હાસ્ય SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય

એક વૃદ્ધ વ્યક્તિ ડૉક્ટર પાસે ફરિયાદ લઈને ગયા કે તેની પત્નીને નહીંની બરાબર સંભળાય છે. ડૉક્ટરે સમસ્યાનું પ્રમાણ જાણવા માટે એક ટેસ્ટનો સુજાવ આપ્યો. "તેમની પાછળ દૂર ઉભા રહો અને તેમને કોઈ પ્રશ્ન પૂછો, અને પછી ધીમે ધીમે આગળ જાઓ અને જુઓ કે જ્યારે તે પહેલીવાર જવાબ આપે, ત્યારે તમે કેટલા દૂર છો." આખરે સમસ્યાનું સમાધાન મળવાથી વૃદ્ધ માણસ ઉત્સાહિત થઈ ગયા. તે ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્ની રાત્રિભોજન તૈયાર કરી રહ્યા હતા. "હની," માણસે લગભગ ૨૦ ફૂટની દૂરી પર ઊભા રહીને પૂછ્યું, "જમવામાં શું છે?" કોઈ પ્રતિસાદ ન મળતાં, તેમણે ફરી ૧૫ ફૂટ દૂરથી પ્રયાસ કર્યો, અને ફરીથી કોઈ પ્રતિસાદ ન મળ્યો. પછી ફરીથી ૧૦ ફૂટ દૂર અને ફરી કોઈ જવાબ નહીં. છેવટે તે ૫ ફૂટ દૂર હતા. "હની, રાત્રિ-ભોજનમાં શું બનાવ્યું છે?" પત્નીએ જવાબ આપ્યો, "ચોથી વખત કહી રહી છું કે જમવામાં પાવ ભાજી છે!"  

મિત્રો, મજા આવી?

હા. હાસ્ય: એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર, જે તમને હળવાશ અનુભવ કરાવે અને તમને હલકા-ફુલકા રાખવાની ક્ષમતા ધરાવે છે. બાળકો ક્યારે પણ અને કોઈપણ વસ્તુ પર હસી શકે છે. તેઓને માત્ર સહેજ ઉતેજવાની જરૂર હોય અને તેમની કિલકારી ફુટી નીકળે. પરંતુ આપણે પુખ્ત વયના લોકો થોડી વધુ ગંભીર પ્રજાતિ છીએ. દરેક પરિસ્થિતિમાં ગુણદોષનું માપતોલ કરીએ, અન્ય લોકો શું વિચારશે તે ગૂંચવણમાં વધુ વ્યસ્ત હોઈએ છીએ.

આજે, આપણે જે પ્રકારનું તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છીએ અને આપણી આસપાસ જે નકારાત્મકતા સાંભળતા રહીએ છીએ, તેના લીધે, આપણે હસવાના વધુ કારણો શોધવાની જરૂર છે. આપણે બધા જાણીએ છીએ કે હાસ્યનું ખૂબ જ રોગનિવારક મૂલ્ય છે અને સૌથી શ્રેષ્ઠ... તે એકદમ મફત છે અને સંપૂર્ણપણે આપણા નિયંત્રણમાં છે. 

તો પછી શા માટે આપણે તેને વારંવાર નથી કરતા?

ચાલો આપણે પોતાને હાસ્યના ફાયદાઓ વિશે યાદ અપાવીએ. જ્યારે લોકો કહે છે કે "હાસ્ય શ્રેષ્ઠ દવા છે," આ બઉ મહત્વપૂર્ણ બાબત છે. એને ગંભીરતા પૂર્વક લેવી જોઈએ. તે તમારા જીવન અને વ્યક્તિત્વના તમામ પાસાઓમાં તમને રૂઝ આપવામાં મદદ કરી શકે છે. ચાલો દરેક પર સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ.

શારીરિક રીતે: હાસ્ય તણાવને દૂર કરી, તમારા સ્નાયુઓને આરામ આપે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે છે અને હૃદય રોગને અટકાવે છે. હાસ્ય તમને જુવાન બનાવી રાખે અને તમારા જીવનમાં વર્ષો ઉમેરે. વાહ! આ બધું કોને નથી જોઈતું?

માનસિક / ભાવનાત્મક / સામાજિક રીતે: 
એક હાસ્ય તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહ ઉમેરે છે. કોઈ વસ્તુનું હાસ્યપ્રેરક પાસું જુઓ તો તે ચોક્કસપણે તમારા ગુસ્સાને શાંત કરશે અને સમસ્યાનો નિકાલ લાવશે. તે તમારા મિજાજને સારો કરવામાં અને તમારા આત્મ-નિયંત્રણને સુધારવામાં મદદ કરશે. હાસ્ય સંબંધોને મજબૂત બનાવે અને ટીમ વર્ક વધુ મૂલ્યવાન બની શકે છે. પછી કડવાશ અને ક્રોધને પકડી રાખવું, મૂર્ખ અને અર્થહીન લાગશે.

તેના અદ્ભુત ઉપચારાત્મક મૂલ્યને લીધે, લોકોએ હવે હાસ્ય ઉપચાર (લાફ્ટર થેરાપી) કરવાનું શરૂ કર્યું છે. હાસ્ય વ્યક્તિને તણાવમુક્ત બનાવે અને આરામને પ્રોત્સાહન આપે છે. તે વ્યક્તિનો મૂડ સારો કરે અને પીડા સહનશીલતા વધારે છે. ચિંતા અને હતાશાને ઘટાડીને, હાસ્ય વ્યક્તિની એકંદર સુખાકારીને વેગ આપે છે.

હાસ્યના આ બધા અમૂલ્ય ફાયદાઓની કોઈ કિંમત નથી અને તે સંપૂર્ણપણે આપણા પોતાના હાથમાં છે, જે તકનો લાભ ઉપાડવાની રાહ જોઈ રહ્યા છે. શું આપણે મૂર્ખ નથી કે તેનો વારંવાર ઉપયોગ નથી કરતા? ખરું જ કહેવાય છે ને, "હસ્યા તેનાં ઘર વસ્યા!"

આપણે હાસ્યથી શરૂઆત કરી હતી, તો ચાલો ધૂમ મચાવતા, હાસ્ય સાથે સમાપ્ત કરીએ.

અમુક વૃદ્ધ યુગલો જીવન વિશે વાત કરવા અને સારો સમય સાથે પસાર કરવા માટે ભેગા થતા હતા. એક દિવસ, હરીશે આ અદ્ભુત રેસ્ટોરન્ટ વિશે વાત કરવાનું શરૂ કર્યું જ્યાં તે તેની પત્ની સાથે ગયો હતો. "ખરેખર?", એક માણસે પૂછ્યું, "તે રેસ્ટોરન્ટનું નામ શું હતું?" થોડીક સેકન્ડો વિચાર્યા પછી, હરીશે સામે પૂછ્યું, "પેલા મનમોહક સુગંધવાળા ફૂલોને શું કહેવાય?" "શું તારો મતલબ ગુલાબ છે?" પ્રથમ માણસે પ્રશ્ન કર્યો. "હા હા, તે જ," હરીશે કહ્યું. પત્ની તરફ જોઈને હરીશે તેને પૂછ્યું, "ગુલાબ ડાર્લિંગ, પેલી કઈ રેસ્ટોરન્ટ હતી જ્યાં આપણે ડિનર કરવા ગયા હતા?"

"હાસ્ય વિના પસાર કરેલો દિવસ, બરબાદ કરેલો દિવસ હોય છે. આપણે રોજ હસવું જોઈએ!" - ચાર્લી ચેપ્લિન 

શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much 

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=