે, તો આ સૃષ્ટિ પર ના દરેક જીવ નાં પાપ -પુણ્ય, સારા -ખોટા કર્મો નો ભાર જો પોતાના પર ઝીલી રહી છે. તો તે ધરતી સ્વરૂપે આપણી ધરતી માં છે. તે પણ એક શક્તિ છે.
જયારે આપણી જિંદગી માં કોઈ દુઃખદ ઘટના બને છે. ત્યારે આપણે એ નથી વિચારતા કે આપણા જીવન માં બનેલી દુઃખદ ઘટના આપણા કર્મો નું એક ફળ છે. જે આ સૃષ્ટિ નાં સર્જનહાર કે જે જગત નાં તાત છે.તેમને આપેલો પોતાના જીવો ને તેમના કર્મો નો દંડ છે.પણ તે દુઃખદ ઘટના ને સહન કરવાની ક્ષમતા તે જીવ માં ઉત્પન્ન થતી હોય તો તે જીવ માં રહેલી કોઈ સહનરૂપી શક્તિ છે. કે જે દુઃખદ ઘટના સામે લડવાની શક્તિ પુરી પાડે છે.
નવરાત્રી માં દેવી ની આરાધના, ઉપાસના, સાધના કરી કોઈ દીકરી એકલી મોડી રાતે નિર્ભયપણે કપટી, લાલચી, અધર્મી લોકો નો મન માં ડર રાખ્યા વગર ગરબે રમવા જતી હોય તો તે કોઈ સામાન્ય દીકરી નહિ પણ તેમાં રહેલી કોઈ આત્મવિશ્વાસરૂપી શક્તિ છે.કે જે તેના અંતર:મન માં વસી તેનું રક્ષણ કરી રહી છે.
જરૂરી નથી કે દરેક શિવલિંગ એ શિવ છે અને દરેક તસ્વીર માં હાથ માં ત્રિશુલ, તલવાર, વાઘ ની સવારી કરી છે,એ જ શક્તિ છે.શિવ અને શક્તિ દરેક જીવ ની આસપાસ કોઈ નાં કોઈ સ્વરૂપે હાજર જ હોય છે.
જે મનુષ્ય ઈમાનદાર, પરોપકાર, દયાભાવ, કરુણા, સેવાભાવી ગુણો ધરાવતો અને મોહ -માયા, લોભ, કામ, ક્રોધ થી રહિત હોય તે જીવ સામાન્ય જીવ નહીં પણ શિવ નું સ્વરૂપ જ હોય છે. એ સ્વરૂપ કે જે સમાજ માં અજ્ઞાનતા નો અંધકાર દૂર કરી જ્ઞાન નું અજવાળું ફેલાવે તે શિવરૂપી એક જ્યોત છે.શિવ એ એક અખંડ ઉર્જા છે. તેના નામ માત્ર થી જ મન પર છવાયેલો અંધકાર દૂર થાય છે.
જયારે કોઈ વ્યક્તિ તેના જીવનમાં નિષ્ફ્ળતા કે કોઈ દુઃખદ ઘટના માં જકડાઈ જતો હોય છે. ત્યારે તેના અંતર:મન નાં કોઈ ખૂણે એક આશા નું કિરણ જન્મ લેતું હોય છે. જે તે મળેલી નિષ્ફળતા કે દુઃખદ ઘટના માંથી બહાર નીકળવાનાં માર્ગ તરફ આત્મવિશ્વાસ વધારી તે દુઃખ નો સામનો કરવા માટે એક મનોબળ પૂરું પાડે છે. તેનાં મન માં જન્મેલું આશા નું કિરણ બીજું કંઈ નહિ પણ એક આત્મવિશ્વાસ નાં રૂપે આવેલી શક્તિ હોય છે.જેમ ઘણા લોકો કોઈ કામ માટે બાધા કે માનતા રાખતા હોય છે.તે બાધા કે માનતા બીજું કંઈ નહિ પણ તેમના માં રહેલી વિશ્વાસરૂપી અદ્રશ્ય શક્તિ કે જે આખી દુનિયાનું સંચાલન કરી રહી છે, તે શક્તિ છે.
એટલે એટલું જ કહીશ કે જીવ એ શિવ છે. એ જીવ ને આત્મબળ, પ્રેરકબળ, ભક્તિબળ અને કર્મબળ આપી સદાય તે જીવ ની સાથે રહે છે. તે શક્તિ છે.
શિવ તપ છે. તો શક્તિ સાધના છે.
શિવ યોગી છે. તો શક્તિ આરાધના છે.
જય હો શિવ શક્તિ ની.

લેખક :- તેજસ વિશ્વકર્મા
Mail id :- gopalduniya7@gmail. Com

આ લેખ મારો સ્વયંરચિત અને મૌલીક છે.