કાકોરી ટ્રેન લૂંટ - છેલ્લો ભાગ Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાકોરી ટ્રેન લૂંટ - છેલ્લો ભાગ

પોલીસના હાથમાં આવેલા એક સુરાગ સાથે ક્રાંતિકારીઓની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. તેમના કેટલાક સાથીઓ પણ ગદ્દાર નિકળ્યાં હતા. રામપ્રસાદ બિસ્મિલ તેમની પુસ્તકમાં લખે છે કે, અમારા દુર્ભાગ્ય હતાં કે અમારી વચ્ચે પણ એક સાપ હતો. સંગઠનમાં હું જેના પર આંધળો ભરોસો કરતો હતો, તેના જ નજીકના મિત્રએ અમારી સાથે દગો કર્યો હતો. જાેકે, મને પાછળથી ખબર પડી હતી કે, આ વ્યક્તિ માત્ર અમારી કાકોરી લૂંટને અંજામ આપનાર ટીમ જ નહીં પરંતુ સમગ્ર સંગઠનને ખતમ કરવા માટે પણ જવાબદાર હતો.

જાેકે, બિસ્મિલે તેમને આત્મકથામાં ગદ્દાર વ્યક્તિ કોણ તેનો કોઇ જ ખુલાસો કર્યો ન હતો. પરંતુ પ્રાચી ગર્ગે તેમના પુસ્તક કાકોરી ધ ટ્રેન રોબરી ધેટ શૂક ધ બ્રિટિશ રાજમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, એચઆરએના સભ્ય બનવારીલાલ ભાર્ગવ પણ હતા. કાકોરી લૂંટની ઘટનામાં તેમની જવાબદારી હથિયારોની વ્યવસ્થા કરવાની હતી. તમામની ધરપકડ થઇ કોર્ટમાં કેસ પણ ચાલ્યો ત્યારે મૃત્યુદંડની સજામાંથી બચવા અને સરકારની આર્થિક સહાયના બદલામાં તેઓ જ સરકારી ગવાહ બની ગયા હતા.

તે સમયે અંગ્રેજ સરકાર દ્વારા કાકોરી લૂંટ કાંડમાં સામેલ ક્રાંતિકારીઓની ધરપકડ માટે રૂા. ૫૦૦૦નું ઇનામ જાહેર કર્યુ હતું. જેની જાહેરાત તમામ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પર લગાવવામાં આવી હતી. કાકોરી લૂંટની ઘટનાના ત્રણ મહિનામાં જ ઘટનાને અંજામ આપનાર તમામની એક પછી એક પોલીસે ધરપકડ કરી હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે, ઘટનાને અંજામ માત્ર ૧૦ વ્યક્તિએ આપ્યો હતો પરંતુ પોલીસ દ્વારા ૪૦ જેટલા વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. બીજી મહત્વની વાત એ હતી કે, જે ઘટનામાં લૂંટની રકમ જ રૂા. ૫૦૦૦ હતી તે ઘટનામાં ક્રાંતિકારીઓેની ધરપકડ માટે પણ તેટલું જ ઇનામ જાહેર કરાયું હતું.

પોલીસ દ્વારા અશફાક, રોશન સિંહ, રાજેન્દ્ર લાહિરી, બનારસી લાલ અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરી. તે સમયે પોલીસ માત્ર ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરી શકી ન હતી. ધરપકડમાં પોલીસ સૌથી છેલ્લે રામપ્રસાદ બિસ્મિલ સુધી પહોંચી અને તેમની પણ ધરપકડ થઇ. તે સમયે કાનપુરથી પ્રકાશિત થતા અખબાર પ્રતાપ જેના તંત્રી ગણેશ શંકર એક વિદ્યાર્થી હતા તેમાં મુખ્ય હેડલાઇનથી સમાચાર પ્રકાશીત થયો હતો. જેની હેડલાઇન હતી કે, ભારતના નવ રત્નોની ધરપકડ. આ ઘટનામાં બ્રિટીશ પોલીસ દ્વારા તમામ સામે માત્ર સરકારી રકમની લૂંટ નહીં પરંતુ હત્યાના ગુનાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

એપ્રિલ ૧૯૨૭માં કેસ કોર્ટમાં ચાલ્યો અને કોર્ટે ચુકાદો જાહેર કર્યો. જેમાં અશફાક ઉલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી, રોશન સિંહ અને રામ પ્રસાદ બિસ્મિલને મૃત્યુદંડની સજા ફટકારાઇ હતી. જેની સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો થયા હતા. તે સમયે મદન મોહન માલવિય, મોતીલાલ નહેરુ, લાલા લજપત રાય, જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી ઝીણા પણ આ ક્રાંતિકારીઓના સમર્થનમાં મેદાનમાં આવ્યા હતા. સેન્ટ્રલ એસેમ્બલી દ્વારા તે સમયના ભારતના વાઇસરૉયને તમામની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવા માટે પણ અપીલ કરી હતી. પરંતુ તેમની માગ પણ ફગાવી દેવામાં આવી હતી. આખરે ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ રામપ્રસાદ બિસ્મિલ, રોશન લાલ અને રાજેન્દ્ર લાહિરીને ગોરખપુરની જેલમાં ફાંસી અપાઇ. જાેકે, ફાંસીના બે દિવસ પહેલાં જ રામપ્રસાદ બિસ્મિલે તેમની આત્મકથા પૂણ કરી હતી. તો બીજી તરફ તે જ દિવસે અશફાકને ફૈઝાબાદની જેલમાં ફાંસી અપાઇ હતી. ઘટના સમયે મન્મથનાથ ગુપ્ત માત્ર ૧૮ વર્ષના જ હતા, જેથી તેમને મૃત્યુદંડના સ્થાને ૧૪ વર્ષની સજા કરવામાં આવી હતી. તેઓ ૧૯૩૭માં જેલ મુક્ત થયા હતા. જે બાદ તેમને સરકાર વિરુધ્ધ લખવાની શરૂઆત કરી હતી.

સરકાર વિરુધ્ધના લખાણોના કારણે મન્મથનાથ ગુપ્તની ફરી એક વખત ૧૯૩૯માં ધરપકડ કરાઇ હતી. જાેકે, ૧૯૪૭માં આઝાદી મળી તેના એક જ વર્ષ પહેલા એટલે કે ૧૯૪૬માં તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. તેમના જીવન કાળમાં મન્મથનાથે અંદમાનની સેલ્યુલર જેલમાં પણ થોડો સમય વિતાવ્યો હતો. અંતે વર્ષ ૨૦૦૦માં ૨૬મી ઓક્ટોબરના રોજ તેમને અંતિમ શ્વાસ લીધા હતા.