"उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया,
दुर्गं पथस्तत् कवयो वदन्ति।।" ઋગ્વેદ-મંડલ ૧-સૂક્ત ૧
"ઉઠો, જાગો અને મહાન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરો. જીવનનો માર્ગ કઠિન અને તિક્ષણ છે, જેમ કે તલવારની ધાર પર ચાલવું, પરંતુ જ્ઞાનીઓ કહે છે કે આ જ માર્ગ સાચો છે।"
એક હતો પોપટ. તેનું નામ તેરેટીવ એક અગ્રેજી શબ્દ પર રાખવામાં આવ્યું હતું. હકીકતમાં તેની ઈચ્છા હતી કે તે વિશ્વ જાગૃત બને. હવે તો જાગો જીવનનો નાદ બનાવી નેરેટીવ નીકળી પડ્યો.
પહેલા તે શિક્ષણ સંસ્થા પાસે ગયો. તેણે જોયું સરસ્વતી માતા ની જગ્યાએ લક્ષ્મીજીની પૂજા થઇ રહી છે. જે ભારત માં ગુરુકુળ પરંપરા હતી તેની જગ્યાએ કોન્વેન્ટ લઇ લીધું અને સંસ્કારની પડતી થઇ. દરેક ચીજ નું વ્યવસાઈકરણ થઇ ગયું. પોપટે હવે તો જાગો ની પીપુડી વગાડી પણ વ્યર્થ.
માણસ જ્યા સુધી પોતે જાગવાનો પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી વિશ્વનો કોઈ માણસ તેને જગાડી સકતો નથી.
બીજે તે ગૃહસ્થ સંસ્થા પાસે ગયો. જે ભારત માં ત્રણ પેઢી એક સાથે સંયુક્ત રહેતી હતી, ચાર કાકા ને પાંચ ફઈબા ની જગ્યાએ હમ દો હમારા એક થઇ ગયું. ભૌતિક સુખ ને પકડવામાં (૨૪x૭ ) જીવનનો આનંદ લુપ્ત થઇ ગયો. પોપટે હવે તો જાગો ની પીપુડી વગાડી પણ લોકો તો લીવ એન્ડ રીલેસન માં સુસુપ્ત રહેવાને ઈચ્છતા હતા.
ત્રીજે તે રાજકારણી પાસે ગયો. આમાં તો કૃષ્ણ નો સિદ્ધાંત હતો કે રાજકારણી ને ઉપદેશ થી સમજાવી સકાતા નથી, વધ અનિવાર્ય છે. નેરેટીવ ત્યાંથી પણ ઉડી ગયો.
ચોથી ધર્મસંસ્થા પાસે ગયો. જે ધર્મસંસ્થાએ સમાજને કહેવું જોઈએ કે હવે તો જાગો. તેની જગ્યાએ મંદિર ને દુકાન બનાવી નાખી. બે લાડુડી માં બ્રહ્માંડ ને સમાવી લીધું. ભજન અને ભોજન માં જીવન સ્વાહા કરી દીધું. પોપટ ભગ્ન દેહે પાછો વળ્યો.
રસ્તામાં એક તેણે કાગડો જોયો. તેને સમજાવી પટાવી, પોતાનો હવે તો જાગો નો પોપટી રંગ લગાડવો સરુ કર્યો. કાગડો આખો પોપટી થઇ ગયો. જાણે જાગૃત થઇ ગયો. પણ આ સું વાસ્તવિકતાનો વરસાદ પડતા તે પાછો પોતાને રંગે આવી ગયો. નેરેટીવને એક ઠોલો મારી કાગડો ઉડી ગયો.
નેરેટીવ ને થયું આખા સમુદ્રમાં સાકાર નાખી ગળ્યું બનાવી શકાતું નથી, પણ તેમાંથી એક બુંદ લઇ ટીપાને પારદર્શક બનાવી સકાય છે. તુરંત એક સાધુ પાસે જઈ દીક્ષા લઇ સન્યાસ ઓઢી લીધો. હિમાલય જઈ સાધના માં લીન થયો. તેને આત્મજ્ઞાન થયું. તે ફરી પાછો સમાજની સ્થિતિ જોવા આવ્યો.
પોતાની આત્મજાગૃતિ માટે ગયો ને અહી સમાજ મૃત્યુ પામ્યો. નેરેટીવ ને ખુબ દુખ થયું. સમાજ આજે સુષુપ્ત એટલે છે કે જાગૃત માણસોએ સુતેલાને જગાડ્યા નથી. તે પાછો સંસારમાં આવી ગયો. ઘેર ઘેર ગીતા જ્ઞાન લઇ ગયો ને પોતાના બે હાથ ઉપર કરી કહેતો ગયો હવે તો જાગો.
अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुच्चत्याशा पिण्डम् ।। ६ ।।
भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते ।।
જીવનના અંતની નજીક પહોંચતા હોવા છતાં પણ વ્યક્તિ સંસારિક ઇચ્છાઓમાં બંધાયેલો રહે છે. તેથી, હે મૂર્ખ મનુષ્ય! આ જીવનની નાશવંતતા સમજીને, સંસારિક પ્રવૃત્તિઓમાં મગ્ન ન રહેતા, સતત ગોવિંદનું ભજન કર. કારણ કે મૃત્યુના સમયે કર્મકાંડીય જ્ઞાન અને વ્યાકરણના જટિલ સૂત્ર ('ડુકૃંજ કરણે' = સંસ્કૃત વ્યાકરણનો એક સૂત્ર) તમારી રક્ષા નહીં કરી શકે. ફક્ત ઈશ્વરનું સ્મરણ જ આ અનિશ્ચિત જીવનમાં સાચી સુરક્ષા અને મોક્ષ પ્રદાન કરી શકે છે.