Ghost Cottage - 2 Real દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ghost Cottage - 2

આગળ નાં ભાગ માં વાંચ્યું કે એક પ્રેમી પોતાની પ્રેમિકા ને મળવા આતુર છે, પરંતુ એ આવી નહીં, પરંતુ એ ખુદ એક ભૂતિયા ઘરમાં જઈ પહોંચ્યો જે પહેલાં થી જ ઘણા લોકો ના જીવ લઇ ચૂક્યું છે અને ત્યાં એને કોઈ સ્ત્રી નો ઓળો દેખાયો...  એમની વાત આગળ વધારીએ...

            એ ઓળો ધીરે ધીરે એક સુંદર આકાર લેવાં લાગ્યો પણ.. એનું કોઈ ચોક્કસ રૂપ કે શરીર ન હતું... હેન્રી એને ડર અને આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો...એક જ પળમાં એ ઓળો દૂર ગયો અને મંદ સ્વરે ગીત ગાવા લાગ્યો.... પછી બીજી ક્ષણે હેન્રી ની પાસે આવી ને કહ્યુ : વોલ્ગા કંઈ યાદ આવ્યું? 
હેન્રી એની આવી હરકતથી ખૂબ ડરતો હતો, છતાં મક્કમ મને બોલ્યો : વોલ્ગા? કોણ વોલ્ગા હું કોઈ ને નથી ઓળખતો કે એ ગીત પણ મેં ક્યારેય નથી સાંભળ્યું... તું મને જવા દે... હું તારો પ્રેમી નથી... કાં તો તું મારું લોહી પી જા...પણ મને આ ડર માંથી આઝાદ કર...

એ ઓળો એકદમ હેન્રી પર હાવી થઈ ગયો.. હેન્રી નું ગળું સુકાવા લાગ્યું,એનાં શરીરમાંથી કોઈ જીવ ખેંચતું હોય એવું લાગ્યું, એનાં હાથ પગ ખોટા પડી ગયા હોય એવું લાગ્યું,એ જમીન પર ફસડાઇ પડ્યો... બીજી જ ક્ષણે એ કોઈ અલગ દુનિયામાં પહોંચી ચૂક્યો હતો.એક સુંદર રસ્તો જેના બન્ને કાંઠે સરસ ફુલો અને ઊંચા ઝાડ હતાં,એ બધું જોતો જોતો આગળ ચાલવા લાગ્યો.. હવે એને આ રસ્તો જાણીતો લાગવા લાગ્યો...એ ઉતાવળે પગલે આગળ ચાલ્યો જાણે એ કોઈ ની પાછળ દોરાઈ રહ્યો હતો...

એક વળાંક પછી તે ઝાડની વચ્ચે ગયો અને એક દિવાલ પર કુદકો મારી ચઢ્યો અને જોર થી બૂમ પાડી Hello Mr.fig, I'm coming again.. અને જલ્દી થી ઝાડ પર થી બે તાજાં સફરજન તોડી અને દિવાલ પર થી કૂદી ને દોડ્યો. પાછળ પેલો ચોકીદાર જેવા યુનિફોર્મ પહેરેલો થોડોક ઘરડો વ્યક્તિ હાથમાં દંડુકો લઈને દોડ્યો.પણ છોકરો દોડીને આગળ નીકળી ગયો.. પેલો ચોકીદાર બબડતો પાછો ફર્યો..

          હાથમાં બે સફરજન અને ઉતાવળા પગલાં.. ત્યાં જ એને એક તુટેલી, ઝાડના થડ ને અઢેલી બેન્ચ દેખાઇ,એ ત્યાં ગયો અને બેન્ચ ની પાછળ જોયું, ત્યાં બે નામ લખેલા હતાં, વોલ્ગા એન્ડ મ... બીજું નામ ભૂંસાઈ ગયું હતું ફક્ત એક જ અક્ષર દેખાતો હતો....વોલ્ગો બેચેન બની ગયો, એ નામ કઈ રીતે નીકળી શકે? કોણે કાઢ્યું હશે? વીજળી ની ઝડપે એ દોડયો અને એક સુંદર ઘર સામે આવી ને ઉભો રહ્યો..ગેટ પાસે ચોકીદાર હોય એટલે એ અંદર ન જઈ શક્યો,પણ કોઈ હમણાં બહાર આવશે એવી આશા એ ત્યાં જ ઊભો રહી ગયો.. થોડી જ વારમાં બે છોકરીઓ ગેટમાંથી બહાર નીકળી, વોલ્ગા ને થોડી રાહત થઈ,હાસ્ તું અહીં જ છો.. હું તો ખુબ ડરી ગયો હતો.. મનમાં એવું વિચારતો ઊભો હતો.

