જીવતી લાશ Kevin Changani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવતી લાશ

'જીવતી લાશ'

વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી.

જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ લેવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો.

આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ લાગ્યું નહીં. થોડા દિવસ પછી નવરાત્રી હતી આ નવરાત્રીઓમાં જે વ્યક્તિ સાથે મેં વાત કરી હતી(gs candidate) એને તેમની સાથેની સમગ્ર ટીમને મેં તને ત્યા જોયા.સૌપ્રથમ તેમની વર્તણૂક તેમની વિશિષ્ટતા તેમનો પહેરવેશ એકદમ જાણે ભણેલા-ગણેલા અને ચારિત્ર્યવાન લાગ્યા.હું માત્ર આ લોકો સાથે ફોન પર જ વાત કરતો પણ ક્યારેય રૂબરૂ મળીને સમગ્ર ચુંટણી પુર્ણ થય પણ અમે ક્યારેય રૂબરૂ મળ્યા નથી. ખરેખર અમે ચૂંટણી ક્યારે હાર્યા નથી. અમારી જિંદગીને આવનારા દિવસો જે નક્કી થવાના છે અને હાલમાં જે સમય પસાર થઇ રહ્યો છે એ ચૂંટણીના કારણે જ પસાર થઇ રહ્યો છે. દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે અને સરકારી સિસ્ટમ વિશે જાગૃતતા આવી છે એ જ મારી મોટી જીત હતી.

ઍ લોકો કોણ છે? શા માટે કરે છે? અને તેના પાછળ તેનો હેતુ શુ છે? ઍ કોઇ બાબતની મને જાણ ન હતી.પછી ચુંટણી પત્યાના થોડા દિવસો બાદ election બાબતે જ university ઍ જવાનુ થયું. ત્યાં હું એ તમામમાંથી કેટલાક લોકોને મળ્યો એની સાથે સમગ્ર વાતચીત કરી ત્યાર બાદ ખબર પડી કે તેઓ કેટલી મોટી હિંમત છે, કેટલું જ્ઞાન છે.સામાન્ય રીતે જ્યારે હિયરીંગમાં અંદર બેસવાનું થયું ત્યારે થોડો ડર પણ લાગતો હતો કે ઘરે ખબર પડશે તો શું થશે ને એ બધું.પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા અને એ લોકો સાથે રહેતા હોય એમ એમ અંદરથી એક નવી જ ઉર્જા આવતી. કાનૂન વિશે સમજ ઊભી થવા માંડી કોલેજ એટલે માત્ર ને માત્ર પ્રેમીઓનો અડ્ડો નહિ પરંતુ વિદ્યાર્થી જીવનના જ પોતાની જિંદગી સુધારવાની એકમાત્ર તક છે એવું સમજાવવા લાગ્યું.

કોલેજમાં ધીમે ધીમે અનેક નવા નવા ઓ કાર્યક્રમોનું આયોજન થતા આ કાર્યક્રમોમાં એવું જણાતું હતું કે સંઘર્ષો થશે ઝઘડાઓ થશે પરંતુ તેને કોઈ ને કોઈ રીતે ટાળવા એ પણ એક કળા જ છે આ સંઘર્ષોને થવાની પુરેપુરી સંભાવના હોવા છતાં પણ કાર્યક્રમો કરવા એક મોટી હિંમત છે અને અમારે તેની સાથે ખભેથી ખભો મિલાવીને રહેવું એ ક્યાંક ડર લાગે એવું હતું પરંતુ નઈ અમારે લડવું છે. એવી હિંમત અપાવનારા મારા સિનિયર જ હતા.

