કાકોરી ટ્રેન લૂંટ - 4 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાકોરી ટ્રેન લૂંટ - 4

મન્મથનાથને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો કે તેના હાથે એક નિર્દોષ વ્યક્તિને ગોળી વાગી. તેની આંખો એટલી બધી લાલ થઇ ગઇ હતી કે સુજી ગઇ હતી. તેઓની આંખમાંથી સતત આંસુ વહિ રહ્યા હતા. જેથી મેં આગળ વધી તેમને ગળે લગાવ્યા અને તેમને શાંત્વના આપી.

લૂંટની ઘટનાને દેશની આઝાદી માટે લડતા દેશપ્રેમીઓએ અંજામ આપ્યો અને તેની અસર સમગ્ર ભારતમાં જાેવા મળી. ભારતભરમાં સમાચારો વહેતા થયાં કે, ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન પર હુમલો થયો. ત્યારે લોકોમાં એક જ કુતુહલ હતું કે, ઘટના પાછળનું કારણ શું? તે સમયે ચૌરેને ચોટે માત્ર તેની જ ચર્ચા હતી. દેશપ્રેમીઓ જ નહીં અંગ્રેજ સરકારમાં પણ તે સમયે માત્ર તેની જ ચર્ચા હતી.

બિસ્મિલ તેમના પુસ્તકમાં લખે છે કે, ઉત્તર પ્રદેશમાં ટ્રેન પર હુમલાની ઘટનામાં માત્ર ગણતરીના લોકો જ હતા. તેમજ લૂંટનો હેતુ માત્ર સરકારી તિજાેરીને લૂંટવાનો જ હતો. એ વાતની જાણ થતાં જ દેશપ્રેમીઓ અમારી હિંતમથી પ્રભાવિત થયા હતા. તેઓને એવાત પણ ગમી કે એમ ટ્રેનમાં લૂંટ સમયે અન્ય કોઇ લૂંટ ન કરી માત્ર સરકારી પૌસા જ લૂંટયા હતા. જાેકે, આ ઘટનાને ભારતના મોટાભાગના અખબારોમાં પણ સ્થાન મળ્યું હતું. સામાન્ય રીતે લૂંટ કરનારા લૂંટારૂ હોય પરંતુ અખબારોએ અમને દેશના હિરો ગણાવ્યા હતા. જે સમાચારો બાદ એક સપ્તાહમાં અમારી સાથે જાેડાવા માટે યુવાનોમાં જાણે એક સ્પર્ધા જામી હતી. તે સમયે દેશવાસીઓએ આ ઘટનાને સામાન્ય લૂંટની ઘટના તરીકે લીધી ન હતી. આ ઘટનાને દેશવાસીઓએ ભારતના સ્વતંત્રતા સંગ્રામને એક મોટા કેનવાસ પર સ્થાપિત કર્યો અને તેનું સ્વરૂપ પણ મોટું થઇ ગયું.

ફરીએક વખત વાત ઘટનાની કરીએ તો કાકોરી નજીક ટ્રેન લૂંટની ઘટનાને અંજામ આપી સ્થળ છોડતા પહેલા દરેક વ્યક્તિએ બધું જ બરાબર ચકાસી લીધું. જેથી ત્યાં કશું રહી ન જાય. જાેકે, આટ આટલી મહેનત બાદ પણ સરકારી પેટીઓમાંથી બિસ્મિલ અને આઝાદની ટોળકીને માત્ર પાંચ હજાર રૂપિયા જ મળ્યાં. લૂંટની ઘટનાને અંજામ આપી તમામ થોડા કલાકો સુધી ચાલ્યાં. ગોમતી નદીના કિનારે ચાલતા ચાલતા તેઓ લખનૌ શહેરમાં પ્રવેશ્યાં.

લૂંટની ઘટનાને અંજામ આપનાર દેશના હિરો પૈકીના એક એવા મન્મથનાથ ગુપ્તે પણ પોતાના જીવન પર એક પુસ્તક લખી હતી. ધે લિવ્ડ ડેન્જરસલી પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, ગોમતી નદીના કિનારે કિનારે ચાલતા અમે ચોક બાજુથી લખનૌમાં પ્રવેશ કર્યો હતો. જે વિસ્તારનાં લખનૌનો રેડ લાઇટ એરીયા કહેવામાં આવતો હતો. આ એક એવો વિસ્તાર હતો જે ક્યારેય ઉંઘતો ન હતો. જે ચોકમાં પ્રવેશ કરતાં પહેલા જ આઝાદે તમામ રૂપિયા અને હથિયારો બિસ્મિલને આપી દીધા હતા. તેમજ તેમણે સુચન કર્યુ કે, આપણે પાર્કમાં બાંકડા પર જ સુઇ જવું જાેઇએ. જે વિચાર યોગ્ય હતો, જેથી અમે બધા પાર્કમાં ગયા અને ત્યાં જ એક ઝાડ નીચે સુઇ જવાનો પ્રયાસ કર્યો. પરોઢ થતાં જ પક્ષીઓનો કલરવ શરૂ થયો અને તેની સાથે જ અમારી આંખો પણ ખુલી ગઇ.

પાર્કમાંથી બહાર આવતા જ ક્રાંતિકારીઓને એક અવાજ સંભળાયો. અખબાર વેંચનાર ફેરીયો મોટા આવજે કહી રહ્યો હતો કાકોરીમાં લૂંટ, કાકોરીમાં લૂંટ. થોડાક જ કલાકોમાં સમાચાર પત્ર સવત્ર ફેલાઇ ગયા. બધા આ ઘટનાની જ ચર્ચા કરી રહ્યા હતા. જાેકે, ઘટના સ્થળ છોડતા પહેલા બધું જ બરાબર ચકાસી નિકળ્યાં હતા જેથી તેમને એમ હતું કે, ઘટના સ્થળે કોઇ પુરાવા છૂટયાં નથી. પરંતુ એક ભૂલ થઇ ગઇ હતી. અફરાતફરીમાં એક ચાદર તેઓ ટ્રેનની નજીકમાં છોડી આવ્યા હતા. જે ચાદર પર શાહજહાંપુરના એક ધોબીનું નિશાન હતું. જે નિશાન પોલીસને લૂંટારૂઓ અને શાહજહાંપુર વચ્ચેનો સંબંધ શોધવામાં મદદરૂપ થયું હતું. પોલીસ નિશાનના આધારે શોધતા શોધતા શાહજહાંપુરમાં ધોબીની પાસે પહોંચી. જ્યાં તપાસ કરતાં પોલીસને ચાદર હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સભ્યની હોવાનું જાણવા મળ્યંુ હતું.