પ્રેમસમાધિ
પ્રકરણ-100
મ્હાત્રે વિજયની સામે એનો ક્યાસ કાઢતો હોય એમ જોયા કર્યુ પછી બોલ્યો "વિજયભાઉ આ બધી સેવાની આવશ્યકતા નથી હું તો તમારુ એક ઋણ ઉતારવા આવ્યો છું ધાર્યુ હોત તો બર્વે થકી પણ હું કરાવી શક્યો હોત પણ મારી પાસ અત્યારે બે કારણ ભેગાં થઇ ગયાં છે હું તમને વાતની ગંભીરતા સમજાવી દઊં અત્યારે કોઇ પાર્ટી કરવાનો સમય નથી હું ટૂંકમાં વાત જણાવી દઊં... અત્યારે બીજા મારાં અગત્યનાં કામે જવાનું છે."
વિજય ગંભીરતાથી મ્હાત્રે સામે જોવા લાગ્યો વિચાર્યુ કે મેં મ્હાત્રેને ઓળખવામાં અને મૂલવવામાં ભૂલ કરી છે ? આ કોઇ સામાન્ય કસ્ટમ ઓફીસર નથી જે વ્યવહારમાં રહી એકબીજાનાં અરસપરસ કામ કરાવી લે છે. એણે મ્હાત્રેને એની ગંભીરતા સાથે પૂછ્યું "સાચું કહુ તો હું થાપ ખાઇ ગયો હું સમજેલો કોઇ લેવડદેવડની વાત છે પણ તમે તો....”
મ્હાત્રેએ કહ્યું “ખૂબ અગત્યની વાત શેર કરવા આવ્યો છું હમણાંથી લગભગ દોઢ મહીના પહેલાં મારું પોસ્ટીગ કંડલા હતું હું મુંબઇથી કંડલા શીપ દ્વારા જઇ રહેલો આ લગભગ 453 નોટીકલ માઈલ છે મને માંડ બે દિવસ થાત. ત્યાં મને સમાચાર મળ્યાં કે કંડલાથી કોઈ નાનુ શીપ નીકળ્યું છે જેમાં ડ્રગ્સ આવી રહ્યું છે એની કિંમત કરોડોમાં છે હવે આ જાણકારી સાચી છે કે ખોટી ખબર નહોતી પણ એકવાર બાતમી મળે એટલે અમે નાર્કોટીંસ ટીમને સમાચાર આપીએ અમે કસ્ટમસ વાળા પણ એલર્ટ થઇ જઇએ.”
“હું નાર્કોટીસ ટીમની શીપમાંજ હતો અને કંડલા પોર્ટનો ખૂબ જાણકાર.. મારી સાથે ચર્ચા થઇ મેં અંદર ઉતરી વધુ માહિતી એકઠી કરવા ઝીણી ઝીણી વિગતો એકઠી કરવા માંડી હું કંડલા પહોંચુ એ પહેલાં જ્યાંથી જાણકારી મળી હતી ત્યાં મેં સામેથી સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. વાત એવી છે વિજયભાઇ કે હું ટ્રાન્સફરમાં જઇ રહેલો સાથે મારું ફેમીલી હતું અમે મુંબઇથી કંડલા તરફ આગળ વધી રહેલાં અને રાત્રી થઇ ત્યારે સિંગ્નલ મળ્યું કે ડ્રગ્સ જેમાં આવી રહેલુ એ જે બાતમી હતી શીપ નાની હતી સામેથી આવી રહી હતી...”
ત્યાં વિજયે વચમાંજ બોલીને કહ્યું "હાં હાં મ્હાત્રે મારી પાસે વાત આવી હતી એ શીપ તો મૂળ પોરબંદરની હતી પણ એમાં ડ્રગ્સ હતુંજ નહીં એમાં તો કશું મળ્યું નહીં માછલી સિવાય.”
“એમાં નાર્કોટીમવાળાને ઝપાઝપી થઇ શીપ કબજે કરી શોધ ખોળ તપાસ કરી ડ્રગ્સ ન્હોતી પણ કેટલીક છોકરીઓ.... મેં આ ન્યૂઝ પાછળ ખાસ ધ્યાન નહોતું આપ્યું હું બીજા કામમાં વ્યસ્ત હતો અને એ સમયે હું ઘાયલ થયેલો હતો હોસ્પીટલમાં હતો. તો એમાં સાચુ શું હતું ? તમે એ શીપની તપાસમાં હતાં ?"
મ્હાત્રે કહ્યું "વિજયભાઉ મને સમાચાર મળેલાં કે તમે કોઇ રોડ એક્સીડેન્ટમાં ઘાયલ થયેલાં બચી ગયેલાં એ પણ એક હરામીનું ષડયંત્ર હતું જેમાં અમારો એક ઓફીસર સંડોવાયેલો હતો જે પાછળથી મોતને ભેટેલો... અથવા કોઇએ મરાવી દીધેલો.” એમ કહી વિજયની સામે તાંકી રહ્યો.
વિજયનાં ચહેરા પર હાસ્ય આવી ગયું... એણે તાર્કીક રીતે મ્હાત્રે સામે જોયું અને બોલ્યો "હાં પછી આગળ વાત કરો શું થયું એ શીપનું હું ક્યાં સંકળાયેલો છું એમાં ?"
