પોતાની પ્રેમિકા ને મળવા આતુર વોલ્ગા એ એક વિકૃત ચહેરા વાળી છોકરી ને જોઇ, જેને એ મરાલા સમજી બેઠો હતો, પણ આ છોકરી મરાલા છે તો એની આવી હાલત કોણે કરી? શું બન્યું હતું એક જ રાતમાં... ચાલો વાંચીએ...
મારાં વહાલાં એપલ... હું તારી મરાલા છું....એ ખોફનાક ચહેરા વાળી છોકરી એ વોલ્ગા ને કહ્યું.
જે દિવસે તે મને લગ્ન માટે પૂછ્યું ત્યારે જ હું તારી સાથે આવવા તૈયાર હતી, પણ મારી ઉપર અમારી માલકિન નો બહુ ઉપકાર છે, એટલે એમને મળી ને આપણી વાત કરી એમનાં આશિર્વાદ લઈને તારી પાસે આવવા ની હતી...પણ....
પણ...પણ... શું? આભો બનીને ઉભો રહેલો વોલ્ગા વચ્ચે જ બોલી પડ્યો....એની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી..એ ઘુટણીયે બેસી ગયો.... તું કહી દે આ બધું ખોટું છે,આ એક ડરામણું સપનું છે...મારી પ્યારી મરાલા.... હું તારાં વગર જીવી નહીં શકું......
મરાલા : મારે પણ તારી સાથે જીંદગી જીવવા ના સપનાં હતાં, પણ મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે એક અમીર ઘરની દિકરી ને મારાં જેવી ગરીબ છોકરી નો પ્રેમ ખટકશે.... હું જેને મારી બહેન જેવી સમજતી હતી એ કાયોની...કાયોની નું નામ લેતા જ એ ઘુરકાટ કરવા લાગી... હું એ બદ્જાત ને નહીં છોડુ.... હું એનો જીવ લઈ લઈશ.... એણે મને તારાથી અલગ કરી....
હું ખુબ ખુશ હતી, મેં માલકિન ને આપણી વાત કરી, એમણે મને સરસ કપડાં અને થોડા પૈસા આપ્યા,સરસ મીઠાઇ મંગાવી અને એમણે કહ્યું કે લગ્નના દિવસે એ પણ આપણા લગ્નના સાક્ષી બનશે..એ ખુબ ખુશ થયા..પણ..એ બધું જોઈ ને કાયોની અંદર ને અંદર સળગી ઉઠી.. રાત્રે એ મારાં રૂમમાં આવી કાળી શાહી થી એણે મારાં નવાં કપડાં બગાડી નાંખ્યા, મને ખુરશી પર બેસાડી ને દોરડા વડે બાંધી દિધી, હું એમને પૂછતી રહી કે મારી શું ભૂલ થઈ ગઈ છે? મારો શું વાંક છે? મને શા માટે બાંધી દિધી છે? જો તમને એ કપડાં ગમતાં હોય તો તમે લઈ જાઓ...પણ એણે અંગીઠી માંથી ગરમા-ગરમ કોલસો મારાં મોં માં ભરી દિધો... હું દર્દ થી તડપી ઉઠી..પણ.. એમણે મારી દયા ન આવી.... ત્યારે કાયોની પર ઝુનુન સવાર થઈ ગયું હતું..એ કાયોની ને મેં ક્યારેય જોઈ જ ન હતી....મારી પીડા નો કોઈ અંત ન હતો...પણ .. ત્યારે કાયોનીએ બોલવા નું શરૂ કર્યું..
મને વોલ્ગા થી પ્રેમ છે, જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી વોલ્ગા મારો નહીં બને, એટલે તારે મરવું પડશે, તે જે દિવસથી મને વોલ્ગા ની વાત કરી એ દિવસથી હું પણ એને જોયા વિના જ પ્રેમ કરવા લાગી.. તું એક નોકરાણી છતાં એ દરરોજ તારી રાહ જોતો ઊભો હોય.. તારાં માટે તાજાં સફરજન તોડી લાવે.... તારું એઠું કરેલું સફરજન ખાવા એ તડપતો હોય... તું થોડી વહેલી મોડી થાય તો એને ચેન ન પડે... એવાં પ્રેમ ની હકદાર હું જ છું... એણે એક ગરમ સોયો લીધો અને મારાં ગાલ પર અણીદાર સોયા વડે કાણાં પાડવા લાગી..એ હસતી હતી...આ એ જ ગાલ છે જેનાં પર એની આંગળીઓ ફરતી હતી... એનું બધું વ્હાલ જીલતા તારાં ગાલ થી નફરત છે મને.... હું દર્દ થી પીડાઇ રહી હતી,કરગરતી હતી....પણ એ આંધળી બની ગઇ હતી, એને ખુદને ખબર ન હતી કે એ શું કરી રહી છે.... એણે મને ખુબ મારી.... તું મને જ્યાં અડક્યો હતો ત્યાં એણે મને ડામ દીધા... હું છેલ્લા શ્વાસ લઈ રહી હતી.... ત્યારે પણ એ મને કોસતી હતી.... વોલ્ગા પર મારો હક છે, એને હું કોઈનો નહીં થવા દઉં..... જ્યારે હું દર્દ થી બેભાન થઈ ગઈ ત્યારે પણ એ બબડતી હતી... હું આલિશાન બંગલામાં રહેવા છતાં મને કોઈ પ્રેમ નથી કરતું, હું તારા કરતાં કેટલી સુંદર છું છતાં મને કોઈ પ્રેમ કરવાવાળો ન મળ્યો...જે પ્રેમ મને મળવો જોઈએ એ તને મળવા જઈ રહ્યો છે... હું એવું થવા નહીં દઉં.....એ મારા ભાનમાં આવવાની રાહ જોતી હતી..મેં જરા સરખું હલનચલન કર્યું ને ફરીથી એણે મારી ઉપર કોરડા વિજંવા નું શરુ કરી દીધું... હું હવે આ પીડા માંથી આઝાદ થવાની જ હતી..પણ છેલ્લે એણે મારી આંખો માં ગરમા-ગરમ સળીયા ભોંકી દિધા...આ એ જ આંખ છે જેણે મારા વોલ્ગા ને હજારો વખત જોયો છે, એ સાથે જ મારી આત્મા એ પીડાતા શરીરમાંથી મુક્ત થઈ ગઈ..પણ તારી સાથે લગ્ન કરવા ની અને કમોતે મરવાને કારણે હું ભટકું છું.... પીડાઇ રહી છું... મને આઝાદ કર.... મારું શરીર એણે ચર્ચ ની પાછળ દફનાવ્યુ છે, એનો સાથ આપનાર એ ચોકીદાર પણ ગુનેગાર છે.... હું પહેલાં એમને એમના કુકર્મો ની સજા આપીશ પછી તું મારી સાથે લગ્ન કરી લેજે એટલે હું હંમેશા ને માટે આઝાદ થઈ જાઈશ...
કાયોની ખુબ ચતુર અને ખતરનાક છે,જો એને જરા સરખી પણ જાણ થઈ કે તું બધું જાણે છે, તો એ તને પણ મારી નાખશે.. એટલે હું તને કહું એ મુજબ તું કરજે એટલે મારો બદલો પૂરો થઈ જશે અને મને મુક્તિ મળી જશે...
હવે આગળ શું? મરાલા ને મુક્તિ મળશે કે નહિ..જો મરાલા ને મુક્તિ મળી ગઇ હતી તો એ ઓળો કોણ છે જે હજી ઘોસ્ટ હાઉસમાં ભટકે છે...એ આવતા ભાગમાં વાંચશું...