Featured Books
શ્રેણી
શેયર કરો

કભી ખુશી કભી ગમ - ભાગ ૭ (છેલ્લો ભાગ)


SCENE 7


[ સ્ટેજ ઉપર લાઈટ આવે ટીવી પર યોગા નો પ્રોગ્રામ ચાલ્તો હોય જયંત ભાઇ યોગા કરી રહયા છે નિલમ ફોન પર વાત કરતી આવે ] 

નિલમ – દાદી નથી તુ દાદા સાથે વાત કર આલો પપ્પા ટિનુ છે .

જયંત – કેમ છે તોફાની . ના હવે દાદા કોઇને ગુસ્સો નથી કરતા . હા બેટા દાદા હવે એક્દમ કુલ થઈ ગયા છે . જો બેટા તુ બે ચાર દિવસ રાહ જો હું અને તારી દાદી ગાડી લઈને તને લેવા આવીએ છીએ . હા હા અમે પણ ત્યાં બે ચાર દિવસ રોકાશું . તું મને તારા બધા નવા ફ્રેન્ડ સાથે મળાવજે આપણે ક્રિકેટ રમશું . ઓકે બાય. તારી મમ્મી ને ટિનુ આવી જાય એટલે ઘર પાછુ ધબકતુ થઈ જાય .

નીલમ - પપ્પા તમે સાચે દેશમાં જવાના છો ?

જયંત - હા બેટા મેં વાત કરી છે . પરમિશન મળી જશે એટલે ગાડી લઈને જઈશું . તું પણ આવજે કુળદેવી ના દર્શને પણ જઈ આવશુ . આ તારો ભાઈ હજી કેમ આવ્યો નથી ? આજે તારી મમ્મીને રજા આપવાના છે . એને કેટલા દિવસે જોઈશ છેલ્લા 45 વર્ષથી સાથે રહીએ છીએ પણ આટલા દિવસ એકબીજાથી દૂર ક્યારે રહ્યા નથી .આમ તો પેહલા બાળકના જન્મ વખતે પિયર જવાનુ હોય. પણ મે ના પાડી અને તારી નાની  ને અહિ બોલાવી હતી . ને વિરેન નો જનમ અહિંજ થયો એ વખતે ગામળા મા કોઇ હોસ્પીટલ નહોતી . સાચું કહું તો એની આવી રાહ મેં ક્યારેય નથી જોઇ . એની ઇચ્છા છે તારા લગ્નમા હુ એની સાથે ડાન્સ કરુ . તો કરિશ જેવો આવડે એવો . પણ તુ હસ્તી નહી .

નીલમ - તમે મમ્મીને આટલો પ્રેમ કરો છો પણ ક્યારે જતાવતા નથી.

જયંત - અરે બેટા અમારો પ્રેમ આખો આખોમાં થતો હોય . અમને તમારી જેમ આઇ લવ યુ બોલતા ન આવડે . અમારા સંસ્કાર જ એવા થયા હતા . પણ માણસે સમય સાથે બદલાવવું જોઈએ . હુ તમને બધાને પ્રેમ કરુછુ પણ જતાવતા નથી આવળતુ . તું પણ મને માફ કરી દે જે મેં તને ક્યારે સમજવાનો પ્રયત્ન ન કર્યો બસ મારા વિચારો તારા ઉપર તારા ભલા માટે જબરદસ્તી ઠોપવાનો પ્રયત્ન કર્યો છે . મારા માટે સમય સાથે બદલાવવું થોડું મુશ્કેલ છે . પણ હવે નહીં જો મેં તને પણ ક્યારેય નથી કહ્યું . આઇ લવ યુ બેટા અને મને તારા પર અભિમાન છે તું જેટલું ભણી એટલું અમારા ખાનદાનમાં કોઈ નથી ભણયુ .પણ મેં એની ક્યારેય કદર નથી કરી . આઈ એમ સોરી .

નીલમ - પપ્પા આઈ લવ યુ ટુ .

[ બંને ભેટીને રડે કપિલા ચા લઈને આવે ] 

કપિલા - મમ્મી આ દ્રશ્ય જોઇ ને તો ખુશ ખુશ થઈ જાશે . આ ચા લઈ લો આદુ વાળી છે.

જયંત - વહુ બેટા થેન્ક્યુ . પારકા ને પોતીકા કરવા માટે અને આ મકાનને ઘર બનાવવા માટે તમે ખૂબ મહેનત કરી છે . પણ મે ક્યારે એ માટે તમારો આભાર માન્યો નથી , sorry, thank you i love you, આ ત્રણ જાદુઈ શબ્દો છે એનો ઉપયોગ કરવો કેટલો જરૂરી છે હવે સમજાયું છે .

[ કપિલા ને માથા પર હાથ મૂકે છે ડોરબેલ વાગે ]

જયંત - હું દરવાજો ખોલું છું. તમારી મમ્મી આવી ગઈ . વહુ બેટા આરતીની થાળી લઈ આવો.

