Ghost Cottage - 3 Real દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ghost Cottage - 3

આગળ નાં ભાગ માં વાંચ્યું કે આગલા દિવસે પ્રેમના પવનથી પ્રેમ નાં આકાશમાં ઉડવાવાળો આજે ધરતી પર રઘવાયો બની પડ્યો છે.. એનું ન આવવા નું કારણ શું હશે.... આજે વાંચીએ..

વોલ્ગા એની પ્રેયસી ની વાટ જોતો સાંજ સુધી એ ઘરની બહાર બેસી રહ્યો, સાંજે ચોકીદારે કહ્યું કે: તું જેની રાહ જુએ છે એ કદાચ ક્યાંય ગઈ હશે, મારું માન અત્યારે ઘરે જા, મને કોઈ ખબર મળશે તો હું તને જરૂર કહીશ.તે સવારથી કંઈ ખાધું પીધું નથી તારી તબિયત ખરાબ થઈ જશે, તું જા કાલે આવજે, શું ખબર તારાં બધા પ્રશ્નો ના જવાબ મળી જાય? 
           વોલ્ગા ઉદાસ ચહેરે અને ભારે હ્રદય સાથે ત્યાંથી લથડિયાં ખાતા પગ ઉપાડ્યા,એક વળાંક વળ્યો ત્યાં સુધી માં તો એણે સો વખત પાછળ ફરી ફરીને જોયું હશે, રખેને એ મારા માટે બહાર આવે ને હું એને એક ઝલક જોઈ લઉં,પણ બધી આશાઓ નઠારી નીવડી,એ ન હતી, ક્યાંય ન હતી...કે દૂર સુધી કોઈ એવું ન હતું કે એની ખબર આપે.

                 આખી રાત વોલ્ગા એ પડખા ઘસવા માં વિતાવી દિધી,સવાર થતાં જ એ ફરી થી તાજાં સફરજન લઈને ઊભો રહ્યો..પણ.એવો જ દિવસ.
કંઈ કેટલાય દિવસ વહી ગયા,પણ એક દિવસ ગેટ ખુલ્યો, વોલ્ગા ને તો જાણે એનો શ્વાસ પાછો ફર્યો હોય એવું લાગ્યું..પણ...ગેટ માંથી ફક્ત એક જ છોકરી બહાર નીકળી,એની પ્રીયતમાં, એનાં સપનાને શણગારનારી ન હતી... એણે ક્યારેય એ બીજી છોકરી તરફ નજર સુધ્ધાં ન હતી કરી, એણે ફક્ત એના પગરખાં જ જોયાં હતાં જે દરરોજ ચમકતા અને મોંઘાં હતાં, એનાં સિવાય એણે ક્યારેય એની સાથે વાત કરવા કે એનાં નામ પુછવાની દરકાર નથી કરી, પણ આજે એ દોડ્યો અને એની લગોલગ આવી ઊભો રહ્યો, હજી પણ એની નજર નીચી જ હતી,

વોલ્ગા : મહોતરમા..માફ કરજો, હું આપનો રસ્તો રોકવાની ગુસ્તાખી કરું છું..પણ.. હું ઘણા દિવસો થી એની રાહ જોઉં છું, છેલ્લે જ્યારે મળ્યા હતા ત્યારે એ એની મીઠી મુસ્કાન ને હા સમજી અમારાં સમણા નાં ઘરને સજાવી બેઠો છું,પણ,એ મારા થી નારાજ છે કે એને હું પસંદ નથી એપણ જાણી નથી શક્યો, આપ મને એની કોઈ ખૈર ખબર આપો એટલી જ ગુજારીશ છે.

મારું નામ કાયોની છે,એ છોકરીએ વોલ્ગા ની સામે જોઈ ને કહ્યું, આજે વોલ્ગા એ પહેલી વખત નજર ઊંચી કરીને જોયું, સંગેમરમરની મૂર્તિ જેવી રૂપાળી અને નમણી, એટલો જ મધુર અવાજ, એક જ ક્ષણમાં એણે નજર નીચી કરી લીધી.

કાયોની : એ અમારાં સંબંધી ને ત્યાં થોડા દિવસ માટે ગઈ છે, એમની તબિયત ખરાબ હોવાથી, થોડાક દિવસ કામ માટે મોકલી છે, તું સફરજન લાવ્યો છે? શું મને નહીં આપે? એનાં અવાજમાં કોઈ અલગ જ ભાવ હતો, પણ, વોલ્ગા ને તો એની પ્રેમિકા ની ખબર મળી એટલે એ બધું આપવા તૈયાર હતો એણે બંને સફરજન આપી દિધા.

વોલ્ગા : (થોડો દૂર ખસી) કેટલાં દિવસ રોકાવાનું થશે? કયારે પાછી ફરશે? વોલ્ગા એના વિશે બધુ જાણવા ઈચ્છતો હતો..પણ.એ વધારે પુછવા ની હિંમત ન કરી શક્યો....અને કાયોની એના રસ્તે આગળ નીકળી ગઈ.

