કભી ખુશી કભી ગમ - ભાગ ૧ PANKAJ BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કભી ખુશી કભી ગમ - ભાગ ૧

         શ્રી ગણેશાય નમઃ

            કભી ખુશી કભી ગમ

પાત્ર પરિચય
  જયંત દેસાઈ 60 વર્ષ પપ્પા
  વીણા જયંત દેસાઈ 57 વર્ષ મમ્મી
  વીરેન જયંત દેસાઈ 35 વર્ષ મોટો દીકરો
  કપિલા વિરેન દેસાઈ 33 વર્ષ વહુ
  નીલમ જૈન દેસાઈ 30 વર્ષ દીકરી
  પરમ રમણીક જોશી 31 વર્ષ જમાઈ
  ટીનુ વિરેન્દ્ર દેસાઈ 10 વર્ષ પૌત્ર

ACT 1

SCENE 1

[ એનાઉન્સમેન્ટ બાદ પડદો ખુલે છે સ્ટેજ ઉપર લાઈટ આવે છે બોલીવુડ સોંગ ચાલુ છે નીલમ અને પરમ ડાન્સ કરી રહ્યા છે “તેરી બાતો મેં એસા ઉલજા  જીયા “ વીણા બેન ડાઇનિંગ ટેબલ પર બેઠા શાક કાપી રહ્યા છે કપિલા ફોન પર મ્યુઝિક વગાડી રહી છે નીલમ સરસ ડાન્સ કરે છે પરમ ગડબડ ડાન્સ કરી રહ્યો છે નીલમ ચીડાય છે]

 નીલમ - ભાભી મ્યુઝિક બંધ કરો પ્લીઝ. પરમ તુ આ શુ કરે છે ?

 પરમ - ડાન્સ યાર. ઝબરદ્સ્ત છે ને ?

 
નીલમ - આને ડાન્સ કહેવાય ? તારું ધ્યાન ક્યાં છે ? કેટલી વાર શીખવાડ્યું પણ એક પણ સ્ટેપ તને યાદ રહેતું નથી . હું કાંઈ કહું છું ને તું કાંઈ કરે છે . મારી સામે જ જોયા કરે છે અને કોપી કરે છે ટાઈમિંગ જ નથી આવતો.

પરમ - શું વાત કરે છે યાર ? આટલું સરસ ડાન્સ કરું છું . તું સાસુમમ્મી ને પૂછી જો.
 
નીલમ - મમ્મીને શું પૂછવાનું એ તો તારી બધી વાતમાં હા પાડે છે જમાઈ થવાનો છે ને .
 
પરમ - એક મિનિટ. ભાભી તમે અહીં સામે આવો સાસુ-મમ્મી તમે પણ સામે આવો પહેલેથી મ્યુઝિક વગાડો અને તમે બધા જ જુઓ.

[ મ્યુઝિક વાગે છે પરમ ડાન્સ કરે છે ભાભી અને મમ્મીને હસવું આવી જાય છે નીલમ ને ગુસ્સો આવે છે]
 
નીલમ - તું ડાન્સ કરે છે ને તો એવું લાગે છે જાણે સાયકલમાં હવા ભરતો હોય. મારે તારી સાથે કોઈ ડાન્સ નથી કરવો આ સંગીત નો પ્રોગ્રામ કેન્સલ કરો મારે બધાની સામે મજાક નથી બનવું.
 
વીણા – ઓ પોપટલાલ શાંતી રાખ .

પરમ - જુઓ સાસુમમ્મી આ તમારી દીકરી લગ્ન પહેલા મને આટલું દબડાવે છે. લગ્ન પછી તો જાણે શું કરશે ? હું તમને કહી દઉં છું લગ્ન પછી મારા પર આવો ગુસ્સો કરશે ને તો હું મારું ઘર છોડીને અહીંયા રહેવા આવી જઈશ.
 
નીલમ - જોયુ મમ્મી આ કોઈ વાત સિરિયસલી લેતો નથી બધી વાત મજાકમાં ઉડાવે છે.
 