નવા નવા નારાઓ શીખવા મળ્યા અને આ નારા ઓએ એવી વસ્તુ છે કે જેનાથી વ્યક્તિની અંદર ઉર્જા આવે. અમુક મિત્રો ના કેટલા વાગે ઓનલાઈન થાય છે હાલમાં ઓનલાઇન છે કે નહીં તે જાણીને હું એને આગામી સમય નો પ્લાન કહેવા ખૂબ જ આતુર રહેતો હતો. જ્યારે ફોન આવે ત્યારે કેટલા કલાક લાંબી વાતો થાય તેનો અંદાજ ન હતો કેટલાય ભવિષ્યના,ઇતિહાસના, વર્તમાનના અને કિસ્સાઓ સાંભળવા મળતા હતા. અનેક રાજનૈતિક વિશે રોચક માહિતીઓ જાણવા મળતી હતી. પણ એ હવે મળતી નથી એને થોડું દુઃખ તો છે.

સામાન્ય રીતે આવડું મોટું ગ્રુપ હોય એટલે અંદરોઅંદર ઝઘડાઓ થવાની સંભાવના રહે અને થતાં હોય છે. આ ઝઘડામાંથી પણ એ પ્રકારનું સંકલન ઉભુ કરવું બધાને સાથે લઈને ચાલવું એ ખૂબ જરૂરી બાબત છે એ જ નેતાગીરીના નેતૃત્વના સાચા ગુણો ગણી શકાય છે આને આ એ વ્યક્તિએ કરીને બતાવ્યું છે.

વીઆઈપી સર્કલ રાત્રે મોડે સુધી બેસવાની વાત હોય આગામી સમયના કાર્યક્રમો નક્કી કરવાની વાત હોય કે તેની સાથે ત્રણ દિવસીય અમદાવાદ કેમ્પમાં જવાની વાત હોય. જુદા જુદા અધિવેશનમાં જવાની વાત હોય આ તમામ કિસ્સાઓમાં અમને તેમણે નેતૃત્વ શક્તિનો તેમનામાં રહેલી જ્ઞાન શીલ,એકતા અને કૌશલ્યનો લાભ મળ્યો છે. સાચું કહું ને તો તે લોકો અમારા થી બે વરસ મોટા છે. તે તેના કલાસના વિદ્યાર્થીઓ સાથે જેટલા ન રહેતા હતા એટલા તો એ અમારી સાથે રહેતા હતા એવા સંબંધોના તાંતણા બંધાયા હતા કે તે ક્યારે તૂટશે નહીં.

યાદ બહુ આવે એ સમય, એ પરિસ્થિતિ, ઍ હિંમત અને જિંદગીમાં કંઈક નવું કરવાની આશા એ આ માત્ર ને માત્ર આ કેટલાક વિદ્યાર્થીઓએ અમારા દિલ ની અંદર પ્રજવલિત કરી છે.

એક રાજનેતા સામ-દામ-દંડ-ભેદ એમ તમામ પ્રકારના હથિયારોથી પરિસ્થિતિને નિવારવાનો પ્રયત્ન કરતો હોય છે. આ પરિસ્થિતિનો મેં નરી આંખે અનુભવ કર્યો છે કયા સમયે, કઈ પરિસ્થિતિ મુજબ તેનો ઉપયોગ કરવો જોઇયે તેની સમજ કેળવી. સૌથી વધુ તાકતવર જો કોઈ વસ્તુ હોય તો તે કાયદો છે. આ ગ્રુપમાં એક કાયદાકીય મિત્ર પણ હતા જેના પાસેથી અમે ત્યારે પણ સલાહ લેતા હતા અને આજે પણ સલાહ લઇએ છીએ અને કદાચ જીવનભર પણ સલાહ લેતા રહેશુ. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે એમને હંમેશા સાચા માર્ગે વાળવામાં તૈયાર હોય છે તેના ચારિત્ર્ય ના વખાણ થતાં અમે ઠેરઠેર જગ્યાએ જોયા છે અમે કોઈ અન્ય કાર્યક્રમમાં પણ ગયા હોય અને એમ કહીએ અમરોલી કોલેજ ના આ ગ્રુપના વિદ્યાર્થીઓ છીએ તો પણ આ અમારા સિનિયર ના વખાણો થતા જોયા છે.