વોલ્ગા ઉદાસ મનથી ઘરે આવ્યો અને પોતાની પહેલી મુલાકાત ની યાદ માં ગરક થઈ ગયો, શિયાળાની ઠંડી અને ક્યારેક હિમવર્ષા, એવી જ એક સાંજ જ્યારે વોલ્ગા એની ભઠ્ઠી થી ઘરે આવતો હતો અને એક છોકરી ઘણો સામાન લઈને રસ્તે જતી હતી, રસ્તો ખાલી અને ઝાડી થી ઘેરાયેલો, વોલ્ગા ને જોઈ એ ડરી અને ઉતાવળે પગલે ચાલવા લાગી, વોલ્ગા એ એને પહેલા ક્યારેય જોઈ ન હતી, એ એની પાછળ ચાલવા લાગ્યો, ઝડપથી ચાલવા ને કારણે સામાન ઉચકાતો ન હતો એટલે વોલ્ગા એ એની નજીક જઈને થોડોક સામાન લઈ લીધો, પેલી છોકરી એ મારવા હાથ ઉંચો કર્યો પણ વોલ્ગા એ નજર નીચી રાખી હતી એટલે હાથ પાછો લઈ લીધો. બંને ચૂપચાપ ચાલવા લાગ્યા, 

                 એક કારમી ચીસ સંભળાઈ.... વોલ્ગા મને બચાવી લે, મને ખુબ દુઃખે છે, વોલ્ગા મને રોકી લે, વોલ્ગા.....અને વોલ્ગા સફાળો બેઠો થઈ ગયો.. એને કંઈ થયું નહીં હોય ને? પણ.. પેલા મહોતરમા કહેતા હતા કે એ ઠીક છે.. તો આવું સપનું કેમ આવ્યું? વોલ્ગા ની નીંદર હરામ થઈ ગઈ..એ રાત કે ઠંડી ની પરવા કર્યા વિના દોડ્યો એ રસ્તે..... થોડું આગળ ગયો ત્યાં...એની પ્રેમિકા...એક વખત તો એ મુંજવણ માં પડી ગયો..એ અહીં ક્યાંથી હોય? પણ..બીજી જ ક્ષણે એ ખુશ થઈ ગયો..એ મારાં માટે જલ્દી આવી ગઈ..એ દોડી ને એની પાસે પહોંચ્યો... તું આવી ગઈ.... જેવું એનું મોં જોયું કે એને તમ્મર ચડી ગઇ, એટલું વિકૃત અને ભયાનક મોં, નહીં.. નહીં... તું મારી વહાલી મરાલા નથી... તું કોણ છે? અને આ મારી મરાલા નાં કપડાં, એનાં હાથ પર બનેલું પતંગિયું... તું કોણ છે?

                સફેદ અને ઘેરા વાદળી રંગના કપડાં માં ઉભેલી એ વિકૃત ચહેરા વાળી છોકરી જે પહેલાં ગુલાબની કળી સમી લાગતી હતી એ અત્યારે કોઈ વિકૃતતા ની છબી દેખાતી હતી... આંખ ની જગ્યાએ બે બાકોરાં,હોઠ પર જાણે કોઈએ ધગધગતા કોલસા મૂક્યા હોય એવાં બળીને કાળા થઇ ગયા હતા જે અડધાં બળેલાં નીચે લબડતા હતાં, ગાલ પર અણીદાર સોયા વડે પાડેલા કાણાં, કોમળ હાથ અને પીઠ પર કોરડા નાં અને ડામના નિશાન હતા.....

              વોલ્ગા ને દૂરથી જોતાં એક ક્ષણ માટે પોતાની પ્યારી મરાલા દેખાઇ હતી એ કોઈ ચૂડેલ હશે કે કોઈ અન્ય એ વોલ્ગા ને કલ્પના પણ ન હતી.એ વિકૃત ચહેરા વાળી છોકરી દર્દ થી પીડાઇ રહી હતી, ધીમાં અવાજે એ બોલી મારાં પ્યારાં એપલ.... મને ખુબ પીડા થાય છે... મને ખુબ દુઃખે છે... મને આ પીડા માંથી આઝાદ કર... મને મુક્ત કરી દે..આ પીડા મારાથી નથી સહેવાતી....

        વોલ્ગા ને વિશ્વાસ ન હતો આવી રહ્યો કે એના જીવનનો મોટો આધાર આવી રીતે...આવી હાલતમાં....પણ કઈ રીતે? કોણે કરી આવી હાલત તારી? તું મને હા કહી ને ગઈ, તો એક જ રાતમાં એવું શું થયું કે તું આટલી અપહ્યત છે? 

        મરાલા સાથે શું થયું? અને એની પાછળ નું કારણ જાણી વોલ્ગા શું કરશે? એ જાણવા વાંચવો પડશે હવે પછી નો ભાગ...