કભી ખુશી કભી ગમ - ભાગ પ PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કભી ખુશી કભી ગમ - ભાગ પ

ACT 2

SCENE 5

[સ્ટેજ પર લાઈટ આવે છે વિરેન કપિલા નીલમ ફોન પર વાત કરી રહ્યા છે પરમ સાઈડમાં બેઠો છે ફોન પર બેસણુ ચાલી રહ્યુ છે .]

કપિલા - જોને ભાઈ શું થઈ ગયું ? વિશ્વાસ જ નથી થતો મમ્મી આ ઘરમાં પાછા ક્યારેય નહીં આવે. મમ્મી હવે પાછા ક્યારેય જોવા નહીં મળે. ત્રણ દિવસ થયા તારા જીજાજી એ એક કોળિયો પણ મોઢામાં નથી નાખ્યો . તું ટીનુ ને આ વાત નહીં કરતો . તારે પણ આવવાની જરૂર નથી આવીશ તો પણ કોઈ તને બિલ્ડિંગમાં આવવા નહીં દે . સવારથી બધાના ફોન આવે છે બધાને આવવું છે પણ એ શક્ય નથી . સપને પણ નહોતું વિચાર્યું આવો દિવસ આવશે . પપ્પાને આ વાતની ખબર નથી . તું એમને ફોન ના કરતો પ્લીઝ અને તમે તમારું ધ્યાન રાખજો .

નીલમ - ના ફોઇ તમે આવવાનું સાહસ ના કરતા મમ્મીને તો ગુમાવ્યા છે . હજી બીજું કઇ આવું થાય તો સહન નહીં કરી શકાય . તમે તમારું ધ્યાન રાખજો સાચી વાત છે ભગવાનની મરજી સામે કોનું ચાલે છે . બધું નોર્મલ થઈ જાય પછી મળશુ . હા ફુવા ને કહેજો કે પપ્પાને ફોન ન કરે. પપ્પાને આ વાત ની ખબર નથી. એ હજુ હોસ્પિટલમાં જ છે એમની તબિયત સારી નથી અને આ સમાચારથી એમને આઘાત લાગશે એટલે આ વાત વિશે બીજા કોઈને જાણ નહીં કરતા.

વિરેન - ના મામા ના આજ બસ આજ હોસ્પિટલમાંથી છેલ્લો ફોટો મોકલાવ્યો એ જ મમ્મીના અંતિમ દર્શન . હું અને પરમ સ્મશાને ગયા હતા. મમ્મીનો ચહેરો સુધા જોવા ના મળ્યો એક કોથળામાં લપેટીને મમ્મીને લઈ ગયા . અમે દૂર ઊભા રહી બસ એટલું જ જોઈ શકયા . ન કહેવાય ન સેહેવાય એવી હાલત હતી . ના મામા ના તમે ઘરની બહાર નીકળતા નહીં અહીં હાલત બહુ ખરાબ છે. ને હા પપ્પાને ફોન કરવાનો નથી એમની તબિયત પણ સારી નથી અને આ સમાચાર મડશે તો ભાંગી પડશે .

પરમ - મારું તો નસીબ જ ફૂટેલું છે 12 વર્ષનો હતો ત્યારે મારી મમ્મી છોડીને જીતી રહી . વર્ષો પછી મમ્મી પાછી મળી ગઇ એવું લાગતું હતું પણ ભગવાનને એ પણ ના ગમ્યુ મારી સાસુ મમ્મીને પણ એમને એમની પાસે બોલાવી લીધી . એક દિવસ તો બધાએ જ વિદાય લેવાની છે પણ આ રીતે વિદાય સહન નથી થતું યાર . બધાના ખભા ઝૂકી ગયા છે . કોઇના ખભે માથું મૂકી ખુબ રડવું છે પણ આ જો ને કોઈ આવી શકે એમ નથી . તું તારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે . એમને ઘરની બહાર જવા નહિ દેતો જય શ્રિ ક્રિષ્ન . 

[ બધા જ દુઃખી થઈ રડી રહ્યા છે ફોન ઉપર વાતો કરી રહ્યા છે ધીરે-ધીરે લાઈટ ડીમ થાય છે સ્મોક આવે છે મમ્મીનો આત્મા એમની સાથે વાત કરવા આવે છે ]

 મમ્મી [નિલમ] - એ જમકુડી જો રડવાનું નહીં હો બેટા જે થવાનું હતું થઈ ગયું . આપણા હાથની વાત નથી . જીવન અને મૃત્યુ આપણે પહેલેથી જ લખીને આવ્યા હોઈએ છીએ . આ બીમારી તો નિમિત માત્ર છે . જો મારી છેલ્લી ઈચ્છા હતી ધૂમધામ થી તારા લગ્ન કરવાની . તું આમ દુઃખી થઈ જઈશ તો મને જરા પણ નહીં ગમે . તમે ચારે એકબીજાનો આશરો છો . સ્ત્રી તો શક્તિનું રૂપ છે તારે હિંમત દેખાડવી -પડશે . અને હવે પપ્પાનું ખાસ ધ્યાન રાખજે.