કપિલા - શું નીલમબેન તમે આટલી વાતમાં ગુસ્સે થાવ છો. જુઓ સંગીત કેન્સલ કરવાની જરૂર નથી હજી એક મહિનાની વાર છે ત્યાં સુધી શીખી જશે . આપણે એક ડાન્સ માસ્તરને બોલાવશું એ શીખવાડશે. કુમાર તમે શું કહો છો ? જરા ધ્યાન આપશો તો ધીમે ધીમે શીખી જશો . ચાલો હજી એકવાર પાછી પ્રેક્ટિસ કરીએ તૈયાર થઈ ને નાચવાનો મોકો રોજ રોજ થોડો મળે છે.
 
નીલમ - શું ભાભી તમે પણ એની સાઈડ લો છો. તમે જોયું નહીં કેવો ડાન્સ કરે છે તમે પણ હસતાતાને ? હવે મારો મૂડ નથી .

પરમ – ભાભી આતો છે જ નેગેટીવ . કોઇ પણ પ્રોબલમ આવે એટ્લે પાણી મા બેસી જવાનુ .

નિલમ – હુ નેગેટીવ નથી પ્રકટીકલ છુ . પોતાને ડાન્સ નથી આવડતો અને બિજા મા ભુલો શોધે છે

પરમ – ઓકે  મને ડાન્સ નથી આવડતો . તો હુ શિખ્વાનો પ્રયત્ન કરુ છુ તારી જેમ પ્રોગરામ કેન્સલ નથી કર તો . મારે બધા સામે મજાક નથી બનવુ આવી મોટી D I D ચેમપિયન .

નિલમ – પરમ ......

વિણા – તમે લોકો શાંતિ રાખો લગન પછી ઝગડવા માટે થોડુ બાકી રાખો .

નિલમ – સોરી મમ્મી . આમારુ આજે રેહવા દો ભાભી તમે પ્રક્ટીસ કરો .

કપિલા - તમારા ભાઈ વગર હું એકલી કેવી રીતે ડાન્સ કરું ? અમારો તો કપલ ડાન્સ છે.

પરમ - હા તો સાસુ મમ્મીની સાથે ડાન્સ કરો .

નીલમ - હા મમ્મી . પપ્પા તો ડાન્સ કરવાના નથી . તું અને ભાભી જે ડાન્સ કરવાના છો એ ગીત વગાડો અને પ્રેક્ટિસ ચાલુ કરો.
 
વીણા - ના ભાઈ ના અત્યારે નહીં . અમારી પ્રેક્ટિસ હજી બરાબર થઈ નથી . અને તારા પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે . રસોઈ કરવામાં મોડું થશે . એટલે પછી ક્યારેક કરશું.

 પરમ - સાસુ મમ્મી પ્લીઝ મેં એક પણ વાર તમને ડાન્સ કરતા નથી જોયા. થોડો તો થોડો એક સ્ટેપ તો કરીને બતાવો. મને મોટીવેસન મળશે પ્લઇઝ .......
 
વીણા - ભલે તારી ઈચ્છા છે તો કરીએ . પણ એક જ સ્ટેપ હો.
 
નીલમ - જોયું ને જમાઈએ એકવાર કીધું એટલે તરત હા પાડી દીધી.
 
પરમ - ભાભી તમે ગીત ચાલુ કરો આનું કમ્પ્લેન કરવાનું તો બંધ જ નહીં થાય.

[ ‘ ડોલા રે ડોલા મન ડોલા તન ડોલા ‘ આ સોંગ ઉપર સાસુ વહુ સરસ ડાન્સ કરે છે વીણાબેન થાકી સોફા પર બેસી જાય છે બધા તાળીઓ પાડે છે પરમ વિનાબેન ના પગમાં શાષ્ટાંગ દંડવત કરતો સૂઈ જાય છે]

વીણા – અરે આશુ કરો છો ? તમે ઉભા થાઓ .
 
પરમ - સાસુ મમ્મી યાર શું ડાન્સ કરો છો તમે . હવે મને ખબર પડી આ નીલુડી આટલું સારું કેમ નાચે છે . માતાજી મને પણ તમારો શિષ્ય બનાવો . તમારો આશીર્વાદ આપો . હવે કોઈ ડાન્સ માસ્તરની જરૂર નથી . સાસુ મમ્મી તમે મને શીખવાડશો ને ?
 
વીણા - અરે ના ભાઈ તમે ડાન્સ માસ્ટર રાખો અને ઉભા થાવ.
 
નીલમ - મમ્મી તમે લોકોએ ક્યારે પ્રેક્ટિસ કરી ?
 