મ્હાત્રેએ કહ્યું "એમાં એ શીપને ઘેરી લીધેલી એનો માલિક કોણ છે ક્યાંથી આવી ક્યાં જવાની બધી તપાસ કરી... કોઇ નવો નવો ખેલાડી મંધુ ટંડેલની શીપ હતી એ ખૂબ પીધેલો હતો કાંઇ ડ્રગ નહોતું ફીશ હતી છોકરીઓ હતી મોટાભાગની ટીન એજની હતી ખાસ વાત છે કે એનાં ભંડકીયામાં એક ખૂબ ધાયલ માણસ હતો જેને બાંધી રાખેલો. એ મરવાનાં વાંકે જાણે જીવી રહેલો એને જોઇને લાગ્યું કે એનાં ઉપર ખૂબ ત્રાસ ગુજરાયેલો છે શરીરનાં અંગ અંગથી ઘાયલ હતો અર્ધમૂર્છા અવસ્થામાં હતો. અમે પેલાં મધુટંડેલને એ માણસ અંગે પૂછપચ્છ કરી... પેલો ખૂબ નશામાં હતો...”.
“મજાની વાત એ છે કે વિજયભાઉ જેવી પેલાં ઘાયલ માણસ અંગે પૂછપચ્છ કરવા માંડી એનો નશો ઉતરી ગયો પેલો માણસ જે ધાયલ હતો એને જોઇને એણે દાવ મારી દીધો કે આ છોકરીઓનું અપહરણ કરીને શીપ પર આવેલો એને મુંબઇ વેચી દેવી હતી એનું આ ચક્કર ચાલુજ હતું પણ અમને એમાં વિશ્વાસ ના બેઠો. પછી નક્કી થયું કે છોકરીઓ સૌરાષ્ટ્રનાં અલગ અલગ શહેર ગામડાની છે કંડલા લઇ જઇને બધાને ઘરે મોકલવી લોકલ પોલીસની મદદ લેવી.. અમે એની શીપ પર કબ્જો લીધો બેઉ શીપ કંડલા તરફ લીધી. પેલો મધુટંડેલ ખૂબ ડીસ્ટર્બ હતો એણે મને એવું મનમાં ઠસાવવા પ્રયત્ન કર્યો કે એ ટંડેલ છે ફીશરીંગનું કામ છે માછલી વેચવા મુંબઇ જઇ રહેલો. પણ ઘાયલ માણસ અને છોકરીઓ મળી આવી ઉપરથી ડ્રગ્સ છે એવી બાતમી મળી હતી એટલે કંડલા પોર્ટ પર જાણે પૂરી તપાસ કરવી એવું નક્કી થયું.”
“કંડલા બે દિવસે પહોંચ્યાં એની શીપની અંદર બહાર બધી રીતે જડતી લેવામાં આવી. શીપ ઉપરનાં ખારવાઓને પકડીને ચોકીમાં લાવ્યા. પેલાં મધુટંડેલ કંડલા આવતાંજ કેટલાયને ફોન કરીને છૂટવા પ્રયત્ન કર્યો.. અમે તપાસ ચાલુ કરી દીધી...” "
ત્યાં વિજયે અધીરાઇથી વચ્ચેજ પૂછ્યું "પણ પેલો ઘાયલ માણસ કોણ હતો ? એનું શું થયું ? હવે વિજયને ઊંડે ઊંડે જીવ બળવા લાગ્યો હતો. મ્હાત્રેએ હસ્તાં હસતાં કહ્યું "ધીરજ રાખો ભાઉ બધુજ કહું છું તમારો છેડો ત્યાં અડે છે એટલેજ તમારી પાસે આવ્યો છું..."
હવે વિજયની ઇન્તેજારી વધી ગઇ ધીરજ ખૂટી ગઇ એણે કહ્યું "પછી શું થયું ?” મ્હાત્રે એ કહ્યું “પેલાં ઘાયલ માણસને હોસ્પિટલમાં દાખલ કર્યો એ એટલો બધો ઘાયલ હતો કે બોલી શકતો નહોતો બેભાન અવસ્થામાં લગભગ 15-20 દિવસ રહ્યો. એની જડતી લીધી પણ કોઇ માહીતી ના મળી.. અમે લોકોએ પ્લાન બદલ્યો પેલો ભાનમાં નહોતો આવ્યો પછી મધુ ટંડેલને કસ્ટડીમાં લીધો અને એ માણસ અંગેની માહિતી પૂછી...."
“થર્ડ ડીગ્રીનો ઉપયોગ કર્યો ત્યારે એનું મોઢું ખૂલ્યું અને બોલ્યો કે મારો મિત્રજ છે પણ આડી લાઇને ચઢી ગયેલો છોકરીઓનો ધંધો કરતો હતો.. હ્યુમન ટ્રાફીકીંગમાં હતો એટલે પકડીને માર મારેલો થોડો વધુ... જખ્મી થઇ ગયેલો બેભાન થઇ ગયેલો....."
“અમને હજી વિશ્વાસ ના પડ્યો... ત્યાં શીપની ઝડતી લેતાં શીપનાં તળીયાનાં ભાગે ખાનગી ખાના હતાં જોતાં ઉપર મોટરો ફીટ કરી દીધેલી ત્યાંથી ડ્રગ અને થેલાં મળેલાં એમાં બધું સામે આવ્યું લગભગ 15 કરોડની ડ્રગ પકડી બરાબરનો મેથી પાક મળ્યો એ જેલમાં ગયો.. પેલો બીજો થેલો આ ઘાયલ માણસનો મળ્યો એમાં એની જ આઇડીન્ટી ફેમીલીનાં ફોટાં.... એક બંધ મોબાઇલ બધુ મળ્યું ત્યારે ખબર પડી કે આ માણસ તો જુનાગઢનો....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-101