૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૧ (કેમ્પ) SIDDHARTH ROKAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૧ (કેમ્પ)

કેમ્પ 

કેમ્પ ઘણા લોકોએ કર્યા હશે અને ઘણા કરશે. કદાચ એમાં ખુબ મજા પણ પડતી હશે. મને ખબર નથી. મારાં માટે આ પહેલો કેમ્પ છે. મને કેમ્પનું નામ સાંભળતા એવુ લાગતું જંગલમાં જુપળા લગાવી રહેવાનું, ખાઈ-પી જલસો કરવાનો અને નિત-નવીન નજારા જોવાના. મને આ સિવાય બીજી કોઈ કેમ્પ વિશે માહિતી નથી. 

મને જંગલમાં જઈ રહેવાનો ભારે ઢઢો છે. કોને ખબર કદાચ તેમાં પણ મજા પડતી હશે. તે બધું ઠીક, પણ આ કેમ્પ મારા વિચારોથી તો અલગ જ છે. 

આ કેમ્પમાં નથી ફરવાનું, નથી ખાઈ-પી જલશો કરવાનું કે નથી નિત-નવીન નજારા જોવાનું. માત્ર એક જગ્યા પર રહેવાનું, ખાઈ-પી લીધા પછી રગળો ખાવાનું, પરસેવો પાડવાનો અને ઘણું બધું શીખતું રહેવાનું. 

આ કેમ્પ નેશનલ કેડેટ કોર્પ્સનો છે. તેમા આર્મીમાં હોય તેવી ટ્રેનિંગની નાની એવી ઝલક આપવામાં આવે છે. નેશનલ કેડેટ કોર્પ્સ એ એક સ્વૈચ્છિક સંસ્થા છે. જે સમગ્ર ભારતમાં ઉચ્ચ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી છોકરા-છોકરીની ભરતી કરે છે. તેને નાના હથિયારો અને પરેડની લશ્કરી તાલીમ આપે છે. “એકતા અને શિસ્ત” તેના સૂત્ર છે. ખાશ કરીને એકતા લાવવી, શિસ્ત જાળવી રાખવું, એવી આગવી ઓળખ પુરી પાડવી જેથી સામાજમાં બધાથી સહેજ અલગ અને આગળ તરીઆવે.

મારો કેમ્પ કરવાનો વારો કેમ આવ્યો? એ મને ખબર નથી. અમારી કોલેજમાં NCC અથવા NSS બંને માંથી એકનું સર્ટિફિકેટ હોય તો જ ડિગ્રી મળે આવો કંઈક નિયમ છે એવી વાત મને મળી. એટલે મને લાગ્યું NCC નું સર્ટિફિકેટ હશે તો કોઈ બીજી ગવર્મેન્ટ એક્ષામમાં કામ લાગશે. આવા વિચારથી એન્ટ્રી લીધી હતી. બીજા વિદ્યાર્થી કહેતા “NSS અંદર તો કચરો જ સાફ કરવાનો હોય.” તેમાં જે હોય તે મને ખબર નથી. NCC સર્ટિફિકેટ જોતું હોય તો બે કેમ્પ કરવા ફરજીયાત છે. પહેલા વર્ષે ખાલી સામાન્ય ટ્રેનિંગ હોય. બીજા વર્ષે એક કેમ્પ કરવાનો જેનાથી બી સર્ટિફિકેટ માટે પરીક્ષા આપી શકાય. બે કેમ્પ કરવાથી સી સર્ટિફિકેટ માટે પરીક્ષા આપી શકાય. 

પહેલું વર્ષ ખાલી શનિ-રવિવાર સવારે ગ્રાઉન્ડ પર જઈને પરેડની હાજરી પુરાવી પાછા આવી જવામાં જતું રહ્યું. હવે શરુ થયું બીજું વર્ષ જેમાં કેમ્પ કરવાનો અને બી સર્ટિફિકેટ માટે પરીક્ષા આપવાની. 

આ વર્ષે કેમ્પ અમારી કોલેજનાં ૩૭ વિદ્યાર્થીઓ કરવાનાં છે. કેમ્પનું આયોજન કોલેજથી ૩૦ કિલોમીટરનાં અંતરે આવેલ એક ગામમાં રાખેલ છે. જેનો સમય થોડો નબળો હોય, તેને આ ગામમાં આવું પડે કેમ્પ માટે. બીજી જગ્યા પર કેમ્પ હોય છે, ત્યા ક્યારેક જ વારો આવે. જેણે બંને જગ્યા પર કેમ્પનો આનંદ માણેલો હોય તે સિનિયર આવું કહેતા.

કેમ્પને લઈને મને થોળી ગભરામણ થતી હતી. પછી એમ થયું આવું તો દરેક સમયે થાય છે. ખાશ તો ત્યારે જયારે નવી જગ્યા પર જવાનુ હોય.

"જેવું હોય તેવું, ખાલી ૧૦ દિવસ તો કાઢવાના છે. ખાવાનું વ્યવસ્થિત હોય કે ન હોય, રહેવાનું વ્યવસ્થિત હોય કે ન હોય. સાથે મિત્રો છે, તો બીજું શું જોઈએ ? "

આ કેમ્પમાં અમારી કોલેજનું નામ સારું છે. જેથી અમારી કોલેજના ત્રણ વિદ્યાર્થી કોમ્પ્યુટરમાં ત્યાં કામ કરવા માટે અને ત્રણ વિદ્યાર્થી કેમ્પનું જે સર્ટિફિકેટ બધાને મળે તેના પર નામ લખવાં સિલેક્ટ કર્યા. મેં કોમ્પ્યુટરમાં નામ લખાવી દીધું. મે એવું સાંભળ્યું હતું કે તેમાં હોય તેણે બીજું કોઈ કામ કરવાનું હોતું નથી. મને કોમ્પ્યુટરમાં વધું કાંઈ નથી આવળતું. તેમ છતાં બીજા ઢહેળા કરવાના ન રહે. એવો વિચાર આવ્યો કે “કોમ્પ્યુટરમાં વધું તો બીજું શું કરવાનું કહેશે..? એવું તો નહીં કહેને કે, કોડિંગ કરી તમારે સોફ્ટવેર બનાવાનો છે.” જે થશે તે જોયું જશે અત્યારે ખાલી નામ લખાવી નાખો. 

અનુભવી લોકોને પૂછી જરૂર પ્રમાણે ગાભા, કટક-બટક નાસ્તો, બિસ્ત્રો, જોડા, ઈસ્ત્રી ફેરવેલ વર્દી, નેમ પ્લેટ, પટ્ટો, તેના ખાશ પ્રકારના બુટ અને ફુમકા વાળી ટોપી આવું બધું ભેગું કરી એક થેલો ભર્યો. છેલ્લે જાણ થઇ જમવા માટે થાળી-વાટકા લઇ જવાના છે. અમારી પાસે થાળી-વાટકા હોસ્ટેલમાં ન હતા. મેશના થાળી-વાટકા લેવામાં ખુબ રેક્ટર સાથે માથાકૂટ કરી, ગાળો ખાધી અને ત્રણ વાર ધક્કા ખાધા પછી મળ્યા. 

બધી તૈયારી કરી નીકળી ગયા. કંઈક નવું શીખવા, અનુભવા, જાણવા, જીવવા અને નાનું એવું સાહસ કરવા.