કપિલા - નીલમબેન પપ્પા ને તમારા ભાઈ સવારે દુકાને જાય . તમે નોકરીએ જાઓ . ટીનુ એના મામાને ઘરે ભુજ ગયો છે એટલે બપોરે અમે બંને સાવ નવરા હોઈએ અને અમારી તો બસ એક જ વાત ચાલતી હોય તમારા લગ્ન અને લગ્નની તૈયારીઓ . એમાં પ્રેક્ટિસ પણ કરી લઈએ. આ જેમ મોમ ડાન્સ નો પ્રોગ્રામ થાય છે એવી રીતે જો દાદી ડાન્સનો પ્રોગ્રામ થાય તો આપણા મમ્મીનો ફસ્ટ નંબર આવે.

પરમ – સો ટકા . તમે કોઇ ટ્રૈનિગ લિધી છે ?
 
વીણા – ના હવે શોખ છે . અમારા સમયમા છોકરીઓ ને આટલી આઝાદી નહોતી મળતી અને પાછુ એમા ગામડામા તો ઘરની બહાર નિકળવા ન મળતુ એવામા ડાન્સ કયા કરવા મળે.

પરમ – તો પછી તમે કયારે શિખ્યા ?

વિણા – નિલમ નાની હતી ત્યારે એને ડાન્સ કલાસ મુકી હતી. કલાસ ચાલે ત્યારે હુ ત્યા બેઠી રેહતી ને જોય કરતી પછી બપોરે ઘરે કોઇ ના હોય ત્યારે એકલી પ્રેકટીસ કરતી.

પરમ – વાઉ... યુ ર જસ્ટ ગ્રેટ  સાસુ મમ્મી.

વિણા – વિરેન ના લગ્ન વખતે આવો કોઇ પ્રોગરામ થયો જ નહિ .વિચાર્યુ નિલમ ના લગ્ન્મા ડાન્સ કરિશ . સાચું કહું તો મેં તો આશા છોડી દીધી હતી કે નીલમ લગ્ન કરશે. પણ પરમ એના જીવનમાં આવ્યો અને નિલમે લગ્ન માટે હા પાડી . હું દસ વર્ષ જવાન થઈ ગઈ એટલે આટલા ઉત્સાહને ખુશીમાં જોશ આવી ગયો . મારી ઈચ્છા તો તારા પપ્પા સાથે ડાન્સ કરવાની છે પણ એમને તો કંઈ કહેવાય નહીં . આપણને ડાન્સ કરવાની અનુમતી મળી છે એ જ મોટી વાત છે. થેંક્યુ નીલમ થેન્ક્યુ પરમ.

[ વીણાબેન ની આંખો ભીની થાય છે નીલમ એને ગળે લગાડી લે છે]
 
નીલમ - શું મમ્મી તું પણ.
 
વીણા – ચલ હવે મોડુ થાય છે. કપિલા તુ ભાખરી વણવાનું ચાલુ કર હું શાક વગારી દઉં આ લોકો આવતા જ હશે.

[ ડોરબેલ વાગે]

 કપિલા - આવી ગયા . હું દરવાજો ખોલું છું.

[ વીણાબેન ડાઇનિંગ ટેબલ તરફ જાય નીલમ ઊભી થઈ સાઈડમાં જાય પરમ સોફા પર શાંતિથી બેસે પપ્પા અને વિરેન આવે કપિલા વિરેનના હાથમાંથી ટિફિન અને બેગ લઈ કિચન તરફ જાય]

 કપિલા - બેસો હું પાણી લાવું છું.

[ ઘરમાં એકદમ શાંતિ છવાયેલી છે પરમ મોબાઇલ જોઈ રહ્યો છે પપ્પા ને જોઇ ઉભો થઈ જાય ]

  વિરેન - અરે પરમ તું ક્યારે આવ્યો. [ બંને ભેટે]
 
જયંત - એ તારો મિત્ર હશે પણ હવે આ ઘરનો જમાઈ થવાનો છે તો માનથી બોલાવો.

  વિરેન - ઓ સોરી કેમ છો જીજાજી ? એટલે કેમ છો કુમાર ? ક્યારે આવ્યા ?

[ પરમ પપ્પાને પગે લાગે]
 
જયંત – જય શ્રી ક્રિષન . દર વખતે પગે લાગવાની જરૂર નથી બેસો .