         બંને છોકરીઓ રસ્તા પર આગળ ચાલવા લાગી અને વોલ્ગા પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો.થોડુ આગળ ચાલતા એક છોકરી અટકી ગઈ અને એક થોડી આગળ નીકળી ગઈ, વોલ્ગા ને એ જ ક્ષણ ની ઉત્કંઠા હતી, એ દોડી ને પેલી છોકરી પાસે પહોંચી ગયો, કંઈ પણ બોલ્યા વિના એણે બંને હાથ લાંબા કર્યા અને સફરજન એ છોકરી ની સામે ધરી દિધા.પેલી છોકરીએ એક સફરજન માં બટકું ભર્યું અને પાછું આપી દિધું અને બીજા સફરજન ને લઈને ચાલતી થઈ.

              વોલ્ગા એ એ છોકરી ને અટકાવી, અને હું તો ડરી જ ગયો હતો,એક પળ માટે તો મને એવું લાગ્યું કે મારો જીવ નીકળી જશે, જો તું નહીં હોય તો? પેલી બેન્ચ પાછળ તારું નામ કોઇએ ભૂંસી નાખ્યું છે..મને એવું લાગ્યું જાણે મારી જીંદગી ભૂંસાઈ ગઈ...પણ..તુ..તુ છો..તુ મારી સાથે લગ્ન કરીશ? વોલ્ગા એકી શ્વાસે બોલી ગયો.

               પેલી છોકરી કંઈ બોલી નહિ પરંતુ એની ઝુકેલી પાંપણ અને હોંઠ પર નું મીઠું સ્મિત એની હા છે, એ વાત ની ચાડી ખાતું હતું, એ માથું નીચું રાખીને ત્યાંથી ઝડપથી ચાલી ગઈ, વોલ્ગા ની તો જીંદગી જ બદલાઈ ગઈ, એ હવે સાતમા આસમાને હતો, પોતાના નવા સંસાર નાં સપના માં ખોવાઈ ગયો...એ દિવસ તો એ ખુબ ખુશ રહ્યો, જે જગ્યાએ કામ કરતો હતો એ જગ્યાએ થી પૈસા ઉધાર લઈને ઘર ની મરામત કરાવી નવો સામાન લીધો, અને બીજા દિવસે એ જ ક્રમ..એ હાથમાં સફરજન લઈને ઊભો હતો...એક કલાક, પાંચ કલાક, બપોર થઈ ગઈ પણ આજે એ ગેટની બહાર ન નીકળી.... ચોકીદાર ને પૂછ્યું પણ ચોકીદાર ને ઘરના સભ્યો વિશે પુછવા નો હક ન હતો... એને કંઈ ખબર ન હતી....

          આકાશમાં ઉડવાવાળો આજે સાત પાતાળમાં જઈને પડ્યો,એની દુનિયા વસ્યા પહેલા જ લુંટાઈ ગઈ હોય એવું લાગ્યું.... એનાં શરીરમાંથી લોહી સુકાવા લાગ્યું એને ચક્કર આવવા લાગ્યા... શું કારણ હશે કે એ ન આવી? એને કંઈ થયું નહીં હોય ને? એ કાલે તો હા કહી ને ગઈ તો શું આજે એણે ઈરાદો બદલી લીધો હશે?.....કેમ ન આવી....

હેન્રી... વોલ્ગા બની ને એ સમગ્ર ઘટના નો સાક્ષી હોય એમ જોઈ રહ્યો હતો કે એમ પણ કહી શકાય કે એ ખુદ વોલ્ગા ને પોતાના પ્રતિનિધિ તરીકે જોઈ રહ્યો હતો.... હવે આગળ શું???? આગળ નાં ભાગ માં વાંચશું....