सत्यं वद ।..... સાચુ જ બોલવુ Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

सत्यं वद ।..... સાચુ જ બોલવુ

सत्यं वद ।..... સાચુ જ બોલવુ

(तैत्तिरीय उपनिषद्, शिक्षावल्ली, अनुवाक ११, मंत्र १)

तै० सं० ३।१।९
 
 
मनुः पुत्रेभ्यो दायं व्यभजत्स
नाभानेदिष्ठं ब्रह्मचर्यं वसन्तं निरभजत्स
आगछत्सोऽब्रवीत् कथा मा निरभागिति
न त्वा निरभाक्षमित्यब्रवीदङ्गिरस इमे
सत्रमासते। ते सुवर्गं लोकं न प्रजानन्ति
तेभ्यं इदं ब्राह्मणं ब्रूहि ते सुवर्ग लोकं
यन्तो य ऐषां पशवस्तांस्ते दास्यन्तीति
तदेभ्योऽब्रवीत्ते सुवर्ग लोकं यन्तो य एषां
पशव आसन्तानस्मा अददुस्तं पशुभिश्च-
रन्तं यज्ञवास्तौ रुद्र आऽगच्छत्सो ब्रवीन्
मम वा इमे पशव इत्यदुवै ।

मै० सं० १।५।८

मनोर्वे दश जाया आसन् दशपुत्रा
नवपुत्राष्टपुत्रा सप्तपुत्रा षटपुत्रा पञ्चपुत्रा
चतुष्पुत्रा त्रिपुत्रा द्विपुत्रकैपुत्रा ये नवा-
संस्तानेक उपसमक्रामद्येऽष्टौ तान्हाँ ये
सप्त तांस्त्रयो ये षट् तांश्चत्वारोऽध वै
पञ्चैव पञ्चासंस्ता इमाः पञ्चदश त
इमान्पञ्च निरभजन्यदेव किंच मनोः
स्वमासीत्तस्मात्ते वै मनुमेवोपाधावन्मना
अनाथन्त तेभ्य एताः समिधः प्रायछत्ता-
भिवै ते तान्निरदहंस्ताभिरेनान्परा भावयन्परा
पाप्मानं भ्रातृव्यं भावयति य एवं विद्वानेताः
समिध आदधाति ।

ऐ० ब्रा० ५।१४

नाभानेदिष्ठं शंसति। नाभानेदिष्ठं
वै मानवं ब्रह्मचर्य वसन्तं भ्रातरो निरभ-
जन्त्सोऽब्रवीदेत्य किं मह्यमभाक्तेत्येत-
मेव निष्ठावमव वदितारमित्यब्रुवं-
स्तस्माद्धाप्येत्तर्हि पितरं पुत्रा निष्ठावो ऽव
वदितेत्येवा चक्षते। स पितरमेत्यान्ब्रवीत्
त्वांऽऽह वाव मह्यं तताभाक्षुरिति तं पिता
ऽब्रवीन्मा पुत्रक तदादृथा अंगिरसो वा
इमे स्वर्गाय लोकाय सत्रमासते ते षष्ठं
षष्ठमेवाहरागत्य मुह्यंति। तानेते सूक्ते
षष्ठेऽहनि शंसय तेषां यत्सहस्रं सत्र-
परिवेषणं तत्ते स्वर्यतो दास्यन्तीति ।
 
 
 

મહાભારત આદિપર્વ ૭૫.૧૫-૧૬ કહે છે કે  “નાભાનેદિષ્ઠ”  મનુનો પુત્ર અને ઈલાનો ભાઈ હતો. तैत्तिरीय उपनिषद्  માં નાભાનેદિષ્ઠ  ની વાત આવે છે.

મનુના આદેશથી મનુના પુત્રોએ તેમની મિલકત વહેંચી લીધી. એના મોટા ભાઇઓએ પિતાના ધનના ભાગ કરતી વખતે પોતે બધું ધન રાખી લીધું અને નાભાનેદિષ્ઠ નો ભાગ રાખ્યો નહિ. ધન ના ભાગલા વખતે નાભાનેદિષ્ઠ  આચાર્ય કુળમાં વસતો હતો અને વેદ ભણતો હતો.

