કાકોરી ટ્રેન લૂંટ - 2 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાકોરી ટ્રેન લૂંટ - 2

ઘટનાના દિવસ પહેલા જ્યાં યોજનાની તૈયારીઓ અને ચર્ચા ચાલતી હતી ત્યારે ચંદ્રશેખર આઝાદેને એક સવાલ થયો હતો. તેમણે કહ્યું કે, જાે કોઇ કારણસર ટ્રેન રોકવા માટે સાંકળ ખેંચીએ તેમ છતાં પણ ટ્રેન ઊભી ન રહે તો શું કરવું? આઝાદનો પ્રશ્ન ઉચીત હતો. જાેકે, બિસ્મિલ પાસે તેના પ્રશ્નના જવાબમાં તેનો ઉપાય પણ હતો. બિસ્મિલે સુચવ્યું કે, આપણે ટ્રેનના ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ બન્નેમાં સવારી કરીશું. કેટલાક ફર્સ્ટ ક્લાસમાં જશે તો કેટલાક સેકન્ડ ક્લાસમાં જશે. જાે એક વખત સાંકળ ખેંચવાથી ટ્રેન ઊભી ન રહે તો બીજા ટબ્બામાં હાજર સાથીઓ તે ડબ્બામાંથી સાંકળ ખેંચશે.

જે બાદ બીજા દિવસ ૯મી ઓગસ્ટના રોજ બપોરના સમયે અમે બધા ફરી એક વખત કાકોરી જવા રવાના થયા. તે સમયે તેમની પાસે ચાર માઉઝર પિસ્તોલ હતી. અશફાક ઉલ્લા ખાને બિસ્મિલને સમજાવવાનો પ્રયાસ કરતાં કહ્યું રામ, ફરી એક વખત વિચારે લે. આ યોગ્ય સમય નથી લાગતો. આપણે પાછા જઇએ. જાેકે, તેના જવાબમાં બિસ્મિલ ગુસ્સે ભરાયા અને કહ્યું કે, હવે કોઇ વાત નહીં. બિસ્મિલનું વાક્ય અને તેનો સ્વર સાંભળી અશફાકને ખબર પડી ગઇ હતી કે, હવે, સમજાવવાનો કોઇ અર્થ નથી. જેથી તે પણ બિસ્મિલ સાથે જાેડાઇ ગયો. યોજના અનુસાર બધાએ શાહજહાંપુરથી જ ટ્રેનમાં સવાર થવાનું હતું. જે બાદ કાકોરી નજીક નક્કી કરેલા સ્થળ પર ટ્રેની સાંકળ ખેંચી ટ્રેનને રોકવાની હતી. ટ્રેન રોકાયા બાદ ગાર્ડની કેબન તરફ જવાનું તેની કેબીનમાંથી રૂપિયાથી ભરેલા લોખંડના પતરાના પટારા ઉઠાવવાના અને ફરાર થઇ જવાનું હતું.

આખરે ૯મી ઓગસ્ટનો દિવસ આવ્યો, બધા જુદી જુદી દિશામાંથી શાહજહાંપુર રેલવે સ્ટેશ પહોંચ્યા. રેલવે સ્ટેશન પર જેમ એકબીજાને ઓળખતા જ ન હોય તેવું વર્તન કર્યુ. બધાનો પહેરવેશ સામાન્ય હતો, પરંતુ તેમની પાસે હથિયારો હતા. જે તેમના કપડાં કે તેમની પાસેના સામાનમાં સંતાડેલા હતા. ટ્રેન સ્ટેશન પર આવી. બધા જ ટ્રેનમાં ચઢયાં અને એવી જગ્યા પસંદ કરી જ્યાંથી ટ્રેનને ઊભી રાખવાની સાંકળ નજીક હોય. જેથી ટ્રેનને ઊભી રાખવાનો સમય આવે ત્યારે કોઇ તકલીફ ન પડે.