[ કપિલા પાણી લાવે ત્રણેયને આપે]
 
જયંત – બોલો કુમાર આવ્વાનુ કોઇ ખાસ કારણ .

પરમ – હા... એટ્લે.... આ સંગીત ની થોડી તૈયારી .

વીરેન – ડાન્સ પ્રેક્ટીસ ..... હવે જમી ને જ જજે .
 
વિણા - હું શાક બનાવી લઉં . તમે નાહી લો પછી બધા સાથે જમવા બેસીએ.

  જયંત - તુ શું કામ બનાવે છે ? નિલમના હાથમાં હજી મહેંદી લાગી નથી ? એક મહિનાની વાર છે. પછી એને એના ઘરમાં રસોઈ કરવાની છે . તો જરા હાથ પગ ચલાવો અને મમ્મી પાસેથી બધું શીખી લો . સાસરે ભાભીના હાથનું તૈયાર ટિફિન અને રાત્રે મમ્મીની હાથની તૈયાર રસોઈ મળવાની નથી . બધું જાતે જ કરવું પડશે.

 વીણા - શું તમે દીકરી સાથે આવી રીતે વાત કરો છો. એ હવે મારી સાથે માત્ર એક મહિનો છે તુ બેટા આરામ કર અમે રસોઈ કરીએ છીએ.
 
જયંત - દીકરી 30 વર્ષની થઈ ગઈ છે પણ હજી સાત વર્ષની હોય એવા લાડ કરે છે.

વીણા – જમાઇ બેઠા છે . બોલાવા મા થોડુ ભાન રાખો .

[ નીલમ ગુસ્સામાં બેડરૂમમાં જાય છે કપિલા અને વીણા રસોડામાં જાય છે]

પરમ - પપ્પા તમે ચિંતા ના કરો અમે મેનેજ કરી લે શું.
 
જયંત - જુઓ પરમ કુમાર અમારા લાડ પ્યારે એને જીદ્દી બનાવી દીધી છે . જે ભૂલ અમે કરી એ તમે કરશો તો માથે બેસી જશે બાકી તમારી મરજી. હું નાહીને આવું છું. વિરેન તું પરમ કુમાર પાસે બેસ.
 
વિરેન - પપ્પાની વાતનું ખોટું ન લગાડતો એમનો સ્વભાવ એવો જ છે. પહેલા આવું નહોતું પણ ત્રણ વર્ષ પહેલાં જ્યારે નીલમે પપ્પાએ પસંદ કરેલા છોકરા સાથે સગાઈ તોડી નાખી ત્યારથી બંને વચ્ચે જરા અબોલા છે .
 
પરમ - ચીલ માર યાર. હું આ ઘરમાં પહેલીવાર થોડી આવ્યો છું . હુ નીલમ ને પ્રેમ કરુ છુ. અમે એક્જ ઓફિસમા સાથે કામ કરીએ છીએ. અમને બન્ને ને એક બિજાના ગુણ અવગુણ ખબર છે . મારા પોતાના મમ્મી પપ્પા તો વર્ષો પહેલા ગુજરી ગયા. હવે તો આજ મારા મમ્મી પપ્પા છે . અને પપ્પા ના ગુસ્સામાં પ્રેમ છે ચિંતા છે એનું ખોટું ન લાગે . મને તો ખુશી થાય છે કે હવે હું એવા લોકો સાથે જોડાયો છું જેમને મારી ચિંતા છે. એ બધું જવા દે રવિવારે મેચ રમવા તો આવીશ ને.
 
વિરેન - ખબર નહિ યાર પપ્પાનો મૂળ સારો હશે અને દુકાને કામ ઓછું હશે તો કદાચ આવીશ.
 
પરમ - તું નહીં આવે તો હું પણ નથી જવાનો આપણે એક કામ કરીએ આપણે ચારે તું હું ભાભી અને નીલમ સાંજે ડિનર માટે બહાર જઈશું.
 
વિરેન - છોડ યાર રવિવારની વાત રવિવારે. તું જણાવ ડાન્સ પ્રેક્ટિસ કેવી ચાલે છે .

  પરમ - જોરદાર ચાલે છે. હવે નોકરી જાય તોય વાંધો નહીં સાયકલ રીપેર ની દુકાન ખોલી નાખીશ. તારી બેન કહે છે કે હું ડાન્સ કરું છું તો લાગે છે જાણે સાયકલમાં હવા પૂરતો હોઉ.

