રોબિન્સન ક્રુઝોના સંધર્ષની કહાની Kevin Changani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબિન્સન ક્રુઝોના સંધર્ષની કહાની

'રોબિન્સન ક્રુઝો' આ બુકને વાંચન બાદ સંઘર્ષ શું કહેવાય તેની ખરેખર જાણ થાય છે. આ કહાનીએ 17 મી સદી આસપાસની છે જ્યારે યુરોપિયન લોકો સમગ્ર વિશ્વ પર રાજ કરતા હતા.

આ વ્યક્તિને ભણવામાં કોઈ પણ પ્રકારનો રસ હોતો નથી પરંતુ તેના માતા પિતા એવું ઇચ્છતા હોય છે કે આ ભણી ગણીને સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે નું જીવન જીવે.તેના મા બાપ આ રોબિનને ઘણો બધો સમજાવે છે કે આપણી પાસે આટલી બધી ધનદોલત છે સંપત્તિ છે, તું સુખ શાંતિથી ખૂબ જ સારી એવી જિંદગી અહીં વિતાવી શકે એમ છો.પરંતુ રોબીનસન ને સમગ્ર વિશ્વ માં ભ્રમણ કરવાનું એટલી તાલાવેલી જાગે છે કે જેના કારણે તે પોતાની જિંદગી સામે જ મોટો પડકાર ઉભો કરે છે.


રોબિનશન ખરેખર ઈશ્વરમાં માનતો ન હતો જ્યારે તે જહાજમાં જતો અને મુસીબત આવે અને મરવા ઉપર હોય ત્યારે તે ઈશ્વરને યાદ કરતો ઘણી બધી વખત એને ધારી લીધું કે હવે પછી સુખ શાંતિથી જીવન જીવવું છે અને આ દરિયામાં નથી જવું છતાં પણ એના મનની અંદરથી તાલાવેલી જાગે અને ફરી પાછો તે દરિયામાં જાય અને ફરી પાછી એક નવી મુસીબતમાં મુકાઈ જાય.આટલી બધી ધન દોલત પડતી મૂકીને આ વ્યક્તિ વિશ્વના ભ્રમણ માટે જાય છે એ જે જહાજમાં જતો હતો એ જહાજને લૂંટી લેવામાં આવે છે અને એને ગુલામ બનાવી લેવામાં આવે છે બે વર્ષથી ત્યાં ગુલામ તરીકે રહે છે અને પછી તે દરિયામાંથી ભાગવાનો રસ્તો શોધી લે છે.


ત્યારબાદ તે બ્રાઝિલ આવીને પહોંચે છે બ્રાઝિલમાં તેને ઘણી બધી જમીન લીધી જમીનમાં વાવેતર ચાલુ કર્યું અને તેનો વેપાર ખુબ જ સારો એવો ચાલી રહ્યો હોય છે પરંતુ ફરી એકવાર તે લાલચમાં દરિયો ખેડવા જાય છે આખાય જહાજમાં તમામ લોકોના મૃત્યુ થાય છે પરંતુ આ વ્યક્તિ એ જીવિત રહે છે અને એક ટાપુ પર આવીને પહોંચી જાય છે.


આ ટાપુ પર પહોંચતા ની સાથે તેની પાસે ખાવા પીવાનું કંઈ પણ હોતું નથી પરંતુ તે જે જહાજમાં આવ્યો હતો તે ડૂબી ગયું હતું અને તેમાંથી તેને ઘણા બધા કપડા ખાવા પીવાનું દારૂગોળો ઘણા બધા હથિયારો અને ઘણા બધા લાકડાઓ મળી આવ્યા હતા.એની મદદથી તે ટાપુ પર એ ઘર બનાવે છે દારૂગોળાની મદદથી પ્રાણીનો શિકાર કરે છે અને સારી જીવન જીવે છે.કેટલા વર્ષો આમને આમ પસાર કરે છે તે હોડી બનાવવાનો પણ પ્રયત્ન કરે છે કે જેથી તે પોતાના દેશ પરત ફરી શકે પરંતુ તેમાં તે નિષ્ફળ જાય છે દરિયાના વહેણ સામે તેની હોળી એ યોગ્ય દિશામાં જઈ શકતી નથી.


તે ત્યાં 28 વર્ષ સુધી રહ્યો એક જ ટાપુ પર અને એકલો તેની આસપાસ માત્ર અને માત્ર કેટલાક પ્રાણીઓ હતા તે શિકાર કરીને ખાતો હતો ત્યારબાદ તેની સાથે કેટલાક જવ ઘઉં જેવા પાકો હતા કે જેની મદદથી તે ખેતી કરે છે અને બકરી જેવા પશુઓને પાળીને તેની દૂધનો ઉપયોગ કરીને પોતાને યોગ્ય ખોરાક મળે તેવું ભોજન તૈયાર કરે છે તેમ જ આ ટાપુ પર કેટલાક દ્રાક્ષ જેવા અન્ય ફળો પણ મળી આવે છે.


આવી રીતે આ વ્યક્તિ 28 વર્ષ સુધી અહીં રહ્યો છે અંતે તેની સુજબુજ ની સાથે આસપાસ આવતા જહાજો કેટલીક જંગલી પ્રજાતિઓ સાથે સંઘર્ષ થયા બાદ તે ફ્રાન્સના જહાજ મારફતે 28 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરે છે.આ માણસ સાવ નાસ્તિક હતો. જ્યારે મુસીબત આવે ત્યારે તે ભગવાનને યાદ કરતો હતો. વિચાર કરો આપણને એકલા એક રૂમમાં અઠવાડિયું રહેવાનું કીધું હોય ને તો પણ આપણે લોકો આસપાસ ન હોય ને તો આપણે રહી ના શકીએ


આ વ્યક્તિ 26 વર્ષ સુધી એકલો રહ્યો. આની સ્થાને બીજો કોઈ માણસ હોય ને તો ડિપ્રેશનમાં આવી જાય.તે ખુદની જાતને પોતાને જ આત્મવિશ્વાસ આપતો ઈશ્વરને જો મને મારવો હોત ને તો દરિયામાં ડુબાડીને જ મારી નાખ્યું હોત ઈશ્વરને તો મને જીવાડવો હતો તે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવા મંડ્યો. રોજ ઈશ્વરને યાદ કરવામાં સમય ગાળવા લાગ્યો.સૌથી મોટી વાત એ ટાપુ પર હતો ને ત્યારે પણ જે થવું એ થાય એમ રાખીને સંતોષ રાખતો પોતાના મનને અંદરથી આત્મવિશ્વાસ પૂરો પાડતો.


જો તમને આ વાત પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જણાવજો જેનાથી મને પણ આત્મવિશ્વાસ મળે જેનાથી હું જે પણ બુકમાંથી જે કંઈ વાંચી રહ્યો છું એ તમારી સાથે શેર કરી શકું.