પ્રેમ સમાધિ - પ્રકરણ-99 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

    સ્પર્શ " ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જો...

  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-99

પ્રેમસમાધિ 
પ્રકરણ-99

 માયા... સતિષને બધુ જણાવી રહી હતી સાથે સાથે ઇર્ષ્યા, ખુન્નસ બદલો, વિઘ્નસંતોષ જેવાં અવગુણો વાતમાં ભેળવીને સતિષને રીતસર ઉશ્કેરી રહી હતી એનાંથી કલરવનો નકારો અને કાવ્યાનો પ્રેમ એકરાર સહન નહોતો થતો એને કોઇપણ ભોગે કલરવને પામવો હતો જાણે દુનિયામાં બીજો છોકરો મળવાનો ના હોય.... 
 સતિષે કહ્યું “આગળ બોલને કાવ્યા અને કલરવ.”.. માયાએ કહ્યું "આમાં તો ભાઇ આપણે બંન્ને લૂંટાઈ ગયાં છીએ કાવ્યાને તારે તારી કરવી હતી સાથે સાથે એનો ધંધો પૈસો બંગલો શીપ તારે મેળવવા હતાં બધુંજ હાથથી ગયું છે... હું કલરવને પસંદ કરું છું એ પણ તારી સાથે કામ કરત... બધુ તમે બેઉ સાથે સંભાળતા હોત આપણે ભાઇ બહેન કાયમ સાથે રહેતાં હોત માં અને પાપાની પણ આવી ઇચ્છા હતી બધુ જાણે હાથથી ગયું...."
 સતિષે ઉશ્કેરાઇને કહ્યું "તું હવે એકની એક વાત વાગોળી વાગોળી મને વધુ ઉશ્કેર નહીં મારાંથી સહેવાતું નથી તું ચિંતા ના કરીશ હવે હું બધુ કામ પડતું મૂકી એ લોકો ને કાયમ માટે છૂટા કરી દઊ છું કાવ્યાએ મારીજ થવું પડશે. વિજય અંકલ પોતેજ મને સામે ચઢીને એમનો જમાઈ બનાવી દેશે જો હવે હું કેવો ખેલ પાડું છું. માયા તે આ કલરવ કાવ્યાની વાત માં-પાપાને કરી ? ના કરી હોય તો કરી દે... ખૂબ જરૂરી છે પાપાની પણ આંખો ખૂલે.... "
 માયાએ કહ્યું “ના હમણાં તો જાણ્યું બધુ... પાપા તો ઘરે નથી હમણાં આવે પછી બેઉને સાથે કહું છું ભાઇ એક વાત કહું ? હું કલરવને ખૂબ પસંદ કરું છું મને એજ જોઇએ નહીંતર હું મારો જીવ...” સતિષે માયાને સાંભળી પછી બોલ્યો "એય મારી બહેના આમ ભલે હું તારી સાથે ઝગડતો હોઊં પણ મારી ખૂબ વ્હાલી છો તને ગમે છે એજ કલરવને તારો બનાવીશ અને એવું ના થયું તો એને પતાવી દઇશ” એમ કહી જુસ્સામાં ફોન મૂક્યો.
 "માયા બે ઘડી વિચારમાં પડી ગઈ.. એને થયું ભાઇને ઉશ્કર્યો છે એ સાચેજ કોઇનું ખૂન ના કરી બેસે.. હું પાપાનેજ બધી વાત કરી દઊ... એમ વિચારી મોબાઇલ ઉઠાવી સીધો નારણ ટંડેલને ફોન કર્યો. સામેથી ફોન ઊંચકાયો નહી... માયા નિરાશ થઇ ગઇ.. એણે વિચાર્યું હું હજી એકવાર કલરવ સાથે વાત કરું ? કદાચ... ત્યાં સામેથી રીંગ આવી એનાં પાપાનોજ ફોન હતો એણે તરતજ ઉપાડ્યો બોલી "પાપા ખૂબ અગત્યની વાત છે"
 નારણે કહ્યું "માયા અત્યારે શું થયું ? હું ડ્રાઇવ કરું છું તને ખબર છે ડ્રાઇવ કરતાં હું ફોન નથી ઉચકતો કંઇ નહીં બોલ મેં ગાડી સાઇડમાં લીધી ઉભો રહ્યો છું એવી શું અરજન્ટ વાત છે ? અને તારો અવાજ કેમ આવો છે ? શું થયું ? ભાઇ કશું બોલ્યો ? માં સાથે તકરાર થઇ છે ? આમ અચાનક મને ફોન કર્યો ?”
 માયાએ કહ્યું "પાપા... પછી રડમસ ચહેરો બનાવી ભીનાં ગળે બોલી "પાપા મેં કાવ્યાને ફોન કરેલો કહેવા કે તારે ઘરે મજા આવી અને..” નારણ કહે "ભલે એમાં શું ?" માયાએ કહ્યું "પણ પાપા સાંભળો તો ખરા.. કાવ્યા અને કલરવ બંન્ને જણાં સાથે હતાં પહેલાં તો એ લોકોએ ફોનજ નહોતો ઉપાડ્યો પછી..”.. નારણ કહે “બેઉ સાથેજ હોયને એકજ બંગલામાં રહે છે... તું આમ વાતોમાં મ્હોંણ ના નાંખ સીધી વાત કર... “