આ બાજુ  વેદાધ્યયન કરીતે જયારે નાભાનેદિષ્ઠ પાછો આવ્યો એટલે એણે પોતાના ભાઈઓને પૂછયું, “મારે ભાગે શુ આવ્યું ?' ભાઇએ।એ મનુ સામો હાથ કરીને કહ્યે, “ ઠરાવ આપનાર આમને તું પૂછ. લે તારા ભાગે પિતાજી આવ્યા છે”

નાભાનેદિષ્ઠ પિતા આગળ આવ્યો તે કહયું, “આ કહે છે કે મારે ભાગે તમે આવ્યા.” તેના પિતા મનુ કહે, ‘કાઈ ચિન્તા કર નહિ, દીકરા. આ અગિરસ્‌ મહર્ષિઓ સ્વર્ગલોક પામવા યજ્ઞ સત્ર માંડીને બેઠા છે, પણુ છઠે દિવસે મૂંઝાઈ જાય છે, તારે એને આ બે સૂક્ત ૧) શષ્ટે’હાનિ શંસાય ૨) તેભ્ય ઇદમ બ્રાહ્મણમ - ગાઈ સંભળાવજે. એટલે યજ્ઞ પૂર્ણ થશે. અને તને સહસ્ર ગાયની દક્ષિણા આપશે તે તુ લઇ લેજે.'

વિદ્વાનોએ ત્રેતામાં પણ વેદની વિધિઓનું સૂક્ષ્મ વિજ્ઞાન શોધી કાઢ્યું હતું. તેના બે મજબૂત પુરાવા છે. એક રાજા જનકના યજ્ઞ દ્વારા વરસાદ કરાવવો અને બીજો દશરથનો પુત્ર ઉત્પન્ન કરવો છે. નાભાનેદિષ્ઠ અંગિરસો આગળ ગયો અને કહ્યું, “મેધાવાન ઋષીઓ, યજ્ઞની આહુતિ માં મારો સ્વીકાર કરો.' ઝષિ કહે, “ તારી મનોકામના શુ છે?  નાભાનેદિષ્ઠ કહે,“ આટલી જ, કે હુ તમને છઠા દિવસની આહુતીની સમઝ પાડુ. યજ્ઞ પૂર્ણ થાય  ને તમે સ્વગે જાઓ ત્યારે તમારે મને હજાર ગાય આપવી.'

ત્રષિ કહે, “ ભલે.”

નાભાનેદિષ્ઠે છઠે દિવસે સૂક્ત ગાયાં. ઋષિઓને યજ્ઞનું પ્રજ્ઞાન થયુ. તેઓ સ્વર્ગે ગયા તે નાભાનેદિષ્ઠ ને સહસ્ર ગાય આપતા હતા  ત્યાં તો એક કાળવસ્ત્રો ધારી પુરુષ યજ્ઞ ભૂમિએ આવ્યો, અને કહ્યું, “હું પશુપતિ રુદ્ર છું એટલે ગાય મારું ધન છે. કર્મ પૂરુ થાય પછી જે વધે તે મારુ.” નાભાનેદિષ્ઠ કહે, “ઋષીઓ મને ગાય દક્ષિણામાં આપતા ગયા છે તેથી એ મારી છે.' રુદ્ર કહે, “ડીક છે, પણ તારા પિતાને પ્રશ્ન કર કે આ ધન કોનું છે?.”

નાભાનેદિષ્ઠએ પિતા મનુ (વૈવસ્વત મનુનું નામ) આગળ આવીને વાત કરી, તો મનુ કહે, “તે એનું જ ધન છે.  તેમના પર તેમનો હક્ક છે.” નાભાનેદિષ્ઠ પાછે આવ્યો તેણે કહ્યું, “ ભગવન, આ તમારું જ ધન છે એમ મારા પિતાએ કહ્યું. રૂદ્ર ખુશ થતા  કહ્યું: ‘આ સહસ્ત્ર ગાયો હુ તને જ આપુ છું, જે તું આમ લોભ રહિત સત્ય બોલ્યો એટલા માટે.’

તેથી સત્ય કલ્યાણુમાત્રનું મૂળ છે એમ જાણીને સાચુ જ ખોલવું, . .

एवं विदुषां सत्यमेव वद्तब्यम्‌ |

એતરેયાણણ ર૨: ૯

समूलो वा एष परिशुष्यति यो अनुतमभिवद्ति ।

तस्मान्नाहामि अनृतं वक्‍तुम्‌ | प्रश्नउपनिषद्‌ ६-१ ।

“જે ખોટું ખોલે છે તે મૂળસહિત સુકાઈ જાય છે, એટલે ખોટુ ખોલવું મને ન છાજે.”