અમને ખરેખર અમારી જાત ઉપર ગર્વ છે,કે અમને અમારા આવા તાકતવર સિનિયર મળ્યા અમને ગર્વ છે, કે અમે અમારી કોલેજની જિંદગીના ત્રણ વર્ષ એ કોઈ પ્રેમી પંખીડાઓ બનીને નહીં પરંતુ જિંદગીને જીવવાના એક પાયારૂપ ઘડતર તરીકે વિતાવ્યા છે.હું ખુદ સાચું કહું આવા મિત્રો ન મળ્યા હોત ને તો આજે યુપીએસસીની તૈયારી મૂકી દીધી હોત. હું અન્ય કોઈ રસ્તે ચડી હોય જેમાં મારુ એક પણ પ્રકારનું બાહારી જ્ઞાન ન હોત.

આપણું લોહી એ યુવાન હોય છે અને સ્વાભાવિક છે આ સમયે અંદરથી ઘણા બધા પ્રેમ ના મોજા આવતા હોય છે પરંતુ આ પ્રેમ ની ભરતી અને ઓટ ને કંટ્રોલ કરવાનું કામ આપણું છે મને તટસ્થ, આસ્થા,નીડરતા હિંમત અને ચારિત્ય કઈ રીતે ખીલવું એ પણ આ લોકો દ્વારા શીખવા મળ્યું છે.

આમાંથી કેટલાક મિત્રો એવા છે, કે જે હાલમાં સુરતમાં રહ્યા નથી પોતાના આગળના ઉદ્દેશ્ય માટે બહાર જઇ ચુક્યા છે. પરંતુ તમારી જિંદગીની સફરમાં ક્યાંક ઠોકર ખાતો, ક્યાંક અથડાતો, ક્યાક રડતો, તો ક્યાંક હીમત હારેલો અને ક્યાંક રણનીતિકાર તરીકે તમને મળતો રહીશ. ક્યાંક તમારી પાસે સલાહ માગવા આવીશ પણ એટલું ચોક્કસ કહીશ કે હું તમને મળતો રહીશ.

છેલ્લી વાત હજી મારે તમારી પાસેથી ઘણું બધું શીખવાનું બાકી છે. તમામ મિત્રોનો આભાર કે જેને ડગલેને પગલે કોલેજના આ સમયગાળામાં મને મદદ કરી હોય તમામ વ્યક્તિઓ પાસેથી કંઈક ને કંઈક ગુણો શીખ્યા છે પરંતુ નામ સહિત અહીં બતાવી શકું નહીં વધુમાં તમે સમજદાર છો સમજી જ ગયા હશો એવી આશા છે.

છેલ્લે જ્યારે હમણાં મિત્રને મળવા ગયો ત્યારે મને એક વાત કરી હતી કે આપણે આ ઉંમર એ શીખવાની છે વધારે બોલવાની નથી એટલે બોલવું ઓછું અને શીખવું વધુ.

આ લેખનું શીર્ષક 'જીવતી લાશ' આપ્યું છે,કારણકે જ્યાં સુધી અમે આ લોકોને મળ્યા ન હતા ત્યારે આત્મા માં પ્રાણ તો હતો છતાંય અમે લાશ બનીને જીવતા હતા. આ આંખ ન જોવાનું જોતી હતી. આ કાન ન સાંભળવાનો સાંભળતા હતા. જ્યાં ન ચાલવું જોઈએ ત્યાં આ પગ ચાલતા હતા. અને જ્યાં ઊંચા ન કરવાના હોય ત્યાં હાથ ઉંચા થતા હતા પણ જીવનના અમૂલ્ય સમયમાં આ કેટલાક મિત્રો મળ્યા અને રસ્તો અમારો હતો પરંતુ ચાલતા તેને શીખવાડ્યું છે. આથી આ જીવતી લાશ ને સજીવન કરવાનો શ્રેય તેમને ફાળે જાય છે.

Kevin Changani