SCENE 4
[ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છે કપિલાનો ફોન વાગે ]
કપિલા - હા ભાઈ બોલ . ના કંઈ જ બરાબર નથી મમ્મી અને પપ્પા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે . માંડ માંડ હોસ્પિટલમાં જગા મળી છે એ પણ અલગ અલગ હોસ્પિટલમાં . તું ટીનું નું અને તમારુ ધ્યાન રાખજે અને હા આ બધી વાત એને ના કરતો. હા એ લોકો હમણાં જ હોસ્પિટલથી આવ્યા છે નાહવા ગયા છે . હું પછી તને ફોન કરીશ.
[ પરમ ફ્રેશ થઈને બહાર આવે]
નીલમ - પરમ હવે બધી વાત ડિટેલમાં જણાવ.
પરમ - અહીં થી પહેલા અમે મમ્મીને એડમિટ કરવા ગયા એ લોકો હોસ્પિટલમાં લેવા જ તૈયાર નહોતા કહે કે કોઈ બેડ ખાલી નથી પછી મેં મારા ફ્રેન્ડ ને ફોન લગાડ્યો અને એણે મોટા ડોક્ટરને ફોન લગાવ્યો ત્યારે જઈને એડમિશન મળ્યું . અમને તો અંદર જવા પણ ન દીધા . અમે તો બહાર ઊભા રહી બધું જોઈ રહ્યા . મમ્મીની બેગ પણ એ લોકોએ ના લીધી .
કપિલા – પપ્પા હોસ્પિટલ મા આવ્યા હતા .
પરમ – ના પપ્પા તો ગાડીમા જ બેઠા હતા . હોસ્પિટલ તો આખુ કિલ્લામાં ફેરવાઈ ગયુ હતુ. . અમે બધી ફોર્માલિટીસ પૂરી કરી અને પછી મમ્મીને જોઈને આવ્યા . એટલે અંદર તો ના જવા દીધા બહારથી જોઈને આવ્યા બધાને જાણે કાચની પેટીમાં પૂરી દીધા હોય એવું લાગતું હતું . પણ ટ્રીટમેન્ટ તુરંત શરૂ થઈ ગઈ એટલે અમને હાશકારો થયો .
[વિરેન આવે છે]
વિરેન - ચિંતા કરવા જેવું નથી. આ બીમારીના પ્રોટોકોલ જ એવા છે અને આટલી મોટી હોસ્પિટલ હોય એટલે એ લોકો તો ફોલો કરે જ . મમ્મી સાથે વાત તો ન થઈ પણ બેડ ઉપર આરામથી સુઈ ગઈ હતી અને ચહેરા પર મોટી સ્માઈલ હતી. એ શું બોલી એ સંભળાયું નહીં પણ પપ્પાનું અને તમારું ધ્યાન રાખજો કદાચ એમ કહી રહી હતી. પછી પપ્પાને અમે ગુરુકુલ સ્કૂલમાં લઈ ગયા ત્યાં હોસ્પિટલ જેવી વ્યવસ્થા તો નથી પણ ખૂબ સારી સગવડ હતી . ચોખા બેડ હતા અને ત્યાં તો પપ્પાને તરત એડમીટ કરી દીધા અને એમની પણ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ પપ્પા તો જાતે જ પોતાની બેગ લઈને અંદર એડમિટ થઈ ગયા પપ્પા એ ખૂબ હિંમત બતાવી .
પરમ - પપ્પાએ કહ્યુ મને કાંઈ નથી થયું . હવે તમે મને સીધા લેવા આવજો . ખાવા પીવાની મારી કોઈ ચિંતા કરતા નહીં અહીં સારામાં સારી વ્યવસ્થા છે . ખાલી મમ્મી નું ધ્યાન રાખજો હું ફોન કરતો રહીશ અહીં રોજ આવવાની જરૂર નથી .
વિરેન - પપ્પા તો એવી રીતે જતા હતા જાણે વેકેશન માણવા જતા હોય . ફુલ કોન્ફીડન્સ એમને ખાલી મમ્મી ની ચિંતા હતી . આ બધુ શાંતી થી પત્યુ ત્યાં જ મમ્મીની હોસ્પિટલમાંથી ફોન આવ્યો ડોક્ટર એ કહ્યું બધું કંટ્રોલમાં છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી . પણ બે ઇન્જેક્શન નો બંદોબસ્ત કરવો પડશે એ આપશો તો જલદી સારું થઈ જશે ને કોઈ રિસ્ક નહીં રહે .
પરમ - અને પછી એ બે ઇન્જેક્શન ગોતવામાં અમારો દમ નીકળી ગયો .આ ઇંજેક્સન નિ શોર્ટેજ ચાલે છે . કેટલા ફોન કર્યા કેટલી લાગવગ લગાળી બ્લેકમાં લેવા તૈયાર થઈ ગયા . મહા મહેનતે છેક ભીવંડી થી એ ઇન્જેક્શન મળયા અને એ ઇન્જેક્શન હોસ્પિટલમાં પહોંચાડી અમે ઘરે આવ્યા. અને હા રસ્તાઓ પર બધી જગયા એ પોલીસ ને જવાબ આપિ થાકી ગયા .
વિરેન - ઇન્જેક્શન આપવા ગયા ત્યારે પાછી મમ્મીને જોઈ . સુઈ ગઈ હતી પણ ચહેરા પર સ્માઈલ હતી . બે ચાર દિવસની વાત છે બધું સારું થઈ જશે . ચાલો હવે અમારા માટે કંઈ જમવાનું બનાવ્યુ છે કે નહીં ?
પરમ - આટલી ધમાલમાં તો ભૂખ જ મરી ગઈ હતી . પણ હવે ખબર પડે છે કે 12 કલાકથી અમે કંઈ જ ખાધું નથી . પેટમાં બિલાળા બોલે છે જે હોય એ લઈ આવો.
નિલમ – બધુ તૈયાર છે અમે પણ નથી જમ્યા અહિ હોલ મા લઈ આવી યે . ચાલો ભાભી .
[ નીલમ અને કપિલા રસોડામાં જમવાનું લેવા જાય અને ત્યાં જ વિરેનનો ફોન વાગે]
વિરેન - હા બોલો. હા મે ઉનકા લડકા બોલ રહા હું .અરે ક્યા બક્વાસ કર રહે હો ? દિમાગ ખરાબ હો ગયા હે તુમારા . બરાબર દેખો . મેં અભી એક ઘંટે પહેલે ઉનકો દેખ કે આયા હું સબ નોર્મલ થા . કુછ મિસ્ટેક હો રહા હે હા ભેજો ફોટો ભેજો.
પરમ - શું થયું વિરેન?
વિરેન - અરે કઈ નહિ યાર આ હોસ્પિટલ વાળાઓનું મગજ ખરાબ થઈ ગયું છે . આપણે હમણાં તો મમ્મીને જોઈને આવ્યા. એકદમ સાજી છે ડૉકટરે પણ કહ્યુ બધુ બરાબર છે .અને આ લોકો સાલા કહે છે કે એ એ એની બન્ને કિડની ફેલ થઈ ગઈ અને..,,,,એ ફોટૉ મોકલાવે છે .
[ વિરેનના ફોનમાં મેસેજ આવે અને ફોટો જુએ]
વિરેન - મમ્મી................ [ ચીસ પાડે અને ફોન હાથમાંથી છૂટી જાય બધા આઘાત મા અને મ્યુઝિક સાથે બ્લેકઆઉટ ]