 માયાએ કહ્યું "પાપા કલરવ કાવ્યા બેઉ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે એ લોકો દરિયે બીચ પર ફરવા ગયાં છે એ લોકો... બંગલે એકલાં છે વિજય અંકલ ઘરે નથી.. કલરવે મને સ્પષ્ટ કહી દીધુ કે એ કાવ્યાને પ્રેમ કરે છે કાવ્યા સિવાય બધી છોકરો એની બહેન છે કાવ્યાએ પણ કહી દીધુ એ કલરવ સિવાય કોઇની કલ્પના પણ નથી કરતી બેઉ જણાં એકબીજામાં સાવ... પાપા... મારું શું થશે ? અને ભાઇતો....” 
 નારણ ચોંક્યો બોલ્યો "તું આ શું બોલે છે ? વિજય મને કહે હજી નાની છે પછી વાત અને આ બેઉ જણાં એની ગેરહાજરીમાં રંગરેલીયા રમે છે ? સતિષ તો જાણશે તો હાથમાં નહીં રહે મેં જોયેલાં બધાં સ્વપ્ન ધૂળધાણી થઇ જશે આટલી બધી મિલ્કત પૈસો વિજયનો મારાં હાથમાં.... હું કંઇક કરુ છું ફોન મૂક તેં સારું થયું મને કીધું કંઇ નહીં હું ઘરે આવું છું સતિષને પણ ઘરે બોલાવું છું પછી નક્કી કરીએ તું આમ જીવ ના બાળીશ ?”
 નારણે ફોન મૂક્યો.. અને ગાડી યુટર્ન મારી ઘર તરફ લીધી એનાં મનમાં એક સાથે અનેક વિચારો આવી ગયાં.... પછી વિચાર્યુ મારી પાસે ક્યાં ઓછું છે ? અને માયાને બીજા સારો છોકરો નહીં મળે ? જબરજસ્તથી કાવ્યા સાથે સતિષનો કે આ માયા સાથે કલરવનો સંબંધ ના થયો તો શું ફરક પડે ? પછી એનું નકારાત્મક મગજ કામે લાગ્યું.... ના... ના.... કાવ્યા માં વગરની વિજયની એકની એક છે કરોડોનો કારોબાર, મિલ્કત, શીપ અને આટલો મોટો વરસોનો જમાવેલો ધંધો... એમાં મારો પણ ભાગ છે ભલે મને વિજય બધુ આપી દે છે ચૂકવી દે છે પણ મોઢામાં આવેલો કોળીયો આમ કોઇ બીજાને ના ખાવા દઊં... સતિષને એનાં લક્ષણ પ્રમાણે ટંડેલમાં છોકરી નહીં આપે.... એ શીપ સંભાળે કાવ્યાને પોતાની કરે... કલરવ માયાને મળી જાય તો મારે કશુ જોવાનુંજ નહીં રહે પણ બાજી હાથથી ગઇ છે... પાછી ફરી મારે કેવી રીતે લાવવી ? કંઇક બાજી ગોઠવવી પડશે... આમ વિચારતાં વિચારતાં સુરતની ભાગોળે પહોંચી ગયો..
**************
 ભાઉએ મ્હાત્રેને માન સન્માન સાથે વિજયની કેબીનમાં મોકલી દીધો. મ્હાત્રે વિજયની શીપની ચેમ્બરમાં પહોંચ્યો. વિજય શીપની કંટ્રોલ સ્ક્રીન પર જોઇ રહેલો. મ્હાત્રે અંદર આવ્યો વિજયે ઉભા થઇ આવકાર આપ્યો. "આવો આવો મ્હાત્રે... મારે બર્વે સાથે બધી વાત થઇ છે. આવો અહીં આરામથી બેસો કહી રીવોલ્વીંગ ચેર પર બેસાડ્યો.
 મ્હાત્રેએ હસતાં હસતાં કહ્યું "વિજયભાઇ આપણે પહેલીવાર મળ્યાં છીએ બર્વે અને અગાઉનાં અમારાં કસ્ટમ ઇન્સ્પેક્ટરો દ્વારા તમારાં વિશે ઘણું જાણ્યું છે તમારાં વિશે અમારે ત્યાં એક ચોક્કસ છાપ છે” એમ કહી હસ્યો.
 વિજયને રસ પડ્યો એણે કહ્યું “અરે અરે મહાત્રે હું તો સાવ સામાન્ય માછીમાર છું અને ટંડેલ લોકો દરિયાનો ખેડૂ આજ અમારું કામ કેમ શું છાપ છે?”
 મ્હાત્રેએ હસતાં હસતાં કહ્યું "સાચું કહુ ખરાબ ના લગાડશો "શરીફ બદમાશ"... વિજય સાંભળીને ખડખડાટ હસી પડ્યો મ્હાત્રે પણ હસી પડ્યો બંન્ને જણાં ક્યાંય સુધી હસતાં રહ્યાં પછી મ્હાત્રેએ કહ્યું “વિજયભાઉ પણ આ મજાકમાં બોલે બધાં પણ તમારામાં એવાં ગુણો પણ છે કે ભૂલાય એમ નથી મને બધીજ જાણકારી છે તમે વ્યવહારમાં તો અવવલ છોજ જે બોલો એ કરોજ છો પણ અમારાં સ્ટાફમાં કોઇને તકલીફ આવે મૃત્યુ થાયતો તમે તમારાં પૈસાની થેલી ખૂલ્લી મૂકી દો છો આટલું તો સરકાર પણ નથી કરતી...."
 વિજયે કહ્યું “અરે મ્હાત્રેજી છોડો બધી વાત બોલો શું લેશો ? ઈમ્પોર્ટેડમાં કઇ બ્રાન્ડ ફાવશે ? પીતા પીતા વાત કરીએ....” 


વધુ આવતા અંકે ---- પ્રકરણ-100