[ બંને હશે છે . ]

વીરેન – આ તારિ ડાન્સ પ્રેકટીસ બેચ્લર પાર્ટિમા કામ આવ્શે ?

પરમ – હા યાર પાર્ટિ માટે મેમ્બરો વધ્તા જાય છે આજે વિનોદે પણ હા પાડી દિધી .

વિરેન – હા તો બધા આવ્શેજ તુ ગ્રુપ નો લાસ્ટ કુવારો મેમ્બર છે .

[ ફોન પર વાત કર્તા પપ્પા ઉતાવળે બહાર આવે છે ]

જયંત - વિરેન ટીવી ચાલુ કર . સમાચાર લગાવ . બધા હોલમાં આવો.

[ પપ્પાની બૂમ સાંભળી બધા હોલમાં આવે છે અને ટીવી પર સમાચાર સાંભળે છે ટીવીમાં પ્રધાનમંત્રી દ્વારા જનતા કર્ફ્યુનું એનાઉન્સમેન્ટ સાંભળે છે]

  જયંત - આ શું નવું છે ? જનતા કર્ફ્યુ રવિવારે ? અને રવિવારે તો આપણે મેરેજ હોલ ઉપર જવાનું છે ડેકોરેશન અને કેટરિંગ વાળા સાથે મીટીંગ છે.
 
વિરેન - કાંઈ નહિ પપ્પા સોમવારે કરી લઈશું મીટીંગ .
 
નીલમ - મને નથી લાગતું આ એક દિવસમાં પૂરું થઈ જશે .
 
વીણા - એટલે ? મને તો કંઈ જ સમજાયું નહીં . શું છે આ બધું ?.
 
નીલમ - મમ્મી દુનિયામાં એક નવી બીમારી આવી છે એક ચેપી રોગ છે . બીજા દેશોમાં ઘણા સમયથી આ બીમારી છે હવે આપણા દેશમાં પણ આના કેસ મળી રહ્યા છે . બીમારીને ફેલાતી રોકવા માટે lockdown પણ કરવામાં આવે છે.
 
જયંત -lockdown એટલે શું ?
 
પરમ -lockdown એટલે લોકોએ ઘરમાં જ રહેવાનું બહાર જવાનું નહીં ફક્ત ઇમરજન્સી સર્વિસ ચાલુ હોય ઇનશોર્ટ જ્યાં સુધી આ રોગ કાબુમાં ના આવે કે એની કોઈ દવા ન શોધાય ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું.
 
વિરેન - મને નથી લાગતું આવું કંઈ થાય . આ એક દિવસનું કર્ફ્યું છે પછી બધું નોર્મલ થઇ જશે . આવા ચેપી રોગ તો પહેલા પણ આવ્યા છે પરમ તને ખબર છે ને બે ત્રણ વર્ષ પહેલા આવી બીમારીની વાતો ચાલતી હતી ત્યારે આપણું સ્વિમિંગ પૂલ ત્રણ ચાર મહિના બંધ કરી દેવાયું હતું.

પરમ - હા આ એવું જ કઇ છે પણ મેં જે અમારી ઓફિસમાં સાંભળ્યું છે અને અમારા ફોરેન ક્લાઇન્ટ્સ સાથે જે વાત થઈ છે. એ પરથી લાગે છે આ વખતે મામલો સિરિયસ છે. આપણે કદાચ લગ્નની તારીખ બદલવી પડે.

વિણા – આ શુ નવી મુસિબત છે ?

વિરેન – મમ્મી તુ ચિંતા ના કર બધુ બરાબર થઈ જશે .

પરમ – હા એટ્લે આપણે ત્યા વધારે કેસ નથી .આ કદાચ એક એક્સપરીમેંટ હોય કે ભવિષય મા કદાચ આવી તકલીફ થાય તો શુ કરવાનુ.

જયંત – ભગવાન કરે એમજ હોય . ખબર નહિ કેમ પણ . મને લાગે છે કોઇ મોટી મુસીબત આવી રહી છે .

[ બધાને ચિંતા થાય છે ટેન્સ મ્યુઝિક સાથે બ્લેક આઉટ]

ભાગ ૧ સમાપ્ત