બિસ્મિલ આત્મકથામાં લખે છે કે, અમે બધા જુદી જુદી જગ્યાએ ટ્રેનમાં ગોઠવાઇ ગયા હતા. એવામાં જ ટ્રેનની સીટી વાગી, ટ્રેનના એન્જીનનો આવજ આવ્યો અને ટ્રેન ધીમી ગતીએ આગળ વધવા લાગી. ટ્રેને તેની ગતી પકડી એટલું હું આંખો બંધ કરી ગાયત્રી મંત્રના જાપ કરવા લાગ્યો. કાકોરી સ્ટેશનનું સાઇનબોર્ડ મારા ધબકારા વધવા લાગ્યા. એવામાં અચાનક જ એક જાેરદાર અવાજ આવ્યો. અમારામાંથી જ કોઇએ ટ્રેની સાંકળ ખેંચી અને ટ્રેન અમારા નક્કી કરેલા સ્થળ પર રોકાઇ ગઇ.

ટ્રેન રોકાતાની સાથે જ બિસ્મિલ પોતાની જગ્યા પર ઉભા થયાં પોતાની પાસેથી માઉઝર પિસ્તલ કાઢી અને બૂમ પાડીને મુસાફરોને સાવચેત કર્યા. તેમણે કહ્યું કે, બધા શાંત રહો, ડરવાની જરૂર નથી, અમે ફક્ત સરકાર દ્વારા દેશવાસીઓ પાસેથી લૂંટવામાં આવેલા રૂપિયા લેવા આવ્યા છીએ જે આપણાં જ છે. તમે બધા તમારી જગ્યાએ બેસી રહેશો તે તેમને કોઇ નુકશાન પહોંચશે નહીં.

સચિન્દ્રનાથ બક્ષી લિખીત પુસ્તક માય રિવોલ્યુશનરી લાઇફમાં ઉલ્લેખ છે કે, ટ્રેનના સેકન્ડ ક્લાસમાં અશફાક, રાજેન્દ્ર લાહિરી અને સચિન્દ્ર બક્ષી બેઠા હતા. ત્યારે મેં અશફાકને પછયું કે, મારી સાથે લાવેલો ઘરેણાનો ડબ્બો ક્યાં છે? જાેકે, તેનો જવાબ આપતા અશફાકે કહ્યું કે, તે તો આપણે કાકોરી સ્ટેશન પર જ ભૂલી ગયા. અશફાકનો જવાબ સાંભળતા જ મેં ટ્રેનની સાંકળ ખેંચી લીધી. દરમિયાન બીજી તરફથી રાજેન્દ્ર લાહિરીએ પણ સાંકળ ખેંચી. ટ્રેન ઊભી રહેતાની સાથે જ ત્રણેય ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને કાકોરી તરફ ચાલવા લાગ્યા. થોડી દૂર પહોંચતા જ ટ્રેનના ગાર્ડની કેબીન નજીક આવ્યા એટલે તેમને જાેઇને ગાર્ડે પુછયું કે, સાંકળ કોણે ખેંચી? ત્રણેવ જવાબ આપે તે પહેલા જ ગાર્ડે તેમને ત્યાં જ ઉભા રહેવાનો ઇશારો કર્યો. જે બાદ રાજેન્દ્ર લાહિરીએ જવાબ આપતા કહ્યું અમારો ઘરેણાં ભરેલો ડબ્બો અમે કાકોરી ભૂલી ગયા છીએ. અમે તેને લેવા જઇ રહ્યા છે.

પોતાની પુસ્તકમાં બક્ષીએ લખ્યું છે કે, અમે ગાર્ડ સાથે વાત કરી રહ્યા હતા દરમિયાન અમારા બધા જ સાથીઓ ટ્રેનમાં પોત પોતાની જગ્યાએથી નીચે ઉતરી અમારા સુધી આવી ગયા હતા. અમે પિસ્તોલથી હવામાં ફાયરિંગ શરૂ કર્યુ. જેથી બધા ગભરાઇ જાય. પરંતુ ટ્રેનના ગાર્ડે ટ્રેન ચલાવવા માટે લીલી ઝંડી બતાવી. જેથી હું દોડીને તેની તરફ ગયો, તેના હાથમાંથી લીલી ઝંડી ખેંચી અને તેની છાતી પર પિસ્તોલ મુકી. પિસ્તોલ જાેઇને તેને મોતનો ડર લાગ્યો એટલે તેણે હાથ જાેડી છોડી દેવા આજીજી કરી. જેથી મે તેને ધક્કો મારી જમીન પર ફેંકી દીધો. દરમિયાન અશફાકે ગાર્ડને કહ્યું કે, તમે અમને સહકાર આપશો તો તમને કોઇ નુકશાન નહીં પહોંચાડીએ.