[ વિરેન અને પરમ આવે ]

જયંત - વીણા ક્યાં છે ? ડોક્ટરે રજા આપી કે નહીં ? અરે કંઈ બોલો . બેસો બેટા પાણી લઈ આવો.

પરમ – પપ્પા મમ્મી નો ઓકસીજન લેવલ હજી બરાબર નથી એટલે ડોકટરે રજા ના આપી .

જયંત – ડોકટરો ના આ બધા બિલ વધારવાના આઇડિયા છે . ચલ હુ સાથે આવુ છુ જોવુ કેમ રજા નથી આપ્તો. 

પરમ – ના પપ્પા તમને અંદર નહિ જવા દે .

જયંત – કેમ એના બાપ નુ રાજ ચાલે છે ? 

વિરેન – પરમ ઓર જુઠુ નહિ ચાલે .

જયંત – કયા જુઠાની વાત કરો છો ?

 વિરેન - પપ્પા તમને એક વાત કરવી છે પણ હિંમત નથી થતી . કેવી રીતે ક હું સમજાતું નથી . મારી જીભ જ નથી ઉપડતી.

જયંત – એવી કઈ વાત છે ?

વિરેન - પપ્પા મમ્મી...... મમ્મી.......

જયંત ‌- તારી મમ્મીની વાત કરવી છે .

નિલમ – હા પપ્પા અમે સચ્ચાઇ છુપાવી છે .મમ્મી હવે ....

જયંત - મમ્મી હવે ક્યારે પણ નહીં આવે. એ આપણને હંમેશા માટે છોડીને ચાલી ગઈ છે.

વિરેન - પપ્પા.......તમને ......

જયંત - હા... બેટા મને ખબર છે . બાપ છું તમારો . 45 વર્ષનો સંબંધ તૂટી જાય અને મને ખબર ન પડે એ કેવી રીતે શક્ય છે ? આવી હતી મને મળવા .

[ લાઇટ ડીમ થાય સ્મોક ચાલુ થાય મમ્મી દેખાય ]

વીણા - સાંભળો છો ? હું તમને મળવા આવી છું . એ પણ છેલ્લી વાર . ઈશ્વરે આપેલું જીવન અહીં પૂરું થાય છે. આ શરીરને છોડવાનો સમય આવી ગયો છે . આમ તો જીવનમાં તમે મને બધું માંગ્યા વગર આપ્યું છે અને એના માટે મારે તમને થેન્ક્યુ કહેવું છે. અમારા સારા ભવિષ્ય માટે તમે કેટલા બલિદાન આપ્યા છે હું જાણું છું . પણ છેલ્લે તમારી પાસે હજી કંઈક માંગુ છું . મને ખબર છે તમે જરૂર આપશો . બચેલું જીવન મોજથી જીવજો શ્વાસ લેતા રહેજો . હવે તો મારા ભાગની જાત્રા પણ તમારે કરવાની છે . અને હા મારા બાળકોનું ધ્યાન રાખજો . એમના પર ગુસ્સો નહીં કરતા . એ સમજે છે તમારા ગુસ્સામાં તમારો પ્રેમ છે પણ હવે ગુસ્સો નહિ પ્રેમ બતાવજો . ખૂબ ફરજો .જલસા કરજો જયંતીલાલ . નીલમ ના લગ્નમાં ડાન્સ કરજો. મારા માટે કોઈ દુઃખ નહીં કરતા. હું તો ભગવાનના વિમાનમાં બેસી લાંબી યાત્રાએ જાઉં છું . જો તમે ખુશ રહેશો તો મારો આત્મા પણ ખુશ રહેશે. મને યાદ કરજો અને મને યાદ કરો ત્યારે ચહેરા પર સ્માઇલ હોવી જોઈએ . બધાને મારો પ્રેમ આપજો ' જય શ્રી કૃષ્ણ '.

[ ફૂલ લાઈટ આવે બધા પપ્પાને વળગીને રડે ]

 જયંત - જુઓ છોકરાઓ રડવાનું નથી મમ્મીની વાતનું માન રાખવાનું છે આજ જીવન છે કભી ખુશી કભી ગમ . આપણા હાથમા માત્ર આપણા કર્મો છે એ સારા રાખ જો . બધું ઈશ્વરની મરજી થી થાય છે સુખ કે દુખ જે મળે એને ઇશ્વર ની ભેટ સમ્જી સ્વીકાર કરો અને આગળ વધો .

[ યે જીવન હે ઇસ જીવન કા યહિ હે રંગ રુપ.......મયુજિક સાથે બ્લેકાઆઉટ ]

                                                   
                                                                        સમાપ્ત
મિત્રો આ બીમારી દરમિયાન તમારા જો આવા કોઈ અનુભવ હોય તો કોમેન્ટમાં જણાવશો.

થેન્ક્યુ

પંકજ ભરત ભટ્ટ