મમ્મી [ પરમ] - શું કુમાર સાસુ મમ્મીની યાદ આવે છે . સોરી બેટા આપણો સાથ આટલો જ હતો . તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે . મારા મન ઉપર એક જ બોજ હતો કે નીલમ નું શું થશે . મને ખુશી છે કે એને તારા જેવો જીવનસાથી મળ્યો છે . તારા લગ્ન તો માણી નહીં શકું એ વાતનું દુઃખ છે . પણ હવે આ ઘરના ચહેરાઓને ફરી હસતા કરવાની જવાબદારી તારી છે. અને તું જ આમ રડ્યા કરીશ તો તારા દોસ્તને કોન સંભાળશે . લગ્ન પછી ફેમેલી પ્લાનિંગ ના કરતો હું જલ્દીથી તારા ઘરે તારી દીકરી બનીને જન્મે આવીશ.

મમ્મી [કપિલા] - દિકરા તુ આ ઘરમાં આવીને ત્યારથી જ તે ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. તારા રાજમાં મેં ખૂબ મજા કરી છે સાચા મનથી મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખુબ ખુશ રહેજે . હવે આ ઘરની પૂરી જવાબદારી તારી હું મદદ નહીં કરી શકું . ટીનું નું ધ્યાન રાખજે અને એ આવે ને એટલે એને મારા તરફથી ગણીને ૧૦૦ પપ્પી કરજે એનો ગાલ લાલ થઈ જવો જોઈએ. વિરેન આમ તો હિંમત વાળો છે પણ મારા પ્રત્યે એને ખૂબ લાગણી છે . એની હિંમત તૂટી ગઈ છે . તું એની હિંમત બન જે .

મમ્મી [વિરેન] - વિરેન બેટા મન ઉપર આટલો બધો બોજ ના રાખ . તે તારાથી બનતા બધા પ્રયત્ન કર્યા છે . પણ ઈશ્વરની મરજી તો માનવી જ રહી . હકીકતનો સ્વીકાર કર . તું એકલો નથી જેણે આ બીમારીને કારણે પોતાની મા ગુમાવી છે . બધામાં તું જ મોટો અને સમજદાર છે. પપ્પાની અને દુકાનની જવાબદારી હવે તારા ઉપર આવશે . અને તું જો આમ હિંમત હારી જઈશ તો ઘર ભાંગી જશે . આ સમય દુઃખી થવાનો નથી બધી હિંમત ભેગી કર અને ઘરની જવાબદારી ઉપાડ અને પપ્પાનું ધ્યાન રાખવાનું છે. નીલમ ના લગ્ન ધૂમધામ થી કરે જે. તમે જો આમ દુઃખી રહેશો તો મારી આત્માને મુક્તિ નહીં મળે . કભી ખુશી કભી ગમ આ જ જીવન છે એનો સ્વીકાર કર . 

[ સ્ટેજ પર ફુલ લાઇટ આવે પરમ આસુ લુછ તો વિરન પાસે જાય . ]

પરમ – યાર સમજાતુ નથી તને શુ સાંતવના આપુ ? પણ આપણા પર હવે મોટી જવાબદારી છે . પપ્પા નો ફોન ગમે ત્યારે આવ્શે . આપણે બધાએ આ દુ;ખ માંથી જલદી બહાર નીકળવુ પડશે . ભગવાને દુ;ખ તો આપ્યુ છે પણ રડવાની પરવાન્ગી નથી . 

વિરેન – હુ શુ કરુ મારી સામે થી મમ્મી નો ચેહરો હટતોજ નથી .

નીલમ  – ભાઇ અત્યારે મમ્મી માટે આપણે એટલુજ કરી શકિએ કે પપ્પા નુ ધ્યાન રાખી લઈયે .

કપિલા – આશુ લુછો અને બધી હિમત ભેગી કરો પપ્પા ની જવાબદારી આપણા ઉપર છે .

[ વિરેન ના ફોનની રિંગ વાગે વિરેન આશુ લુછે ]

વિરેન – હા પપ્પા કેમ છે તમારી તબિયત . હા અમે બધા મજામા છીએ . મમ્મી નિ તબિયત પણ સારી છે હા પેહલા કરતા સારુ છે .હવે તો બરાબર જમે છે . તમને ત્યા ફાવે છે . જમવા નુ સારુ મળે છે ને . પરમ અહિજ છે . હા ભલે તમે તમારુ ધ્યાન રાખ્જો . જલ્દી મળશુ . 
પપ્પા નો રીપોર્ટ સારો આવ્યો છે અઠવાડિયા માં રજા આપ શે .

[ ફોન કટ કરે બધા રડે મા નું સોંગ વાગે અને ધીરે ધીરે ફેડ આઉટ થાય]  

ભાગ ૫ સમાપ્ત